આગળ ના ભાગ માં આપણે જોયું કે ,
આરવ અને આરોહી ની ફોન પર વાત ચાલી રહી હોય છે .
"એવું તો શું થઇ ગયું ? તારા પણ લગ્ન થાય છે ?" આરવ કૈક મસ્તી ના મૂડ માં બોલ્યો .
"આ જે પણ આવ્યું ને તારા વાક્ય માં .... એ પણ વાળી વ્યક્તિ .... તારી પ્રેયસી મળી મને આજે કોલકાત્તા માં ." આરોહી બોલી .
"વ્હોટ? પ્રેયું ...." અને આશું ઓ સરી પડ્યા અને બંને તરફ મૌન છવાયું .
હવે આગળ ,
PART - 3 ज़िंदगी ये कैसी कसौटी तेरी , नहीं दे पाऊँगी मैं....
“હા તારી પ્રેયું ...." આરોહી ધીમે રહી ને બોલી .
"ક્યાં ? કેવી રીતે ? એ કેમ છે ? ખુશ તો હતી ને એ ? અને તે ત્યારે મારી એની સાથે વાત કેમ ન કરાવી ? તને ખબર છે એ મારા માટે શું છે એમ છતાં ? " આરવ બોલી જ રહ્યો હતો .
ત્યાં તેને અટકાવતા આરોહી બોલી ,
" આરવ મને ખબર છે એ શું છે એમ તારા માટે . મેં મારા પૂરતા પ્રયત્નો કર્યા પણ એ તને મળવા ની ઈચ્છા નહોતી ધરાવતી અને એને મને તને ફોન પણ ન કરવા દીધો ."
"આવું બને જ નહિ ને . મારી પ્રેયું મારી સાથે વાત કરવા ના કહે જ નહિ . તે જ જાણી જોઈ ને નહીં કર્યો હોય ." આરવ બોલ્યો .
"કૈક તો વિચારી સમજી ને બોલ આરવ . અને એટલું હોત ને એને તારા માટે તો ત્યારે એમ મૂકી ન જતી રહી હોત ."
આરોહી ની વાત વચ્ચે થી કાપતા આરવ બોલ્યો ,
" મારે એના વિશે કઈ જ ખરાબ નથી સાંભળવું . હું આવું છું અત્યારે જ ત્યાં ."
અને આરવ એ ફોન કટ કરી દીધો .
"આરવ મેં તારો આટલો સાથ આપ્યો છતાં તને મારા પર આટલો અવિશ્વાસ અને પેલી વિશ્વાસઘાતી પર આટલો બધો વિશ્વાસ . કેમ આરવ ? 4 વર્ષ માં હું માનતી હતી કે આપણી દોસ્તી ઘણી પાક્કી થઇ ગઈ પણ ના , તે મને ખોટી સાબિત કરી દીધી ." પોતાની સાથે જ વાત કરતા કરતા આરોહી ની આંખ માં પાણી આવી ગયા .
5 મિનિટ પણ પુરી ના થઇ ને આરોહી ના ફોન માં રિંગ વાગી . એને પોતાના આંશુ સાફ કર્યાં અને ફોન ઉપાડ્યો.
સામે છેડે થી અવાજ આવ્યો ,
" આરુ , પ્લીઝ રડવાનું બંધ કરી દે . I am very sorry . ઘણા વર્ષો પછી પ્રેયું વિશે સાંભળ્યું તો મને ભાન ન રહ્યું હું શું બોલી રહ્યો છું એમ . મને ખબર છે તે તારા પૂરતા પ્રયત્નો કર્યા જ હશે . Sorry આરુ મને માફ કરી દે અને રડવાનું બંધ કરી દે . "
હા , આ હતો આરવ નો અવાજ .....
"સારું આરુ , સમજી શકું છું હું તને . ખરેખર ઘણું ખરાબ લાગ્યું હતું . પણ તને મને માનવતા ઘણું સારી રીતે આવડે છે નહિ !?" આરોહી હસતા હસતા બોલી .
"હા બસ આમ હસતી રહે તું . મારા લીધે ફરી આશું નહિ આવે પાક્કું ." આરવ બોલ્યો .
"હું રડી હોઈશ એવું પણ તને ખબર પડી જાય નહિ ?!" આરોહી જરા ખુશ અવાજ માં બોલી .
“ઓળખું ને એ તો હું તને . હવે સાંભળ , હું આવું છું કોલકાતા પહેલી ફ્લાઇટ થી . મારે બસ એક વાર એને મળવું છે . અને ı promise હું નહિ તૂટુ ." ગંભીર સ્વર માં આરવ બોલ્યો .
"હું પણ એમ જ માનું છું કે તારે એક વાર એને મળવું જોઈએ . પણ એ મળવા તૈયાર જ નથી અને એનો નંબર કે હોટેલ નું નામ પણ કહ્યા વગર જતી રહી છે ." આરોહી બોલી.
"હું આવું છું ત્યાં પછી આપણે શોધી લઈશુ એ બધું તો . ભગવાન ની ઈચ્છા હશે તો મુલાકાત જરૂર થશે . ઘણા પ્રશ્નો ના જવાબ જોઈએ છે મારે ." આરવ મક્કમતા થી બોલ્યો .
"હા , આવી જા . ક્રિશ્નાજી બધું સારું જ કરશે. તારી ફ્લાઇટ ડિટેઇલ મને ટેક્સ્ટ કરી દેજે . હું એરપોર્ટ પર તને લેવા આવી જઇસ . એના વિશે પણ હું તપાસ કરું કદાચ કઈ ખબર પડે તો ." આરોહી બોલી .
"હા , ચાલ તો કોલકાતા માં મળીએ . બાય " આરવ એ ફોન કટ કર્યો .
*******
બીજી બાજુ જેઝ ઉર્ફ પ્રેયસી ની હાલત ખુબ જ બગડી ગઈ હતી . એ હોટેલ સુધી પહોંચે એ હાલત પણ ન રહી હતી એની. એ ત્યાં વરસાદ માં એક બાંકડા પર બેસી અને વરસાદ માં પલળી રહી હતી.
વરસાદ એને પલાળતો હતો કે એના આશું એ સમજવું અઘરું હતું . બહુ સમય પછી એ આમ તૂટી હતી . ઘણા સમય નું દબાયેલું રુદન બહાર આવી રહ્યું હતું .
"કેમ ? કેમ ? કેમ ભગવાન ? 4 વર્ષ પછી ભૂતકાળ સામે લાવો છો . જયારે હું ઘણી આગળ વધી ચુકી છું પાછી કેમ ત્યાં લઇ જાઓ છો . નથી મારા માં હિમ્મત પ્રેયસી બનવાની . હું જેઝ જ ઠીક છું . નહિ જીતી શકું હું પ્રેયસી બની ને આ જંગ ક્યારેય. ભગવાન પ્લીઝ મને હરાવશો નહિ . ઘણું સહન કર્યું છે આ 4 વર્ષ માં મેં . અને મહેરબાની કરી આરવ ને મળવાની તો મારા માં કોઈ જ તાકાત નથી એને મારી સામે ન લાવતા ભગવાન ." જેઝ તૂટી તૂટી ને પ્રેયસી બની જ ચુકી હતી હવે . પણ છતાં હિમ્મત ભેગી કરી રહી હતી .
ત્યાં જ અચાનક એના ફોન માં રિંગ વાગી અને એ ભાન માં આવી . પ્રેયસી ફરી જેઝ બનવા તરફ ઉભી થઇ .
"Yes , what happed ? “ જેઝ એના કર્મચારી સાથે વાત કરતા બોલી .
"Ma’am that Indian client is ready to talk with you . He told that you have to call him after half an hour .” કર્મચારી એ પ્રત્યુત્તર આપતા કહ્યું .
"Okay. I’ll call him . Text me his contact number . “. જેઝ એ આટલું બોલી ફોન કટ કરી દીધો .
" જેઝ ઉભી થા . તારે ઘણું મોટું કામ પાર પાડવાનું છે . હિમ્મત રાખ જેઝ હિમ્મત રાખ ." પોતાને જ આશ્વાશન આપતા જેઝ એ ત્યાં થી હોટેલ તરફ પ્રસ્થાન કર્યું .
રૂમ પર ગઈ ને ફ્રેશ થઇ ત્યાં જ એણે કલાઇન્ટ ને ફોન કરવાનો સમય થઇ ગયો હતો .
“Hello, mr.chaturvedi . I am jazz here. Your dealer.” એકદમ બિઝનેઝ વુમેન ની જેમ જેઝ બોલી .
"Yes jazz . What’s the problem ? Why you want to delay the order? “ સામે છેડે થી એકદમ ગંભીર અને મક્કમ સ્વર માં એક વ્યક્તિ બોલ્યો .
અવાજ પરથી કોઈ મોટી પ્રતિભા ધરાવતો અને ચાલાકી ભર્યો વ્યક્તિ લાગી રહ્યો હતો . જેને માત્ર એના કામ નો સ્વાર્થ હોય તેમ લાગી રહ્યું હતું .
"Actually mr.chaturvedi because of some personal reasons I am out of town . So couldn’t do anything. Please give me month to settle it down .” ખુબ વિશ્વાસ સાથે જેઝ એ પોતાની વાત કહી .
“If you can’t handle it then don’t business with me . I can’t do business with such an irresponsible person like you .” એક ગુસ્સો સાથે ચતુર્વેદી બોલ્યો.
“Mr.chaturvedi, mind your tongue please . If you cancel this deal with me I complain police that you are in girl trafficking and hope know the result .” એક ગુસ્સા નો કૈક અલગ જ અંદાજ માં જેઝ એ ઉત્તર આપ્યો.
“You are not doing right with me . I can do anything to you . Hope you know very well.” વધારે ને વધારે ગુસ્સા માં ચતુર્વેદી એ એક ધમકી આપી.
“First of all find that who am I then talk with me . And hope over deal is now postpone . “ આ ધમકી ની જાણે જેઝ ને કઈ અસર જ ન હોય તેમ તેણે તેની ધમકી ને જાણે કાપી જ નાખી .
“Okay jazz . I real impress with your attitude. Hope we will meet after this deal.” જેઝ ના વાક્ય થી ચતુર્વેદી પ્રભાવિત થયો અને બોલ્યો.
“Sorry to say mr.chaturvedi but I have no interest to meet you . Just ready with order after month . Bye .” જેઝ એ ફરી ચતુર્વેદી ની વાત કાપી નાખી.
“Your order will be ready . Bye . Nice to talk with you.” ચતુર્વેદી એ આટલું કહેતા ફોન કાપી દીધો.
ત્યાં જ એના રૂમ નો દરવાજો કોઈક એ ખખડાવ્યો .
તે રૂમ ખોલવા ગઈ તો ત્યાં રૂમ ની બહાર આરોહી ઉભી હતી.
"આરોહી અહીંયા શું કરે છે ? મને કેવી રીતે શોધી તે ? અને ક્યારની અહીંયા ઉભી છે તું ? " રૂમ ખોલતા જ પ્રેયસી એ આરોહી પર પ્રશ્નો નો વરસાદ કરી દીધો.
"બસ હું આવી ત્યારે તારો ફોન ચાલુ હતો તો ફોન પત્યો પછી તને ડિસ્ટર્બ કરવું ઠીક લાગ્યું મને . અને હું અહીંયા મારા કામ થી આવી હતી પણ તારી બાલ્કની માં તું મને દેખાઈ આવી એટલે તને મળવા આવી ગઈ . તે કીધૂ હતું ને કુદરત મંજુર હશે તો ફરી મુલાકાત થશે . તો જો કુદરત ને પણ આ જ મંજુર છે ." આરોહી બોલી.
"આ કેવી કરામત કુદરત તારી
4 વર્ષ જેનાથી ભાગી
એને વારે વારે તું સામે લઇ આવે છે." પ્રેયસી મન માં પોતાની સાથે જ વાત કરી રહી હતી.
"અંદર નહિ બોલાવે પ્રેયસી મને ?" આરોહી જાણે હજી એ જ મિત્રતા હોય એમ બોલી.
"હા આવ ને " પ્રેયસી એ કમન એ આવકાર આપ્યો.
આરોહી ત્યાં પોચા રૂ ના આલીશાન એવા સોફા પર બેઠી. અને સિંગલ બેડ અને આલીશાન શો પીસ વાળો રૂમ નિહાળી રહી હતી . રૂમ જોઈ ને લાગતું હતું કે 5 star હોટેલ નો રૂમ હોય અને જાણે પ્રેયસી ખુબ જ ધનવાન હોય અને અહીંયા રહી હોય.
સિંગલ બેડ અને રૂમ માં અન્ય કોઈ ન હોવાથી આરોહી એ પ્રેયસી ને પ્રશ્ન પૂછ્યો ,
"તારા પતિ નથી દેખાતા . તું તો કહેતી હતી એ પણ આવ્યા છે અને બેડ પણ સિંગલ છે ?"
"એ અત્યારે કલાક પહેલા ની ફ્લાઇટ થી જ US જતા રહ્યા કૈક જરૂરી કામ આવી પડ્યું એટલે અને અહીં હું કામ મને સંભાળવા કહી ગયા." પ્રેયસી એ ... ના , ના જેઝ એ સફાઈ થી જૂઠું કહી દીધું .
કારણ કે આવું જૂઠું જેઝ જ બોલી શકે પ્રેયસી નહિ.
"અચ્છા સારું . તો તું અહીંયા કેટલા દિવસ છે?" આરોહી એ ખુશી ના માર્યે પૂછ્યું કે જાણે એનો પતિ ન હોવાથી હવે પ્રેયસી આરવ ને જરૂર મળી લેશે એક વાર.
"બસ કામ પતે એટલે નીકળવું છે . જરાય સમય નથી મારી પાસે." જેઝ ભાવના શૂન્ય બની ને બોલી ગઈ.
"તું કઈ ખોટા કામ નથી કરતી ને પ્રેયસી ? તારી વાત મેં સાંભળી બહાર ." આરોહી એ પૂછી લીધું .
"શરમ નથી આવતી તને આવી રીતે કોઈ ની વાત સાંભળતા ." એકદમ ગુસ્સા માં જેઝ બોલી .
આરોહી ની આંખો ભીની થઇ ગઈ અને એ બોલી,
"હું જાણી જોઈ ને નહોતી સાંભળતી બસ તને ડિસ્ટર્બ કરવા નહોતી માંગતી એટલે ભૂલ થી સંભળાઈ ગઈ અને તારી ચિંતા થઇ તો પૂછી લીધું . માફ કરજે મને."
જેઝ જાણે ફરી પ્રેયસી બની રહી હતી. તેને પોતાની ભૂલ નું ભાન થયું અને એ બોલી,
"sorry આરોહી, મારાથી વધારે જ બોલાય ગયું. મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી . હું પોતાને સાચવી શકું એમ છું. અને બીજું હું કોઈ ખોટું કામ નથી કરતી."
"okay પ્રેયું " હસતા મુખે આરોહી બોલી.
"પ્રેયું .... ઘણા સમય પછી પ્રેયું . મારો આરુ મને પ્રેયું કહેતો." મન માં ને મન માં પ્રેયસી વિચારતી રહી.
"પ્રેયું , આરવ ફ્લાઇટ માં બેસી ગયો છે . 2 કલાક માં એ અહીં તને મળવા આવે છે." આરોહી બોલી.
“ज़िंदगी ये कैसी कसौटी तेरी,
नहीं दे पाऊँगी मैं....
આરવ ને કેમ મળી શકીશ હું? એને મળીશ તો તૂટી જઈશ હું. " પોતાની જ સાથે ફરી પ્રેયસી લડી રહી હતી .
લડાઈ આ પ્રેયસી અને જેઝ ની ....
બસ આજ માટે આટલું રાખીએ ....
વળી નવો પ્રશ્ન આવ્યો,
પ્રેયસી girls trafficking નું કામ કરી રહી હતી ?
શું પ્રેયસી ના આવવા થી આરવ અને આરોહી વચ્ચે મુશ્કેલીઓ વધશે ?
શું પ્રેયસી આરવ ને મળવા તૈયાર થશે ?
જુના પ્રશ્નો તો વળી ઉભા રહ્યા ....
પ્રશ્નો ના જવાબ માટે વાંચતા રહો " LOST IN THE SKY”
© parl Mehta