Hostel Boyz - 10 in Gujarati Comedy stories by Kamal Patadiya books and stories PDF | Hostel Boyz - 10

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

Hostel Boyz - 10

પ્રસંગ 11 : ભોજનશાળાને અમારો રૂમ બનાવ્યો પછી કન્વીનરની ઓફિસ ઉપર કબજો

આમ તો, હોસ્ટેલમાં અમને મળેલા રૂમથી અમે ખુશ હતા પરંતુ હોસ્ટેલમાં અચાનક વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતાં કન્વીનરે અમારો રૂમ નવા વિદ્યાર્થીઓને રહેવા માટે આપી દીધો તથા અમને રહેવા માટે ભોજન શાળાનો હોલ આપ્યો. આમ તો, ભોજનશાળાનો હોલ બહુ મોટો હોવાથી અમે પણ ખુશી ખુશી આ ઓફરનો સ્વીકાર કર્યો પરંતુ થોડા દિવસોમાં અમને ખબર પડી ગઈ કે ભોજનશાળામાં મચ્છરોનો બહુ ત્રાસ હતો. રાત્રે મચ્છરો અમારી ઉપર તુટી પડતા. અમે પણ રાતના રાજા હોવાથી મચ્છરો સાથે યુદ્ધ લડતા, રાત્રે game રમતા અને મોજ મસ્તી કરતા. ભોજનશાળાના રૂમમાં પહેલા હોસ્ટેલના લોકો જમતા હોવાથી રૂમમાં ઠેરઠેર જમવાની સુગંધ (દુર્ગંધ) આવતી હતી તેનો અમને કોઈ વાંધો નહોતો પરંતુ મચ્છરો વધારે પ્રમાણમાં હતા. અમો કાચબાછાપ અગરબત્તી પણ કરતા પરંતુ મચ્છરો પણ અમારી જનરેશનના હતા અને અમારા જેવા જ દ્રઢ નિશ્ચયી હતા તેથી જેવી રાત શરૂ થતી એટલે અમારી અને મચ્છરો વચ્ચે કબડીની મેચ શરૂ થાય. ક્યારેક તે અમને આઉટ કરે તો ક્યારેક અમે તેને દુનિયામાંથી આઉટ કરી નાખતા.

ભોજનશાળાનો રૂમ મોટો હોવાથી અમારી સાથે બીજા ત્રણ વિદ્યાર્થીઓ પણ રહેતા હતા. એક થાનનો, એક હારીજનો અને એક સાવરકુંડલાનો વતની હતા. તેમા થાનનો વિદ્યાર્થી અમારી જેમ કોમ્પ્યુટર IT માં ગ્રેજ્યુએશન કરતો હતો. થાન ઊંચો, પહાડી અને અખાડાનો પહેલવાન હોય તેવો લાગતો હતો. આમ, સ્વભાવે શાંત પરંતુ attitude વાળો હતો. ભોજનશાળા સાથે બીજો એક રૂમ attach હતો તેમાં પણ વિદ્યાર્થીઓ રહેતા હતા. જ્યારે તેઓ રાત્રે વાંચવા બેસતા ત્યારે અમે લોકો રમતો રમતાં, રૂમમાં અવાજો કરતા, ધમાલ બોલાવતા પરંતુ અમારી આ રમત બીજા રૂમવાળા માટે સજા બની ગઈ હતી. અમારી રમતથી તે લોકોના અભ્યાસમાં ખલેલ પહોંચવા માંડી જેથી અમારી સાથે તે લોકોને ઘણી વખત બોલાચાલી થતી હતી. જો કે, અમારો ઈરાદો ક્યારેય પણ તેઓને disturb કરવાનો હતો નહી, અમે તો અમારી મસ્તીમાં રમતો કરતા. એક વખત થાન સૂતો હતો અને અમે એકબીજા સાથે રમત કરતા હતા ત્યારે અચાનક સામેના રૂમવાળા સાથે અમારા બોલાચાલી થઈ અને ઝઘડો વધતો ગયો અને થોડી વારમાં શોર બકોર વધી ગયો. અચાનક જ થાન નિંદરમાંથી ઉઠ્યો અને તેણે એવી ત્રાડ નાખી કે અમે બધા લોકો ચૂપ થઈ ગયા, વાતાવરણમાં અચાનક સન્નાટો છવાઈ ગયો, બધા લોકો શાંત થઈ ગયા, સામેના રૂમવાળા બધા તેના રૂમમાં ચાલ્યા ગયા, અમે લોકો એકબીજા સાથે શાંતિથી વાતો કરવા માંડ્યા અને થાન પાછો નીંદર કરવા માંડ્યો. આ બધું અચાનક જ (અમારી કલ્પના બહાર) બની ગયું હતું અને અમે બધા લોકો અવાચક થઈ ગયા હતા કારણ કે થાનનું આવું સ્વરૂપ અમે કોઈ દિવસ જોયું નહોતું.

અંતે કંટાળીને તે રૂમના લોકોએ કન્વીનરને અમારો રૂમ બદલાવવા માટે અરજી કરી. અમે પણ મચ્છરોના અસહ્ય ત્રાસથી કંટાળી ગયા હતા તેથી અમે પણ એવું ઇચ્છતા હતા કે અમારો રૂમ બદલાઈ જાય, વળી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ એટલા બધા વધી ગયા હતા કે કન્વીનરને શું કરવું તે તેમને સૂઝતું ન હતું તેથી અમોએ તેમને suggest કર્યું કે તેઓ પોતાની ઓફિસ અમને સોંપી દે. કન્વીનર સાહેબ પણ દયાળુ હતા તેથી તેમણે અમને પોતાની ઓફીસનો રૂમ રહેવા માટે આપી દીધો હતો. અમારા માટે તો "ભાવતું હતું અને વૈદે કીધું" એવું થયું હતું.

પ્રસંગ 12 : થાન સાથે chatting માં મસ્તી

ભોજનશાળાના રૂમમાં અમે રહેતા ત્યારે થાન દરરોજ net surfing કરવા માટે cyber cafe માં જતો હતો. તે દરરોજ જુદી જુદી chatting site પરથી છોકરીઓ સાથે chatting કરતો હતો. તે ઘણી વખત મને સાથે લઈ જતો. તેણે મને જુદી જુદી વેબસાઈટ પર Login કરીને ID કઈ રીતે બનાવવી તથા chatting room માં જઇને જુદા જુદા લોકો સાથે કઈ રીતે chatting કરવું તે શીખવ્યું હતું હતું. જ્યારથી થાને અમને chatting કરતા શિખડાવ્યુ ત્યારથી અમને તો જાણે પાંખો આવી ગઈ હોય તેવું લાગ્યું પછી ક્યારેક અમો બધા ગ્રુપવાળા પણ chatting કરવા માટે જુદા જુદા cyber cafe માં જતા. તેમા અમને ગમ્મત સુજતા ક્યારેક-ક્યારેક છોકરીઓના ID બનાવીને chatting કરતા અને ગમ્મત કરતા.

અમારું English મજબૂત કરવામાં chatting નો મોટો ફાળો હતો. અમે લોકો પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા હતા તે English મીડિયમમાં હતું અને અમે ગ્રેજ્યુએશન ગુજરાતી માધ્યમમાં કરેલું હતું તેથી કોલેજમાં અમને થોડી તકલીફ પડતી પરંતુ અમે લોકો ગમેતેમ કરીને તેને manage કરી લેતા. અમને chatting નો એવો રંગ લાગ્યો હતો કે અમે ફ્રી પિરિયડમાં કોલેજના લેબમાં બેસીને chatting કરતા. કોલેજના લેબમાં મોટેભાગે વિદ્યાર્થીઓ જ રહેતા તેથી અમને ત્યાં રોકવાવાળું કોઈ હતું નહીં તેથી અમે chatting ની મજા માણી લેતા.

એક વખત છોકરીની ID પરથી chat કરતા કરતા અમને સામેથી થાનની જ chatting માટેની request આવી. અમે request accept કરીને તેની સાથે chatting કરવા માંડ્યા. આ સિલસિલો ઘણા સમય સુધી ચાલ્યો પછી તો જ્યારે પણ થાન chatting કરીને cyber cafe માંથી હોસ્ટેલમાં આવે ત્યારે અમે તેને કઈ છોકરી સાથે chatting કર્યું તેની વિગતો મેળવતા. થાન પણ હોંશે હોંશે બધી વિગતો કહેતો જેમાં અમને વધારે મજા આવતી હતી કારણ કે અમને તો બધી વિગતોની પહેલેથી જ ખબર હતી. થોડા સમય પછી થાનને અમારી આ વાતની ખબર પડી ત્યારે તે અમારાથી ઘણો નારાજ થયો અને અમારા ગ્રુપ સાથે સંબંધ પૂરો કરી નાખ્યો. થાનને અમે આજે પણ અમારો મિત્ર જ માનીએ છીએ.

ક્રમશ: