DESTINY. - 5 in Gujarati Fiction Stories by મુખર books and stories PDF | DESTINY (PART-5)

Featured Books
Categories
Share

DESTINY (PART-5)


જેમ છેલ્લે વાત થઈ હતી બહેન સાથે એમ રાહ જોતો જૈમિક સવાર પડતાની સાથે જ એની બહેનને ફોન કરે છે રીંગ વાગે છે પણ બહેન ફોન ઉઠાવતી નથી. પછી વધારે ફોનના પ્રયાસ કરવાની જગ્યાએ ભાઈ રોજના સમય મુજબ કૉલેજમાં ફરી આવે છે અને બહેનનો ફોન ક્યારે આવે એની રાહ જોવે છે. રાહ થોડીક વધારે જોવી પડી કેમકે બહેનનો ફોન રાત્રે આઠ વાગ્યે આવ્યો. ફોનની રિંગ વાગતાની સાથેજ ભાઈ તો ફોન ઉઠાવી લે છે ત્યાજ બહેન કહે અરે વાહ...! ભાઈ! તૈયાર જ બેઠા હતા લાગે છે ફોન ઉઠાવવા માટે તો રિંગ પુરી વાગતાં પહેલાં જ ફોન ઉઠાવી લીધો.



જૈમિક કહે હા એવુ જ કાંઇક બહેન. છેક સવારે ફોન કર્યો તને મે અને તું હવે ફોન કરે છે. બહેન કહે ભાઈ હું કૉલેજમાં હતી પછી આવીને બજાર થોડો સામાન લેવા ગઈ હતી અને અત્યારે જમીને ફ્રી થઈ તો તમને ફોન કર્યો. જૈમિક કહે તમારો ખુબ ખુબ આભાર ફોન કરવા બદલ. બહેન કહે એમાં આભાર શું કામ ભાઈ ફોન તો કરવો જ પડે ને...!!!




પછી વાત કરતાં કરતાં જૈમિક કહે આપણે કાલે વાત થઈ હતી કાંઇક એનું શું કર્યું...??? બહેનને તો બસ મોકો જ જોઈતો હોય ને ભાઇની મજાક કરવાનો તો કહે કઈ વાત ભાઈ...??? મને તો યાદ નથી! ભાઈ કહે અરે તારી ફ્રેન્ડ વાળી વાત. બહેન કહે અરે હા બરાબર પણ એની શું વાત હતી એતો કહો. પાછો ભાઈ કહે અરે તે કહ્યું હતું ને એના વિશે હું એને પૂછ્યા વિના તમને કાંઇ જ ના કહી શકું તો પૂછીને કહીશ.



બહેન કહે અરે..... હા ભાઈ..... એતો મે વાત કરી એને કે મારા ભાઈ તારા વિશે પૂછતા હતા તો એને કહ્યું, " જો હું અહીંયા મારા પરિવારના સપના સાકાર કરવા આવી છું, એંજિનિયર બનવા આવી છું અને હા પેલા દીદીએ પણ એમના વિશે મને જે કાંઈપણ કહ્યું છે તો એના પાછળ કાંઇક તો કારણ રહેલું હશે જ ને તો મહેરબાની કરીને એમને કહી દેજે કે એ મારાથી દૂર જ રહે."



આટલું સાંભળીને જૈમિક બોલ્યો, ઠીક છે બહેન એવું છે તો હું એને કાંઇ નઈ કહું કે નઈ એના વિશે કાંઈ પણ પૂછપરછ કરું. હું એનાથી બિલકુલ દૂર જ રહીશ જેથી એને એના પરિવારના સપના પૂરા કરવામાં સરળતા રહે અને હું એના સફળતાના માર્ગ વચ્ચે ના આવું. બહેન કહે ભલે ભાઈ હું એને કહી દઈશ કે ભાઈ હવે તારાથી બિલકુલ દૂર રહેશે.




પછી રોજની જેમ ભાઈ તો એની બહેનને રાત્રે જમ્યા પછી વાત કરવાં માટે ફોન તો કરેજ. હવે રોજ ફોન કરે તો સ્વાભાવિક છે કે એ છોકરી બહેનના જ રૂમમાં રહેતી હતી તો એને પણ ખબર જ હોય કે કોનો ફોન આવે છે એની ફ્રેન્ડ પર રોજ. જૈમિક રોજ ફોન કરે બહેનને અને અવનવી વાતો કરે જેને દૂર દૂર સુધી કઈ જ લેવા દેવા ના હોય પણ હા એક વાત હતી કે જૈમિકનો સ્વભાવ મજાકિયો હતો તો એની બહેનને એ ફોનમાં રોજ ખૂબ જ હસાવ્યા કરે.




રોજ ભાઈના ફોનમાં બહેન હસ્યા કરે એ ભાઈને ખબર હતી પણ એ નહોતી ખબર કે સાથે સાથે બીજું કોઈપણ છે જે એની વાતોથી હસી રહ્યું છે, કારણ કે ફોન સ્પીકર પર કરીને વાત થતી હતી ત્યાં તો પણ આ વાતથી જૈમિક બિલકુલ અજાણ હતો. રોજ વાત કરતાં કરતાં એ મોટા ભાગની વાત એજ છોકરી વિશે કરે એને આજે આ પહેરેલ હતું, આજે એને ત્યાં જોઈ હતી, આજે એ વધારે સુંદર લાગતી હતી, હા એને દૂર રહેવાનું કહ્યું હતું પણ એને જોવાની કે એના વિશે બહેન સાથે વાત કરવાની ક્યાં ના જ પાડી હતી...???



થોડી છેતરપીંડી જૈમિક કરતો હતો તો સામે પણ એવું જ થઈ રહ્યું હતું ને દૂર રહેવાનું કહ્યું હતું તો પછી એની વાતો શું કામ સાંભળવી પડે....??? રોજ રાત્રીના સમય પર બહેન જોડે સ્પીકર કરીને બેસી જાય મજાની વાતો સાંભળવા જાણે ડાયરો ચાલુ હોય હા.... હા.... હા....



મોટા ભાગની વાત જૈમિકએ છોકરીની જ કરતો હતો અને બીજી બાજુ એજ છોકરી મનમાં ને મનમાં ખુશ થતી હતી. પછી જેમ જેમ સમય વીતતો ગયો એમ એક વાર જૈમિક કહે તારી રૂમ પાર્ટનર સાથે એક વાર વાત તો કરાવ. તો બહેને કહ્યું એની ફ્રેન્ડને કે ભાઈ સાથે વાત કરીશ...??? સામેથી જવાબ આવ્યો ના, વાત કરવાનું કોઈ કારણ જ નથી એમ કહી મનમાં જ મંદ મંદ હસ્યા કરે છે.



પણ પેલી કહેવત છે ને ભગવાન કે ઘર દેર હૈં અંધેર નહી એવું જ કાંઇક થયું એક દિવસ રાત્રે જૈમિક બહેન સાથે વાત કરતો હતો અને સ્પીકર ચાલુ જ હતું તો જૈમિક કહે આમ રોજ સ્પીકરમાં સાંભળીને કેવી મજા આવે નઈ...??? બહેન કહે ભાઈ કેવું સ્પીકર...??? ભાઈ કહે અરે ગાંડી તને શું હું પણ ગાંડો જ લાગુ છું...??? આટલા દિવસથી રોજ મારો ફોન સ્પીકર પર હોય છે એ શું હું નથી સમજી શકતો...??? પણ સ્પીકર કરવાથી જો કોઈ ખુશ થતું હોય તો સ્પીકર કરવું જોઈએ એવું હું માનું છું. આટલું કહેતા જ સામે તો જાણે હોશ ઉડી ગયા હોય એવું લાગે.



પછી જૈમિક કહે ચલો ઠીક છે તમે સ્પીકર કરીને મારો અવાજ તો રોજ એને સંભળાવ્યો પણ શું મને એનો ખાલી અવાજ સાંભળવા પણ નઈ મળે...??? બહેન કહે ભાઈ એવું નથી હું એને કહું જો એ વાત કરે તો એમ કહી એ એની ફ્રેન્ડને કહે ભાઈ સાથે આજે વાત કરીશ...??? તો આજે પણ ના જ આવ્યું પહેલા તો, હવે સ્પીકર ચાલુ હતું તો જૈમિકે ના સાંભળ્યું તો જૈમિક કહે વાત કરવાની જ નથી મારી સાથે ખાલી હેલ્લો કહીશ તો પણ ઘણું છે મારે બસ તારો અવાજ સાંભળવો છે.


જૈમિકનું આટલું સાંભળી હાથમાં ફોન લઈને છોકરીએ સ્પીકર કર્યું બંદ અને એના કાને લગાવ્યો અને કહ્યું હેલ્લો. જૈમિક હેલ્લો સાંભળતાંની સાથે જ જાણે ગાંડો થઈ ગયો હોય એમ કહે હાશ........! આખરે મારી રાહ પુરી થઇ તારો અવાજ સાંભળવા માટેની. એના હેલ્લોમાં જાણે એવો તો શું જાદુ હતો કે જૈમિકને મન તો ફુલે ના સમાય. જૈમિક કહે આ હેલ્લો પર તો મારા સાત જન્મ પણ કુરબાન છે. (જૈમિક સી.આઈ.ડી સાથે સાથે થોડો શાયર પણ હતો હા... હા... હા...) સામેથી એ કહે હવે તમે હેલ્લો સાંભળી લીધું હોય તો હું ફોન રાખું....???



જૈમિક કહે ફોન રાખવામાં વાંધો કઈ નથી પણ શું ફોન રાખ્યા પછી તને વાત અધૂરી રહી જાય એ ગમશે...??? એ કહે વાત અધૂરી....??? કઈ વાત...??? જૈમિક કહે વાત કોઈપણ હોય નક્કી થોડી હોય કે આજ વાત. હાલ પૂરતી તો એક જ વાત છે બસ કે તારું નામ શું છે....??? એ કહે નામ જાણીને શું કરશો...??? જૈમિક કહે નામ જાણીને વાત કરવામાં મજા આવશે માટે પૂછ્યું. તે કહે વાત કરવી જ શું કામ પડે...??? પાછો જૈમિક કહે વાત કરવાની ક્યાં હોય જ છે એતો થઈ જતી હોય છે જેમ અત્યારે થઈ રહી છે ને!




સામેથી જવાબ કાંઇક આવો આવ્યો નામ જણાવી દઉં તો પછી વાત પૂરી થઈ જશે ને...??? જૈમિક કહે વાત છે જ ક્યાં તો પૂરી થાય...???બસ તારું નામ જાણવું છે નામ જણાવે તો કાંઇક વાત કરી એવું કહેવાય. તે કહે વાતો ફેરવી ફેરવીને કેટલી ફેરવો છો માણસનું મન ફરી જાય એટલી. જૈમિક કહે તો પછી મન ફરી જાય એ પહેલાં નામ જણાવી દો તો મન ફરી ના જાય.



એ કહે નામ જાણ્યા વિના હાર નઇ માનો એમને....??? જૈમિક કહે જીત હારનું તો એ વિચારે જેને કઈ મેળવી લેવું હોય પણ મારે તો બસ જીવી લેવું છે. એ કહે ખરાં છો હા તમે પણ નામ જાણવા માટે આટલું બધું...??? જૈમિક કહે જાણવા તો ઘણું માંગુ છું પણ રજા નથી મળતી હાલ પૂરતું નામ જણાવી દો તો ખૂબ છે. એ કહે ઠીક છે તો મારું નામ "નેત્રિ" છે. જૈમિક તો નામ સાંભળીને જાણે સાત પગલાં આકાશમાં હોય ને એમ વર્તે છે આખરે નામ જાણીને એ એટલો ખુશ થયો જાણે ભવસાગર તરી ગયો હોય. ધીમેથી કહે તારું નામ પણ તારા જેમ ખૂબજ સુંદર છે, અકલ્પનીય છે. નેત્રિ કહે હા હવે મસ્કા મારવાનું બંધ કરો અને હું ફોન રાખું છું હવે. જૈમિક કહે ભલે રાખો ફોન વાંધો નઈ પણ શું આપણે ફરી વાત કરીશું...??? નેત્રિ કહે એ સમય પર છોડી દઈએ અત્યારે. જૈમિક કહે હા વાંધો નઈ અને ફોન રાખી દે છે.




( આખરે નામ જાણવા મળી જ ગયું કે નેત્રિ જ છે તો ઘણાં વિચારશે કે તો આટલું ગોળ ગોળ કેમ કર્યું તો એનો જવાબ કાંઇક આવો છે કે ધારાવાહિક માં સીધે સીધું મજા પણ ક્યાં આવે માટે હા... હા... હા...)