DEVALI - 23 in Gujarati Fiction Stories by Ashuman Sai Yogi Ravaldev books and stories PDF | દેવલી - 23

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

દેવલી - 23

ભાગ 23

તલપની ગાડી પુરપાટ વેગે હાઈવે કાપતી હતી.ગાડીની ઝડપ કરતાંએ સો ગણી ઝડપે તેનું મન કંકાવતી કને પહોંચીને ડર સાથેના સવાલો કરી રહ્યું હતું.
કંકાવતી હીંડોળાખાટ પર ઝૂલતી હતી અને પડખે જીવણ તેની લગોલગ બેઠો હતો.નવયુગલ જેમ પ્રેમથી ધરાઈજ નહીં એમ કંકાવતી અને જીવણનો નાજાયઝ પ્રેમ આટલી ઉંમરે પણ અતૃપ્તજ હતો.પતિ ઘરે નહોતો ને દીકરો પણ હાજર નહોતો.મન ભરીને પ્રેમી સાથે એકલતામાં મહેફિલ ભરી શકાય એવો સુનહરો અવસર ચુકે એ બીજી... આ કંકાવતી તો જેમ જેમ ઉંમરનો ઉતરાર્ધ થાય તેમ તેમ યૌવનથી ખીલતી કળી સમ હંમેશા જીવણ માટે તરોતાજાજ રહેતી.
હું અંદર આવી શકું ? (લગભગ અડધા અંદર પ્રવેશીને તલપે પરવાનગીનું નાટક કરતા પૂછ્યું )
વૃદ્ધ પ્રેમીપંખીડાના રૂથીએ પોચા હૃદયમાં જાણે કોઈએ સહસાજ તણખો નાખ્યો હોય તેમ ધડામ કરતા એક ધબકારો ચૂકીને બેય ઉભા થઈ ગયા.હૈયાની આગને આ તણખો જાણે પ્રજવલિત કરવાને બદલે ઠારી ગયો હોય તેમ બંનેના હૃદય શાંત થઈ ગયા.અવાક થઇને કંકાવતી અને જીવણ બંને આગંતુકને ઓળખવા એકધારી નજરો માંડી જોઈ રહ્યા.આગંતુકના મુખ પર નવ વર્ષ પહેલાનું મહોરુ આવીને તેમની આંખે તરવરવા લાગ્યું.ઓળખાઈ ગયેલા ચહેરાને જાણે હવે પરખવાનો વારો હોય તેમ બંને તે ચેહરો વાંચવાનો નિરર્થક પ્રયત્ન કરવા લાગ્યા. બંનેના ચક્ષુ જીર્ણ બની આંગતુકનો તાગ કાઢવા મથી રહ્યા.
જીવણ આતો તલપ લાગે છે !
હા, કંકાવતી એજ છે.પણ,આટલા વર્ષો બાદના તેના પગલા કંઈક અમંગળ એંધાણ સૂચવે છે.નક્કી કંઈક રંધાયું છે તેના જીવનમાં ! પણ, કદાચ દેવલીએ આ રોમિલનો ભોગ લીધો છે તો, એ રોમિલ આને ભરખી જવા તો નહીં આવ્યો હોય ને ?
ના જીવણજી....તે ક્યાં અવગતે ગયો હતો.તેને તો તેના કર્મોનું ફળ મળ્યું છે.અને આ રોમિલ ગયો ત્યારથી તો મને પણ રાત દાડો ફાડ પડે છે.ના કર નારાયણ ન.... હવે તો મારું પણ જાણી ગઈ હશે એ કભાળજા એટલે રોમિલની જેમ મને પણ ચૂસી લે તો ?(!)
વિચારોના વમળમાં ડરેલી કંકાવતી કઈ ઓર વિચારે ચડે એ પહેલાં તો તેના પગ જકડાઈ ગયા. આગંતુકે તેના પગમાં પોતાના હાથની બેડીઓ પહેરાવી દીધી અને જાણે તે દેવી હોય તેમ પગે બાથ ભરીને તેને કરગરી રહ્યો હતો.
હું તલપ...તમારા શરણે આવ્યો છું.મને બચાવી લો.તે મને પણ ભરખી જશે !(આંખોના ખૂણાને ખોટા પુર આપીને તલપ રડી રહ્યો હતો.ડરેલો,હાંફેલો ને હારેલો હોય તેમ તે પોતાના જીવના રખોપા માંગી રહ્યો હતો)
તલપને આમ જીવની ભીખ માંગતો જોઈને કંકાવતીને પોતાના પર ગર્વ થયો.જીવણે કહેલી 'કંઈક રંધાતું હોવાની' વાત તેને પણ સત્ય લાગવા માંડી. જાણે પોતે વિધાતા હોય ને તલપના લેખમાં મેખ મારનારી તેજ હોય તેમ અહંમથી આસમાન ઊંચેરી ફુલાઈને કહેવા લાગી...
.... તલપ તું નિશ્ચિંત થઈ જા.રોમિલ જેવા હાલ તારા નહીં થવા દઉં.તે સમય પહેલા મારા ચરણે આવીને તારા જીવને લાંબુ અમરત્વ આપવાનુ ભગીરથ કાર્ય કર્યું છે.અને આ કંકાવતીના શરણે કોઈ સાચા હૃદયથી આવે તો, કંકાવતી પ્રાણના ભોગે પણ તેના રખોપા કરે છે.અને તું તો યાર જાણીતો.લંકાના ભેદને આટલા વરસ લગી હૈયે પચાવનારો અજાણ્યો સાગરીત ! હું તને સારી રીતે જાણું છું કે હદ કરતાં વધુ વિટંબણાના વાદળ તારા માથે કાળ બની મંડરાયા હોય તોજ તું અહીં આવવાનું ને ફરીથી આ મેલી માયાવીનું કાળમુખુ મુખ જોવાનું પસંદ કરે !
ચહેરા પર ફરી ડરના ખોટા ભાવ લાવતો તલપ આજીજી કરવા લાગ્યો.....તે મારા દિલોદિમાગ પર હવે રોજ સૂર્યના તેજ પેઠે હાવી થતી જાય છે.તેજ તે કુલટા દેવલીજ.(!) મેંતો તેના ભલા માટે શું શું નથી કર્યું અને તે, તે કાળમુખી મારોજ કોળિયો કરવા મારા પર મંડરાતી ફરે છે.(મનમાં દેવલીને માફી માગતા માગતા...તેના ન્યાય માટે તેનું અપમાન કરવું હાલ ઉચિત હોવાથી પોતાની મજબૂરી સમજવા તે મનોમન દેવલીને પણ વિનવી રહ્યો.)
દેવલીનું નામ સાંભળતાજ કંકાવતી અને જીવણાના ગાત્રો થીજી ગયા.જાણે બરફની પાટ પર પડેલા શબ હોય તેમ ચોંટી ગયા.
મને બચાવી લો...બચાવી લો...નો તલપનો પોકાર કાને ના અથડાયો હોત તો, કદાચ એ બંને એમજ ડરથી થરથર કાંપતા; થીજેલો પહાડ જેમ ગરમ આહ મળતા બરફ બની ઓગળે..એમજ પોતાનો દેહ છોડી ઓગળી જાત.
તલપ ડરના ભાવ કળી ના જાય તેમ પોતાની જાત પર સ્વસ્થતા ધારણ કરતાં કંકાવતી બોલી..... તું જરાય ના ડર. તેને હવે મિટાવવીજ રહી.આજ તારો તો કાલ અમારોએ વારો નક્કીજ છે.પાણી પહેલાં પાળ બાંધવી જરૂરી છે.બસ તારે સાથ આપવાનો છે.જેમ તેના આત્માને કેદ કરતી વખતે ચૂપકીદી સાધીને અને તેના મોતનું રહસ્ય દાટીને અત્યાર લગી સાથ આપતો આવ્યો છે એમ.બસ એમ હવે તારે એક બીજી રીતે સાથ આપવાનો છે.
જોઈતુંતું ને વૈદે કીધું ! જેવા ઘાટ ઘડાતા જોઈને તલપ મનોમન મલકાયો.પાસા સવળા પડતા હતા ને ઘડેલી યોજના સફળતાની મંઝિલ પર પહેલું કદમ માંડીને આગળ વધવા જઇ રહી હતી.લક્ષ્મી સામેથી ચાંદલો કરવા આવેલી જોઈને તલપને હવે ઝાઝું કરગરવું કે નાટક કરવું સાર ના લાગતા લાગતીજ દીવાસળી મૂકી....
હા ..હા....હું તૈયાર છું.તેના સંપૂર્ણ નાશ માટે હું ગમે તે હદે જવા તૈયાર છું.
સરસ ...બસ તારે હવે પેલી વખતે જીવણે જેમ બાપ બની વહાલનો ડોર રચી લાગણીઓમાં બાંધીને દેવલીને કેદ કરવા હિંમતભેર મદદ કરી હતી; તેમ આ વખતે તારે તારા પ્રેમનું વાદળ તેના પર વરસાવીને કેદ કરવા મદદ કરવાની છે.
હું તૈયાર છું.તે લાગણીઓની તરસી અને પ્રેમની ભૂખી છે ! વેદનાથી તૂટેલી ને વિયોગથી અકળાયેલી છે ! અત્યારે હું તેના પર ઓરગોર થઈને હેતની હેલી ઠાલવીશ તો તે તેમાં ભીંજાયા વિના રહેવાની નથી.અને આપણે હવે તેને જડમૂળથી ઉખેડી ફેંક્યા વિના જંપવાના નથી.
બહુજ સરસ હો ! ...ખરેખર આજ સમજાયું કે રોમિલને મૂકીને દેવલી તારા વહાલ તરસી કેમ થઈ હશે !.તું તો સોગઠાનો સવાયો ને મનસૂબાનો મોહતાજ છે.પેલી વખતે ઓલ્યા રોમીલ્યા કરતા જો તારો સહકાર લીધો હોત તો; તો તો કંઈક નવું કર્યું હોત ને..ને તે ઘડીએજ તે કુલટાને સમૂળી ઉખાડી ફેંકી હોત.અફસોસ હવે ! જે થઈ ગયું તે થઈ ગયું. પણ,હવે.....

* * * * * * * * *

તલપને ગયે ત્રણેક કલાક વીતી ગયા હતા.હવે તો તલપે કંકાવતીને પોતાની જાળમાં ઉતારી પણ દીધી હશે.એટલે હવે ત્યાં જવામાં અને તેમના પાપના ઉઘડતા પટાળા છાનામાના નજરોનજર જોવાનો લાહવો લેવામાં કઈ ઉપાધિ ના લગતા પરશોતમે સુદાનજી,મૌસમી ને સંગીતાને ગાડીમાં બેસવા કહ્યું.
તલપના મનની ઝડપેજ પરષોત્તમનું મન પણ નજરોનજર કંકાવતીના મોતનો ભંડારો જોવા સો ની ઝડપે દોડી રહ્યું હતું.અડધો કલાક થયો હશે ત્યાં તો હાઇવે પર આવેલી "alps" હોટેલ પર સોહન અને કામિનીને ઉભેલા જોઇને મૌસમીએ સંગીતાને કહ્યું...
....સંગીતા શાયદ તે કામિની નથી ? રોમિલની બહેન ?(!)
હા... તેજ છે.પણ, તે અહીં દેવલીના ગામ ભણી જતા માર્ગ પર આમ અચાનક કેમ.?(!)
ચલો આપણને તે ઓળખેજ છે.અને તેના કનેથી રખેને રોમિલના મોત વિશે કંઈક અજુગતું જાણવા મળે !.(સંગીતા,પરષોતમકાકા અને બાપુને પોતાના મનનો મનસૂબો રજૂ કરતા મૌસમીએ કહ્યું.)
...અને બધાને મૌસમીની વાત યોગ્ય લાગતાં હોટલ "alps" ભણી કાર પાછી વાળી લીધી...

(હવે આગળ કામિની ને પરષોત્તમની મુલાકાત થાય છે તો તેમની વચ્ચે કઈ રહસ્ય એકબીજાનું ખુલે છે કે પછી એમજ મૂંગા રહે છે તે જાણવા ગુરુવારે વાંચવાનું ના ભૂલતા...દેવલી ભાગ 24...અને આપ સૌના આશીર્વાદથી એક પછી એક કીર્તિ મળતી રહે છે...નવું એક દૈનિક અખબાર આવી રહ્યું છે તેમાં સાંપ્રત પ્રવાહો વિશે કોલમ લખવા માટે મને આમંત્રણ મળેલ અને ચાલુ પણ કરી દીધેલ છે તો આપ સૌ પ્રાર્થના કરજો થોડા સમયમાં ઘણી સફળતા એમાં પણ મળે....જય ભારતવર્ષ... જય અંબે....જય ભોલે...)