અમદાવાદ માં સિવિલ હોસ્પિટલમાં વીસ વર્ષ ડોકટર ની ફરજ બજાવી હતી. હવે તે કોઈ શાંત જગ્યાએ રહીને ઘનશ્યામભાઇ લોકો ની સેવા કરવા માગતા હતા. ત્યારે તેમનું વતન યાદ આવ્યું એટલે તે એકલા વતન તરફ નીકળી પડ્યા.
તેમનું ગામ નાનું હતું હવે તે રહેવા મટે એક મકાન શોધી રહ્યા હતા, અસલ માં તેમને ગામ છોડ્યું ને ચાલીસ વર્ષ થઈ ગયા હતા એટલે તેમનું મકાન સાવ પડી ગયું હતું. પણ ગામ ના મોટી ઉંમર ના વ્યક્તિઓ હજુ તેમને ઓળખતા હતા.
ગામના પાદરે બેઠેલા મોટી ઉંમર ના વૃદ્ધો ઘનશ્યામભાઇ ને જોઈ ને તેનું સ્વાગત કરવા લાગ્યા. ઘનશ્યામાઈ બધાને રામ રામ કર્યા ને પછી તેમને પોતાની વાત મૂકી ત્યારે બધા વૃદ્ધો એ સાહેબ આ ગામ માં એક પણ ખાલી મકાન નથી એમ કહ્યું. પણ એક મકાન છે, તે છે તો નવું, પણ ત્યાં કોઈ રહી શકતું નથી.
એવું તે શું છે મકાન માં કોઈ રહી શકતું નથી. કઈક જાણવા ની જીજ્ઞાશા થી ઘનશ્યામભાઇ એ કહ્યુ.
આમ તો કઈ નહિ પણ ત્યાં ભૂત રહે છે તેવું બધા કહે છે. એક વૃધ્ધે ઘનશ્યામભાઇ ને કહ્યું.
હું કોઈ ભૂત પ્રેત માં માનતો નથી. તમે મને તે મકાન જ રહેવા માટે આપો. મારે બીજું મકાન નહિ જોઈતું.
તેમાંથી બે વૃઘ્ધ ઊભા થયા ને ઘનશ્યામભાઇ ને સાથે લઈ તે મકાન પાસે ગયા. ને તે મકાન બતાવ્યું. બહુ સુંદર મકાન હતું પણ ખબર નહિ મકાન નો માલિક આ મકાન કેમ વેચવા બહાર પાડ્યું હસે. આ વિચાર થોડો ઘનશ્યામભાઇ ના મગજ માં આવ્યો. મકાન ની અંદર પ્રવેશ્યા ને મકાન ના બધા રૂમ જોઈ ને ઘનશ્યામભાઇ ને તે મકાન ગમી ગયું. એટલે પેલા બે વૃઘ્ધ ને કહ્યું આ મકાન નું ભાડું કેટલું આપવાનું રહેશે. ત્યારે તેણે કહ્યુ તમે બસ અહી રહો, ને ગામ ની સેવા કરો ગામ માં એક પણ ડોકટર નથી. ભાડું વળી શું. અહી ગામ માં કોઈ ભાડું ન લે હો સાહેબ.
ઘનશ્યામભાઇ એ અમદાવાદ થી તેમનો જરૂરી સામાન મંગાવ્યો ને તે રહેવા લાગ્યા. બહુ શાંત વાતાવરણ હતું આજુ બાજુ વૃક્ષો ની હારમાળા ઓ હતી. પેલા જ દિવસે ઘનશ્યામભાઇ ને શાંતિ નો અહેસાસ થયો. પહેલી રાત તે થાક્યા હતા એટલે આરામ થી સુઈ ગયા ને સવાર પણ પડી ગયું.
બીજી રાત્રે ઘનશ્યામભાઇ બેઠક રૂમમાં બેઠા હતા અને ત્યારે બીડી ફૂંકી રહ્યા હતા, ત્યારે એક મહિલા આવી અને તે કહેવા લાગી મને છાતીમાં દુખાવો થાય છે મને તમે દવા આપો. ઘનશ્યામભાઇ ને આશ્ચર્ય થયું. દરવાજો લોક કરેલ છે પછી તે કેવી રીતે અંદર આવી. ઘનશ્યામભાઈ કંઈક સમજવાનો પ્રયત્ન કર્યો કે તે મહિલા અદૃશ્ય થઈ ગઈ. ઘનશ્યામભાઈ વિચારમાં પડી ગયા પણ બહુ ધ્યાન આપ્યું નહીં.
ત્રીજી રાત્રે લગભગ બાર વાગ્યા હતા. ગામ ના લોકો તો આઠ વાગ્યા માં સુઈ ગયા હતા. ઘનશ્યામભાઇ પણ નવ વાગ્યે સુઈ ગયા હતા. તે ઘસઘસાટ ઉંઘી રહ્યા હતા. ત્યાં તે મહિલા ત્યાં આવી ને ઘનશ્યામભાઇ ને જગાડ્યા. અને તેમની પાસે દવા માંગી. જેવું ઘનશ્યામભાઇ દવા લેવા બીજા રૂમ માં ગયા ત્યાં તે મહિલા ગાયબ થઈ ગઈ.
આ પછી, તે લગભગ દરરોજ રાત્રે દવા માગવા આવતી અને પછી ગાયબ થઈ જતી. આ ઘટના ઘણી રાતો બન્યા પછી, એક દિવસ ઘનશ્યામભાઈએ વિચાર્યું કે આ વખતે તેને જરૂર થી દવા આપવી છે એટલે તેણે હાર્ટની દવા તેના બેડ પાસે મૂકી અને એક પાણી નો ગ્લાસ તેની પાસે રહેલી ટીપોઇ માથે મૂક્યો.
તે સ્ત્રી રાત્રે આવતાની સાથે જ ઘનશ્યામભાઇ એ તેની દવા આગળ કરી અને તેને પાણીનો ગ્લાસ આપ્યો. તેને તે દવા લીધી ને પી ગઈ પછી માથે પાણી નો ગ્લાસ પીધો. અને આભાર વ્યક્ત કર્યો જેવી તે જઈ રહી હતી ત્યારે ઘનશ્યામભાઇ એ તેને રોકી ને કહ્યું.
તું મારી પાસે દવા કેમ માંગી રહી હતી.?
ત્યારે તેને કહ્યું હું આ મકાન માં રહેતી હતી. એક રાત્રે હું આ મકાન માં એકલી હતી ને મને છાતી માં દુખાવો થયો. આ ગામ માં કોઈ ડોકટર હતું નહિ એટલે હું દવા વગર ની મૃત્યુ પામી ને દવા માટે આ મકાન માં ભટકી રહી હતી. અહી ઘણા રહેવા આવ્યા હતા પણ હું જેવી દવા માંગુ ત્યાં તો બીજે દિવસે તે આ મકાન છોડી ને ચાલ્યા જતા.
આજે મને તમારા દ્વારા દવા મળવા થી મને તૃપ્તિ થઈ છે હવે હું આ મકાન માં ક્યારેય નહી દેખાવું કઈ તે ગાયબ થઈ ગઈ.
આ પછી, ઘનશ્યામભાઇ લગભગ પંદર વર્ષ સુધી એ જ મકાન માં રહ્યા, પણ તે સ્ત્રી તેના પછી ફરી ક્યારેય દેખાઈ નહીં.
જીત ગજ્જર