Kartavya - ek balidan - 12 in Gujarati Fiction Stories by Ankit Chaudhary શિવ books and stories PDF | કર્તવ્ય - એક બલિદાન - 12 - આત્મા ની મુક્તિ

Featured Books
Categories
Share

કર્તવ્ય - એક બલિદાન - 12 - આત્મા ની મુક્તિ

ગયા ભાગ માં આપડે જોયું કે આખો અનંત પરિવાર દ્વારા મેધા નો જન્મદિવસ ધામધૂમ થી ઉજવવામાં આવે છે. મેધા ની ખુશી ઓ નો પાર રહેતો નથી. બીજા દિવસે સવારે અનંત પરિવાર કુળદેવી ના દર્શન માટે નીકળે છે ત્યાં જઈને ખબર પડે છે કે મેધા ની ઉપર કોઈ આત્મા નો છાયો છે.... હવે આગળ.....

ભાગ :- 12 - આત્મા ની મુક્તિ

કુળદેવી ના મંદિર પોહચી ને મેધા ના શરીર ની આત્મા પહેલાંજ રોહન ઉપર વાર કરી ચૂકી હોય છે , પણ રોહન ના સારા નસીબ તેને બચાવી લીધો હતો. કુળદેવી નું મંદિર હોવાને લીધે મેધા ના આખા શરીરે બળતરા ઊપડી હતી જેના લીધે એનો ગુસ્સો વધતો જ જઇ રહ્યો છે. ત્યાંના પંડિત ને બરાબર સમજાઈ ગયું હતું કે મેધા ના શરીર માં જરૂર કોઈ આત્મા નો વાસ થઈ ચૂક્યો છે. પછી તો એ સીધા જ ગર્ભગૃહમાં જઈને કુળદેવી ના ચરણો માં પડેલી કુમકુમ ઉઠાવી ને મેધા ની ફરતે ઘેરો બનાવી દે છે અને થોડી કુમકુમ મેધા ઉપર પણ નાખી દે છે. કુમકુમ નાખતા જ મેધા નો ગુસ્સો થોડો વધારે પડતો વધી ગયો જે જોઈને આખા અનંત પરિવાર ડરવા લાગ્યો. પણ થોડી જ વાર પછી મેધા નો ગુસ્સો કાબુ માં આવી ગયો. જેવો જ મેધા નો ગુસ્સો કાબુ માં આવ્યો કે તરત જ પંડિતે મેધા ને દોરી થી બાંધી દીધી.

મેધા ને દોરી થી બાંધી હતી તે જોઈને આખા અનંત પરિવાર ની આંખો માં આંશુ હતા પણ શું કરે એ બિચારા ! આત્મા આગળ બધા જ લાચાર હતા. ધીરે ધીરે રોહન હિંમત કરીને પોતાની મેધા પાસે જાય છે ને રોહન જેવું જ મેધા કહે છે કે તરત જ મેધા જોર જોર થી રડવા લાગે છે. "રોહન મને બચાવી લો આ મને કઈ કરી દેશે. રોહન મારી મદદ કરો ને મને આઝાદ કરાવો." રોહન પોતાની જીવ થી વાલી પત્ની ને આ રીતે રડતા જોઈ શકતો નોતો એટલે એની આંખો પણ નમ થઈ ગઈ. જેવો જ એ મેધા ની નજીક જવા માટે ઘેરો ક્રોસ કરવાની તૈયારી માં હતો ને એજ વખતે જ પંડિત તેને રોકી લે છે. " રોહન તું એ ઘેરો ક્રોસ ના કર , આ તારી મેધા નથી ! " , " તો આ કોણ છે ? " રોહન આશ્ચર્ય થી પૂછ્યુ. " આ એની અંદર રહેલી આત્મા છે ,જે મેધા પાસે આ બધું કરાવી રહી છે." ત્યારે આખો પરિવાર ચિંતા માં ડૂબી જાય છે કે હવે શું થશે ! રોહન ની હિંમત પણ તૂટવાને આરે હતી.

" મેધા ની અંદર આત્મા ? પણ કોની ? અને એને શું જોઈએ છે ? હું એને બધું આપવા તૈયાર છું પણ મારી મેધા ને બચાવી લો પંડિત જી " રોહન આટલું કહેતા રડી પડે છે. " ચિંતા ના કર બેટા હું તારી મેધા ને કઈ નઈ થવા દઉં !"

પંડિત હવે કુળદેવી ના ચરણો માં મૂકેલો શંખ લઈ આવે છે અને જોર થી મેધાની પાસે જઈને એના કાન માં વગાડે છે. ત્યારે મેધા ના શરીર માં રહેલી આત્મા ધમાડા ને પછાડા કરવા લાગે છે . " બંધ કરો , બંધ કરો ...... હા હા હા " ( જોર જોર થી મેધા હશે છે ) " આ શંખ હવે ત્યારે જ બંધ થશે જ્યારે તું આ દીકરી નું શરીર છોડી દઈશ. " પણ આત્મા ઉપર કોઈ અસર નથી તે તો " હાહાહા હું આનું શરીર ક્યારેય નઈ છોડુ ! જે ખુશીયો ની હકદાર હું હતી એ મને નસીબ ના થઈ , પણ મેધા ને થઈ ગઈ. એટલે હું આને ક્યારેય નઈ છોડૂ. " આટલું સાંભળતા જ બધા ની આંખો આગળ ડર નો માહોલ બની જાય છે. હવે રોહન થોડી હિંમત કરી ને એની પાસે જઈને એને પૂછી લે છે " તું છે કોણ ? અને કઈ ખુશીયો ની વાત કરે છે ?"

ત્યારે એ આત્મા રડવા લાગે છે. (રડતા સ્વરે ) " મારું નામ પાયલ છે હું ત્યાંજ રહેતી હતી જે જગ્યા થી રોહન તને તારો તો પ્રેમ મળી ગયો પણ મને મારો પ્રેમ નહિ. હું એ જ ગુડિયા શેરી માં રહેતી જ્યાં મને તમારા જેવો જ પ્રેમ કરનારો પતિ અમિત મળ્યો હતો. હું પણ મા બનવાની હતી જેની ખુશી મારી માટે સાતમા આસમાને હતી પણ આ વાત ની જાણ ગુડિયા બાનું ને થતા જ એમને મારા પેટ ની હત્યા કરી નાખી. હું બઉ રડી ને ૨-૩ મહિના સુધી મને એક જ કમર માં બંધ કરીને રાખી દીધી. મારો અમિત રોજ આવતો મારી માટે પણ આ લોકો રોજ એમજ કહેતા કે તારી પાયલ ભાગી ગઈ ! ક્યાં ગઈ છે એ એમને નથી ખબર. આવું રોજ ચાલતું હતું ને પછી થાકીને અમિત એ અહી આવવાનું મૂકી દીધું. જ્યારે મને કેદ માંથી આઝાદ કરવામાં આવી ત્યારે મને સીધી જ ધંધા માં લગાડી દીધી. પણ હું એ માટે હવે તૈયાર નોહતી ! મે અમિત પહેલા હજારો મર્દો ની હવસ બુઝાઈ હતી પણ જ્યાર થી અમિત મળ્યા એ પછી મને બીજા મર્દ મારા ભાઈ ઓ જેવા લાગતા હતા. ગુડિયા એ મને બીજા મર્દ ને સોંપી દીધી અને હું એ સહન ના કરી શકી ! સીધો જ મે ગળે ફોસો લગાવી દીધો અને હું મરી ગઈ. મારા બધાજ ખોળ અધૂરા રહી ગયા. " આટલું કહીને તો પાયલ જોર જોર થી રડવા લાગી.પાયલ ની આ દર્દ ભરી દાસ્તાન સાંભળી ને સરલા અને ચંપા ફોઈ નો હાલત બોખ્લાઈ ગઈ.


"પાયલ મારી મેધા એ તારું કઈ બગડ્યું નથી , ના એ તારા વિશે કઈ જાણે છે ! પ્લીઝ તું મેધા નું શરીર છોડી દે." આટલું કહેતા જ મેધા રોહન ઉપર વાર કરવા જાય છે પણ તેની ફરતે ઘેરા હોવાને લીધે તે કંઈપણ નથી કરી શકતી. " મે આને છોડવા માટે નથી પકડી , જે ખુશીયો મને નથી મળી એ ખુશીયો હું ગુડિયા શેરી ની કોઇપણ છોકરી ને નસીબ નઈ થવા દઉં ! " આટલું કહી ને મેધા ખુદ ના બાલ ખેચવા લાગે છે." રોહન મને બચાવી લો , મને બઉ દુખે છે." રોહન નો જીવ બળી જતો હતો પણ શું કરે બચારો ? આત્મા થી લડવાની એની પાસે કોઈ શક્તિ નોહતી.

પંડિત એ હવે ઈલાજ શોધી લીધો હતો કે આત્મા ને કઈ રીતે મેધા ના શરીર માંથી અલગ કરવી. પંડિત જોર જોર થી મેધા ના કાન માં શંખ વગાડવા લાગ્યા. ત્યારે પાયલ ની આત્મા ખૂબ ગુસ્સે થઈને ઘેરા ની અંદર હવા માં ઉડવા લાગી." પંડિત તું નઈ બચાવી શકે મેધા ને ! હું નઈ છોડુ આને! જે ખુશીયો મને ના મળી એ હું આને પણ નઈ મળવા દઉં." આટલું કહીને અચાનક જ આત્મા શાંત થઈ જાય છે. " તારે આનું શરીર છોડવું છે કે પછી હું તને હંમેશા માટે ભસ્મ કરી દઉં ? " ત્યારે આત્મા ડરી જાય છે અને મેધા નું શરીર છોડવા લાગે છે. પણ હવે પાયલ ની આત્મા નો મુક્તિ નો સમય થઈ ગયો હતો એટલે પંડિત કુળદેવી ના ચરણો માં રાખેલો ગંગા જલ નો કળશ લઈ આવી ને સીધો મેધા ને પાઈ દે છે, જેના લીધે પાયલ ની મુક્તિ થઈ જાય છે અને મેધા બચી જાય છે પણ એ બેહોશ થઈ જાય છે.

મેધા જેવી જ ભાન માં આવે છે તરત જ એને કુળદેવી સ્નાન કરેલા જલ થી મેધા ને સ્નાન કરાવવામાં આવે છે , અને મેધા હંમેશા માટે આત્મા માંથી મુક્ત થઈ જાય છે. હવે રોહન ની પેલા વાળી મેધા એની સાથે હતી જે તેને બહુ જ પ્રેમ કરતી હતી.

બધું સુખ શાંતિ થી પત્યા પછી રોહન અને મેધા ને કુળદેવી ના મંદિરે ફરી વાર વર નેં વધુ બનાવીને તેમના લગ્ન કરાવવામાં આવે છે. ફરી વાર રોહન ની દુલ્હન બની ને મેધા ની ખુશીયો સાતમે આસમાન ઉપર હોય છે.બંને ના લગ્ન સુખ શાંતિ પૂરા થાય છે. પછી બંને કુળદેવી ની પૂજા કરે છે. પૂજા પૂરી થયા પછી બંને અને આખો અનંત પરિવાર ત્યાંજ ભોજન ગ્રહણ કરે છે.મેધા અને રોહન કુળદેવી ના આશીર્વાદ લઈને પરિવાર સાથે ઘરે જવા માટે નીકળે છે. પણ રસ્તા માં ચંપા ફોઈ થી રહેવાતું નથી ને કઈ દે છે " રોહન હવે તું ને તારી પત્ની મેધા એક સાથે રહિ શકો છો. " આટલું કહીને બધા હશે છે પણ રોહન અને મેધા શરમાઈ જાય છે.

રોહન ની આગળ લાગેલા અરીસા માં મેધા સાફ નજર આવી રહી હતી જેને જોઈને રોહન આંખો આંખો માં ઈશારા કરતો હતો.બંને શરમાતા પણ હતા ને અચાનક ચંપા ફોઈ ની નજર અરીસા ઉપર પડે છે." રોહન બેટા આપડે ઘરે સહીસલામત જવાનું છે , તો ઉપર ની જગ્યા એ સીધું જોઈને ગાડી ડ્રાઈવ કરો !" આટલું કહી ને તો ચંપા ફોઈ જોરથી હસવા લાગે છે.બધા સીધા ઘરે પોહચી જાય છે. મેધા અને રોહન જેવો જ દરવાજો ક્રોસ કરવા જાય છે કે તરત જ તેમને અંબા બા દ્વારા રોકી દેવા માં આવે છે. " તમે બંને બાર જ રહો !" આટલું સાંભળી મેધા અને રોહન ચિંતા માં આવી જાય છે.

પણ અંબા બા એ મેધા અને રોહન ને કેમ રોક્યા હશે ?

શું એ કોઈ વાત થી નારાજ હતા ?

મેધા અને રોહન ની પહેલી રાત કેવી રહેશે ?

મેધા સસુરાલ માં પોતાનું કર્તવ્ય નિભાવવામાં સફળ થશે ?

આ બધા જ પ્રશ્નો ના જવાબ આગળ ના ભાગ માં. તો બન્યા રહો મારી સાથે કર્તવ્ય એક બલિદાન માં જ્યાં આગળ નો સફર હવે રોમાંચિક હશે. જ્યાં મેધા ને જૂના રીતિ રીવાજ થી જીવવું પડશે !

હું અંકિત ચૌધરી આપ સર્વ વાંચકો નો દિલ થી આભાર માનું છું ! આગળ પણ આટલો જ પ્રેમ મળતો રહેશે એવી આશા સાથે ટુંક જ સમય માં આપની સામે મારી બીજી નવલકથા " અનહદ - છેલ્લી હદ સુધી " પ્રકાશિત કરીશ ! જેમાં તમને હિંદુ સહજ અને મુસ્લિમ મહેર ના પ્રેમ ની અનોખી દાસ્તાન થી રૂબરૂ કરાવીશ. ત્યાં સુધી આ પ્રેમ આમ જ બનાવી રાખશો.

whatsapp :- 9624265491
gmail :- iamsoankit@gmail.com