melu pachhedu - 6 in Gujarati Moral Stories by Shital books and stories PDF | મેલું પછેડું - ભાગ ૬

The Author
Featured Books
Categories
Share

મેલું પછેડું - ભાગ ૬

જમ્યા પછી ત્રણેય જણા પોતાના ગાડૅન માં બેઠા. ખૂબ ખુશનુમા વાતાવરણ હતું , સાંજ ના લગભગ પાંચ વાગ્યા હશે. હેલી એ કહ્યું, ‘મોમ લેટ્સ હેવ સમ ટી’ ‘ઓકે બ્લેક ઓર ગ્રીન ટી બેટા’ રાખીબહેને હેલી ને પૂછ્યું.
‘ નો …. ટી વીથ મિલ્ક એન્ડ સુગર લાઇક ઇન્ડિયન ટી’ હેલી ના આ વાક્ય થી બંન્ને ને નવાઇ લાગી પણ રાખીબહેન ચા બનાવવા ઉભા થયા ત્યાં હેલી ફરી બોલી, ‘મમ્મી કડક ચા બનાવજે હોં’ રાખીબહેન જાણે આભા જ બની ગયા હેલી અને ગુજરાતી માં ? તેણે અજયભાઈ સામે જોયું તો તે પણ આંખ પહોળી કરી હેલી ને જ નિહાળતા હતા.
રાખીબહેન ચા લાવ્યા , ચા પીતા હેલી બોલી, ‘ચા બવ મસ્ત બનાવી સે હોં એક દમ કડક અસ્સલ મારા જેવી’ સાંભળી રાખીબહેન નું બેલેન્સ હલ્યું હેલી એ તેને સંભાળ્યા.
‘બેટા તું કઈ રીતે બોલે છે? રાખીબહેન ડરતા ડરતા બોલ્યા’ ‘શું થયું છે તને ? તું આજ કયા લહેકા માં બોલે છે?’ રાખીબહેન ખૂબ ચિંતા માં બોલે જતા હતા.’
‘ડોન્ટ વરી મોમ આઇ એમ ઓકે’ હેલી એ તેની મોમ ને રિલેક્સ કરવા કહ્યું. અજયભાઈ તો કઈ બોલવાના હોંશ માં જ ન હતા તે ફક્ત હેલી ને જોયા જ કરતાં હતા.
‘ જો હું એમ કહું કે મને ઇન્ડિયા ના જૂનાગઢ ના ગીર વિસ્તારમાં લઈ જાવ તો……….. તમે મને લઈ જશો પ્લીઝ’. બંને એકબીજા સામે જોવા લાગ્યા .
‘શું વાત છે બેટા અચાનક તું જૂનાગઢ કેમ ?’
‘ડેડ મને લાગે છે મારે તમને બધી વાત કરવી જોઇએ.છેલ્લા કેટલાય સમય થી મને એક સ્વપ્ન આવતું હતું,કોઈ સ્ત્રી કોઈ નાથા ને કોઈ પરબત નામના માણસ થી બચાવવા કહે છે. બસ આથી વિશેષ કઈ જાણતી ન હતી. પણ આજે જ્યારે તમે મને diazepam નો ડોઝ આપી ઉંઘાડી ત્યારે સમગ્ર ઘટના મારી સમક્ષ થઈ.
‘મોમ-ડેડ મને લાગે છે મારો પુનઃજન્મ થયો છે’ આટલું બોલતા તેના શરીર માંથી એક ધ્રુજારી છૂટી ગઇ.
‘વ્હોટ? બેટા આ બધું ફિલ્મી કહેવાય આ બધું પોસિબલ નથી. સાયન્સ કેટલું ડેવલપ થઇ ગયું છે અને તું આ કેવી વાત કરે છે, બેટા ટુમોરો વી વિલ ગો ટુ કન્સલ્ટન્ટ સાઇક્રાટીસ્ટ’.
‘એ…… ના…. હોં મને કોઈ મગજ ની બિમારી નથ હોં મારૂ મગજ તો ચકાચક સે હોં’ હેલી ના આ શબ્દો સાંભળી રાખીબહેન તો રડવા જ લાગ્યા.
‘ મોમ …… મોમ રિલેક્ષ કૂલ ……કૂલ’ હેલી રાખીબહેન ને ભેટી તેની પીઠ પર હાથ ફેરવવા લાગી.
‘ સાચું કે તું અમને હેરાન કરવા આ બધું બોલે છે ને’ રાખીબહેને થોડા ગુસ્સા માં કહ્યું . ‘ નો મોમ ઇટ્સ ફેક્ટ પ્લીઝ ટ્રસ્ટ મી એન્ડ લીસન મી’ હેલી એ હાથ જોડતા કહ્યું.
આહુજા દંપતી એકબીજા સામે જોવા લાગ્યા પછી શાંતિ થી બેસી હેલી તરફ જોવા લાગ્યા હેલી સમજી ગઇ કે બંને તેની વાત સાંભળવા તત્પર છે.
‘ હું કાળી …………. પહેલા ના જનમ માં મારૂ નામ કાળી હતું. જૂનાગઢ ના ગીર ના નાનકડા ગામ માં મારૂ ઘર હતું.
ગામ બવ નાનું અને ગીર વિસ્તાર ની વચ્ચે હોવાથી હાલતા જંગલી જનાવર ગામ માં ઢોર નું મારણ પણ કરી જતા. પણ લોકો ની ખુમારી તો એવી કે ગીર ની વચ્ચે થી એકલા પણ નીકળી જાય. અરે બાયું પણ ખેતરે કામ કરવા ગીર ની વચ્ચે થી જતી રે.
હું પણ તેમાં થી એક હતી, મારા બાપૂ જેસંગબાપૂ ને ખેતરે મદદ કરવા કે ક્યારેક બપોરિયું આપવા સીમ વાંહે થી નીકળી ને જતી. બાપૂ ઘણીવાર કે’તા સોરી (છોરી) આમ સીમ માંથી એકલી ન આય ત્યાં ક્યારેક ભૂખ્યો જનાવર મળશે તો ક્યાંય ના નય રેવાય.બાપૂ ના આ ભૂખ્યો જનાવર શબદ ને મું બરાબર હમજતી(સમજતી) હતી.
(ક્રમશઃ)