સૂરજ આથમતો હતો...હું હવેલીના સૌથી ઉપરની અગાશીમાં બેઠો બેઠો સૂર્ય જોય રહ્યો હતો...તે ધીરે ધીરે આથમતો હતો...હું એને નિહાળતો હતો...ત્યાં જ પાછળથી સનમ આવી...એને ખબર હતી હું ત્યાં પંચાયતમાંથી સીધો જ અહીંયા આવ્યો હતો...એને મારા મિત્રોને ઘડીક વાર સમજાવીને નીચેના રૂમમાં જ રાખ્યા હતા...
તે આવીને પાછળથી મને વળગી ગઈ...મને ખબર હતી કે સનમ જ છે...
સનમ : તારે બધા સામે આવું વચન આપવાની શી જરૂર હતી??
મેં એના તરફ ફરીને એને કહ્યું..
me : મારા લીધે...જાનકી મરી ગઈ...એક નિર્દોષ તો ગઈ...અને મારા જ લીધે આજે પ્રિયંકાની આજે ખરાબ હાલત થઈ ગઈ છે...કોણ જાણે ક્યાં હશે??કેવા હાલમાં હશે??આજે એના ઘરમાં કોઈ મરદ જીવતું હોત તો આજે આવા દિવસના જોવા પડત એને...
સનમ : પણ એમાં તારો શુ વાંક છે??તું શું કામ પોતાને સજા આપે છે??આવડા મોટા પંથકમાં તું પ્રિયંકાને કયા ગોતીશ??તારું દિમાગ ભલે ગમે એવું હોય પણ આ વાતે તું થાપ ખાઈ જઈશ....મારી વાત સમજ...હજુ સમય છે ભાગી જઈએ...
હું એના હાલત સમજતો હતો...એ મને તકલીફમાં ના જ જોઈ શકે...હું કાઈ બોલ્યો જ નહીં...તે મને વારંવાર કહેતી હતી...
સનમ : કાર્તિક...જો તું જઈશ...તો હું પણ સાથે આવીશ...
મને આ ખબર જ હતી કે...સનમ જીદ કરશે જ.તે મારા સામે એવી રીતે જોઈ રહી હતી કે..હું હા કહું કે ના તે આવવાની જ છે મારા સાથે...એના મનમાં નક્કી જ હતું.
મેં ફક્ત આંખો બંધ કરીને હા પાડી દીધી...એ ખુશી ખુશી મારા સાથે બહાર ઠોકરો ખાવા રાજી થઈ ગઈ...ત્યાં જ ધ્રુવ આવ્યો અને જમવાનું તૈયાર થઈ ગયું છે...એમ બોલી ગયો...અમે લોકો જમવા બેઠા...
બધા મારા સામે જ જોતા હતા...એમને મને પૂછવું હતું કે મેં જાતે જ શહીદી કેમ વહોરી લીધી...જાનકીની જીંદગી મારા હાથે જ બરબાદ થયા બાદ હું પ્રિયંકાની જિંદગી પણ બરબાદ ના કરી શકું..મારે ગમે એમ એને ગોતવી જ પડશે...અને એમ પણ જો હું આ કામ નહીં કરું તો ગામલોકો મારી ઈજ્જત નહિ કરે...કોકના ઘરની ઈજ્જત ગઈ છે મારા લીધે...તો મારી જ ફરજ છે એને પાછી લઇ આવી.
સનમે બધાને કહ્યું કે એ પણ કાલે મારા સાથે નીકળી જશે..
હર્ષ : તો કાર્તિક અમે પણ આવીશું...
me : મને કોઈ એક બાઇક પણ નથી અડવા દેવાનું...તો તમને બધાને લઈને હું ક્યાં રખડુ??શાંતિ થી પડ્યા રહો...ખાઓ પીઓ મોજ કરો...હું આવી જઈશ બહુ જલ્દી..
ધ્રુવ : પણ કાર્તિક...કેવી રીતે અમે શાંતિ રાખીએ..તને મળી પણ જશે તો પણ ખતરો તો રહેવાનો જ...અમે હોઈશું તો તને મદદ મળશે...
me : બસ...હવે કોઈ પોતાનું દિમાગ ના ચલાઓ...સવારે હું અને સનમ જઈશું...
નૈતિક : ભાઈ...આવવા દે ને....નવું જાણવા મળશે....દુઃખ વેઠીશું તો સાથે..
me : આ કાઈ રામાયણ નથી ચાલતી....બધાને વનવાસ ખેડવો છે...બોલી દીધું તો બોલી દીધું...હવે વધારે લપ ના કરો...
સનમ ખબર નહિ કેમ ખુશ થતી હતી...એને એમ કે સાથે રહીશુ તો ગમે એવી મુશ્કેલીનો પણ સામનો કરી લઈશું...
હું ઉભો થઈને રૂમમાં આવતો રહ્યો...બધા મને લઈને અફસોસ વ્યક્ત કરી રહ્યા હતા કે કાશ મને કંઈપણ કરીને મદદ કરી શકત...આટલા રૂપિયા છતાં પણ મજબુર થઈ જ ગયો હું...શુ કામ??મારી કરેલી ભૂલ ના કારણે કે પછી ગામલોકોની ઈજ્જત માટે??
મારા મગજમાં ઘમાસાણ યુદ્ધ ચાલતું હતું...પણ હું એ બધું પડતું મૂકીને હું સનમ આવી એટલે બધી ચિંતા મુકીને એની સાથે બેઠો હતો...
એ બોલતી હતી કે,જલ્દી જલ્દી સુઈ જઈએ...પછી સવારે વહેલા ઉઠવું પડશે.મેં એને વાતો કરવાનું કહ્યું...
એ હસતી રહી...મોડી રાત સુધી વાતો ચાલતી રહી...પછી તે મને એવી રીતે જકડીને સુઈ ગઈ કે જાણે એને ખબર હોય કે હું એને મૂકીને એકલો જતો રહેવાનો છુ.
*
સવારે સનમે બંધ આંખોમાં જ એની બાજુમાં હાથ લંબાવ્યો...એને એમ કે હું ત્યાંજ સૂતો છુ...પણ ત્યાં એને ખાલી લાગ્યું....એને આંખો ખોલી તો ત્યાં હું નહોતો.તેને એમ કે હું બહાર તરફ બેઠો હોઈશ..
તે પોતાના કામે ફટાફટ પતાવવા માટે લાગી ગઈ...તૈયાર થઈને તે થોડીવાર પછી...બહારની તરફ આવી...
કાનો ત્યાંજ બેઠો હતો...એને કાનાને પૂછ્યું કે કાર્તિક ક્યાં છે??
કાનાએ મારો ફોન સનમને આપી દીધો અને બોલ્યો..
કાનો : તારા માટે એ પોતાનો ફોન મૂકી ગયો છે કાર્તિક...તે જતો રહ્યો છે...એકલો જ હવે પ્રિયંકાને ગોતીને જ આવશે...બીજી કઈ મને ખબર નથી...
તે પાસે આવી...ગુસ્સે થતા બોલી કે,"તમને ખબર હતી કાર્તિક જાય છે એકલો તો તમે એને રોક્યો કેમ નહિ??"
કાનો : માફ કરી દે...મને પણ એમાં હું કશું કરી શકું એમ નહોતો...
સનમ : કમ સે કમ મને તો બોલાવી જવાયને તમારે...એટલું તો તમે કરી જ શકયા હોત...
બહાર સનમને ઝઘડતા જોઈને અંદરથી હર્ષ અને બીજા લોકો પણ દોડી આવ્યા...
એમને પણ ખબર પડી કે કાર્તિક એકલો જ જતો રહ્યો છે.પેલા ડોશીમા કે જેમને મેં હવેલીમાં રહેવા માટે કહ્યું હતું એમને દુઃખ થયું અને તેમને તેમના પતિ શામજીને હવે અહીંયાંથી જતા રહેવું જોઈએ એવું કીધું...પણ શામજીએ એમને સમજાવ્યું કે જો એ લોકો જતા રહેશે તો સનમ અને હવેલીનું ધ્યાન કોણ રાખશે...એ લોકો વાત કરતા કરતા અંદર જતા રહ્યા...
સનમ ગુસ્સામાં બોલતી હતી ત્યાં જ ધ્રુવ જીપ તરફ આગળ વધતા વધતા બોલ્યો....
ધ્રુવ : કાર્તિક જતો રહ્યો છે...તો કઈ મોટી વાત છે..જીપ કાઢો...હમણે ગોતી આવીએ...
ત્યાં જ કાનો એને રોકતા રોકતા બોલ્યો,"પંચાયતમાં આ જ નક્કી થયું હતું...અને એમ પણ કાર્તિક કહીને ગયો છે...તો રહેવા દો..શુ કામ ગામલોકો વિરોધ કરે એવા કામ કરો છો...."
હર્ષ : પણ અમે એની મદદ તો કરી જ શકીએ ને...એના પાસે જઇને...
કાનો : તમે લોકો અત્યારે અહીંયા જ રહેશો...જ્યાં સુધી કાર્તિક નથી આવી જતો...પંચાયતમાં બધું કાલે નક્કી થઈ ગયું હતું તમારા ગયા પછી...કાર્તિકે બધું કબૂલ કર્યું છે...તો કોઈ પણ પગલાં ઉપાડતા પહેલા વિચાર કરી લેજો...
સનમને ખબર પડી ગઈ...કે આ લોકો નહીં માને..એટલે એને થોડીક વાર પછી સંતાઈને નીકળી જવાનું નક્કી કરીને મારો ફોન કાના પાસેથી લઈને એ એના રૂમમાં જતી રહી...
મારા મિત્રો તો જાણે ફસાઈ ગયા હોય એમ માથે હાથ દઈને બેસી ગયા...
થોડીક વાર પછી બપોરે સનમને એમ કે બધા જતા રહ્યા છે તો તે હળવેકથી બહાર નીકળતી જ હતી...ત્યાં જ કાનો એના પાસે આવ્યો...
કાનો : તું મારી દીકરી જેવી જ છો સનમ...શુ કામ તું આવા કામ કરે છે કે મને ચિંતા થાય...
સનમ ભોળા બનવાનું નાટક કરવા લાગી...
સનમ : મેં શુ કર્યું??હું તો ફક્ત ચક્કર લગાવવા આવી હતી બહાર...
કાનો : મને ખબર છે..તું શું કામ આવી હતી...કાર્તિકે કીધું જ હતું કે સનમ પર પહેરો રાખું...નહિતર તું એને ગોતવા ગમે ત્યાં જતી રહીશ....અને ચિંતા થઈ જશે...એટલે કાર્તિક માટે તું અંદર બેસી રહે...કાર્તિક હોશિયાર માણસ છે...તે ગમે એમ કરીને પ્રિયંકાને લઈ આવશે...
સનમ : પણ તે ભૂખ્યો તરસ્યો રખડશે...અને હું અહીંયા ઠંડા પવનમાં બેસી રહું...તે મને સહન નહિ થાય..
કાનો : એક અઠવાડિયું તું રાહ જોઈ લે...નહિતર હું જ કંઈક કરીશ...
સનમ : ત્રણ દિવસ રાહ જોઇશ....ચોથા દિવસે પછી હું જ નીકળી જઈશ...ત્રણ દિવસ જ...યાદ રાખી લેજો...હું ફક્ત ત્રણ દિવસ શાંત થઈને બેસી રહીશ..
એમ બોલીને તે પોતાના રૂમમાં જઈને મારો ફોન પલંગ પર પછાડીને બેસી ગઈ...પોતાના પર જ ગુસ્સો કરતી હતી કે મારી ઊંઘ કેમ ના ઉડી જ્યારે કાર્તિક જતો હતો...
તેને રડવું પણ હતું...પણ એને હવે મારા પર ગુસ્સો પણ આવતો હતો કે કાર્તિક ખોટું કેમ બોલ્યો...
*
રાતનો હું સૂતો તો નહોતો જ ...અને ઊંઘ આવે તો પણ કેવી રીતે??આટલી બધી માથાખૂટ કરવાની...થોડોક સમય રાહ જોઈ...સનમ સૂતી હતી...મને એવી રીતે જકડયો હતો કે જાણે હું એનું ટેડી બિયર હોવ....મેં ધીમે રહીને એનું નામ લીધું...ચેક કરવા એ સૂતી છે કે જાગે છે...એ સૂતી હતી...મેં ધીરે રહીને એને મારાથી અળગી કરી ઈચ્છા તો નહોતી...પણ મજબૂરી હતી...બસ એને જોઈ...બહુ સરખી રીતે જોઈ કારણ કે ખબર નહી હવે ક્યારે જોવા મળશે....નસીબનો ભરોસો હવે છે જ નહીં...દરવખતે એને જોઉં એટલે નક્કી કરી જ લઉં કે આ છેલ્લી વખત છે....અને પ્રેમથી નાછૂટકે પહેરેલા કપડે જ નીકળી ગયો...પણ જો હું આ નહોતો કરતો તો ગામ લોકો મને સોનગઢની બહાર કાઢી મુકત...મુખી તરીકે પણ ના જ રાખે...એ લોકો મને ગુનેગાર સમજે છે...અને શહેરમાં જાવ તો ત્યાં મને ભ્રષ્ટાચારી અને ખૂની સમજીને સરકાર બેઠી જ છે...પણ જે હોય એ સનમને બધાથી બચાવી મારી જવાબદારી હતી જે હું ગમે એ તકલીફ સહન કરીને પણ નિભાવીશ.જવાબદારી ભલે મજબૂરીમાં નિભાવવી પડતી હોય પણ આ તો પ્રેમની જવાબદારી હતી...જેમાં નિષ્ફળ થવું બહુ મોટું નુકસાન કરત. એટલે બસ દિલ પર પથ્થર મૂકીને નીકળી ગયો..અને હાથ છોડાવી દીધો સનમનો..
હું કાનાને અડધી રાતે મળવા ગયો...એને અમુક વસ્તુ સમજાવી...તે પહેલે તો સનમને કીધા વગર નીકળવા દેવા નહોતો માંગતો...પણ છેલ્લે એને પણ મેં સમજાવ્યું કે આવા કામમાં ખતરા તો હોય જ અને સનમ સાથે આવ્યા વગર રહેશે નહીં..પછી એને ગામના અમુક લોકો સાક્ષી માટે બોલાવી લીધા..
અને એ મને એ બધા લોકો સાથે ગામના સીમાડા સુધી મૂકી આવ્યો....અને હું મારો ફોન સનમને આપવાનું કહીને એને દીધો અને બસ ચાલતો નીકળી ગયો...ગામવાળા તરફથી બીજલમોટા પણ ત્યાં સાથે આવ્યા હતા જોવા માટે કે હું એકલો કશું લીધા વગર જ જાવ છુ કે નહીં...અને બસ પહેરેલા કપડે નીકળી ગયો....
થોડોક આગળ ગયો અને તરસ્યો થયો...એક તો જાણે રાજા મહારાજા ના જમાનામાં જેવુ થતું એવું લાગી રહ્યું હતું.. હું ચાલતા ચાલતા થાક્યો હતો...બીજા ગામની હદ સુધી તો આવી ગયો હતો..અને બપોરનો તડકો બહુ લાગી રહ્યો હતો...ત્યાં બાજુમાંથી એક ભાઈ બળદગાડું લઈને નીકળ્યા...મને ઝાડવા નિચે બેઠેલો જોઈને હાકલ મારીને પૂછ્યું કે,"જુવાન કઈ તરફ જાવું છે??હાલ હું જાવ છુ તો રસ્તામાં મૂકી જાવ...આવા રસ્તે એકલો રહીશ તો બહારવટિયા લૂંટી લેશે..."
હું એકતો થાકી જ ગયો હતો તો ગાડામાં ચડી ગયો...તે ભાઈ બીજા ગામમાં લઈ જતો હતો કોકના ઘરે...થોડી ઘણી શાકભાજી અને બીજો થોડો ઘણો સમાન હતો...પાણીની બોટલ હતી એને લઈને બે ઘૂંટ ભર્યા..
તે સવાલ પૂછતો હતો..મેં મારી ઓળખ છુપાવતા કહ્યું કે હું તો ભાઈ મજૂરી ગોતવા આવ્યો છુ....ઠેકાણા નથી..
આને આવી રીતે કહેવું જરૂરી હતું...કારણ કે હું આમ ભરોસો કરી ના શકું...બની શકે કે એ દુશ્મન પણ હોય શકે...
સાંજ પડતા પડતા બીજે ગામ પહોંચ્યો...હું તે ગામની બહાર જ ઉતરી ગયો...હવે હું મારી રીતે શોધખોળ ચાલુ કરવા માંગતો હતો...
હું તે ગામની બજારમાં ઘૂસ્યો...વેપારીને બધી ખબર હોય કે આજુબાજુના ગામમાં શુ ચાલે છે.એટલે મેં ત્યાંના કોઈ મોટા વેપારીને પૂછવાનું નક્કી કર્યું કારણ કે તે આખા પંથકમાં રખડતો હશે..પોતાનો સમાન લેવા અને વેચવા માટે..
અને એવામાં જ ચાલતા ચાલતા સામે એક ઝવેરીની મોટી દુકાન દેખાણી...હું એની દુકાનમાં ઘૂસ્યો...આમ તો જુના જમાનાની હતી...
ત્યાં એક વૃદ્ધ બેઠા હતા...બાજુમાં એમનો છોકરો પણ પેઢી બેઠેલો હતો...
મેં અંદર ઘૂસતા જ પૂછ્યું કે,"વડીલ એક મદદ જોઈતી હતી....તમે કરી આપો તો તમારો ઉપકાર..."
એમને મારો પોશાક જોયો...અને ચેહરા પરથી તો ભિખારી જેવો ના લાગ્યો...એ જરાક વિચારતા હતા....ત્યાં જ એમનો છોકરો બોલ્યો,"કેમ ભાઈ...બોલો...થતી હશે તો જરૂર કરીશું..."
me : એમ નહિ...બહુ ગુપ્ત વાત છે..બહાર ના પડવી જોઈએ ક્યાંય...
દાદાએ વાતને ગંભીરતા સમજી...એમના નોકરને બહાર ઉભા રહીને ધ્યાન રાખવા કહ્યું અને મારા સામે જોઇને મને નજીક આવીને બોલવા કહ્યું...
me : સોનગઢ ગામમાં હમણે થોડાક મહિનાઓ પહેલા એક છોકરીને જબરદસ્તી ઉપાડી ગયા હતા...એના વિશે થોડીક માહિતી જોતી હતી...અને પ્લીઝ કોઈને કહેતા નહિ..
દાદા : અરે એ તો ગામવાળા નબળા કહેવાય...નહિતર અમારા ગામમાં એવું થાય તો ખબર પડે...
me : તમને ખબર હોય તો જણાવોને કશુંક...
ત્યાં એમનો છોકરો બોલ્યો,"તમારે શુ કામ છે એનાથી??"
me : હું એ જ ગામનો છુ...અને હું કંઈક કરવા માગું છું એ બાબતે
દાદા : તો ઘણું મોડું થઈ ગયું ના કહેવાય...હવે તો એ પેટથી થઈ ગઈ હશે...
me : તમે એને ગર્ભવતી કેવી રીતે કહી શકો....એવું અનુમાન પણ કેવી રીતે લગાવી શકો...હજુ તો નાની છોકરી છે....તમારે કહેવું હોય તો બોલોને...
દાદા : છોકરીના નસીબ...બીજું શું...હવે કાંઈ ના થાય...દીકરા ઘરે જા...તું આ તરફનો લાગતો નથી...નહિતર અહીંના બધા લોકોને ખબર છે કે અમારો પંથક કેવો છે..
me : તમે કશું નથી કહી શકવાના...તમારી દાનત જ નથી કશું કહેવાની...કાઈ વાંધો નહિ....હું બીજી જગ્યાએ જઈને પૂછી લઈશ...તમે તમારી પેઢી સંભાળો..
એમ કહીને હું ગુસ્સે થઈને જવા લાગ્યો...
દાદા હસવા લાગ્યા...અને મને ઉભા રહેવા કહ્યું...
દાદા : તારી ભાવના હું સમજી ગયો છુ...ખુશ થયો જાણીને કે સોનગઢમાં કોક એવુંય છે જેને બીજાની પરવાહ છે..
me : દાદા...તમે બોલશો એ કામ કરીશ...તમે બોલો એટલા રૂપિયા તમને ગણી દઈશ....બસ મને બધું બોલી દો કે તે છોકરી છે ક્યાં..
દાદા : મને ઝાઝી તો ખબર નથી...પણ જો જાણકારી જોતી હોય તો અમારા ગામના વૈદ પાસે જ જવાય...આખા પંથકમાં એમના વૈદપણા ને લઈને એમનું નામ મોખરે છે...કેટલાય ગામમાં જાય છે..એ તને પાક્કા પાયે બધી વાત માંડીને કરશે...અને બધાને પૂછતો ના ફરતો..ગામમાં બધા સારા જ ના હોય...
હું એમને વૈદના ઘરનું સરનામું લઈને બહાર નીકળ્યો...એમને બીજા સવાલ જવાબ પૂછ્યા પણ હું એમને કશું કહેવાય એવું નથી હાલ એમ કહીને નીકળી ગયો..
મંદિરની બાજુવાળા વડલાથી ઉભા રહો એટલે મંદિરના મુખ્ય દ્વાર સામે જે શેરી હતી...ત્યાં જતા બીજું જ મકાન વૈદનું હશે એવું કિધેલું અને હું ત્યાં પહોંચી ગયો..
એમની વહુ આવ્યા બહાર અને કહ્યું કે ,"તે તો હાલ ઘરે નથી...."
me : ક્યારે આવશે??મારે બહુજ અગત્યનું કામ હતું...
આમ તો તે કશું બોલત નહિ પણ મેં ઘણી વિનવણી કરી એટલે તે બોલ્યા કે તે ભદ્રાપુરા નામના ગામમાં ગયા છે....આજે જ નીકળ્યા છે અને તેમને ત્રણ દિવસ ત્યાંજ રોકાવાના છે...
તો હવે શું કરું???ત્રણ દિવસ એ ભાઈની રાહ જોઇને બેસી રહેવાય નહિ...મેં પૂછતાછ કરી તો ખબર પડી કે અહીંયાથી જતા ચાર કલાક લાગશે જ...સાંજ પડી જ ગઈ હતી હું ગામની સીમમાં આવેલા ભોલેનાથના મંદિરમાં જઈને બેઠો...આરતી થતી હતી..હાથ જોડીને ઉભો રહી ગયો...બીજું કરી પણ શું શકું??કમ સે કમ એ કંઈક રસ્તો તો મગજમાં નાખશે મારા..
એક દિવસ જતો રહ્યો અને હું કશું જ ના કરી શક્યો..હજુ તો પેલો વૈદ પણ ખબર નહિ કહેશે કે નહીં.. અને જો કહેશે તો પણ હું પેલી પ્રિયંકાને કેવી રીતે બચાવું??
*
કાર્તિક સનમને ફોન શુ કામ આપી ગયો કારણ કે સોનગઢમાં તો સિગ્નલ પણ નથી આવતું...પિયુ છે ક્યાં??પેલો વૈદ ભેગો થશે કે નહીં??કાર્તિકના ઘરે દરોડો પાડવાનો હતો તે પાડ્યો હશે કે નહીં પોલીસે??સવાલો તો ઘણા છે...પણ જવાબ આવતા વાર લાગશે..જોઈએ નિરાંતે
💜💜JUST KEEP CALM ND SAY RAM💜💜
On insta : @cauz.iamkartik