Taras premni - 38 in Gujarati Love Stories by Chaudhari sandhya books and stories PDF | તરસ પ્રેમની - ૩૮

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

તરસ પ્રેમની - ૩૮



એક રવિવારે બધા રૉકીના ઘરે બેઠાં બેઠાં ગપ્પાં મારી રહ્યા હતા. રૉકી, સુમિત, પ્રિતેશ અને રજત મોબાઈલમાં કંઈક જોઈ રહ્યા હતા.

નેહા,પ્રિયંકા,મિષા અને મેહા મુવી જોતા હતા.

મેહાની નજર રજતના ચહેરા પરના હાવભાવ પર જાય છે. મેહા વિચારે છે કે "રજત કેટલો એક્સાઈમેન્ટ છે. એવું તો ધારી ધારીને શું જોય છે મોબાઈલમાં."

મેહાએ કોઈને ન સંભળાય એવી રીતના મિષાને કહ્યું
"મિષ આ લોકો આટલી એક્સાઈમેન્ટથી શું જોય છે મોબાઈલમાં? હું પૂછી તો જોઉં?"

મિષા:- "મેહા એક મીનીટ. તારે કંઈ પૂછવાની જરૂર નથી. મને ખબર છે કે એ લોકો શું જોય છે? કોઈ વીડીયો જોતા હશે."

મેહા:- "તો ચાલોને આપણે પણ વીડીયો જોઈએ."

મિષ:- "આપણે જઈશું તો એ લોકો વીડીયો જોવાનું બંધ કરી દેશે."

મેહા:- "આપણે જઈશું તો એ લોકો કેમ વીડીયો બંધ કરી દેશે."

મિષ:- એ લોકો પેલા પ્રકારનો વીડીયો જોતા હશે.

મેહા:- "પેલા પ્રકારનો એટલે કેવો વીડીયો?"

મિષ:- "મેહા હવે તને કેવી રીતના સમજાવું?"

મેહા:- "હા સમજી ગઈ. Physical relationship ને લગતાં વીડીયો જોતાં હશે. રાઈટ?"

મિષા:- "હા...આપણે ભલે છોકરા વિશે કંઈ જાણતા ન હોય પણ છોકરાઓ છોકરીઓ વિશે બધું જાણે છે. આપણાં પીરીયડ્સ વિશે પણ એ લોકોને ખબર હોય છે."

મેહા:- "હા રજતે મને એકવાર ઉકાળો પીવડાવ્યો હતો. પણ એને કેવી રીતના ખ્યાલ આવ્યો કે તુલસી અને વરિયાળીનો ઉકાળો પીઉં તો મને પેટમાં દુખતું બંધ થઈ જાય. આ વિશે મારે પૂછવું પડશે."

મિષા:- "રૉકી પણ મારી કેર કરે છે. કેટલું સારું લાગે છે ને કે કોઈ આપણી આટલી કેર કરે છે."

મેહાએ રજત તરફ જોયું. રજતની પણ નજર મેહા તરફ ગઈ. રજતે ઈશારાથી જ મેહાને "શું થયું?" એમ પૂછ્યું. મેહાએ પણ સ્માઈલ આપતા ઈશારાથી કહ્યું "કંઈ નહીં."

સુમિત અને પ્રિતેશ નેહા અને પ્રિયંકાને ઘરે મૂકી આવે છે.

મેહા:- "મિષા ચાલ તને ઘરે મૂકતા જઈશું."

રૉકી:- "હું પછીથી મિષાને મૂકી આવીશ."

રજત:- "ચાલ તો આપણે જઈએ ને?"

મેહા:- "હા ચલ."

રજત અને મેહા બાઈક પર જાય છે.

મેહા:- "રજત ચલને ત્યાં બાંકડા પર બેસીએ."

રજત:- "બહું મોડું થઈ ગયું છે. કોઈક દિવસ ફરી આવીશું ત્યારે શાંતિથી બેસીશું. પણ અત્યારે નહીં."

મેહા:- "રજત બસ મારે ત્યાં બેસવું છે એટલે બસ બેસવું છે."

રજત:- "મેહા નોટીસ કરું છું તને. આજકાલ કંઈક વધારે જીદ્દી થઈ રહી છે."

રસ્તો થોડો સૂમસામ હતો. જો કે રસ્તો એટલો સૂમસામ પણ નહોતો. લોકોની થોડી અવરજવર ચાલું હતી. રજત અને મેહા એક વૃક્ષ નીચેના બાંકડા પર બેઠાં. મેહાએ રજતનો હાથ પકડ્યો. ખભા પર માથું ઢાળી દીધું.

મેહા:- "રજત એક વાત પૂછું."

રજત:- "હા બોલ."

મેહા:- "તમે રૉકીના ઘરે મોબાઈલમાં શું જોતા હતા?"

રજત:- "તારે શું કામ છે જાણીને?"

મેહા:- "એમજ બસ મારે જાણવું છે."

રજત:- "તને કહીશ ને તો તું શરમાઈ જઈશ."

મેહા કંઈ બોલી જ નહીં.

મેહા:- "સારું મારે તને હજી એક વાત પૂછવી છે. રજત તને કેમ ખબર પડી કે મને પેટમાં દુઃખે છે તો તુલસી-વરિયાળીનો ઉકાળો પીવાથી સારું થઈ જાય છે."

રજત:- "સુનીતા અને તારી મમ્મીને વાત કરતા સાંભળ્યા હતા. ઑહ હા મારે પણ તને એક વાત પૂછવી છે."

મેહા:- "શું પૂછવું છે?"

રજત:- "પીરીરડ્સના સમયે બ્લીડીગ થાય ત્યારે દર્દ થાય છે."

મેહા:- "જ્યાં સુધી બ્લીડીગ થઈ ન જાય ત્યાં સુધી દુઃખે છે. બ્લીડીગ થવાની શરૂઆત થાય ત્યારે દુઃખાવો બંધ થઈ જાય છે."

રજત:- "સારું તો ચલ હવે ઘરે જઈએ."

મેહા:- "રજત મારે ઘરે નથી જવું."

રજત:- "તો ક્યાં જવું છે?"

મેહા:- "તારા ઘરે જઈએ."

રજત:- "મારા‌ ઘરે જવાની કોઈ જરૂર નથી. ચલ હવે તને મૂકી આવું."

મેહા:- "જો તું મને તારા ઘરે નહીં લઈ જાય તો હું આટલેથી ઉઠવાની નથી."

રજત:- "સારું તું નહીં ઉઠે તો હું જતો રહીશ."

મેહા:- "ઑકે."

રજત:- "મેહા હવે આ શું નવી જીદ પકડીને બેસી ગઈ?"

મેહા:- "કેમ તારે જવું હતું ને તો જા ને."

"તું એમ નહીં માને." એમ કહી રજત મેહાને ઉંચકી લે છે.

રજત મેહાને બાઈક પર બેસાડી દે છે.

રજત:- "દેખાવમાં તો પાતળી છે પણ ઉંચકી ત્યારે ખબર પડી કે તું તો ભારે છે."

રજતે બાઈક હંકારી મૂકી.

મેહા:- "રજત લઈ જાને મને તારા ઘરે."

રજત:- "મેહા મેં તને કહ્યું હતું ને કે મમ્મી સ્ટ્રીક છે. મમ્મી ઘરે ન હોય ત્યારે તને લઈ જવા."

થોડીવાર પછી મેહા કહે છે "રજત તું મારી સાથે લગ્ન કરીશ ને?"

રજત:- "ના નહીં કરું. મેહા તું પણ કેવા સવાલ પૂછે છે? ઑફ કોર્સ તારી જ સાથે લગ્ન કરીશ."

મેહા:- "આંટી સ્ટ્રીક છે તો આંટી માની જશે આપણાં લગ્ન માટે."

રજત:- "પણ હજી તો વાર છે ને. એટલામાં હું મમ્મીને સમજાવી દઈશ. એ બધું તું મારા પર છોડી દે."

રજત મેહાને ઘરે મૂકી આવી પોતાના ઘર તરફ જાય છે.

બીજા દિવસે બધા ફ્રેન્ડસ કૉલેજમાં રિહર્સલ રૂમમાં બેઠાં હતા. ધીમો ધીમો વરસાદ આવતો હતો. મેહા બહાર ઉભી રહી વરસાદને જોઈ રહી. થોડીવાર પછી બધા લેક્ચર અટેન્ડ કરવા ગયા.

સાંજે થોડો વરસાદ વધી ગયો હતો. સાંજે કૉલેજ છૂટવા ત્યારે મેહા રજત સાથે કારમાં જાય છે. વાતાવરણમાં ઠંડી હવા અને ભેજ લહેરાઈ રહ્યા હતા. રોડરસ્તા સંપૂર્ણપણે ભીંજાઈ ગયા હતા. વૃક્ષો એકદમ લીલાછમ થઈ ગયા હતા. વીજળીના ચમકારા થતા હતા. પાણીમાં છબછબ કરતા ટાબરિયાઓ. આવા વાતાવરણમાં ટાબરિયાઓને જોઈને મેહાને પલળવાનું મન થયું. થોડે જતા મેહા કાર રોકવાનું કહે છે.

રજત:- "અહીં કેમ ઉભું રહેવું છે?"

"રજત મારે વરસાદમાં પલળવું છે." એમ કહી મેહા કારમાંથી ઉતરી.

રજત:- "મેહા વધારે વરસાદ આવે છે. ચલ હવે અંદર આવી જા."

મેહા:- "હજી હમણાં તો બહાર નીકળી. રજત તું પણ આવને."

રજત:- "ના મારે નથી આવવું."

થોડીવાર સુધી મેહા વરસાદમાં પલળતી રહી. મેહાને પલળવાની મજા આવતી હતી. વરસાદમાં પલળવાને કારણે મેહા નું સૌંદર્ય વધું ખીલી ગયું હોય એમ રજતને લાગ્યું. રજત આ સૌંદર્યને પલળતા જોઈ રહ્યો.

રજત:- "ચાલ મેહા હવે બહું થઈ ગયું."

મેહા કારમાં બેસી ગઈ.

મેહા:- "રજત કંઈક ગરમાગરમ ખાઈએ."

રજત:- "ઑકે ચલ."

બંન્ને જણ નાસ્તો કરે છે.

રજત મેહાને ઘરે મૂકી આવે છે.

બીજા દિવસની સવારે મેહા ઉઠે છે તો મેહાને શરીરમાં ઠીક નહોતું લાગતું. મેહાએ વિચાર્યું કે પછી ઠીક થઈ જશે. મેહાને તો બસ રજતને મળવાનું મન હતું. મેહાને ઝડપથી રજત પાસે પહોંચી જવું હતું.

મેહા કૉલેજ પહોંચે છે. બધા ક્લાસમાં બેઠાં હતા.

મિષા:- "Guys આજે પ્રેક્ટીસ નથી કરવી?"

નેહા:- "ના દરરોજ તો પ્રેક્ટીસ કરીએ છીએ તો આજનો દિવસ chill કરીએ."

બધાએ 'ઑકે' કહ્યું.

લેક્ચર અટેન્ડ કરી બધા કેન્ટીન તરફ જતા હતા.

રજત અને મેહા ક્લાસમાં જ બેઠા હતા.

મિષા:- "બંનેને ભૂખ નથી લાગી કે શું? ચાલો."

રજત:- "તમે જતા થાઓ. અમે બસ આવીએ જ છીએ."

બધા કેન્ટીનમા નાસ્તો કરવા જતા રહ્યા.

ક્લાસમાં કોઈ નહોતું. રજત મેહાની નજીક જ બેઠો હતો. રજતને રોમાન્સ કરવાનો મોકો મળ્યો. રજતે મેહાને કમર પકડી પોતાની તરફ ખેંચી. રજતના હાથનો સ્પર્શ મેહાની ઉઘાડી કમર પર થયો. રજતે તરત જ હાથ હટાવી લીધો. રજતે મેહાના ઉઘાડા પેટ પર હાથ મૂક્યો પછી ગરદન પર હાથ મૂકતા કહ્યું "તાવ આવે છે તો કૉલેજ કેમ આવી?"

મેહા:- "રજત ઘરે રહીને શું કરતે? તારા વગર દિવસ કાઢવો મુશ્કેલ થઈ જતે. મને તારા વગર ચેન જ ન પડતે એટલે કૉલેજ આવી ગઈ."

રજત:- "ચલ કેન્ટીનમા જઈએ."

મેહા અને રજત ઉભા થાય છે. રજત મેહાને Hug કરતા કહે છે "ઠંડી લાગે છે?"

મેહા:- "હા પણ એટલી બધી નહીં."

રજત જેકેટ મેહાને આપે છે. મેહા જેકેટ પહેરી લે છે.

રજત:- "ના પાડી હતી ને પલળવાની? જોયું બીમાર થઈ ગઈ ને."

મેહા:- "પણ મજા આવી પલળવાની."

રજત અને મેહા કેન્ટીનમા જઈ નાસ્તો કરે છે. સાંજે રજત મેહાને હોસ્પિટલ પણ લઈ જાય છે અને મેહાને ઘરે મૂકી આવે છે.

મેહા રજત સાથે ખૂબ ખુશ હતી. કૉલેજના બીજા વર્ષમાં તો બધા ફ્રેન્ડસે ખૂબ એન્જોય કર્યું. ગોવા પણ ફરી આવ્યા. જ્યારે પણ મોકો મળતો ત્યારે બીજી કેટલીય જગ્યાએ ફરી આવ્યા. કૉલેજનું બીજું વર્ષ ક્યારે પૂરું થયું તેનો ખ્યાલ જ ન રહ્યો.

કૉલેજનું ત્રીજુ વર્ષ. મિષા ટોમ બોય ટાઈપની હતી એટલે ઘણીવાર મેહાને મિષાની જેમ બાઈક ચલાવવાનું મન થતું પણ પછી બાઈક ચલાવવાનું ટાળતી. મેહાએ વિચાર્યું કે મારે એકવાર તો બાઈક ચલાવવી જ છે.

એક દિવસે મિષા બાઈક પાર્ક કરીને આવતી હતી કે મિષા મેહાને ઉભેલી જોય છે.

મેહા:- "મિષ લાવને બાઈકની ચાવી."

મિષા:- "મેહા તું બાઈક ચલાવીશ?"

મેહા:- "હાસ્તો વળી?"

મિષા મેહાને બાઈકની ચાવી આપે છે. રજત કાર પાર્ક કરીને આવતો હોય છે કે મેહાને બાઈક પર બેસતા જોય છે. રજત ઝડપથી મેહા પાસે આવે છે અને કહે છે "આજે મેડમની સવારી ક્યાં ફરવા નીકળી?"

મેહા:- "કંઈ નહીં બસ એમજ બાઈક ચલાવવાનો શોખ થયો. રજત ચાલને મારી સાથે."

રજત પણ પાછળ બેસી ગયો. મેહાએ બાઈક સ્ટાર્ટ કરી. રજતે મેહાની કમર ફરતે હાથ વીંટાળી દીધા. મેહાના શ્વાસની પ્રક્રિયા વધી ગઈ.

મેહા:- "રજત શું કરે છે? જો તું આવી રીતના બેસીશ તો મારું ધ્યાન બાઈક ચલાવવામાં નહીં રહે."

રજત:- "કેમ તું પણ તો મારી સાથે આવી રીતના જ બેસે છે."

મેહાના ચહેરા પર સ્માઈલ આવી ગઈ.

મેહા:- "રજત હું છોકરી છું તો તારી સાથે આવી રીતના બેસી શકું. પણ તું નહીં."

રજત:- "કેમ હું ન બેસી શકું. તારો બોયફ્રેન્ડ છું તો એટલો હક્ક તો છે."

મેહા:- "રજત યાર સમજને. તું મને ટચ કરે છે તો મને કંઈ કંઈ થાય છે."

રજતથી હસાઈ ગયું અને કહ્યું "કંઈ કંઈ થાય છે એટલે શું?"

મેહા:- "હવે એટલું ડીટેઈલમાં મને કહેતા નથી આવડતું. તું સમજી જા. જો તું આવી રીતના મને ટચ કરીશ અને મારું બાઈક ચલાવવામાં ધ્યાન નહીં રહે તો ચોક્કસ આપણે પડીશું."

રજત:- "એવું કંઈ નહીં થાય. હું છું ને. હું સંભાળી લઈશ."

મેહાના મનમાં એક વિચાર આવ્યો. મેહા જાણી જોઈને બાઈકને પાડવાની કોશિશ કરી. પણ બાઈક આમતેમ થાય એ પહેલાં રજત મેહાની કમર પરથી હાથ હટાવી બાઈકને સંભાળી લીધી.

રજત:- "મારી સાથે રહીને સ્માર્ટ થઈ ગઈ છે. જાણી જોઈને એવું કર્યું."

મેહા:- "શું કર્યું?"

રજત:- "હું તને પકડીને ન બેસું એટલે બાઈક મને સંભાળવા આપી દીધી. ડ્રામાક્વીન..."

રજતે એક જગ્યાએ સાઈડ પર બાઈક ઉભી રખાડી.

રજત:- "ચલ હવે જઈએ ને?"

મેહા:- "આટલી જલ્દી?"

રજત:- "શું આટલી જલ્દી. લેક્ચરનો ટાઈમ થવા આવ્યો છે."

મેહા:- "સારું ચલ."

મેહા બાઈક પરથી ઉતરી.

મેહા:- "તું ચલાવી લે. હું પાછળ બેસી જઈશ."

બંન્ને કૉલેજ પહોંચે છે.

એક રાતે બધા ક્લબમાં ગયા હતા. બધા ડાન્સ કરી રહ્યા હતા.

એક યુવતી ક્યારની રજત તરફ જોઈ રહી હતી.
રજતે પણ સ્માઈલ આપી. મેહા એ યુવતી અને રજતને જોઈ રહી.

મેહા:- "રજત તું સ્માઈલ આપીશ તો એ તારી નજીક આવવાની કોશિશ કરશે."

રજત:- "એવું કંઈ નહીં થાય. થોડી ફ્લર્ટિગ તો ચાલે."

રજત એ યુવતી સાથે ડાન્સ કરવા લાગ્યો. મેહા રજત માટે પસેઝિવ હતી.

થોડીવાર ડાન્સ કરી રજત કૉલ્ડડ્રીક પીવા ગયો.

મેહા:- "રજત તું કોઈ છોકરી સાથે ડાન્સ કરે તો મને નથી ગમતું."

રજત:- "મેહા રિલેક્ષ. હું તો બસ ડાન્સ કરી રહ્યો હતો."

મેહા:- "હા જોયું મેં...કેવો એની સાથે ચીપકીને ડાન્સ કરી રહ્યો હતો."

રજત:- "મેહા મેં એને ટચ પણ નથી કર્યું."

મેહા:- "એણે તો તને ટચ કર્યું ને?"

રજત:- "Come on મેહા થોડો જ તો ડાન્સ કર્યો છે. એમાં શું થઈ ગયું?"

મેહા:- "ઑહ તો તને પણ એની સાથે ડાન્સ કરવાનું ગમ્યું. એટલે જ તો એણે તને ટચ કરવાનું સાહસ કર્યું. તારે ના પાડવી જોઈએ ને. કે પછી એણે તને ટચ કર્યું એ તને ગમ્યું. સીધે સીધું કહી દે ને કે તું પણ કેવો એની નજીક જવા માંગતો હતો. તારાથી કહેવાતું નહોતું કે મારી ગર્લફ્રેન્ડ છે. એની સાથે કેવો હસી હસીને વાત કરતો હતો."

રજત:- "બસ મેહા. હવે તું કંઈક વધારે જ બોલે છે. તારી દરેક વાત માનું છું. એનો મતલબ એ નથી કે તું મને આંગળી પર નચાવે સમજી? પસેઝિવની પણ એક હદ હોય છે મેહા. મારી મરજી મારે જેની સાથે ડાન્સ કરવો હશે એની સાથે ડાન્સ કરીશ."

રજત પેલી યુવતી સાથે ડાન્સ કરવા જતો રહે છે.

મેહા પેલી યુવતી પાસે જાય છે.

મેહા:- "બોયફ્રેન્ડ છે મારો. એની નજીક આવવાની કોશિશ પણ નહીં કરતી. સમજી?"

પેલી યુવતી કહે છે "રિલેક્ષ હું તો બસ ડાન્સ કરતી હતી. એમાં આટલું પઝેસિવ થવાની જરૂર નથી."

મેહા બહાર નીકળી જાય છે.

પેલી યુવતી રજત તરફ જોઈને કહે છે "તું આને કેમ કેમ સહન કરે છે. એના નખરાં તો જો."

રજત:- "બોયફ્રેન્ડ છું તો ઑફ કોર્સ નખરાં તો મારી સામે જ કરશે ને."

રજત પણ મેહાની પાછળ જાય છે.

રજત:- "મેહા Stop."

મેહા:- "મારે તારી સાથે કોઈ વાત નથી કરવી."

રજત મેહાનો હાથ પકડી લે છે. મેહા ગુસ્સાથી હાથ છોડાવતા કહે છે "કહ્યું ને કે મારે તારી સાથે વાત નથી કરવી."

રજત ફરી હાથ પકડી લે છે ને મેહાને પોતાની બાહુપાશમાં જકડી લે છે. રજતની બાહોમાં જતા જ મેહાથી રડાઈ જાય છે.

રજત મેહાના માથા પર હાથ રાખી કહે છે "મેહા એમાં રડવાનું ન હોય. મને ખબર છે કે
તું મને લઈને ઈન્સિક્યોર ફીલ કરે છે. ચલ બસ...બસ...ચૂપ થઈ જા."

મેહા ખાસ્સી વાર સુધી રજતને વળગી રહી.

રજત:- "ચાલ હવે ઘરે જઈએ."

રજત મેહાને ઘરે મૂકી આવે છે.

બીજા દિવસે રજત મેહાનો હાથ પકડી ચાલવા લાગે છે.

મેહા:- "રજત ક્યાં લઈ જાય છે મને?"

રજત:- "એકલામાં તારી સાથે કંઈક વાત કરવી છે."

રજત મેહાને એક ક્લાસમાં લઈ જાય છે.

રજત:- "ગઈ કાલે તને શું થઈ ગયું હતું મેહા? મારા માટે આટલું પઝેસિવ થવાની જરૂર નથી. હું તારો જ છું અને તારો જ રહીશ."

મેહા:- "રજત મારાથી સહન નથી થતું કે તું કોઈ બીજી છોકરીઓની નજીક આવે."

રજત:- "હું કોઈની નજીક નથી જતો. બસ થોડી
વાતચીત તો કરી જ શકું ને."

મેહા:- "એને વાતચીત ન કહેવાય. ફ્લર્ટિંગ કહેવાય."

રજત:- "હા તો ફ્લર્ટિંગ કરવામાં શું વાંધો છે?"

મેહા:- "રજત મને નથી ગમતું કે તું કોઈ છોકરી સાથે ફ્લર્ટિંગ કરે."

રજત:- "મેહા બસ હવે આ વધારે થાય છે. મને એવું ફીલ થાય છે કે તું મારાથી મારી આઝાદી છીનવી રહી છે. તને ખબર છે ને હું કેવો છું તે. ખબર છે ને મારી કેટલી બધી ફિમેલ ફ્રેન્ડ છે..."

મેહા:- "રજત ગઈ કાલે બધું ઠીક થઈ ગયું હતું ને તો પછી આ ટોપિક પર આપણે આર્ગિવમેન્ટ શું કામ કરીએ છીએ?"

રજત:- "એક મીનીટ મેહા...ગઈકાલે આ ટોપિક પર એટલા માટે આર્ગિવમેન્ટ નહોતી થઈ કે કાલે તું ગુસ્સામાં હતી અને રડી રહી હતી. તું ગઈ કાલે સમજવાની સ્થિતિમાં નહોતી એટલે જ આજે આ ટોપિક છેડ્યો છે."

"તને એમ લાગે છે ને કે હું તારી આઝાદી છીનવી રહી છું તો ફાઈન. હવે હું તને કંઈ નહીં કહું. તારે જેમ કરવું હોય તેમ કર. ઑકે?" આટલું કહી મેહા નીકળી જાય છે.

મેહા ક્લાસમાં જઈ લેક્ચર અટેન્ડ કરે છે. મેહા રજત તરફ નજર કરે છે તો રજત મેહાને જ જોઈ રહ્યો હતો.

મેહા મનોમન વિચારે છે "બહું શોખ છે ને યુવતીઓ સાથે ફ્લર્ટિંગ કરવાનો. તો હું પણ યુવકો સાથે ફ્લર્ટ કરીશ."

બપોરે કેન્ટીનમા બધા નાસ્તો કરી રહ્યા હતા. મેહાએ ફ્લર્ટ કરવાનું વિચાર્યું.

એક બે યુવકોને મેહાએ લાઈન આપવાની કોશિશ કરી પણ યુવકોએ મેહામા ખાસ ઈન્ટરેસ્ટ ન લીધો.

મેહા સમજી ગઈ કે પોતે ફરી પહેલાં જેવી બની ગઈ છે સાદી અને સિમ્પલ. મેહા વિચારે છે "મને સમજમાં જ નથી આવતું કે જે જેવું છે તેને તેવી રીતના સ્વીકારો ને. મેકઅપ કરીને તો બધાં જ સુંદર દેખાય. ખબર નહીં કેમ બધા કુત્રિમ સુંદરતા પાછળ કેમ પડ્યા છે. Thank God કે મારો રજત આવો નથી."

રજત:- "ઑ હેલો ક્યાં ખોવાઈ ગઈ. શું વિચારે છે?"

મેહા:- "કંઈ નહીં."

સાંજે મેહા ઘરે પહોંચે છે. મેહા મનોમન વિચારે છે "શું સમજે છે પોતાની જાતને. તું ફ્લર્ટ કરે છે તો શું હું ફ્લર્ટ ન કરી શકું. અને મારી સાથે વાત તો એવી રીતના કરે છે કે જાણે કંઈ થયું જ નથી. હવે તો હું પણ એવી રીતના જ વર્તીશ કે જાણે કંઈ થયું જ નથી."

ક્રમશઃ