આગળ જોયું કે બીટ્ટુ છે તે પ્રશ્ન કરે છે. સ્વીટી ને કે ફિલિંગ છે તો કેમ નહિ કહેતી.કેમ ખુદ ને બાંધી ને રાખે છે.સ્વીટી ખૂબ જ ગભરાય જાય છે.ફોન કટ કરી નાખે છે.એને સમજાતું નથી કે એ શું કરે.એને કાઈ સમજાતું નથી. એ શાંત થાય છે.ફરી ફોન લગાવે છે અને પૂછે છે બેસવાની જગ્યા મળી કે નહિ તો બીટ્ટુ કહે ના પણ હું બસના પગથિયાં પર બેસી ગયો છું.સ્વીટી કહે તમે ત્યાં શું કામ બેઠા પણ ઊંઘ આવી જાશે તો પડી જશો. બિટ્ટુ એવું હું પડી પણ જાવ તો તને શું ફેર પડવાનો.સ્વીટી કહે છે કે કેમ પ્રેમ હોય તો જ માણસ ની ચિંતા કરવાની એક ફ્રેન્ડ ના કરી શકે. શું મિત્રને ફેરના પડે? બીટ્ટુ કહે પડે પણ પ્રેમ જેને કરતા હોય ને એને કાંઇ વધારે જ હોય અલગ જ ફિલ થતું હોય છે.સ્વીટી એક દમ શાંત થઈ જાય છે. એ પોતાને ખૂબ જ રોકવાની કોશિશ કરે છે.પણ બોલીયા વગર નથી રહી શકતી અને પોતાના દિલની વાત એ બીટ્ટુ ને કહી નાખે છે. કહે છે કે હું પણ તમને ખૂબ જ પસંદ કરું છું પણ મને આ બાબત ખબર નથી પડતી બોવ પણ આજ સુધી મારી આટલી કાળજી કોઈ માણસ નહિ કરી.આટલો પ્રેમ કોઈએ નહિ કરીયો.અહી સ્વીટી સાથે નાનપણ મા ખૂબ જ તકલીફ, હેરાનગતિ ભોગવી હોય છે. ખૂબ કઠીન દિવસો એને કાઢેલા હોય છે.સરખું જોઈ દિવસ જમવાનું નહિ મળતું.એના મમ્મી ખૂબ જ દુઃખી હોય છે.એના મમ્મી ને મારતા બધા ટૂંકમાં જે ના જોવું જોઈએ.એવું સ્વીટી બાળપણ મા જોયું અને સ્વીટી ક્યારે પણ એના બાળપણ કે નાનપણ યાદ કરતી નથી.કેમ કે એ બધું યાદ આવતા એને ખુબજ તકલીફ થાય છે. સ્વીટીને કોઈ દિવસ સ્નેહ.હેત.પ્રેમ મળ્યો જ નથી. એટલે એને ખૂબ ડર પણ લાગે છે.કે આજ સુધી મને ગમતી વસ્તુ કે કાઈ પણ મને મળ્યું નથી એટલે એ ઇચ્છતી હતી કે કદાચ બીટ્ટુ પણ પછી જતો ના રહે.એના કરતાં હું મિત્ર બની એની સાથે રહું.પણ મિત્રો માણસ ને જન્મ ત્યારે થી પ્રેમ ના મળ્યો હોય. એ વ્યક્તિ ને અચાનક જ કોઈ મળી જાય તો એ કેવી રીતના ઇનકાર કરે.સ્વીટી બીટ્ટુ ને હા પાડે છે.બિટ્ટુ તો એટલો ખુશ થાય છે કે બસમાં ઊભા થઈ ને ગાંડા કાઢવા લાગે છે. સ્વીટી કહે તમે બસમાં છો બધા જોતા હશે.ખૂબ જ ખુશ થાય છે.પછી તો લાંબી વાતો ચાલુ થાય છે.બિટ્ટુ છેક ટ્રેનિંગ સેન્ટર પોહચી જાય છે.પછી સ્વીટી ને કહે છે તું પણ સૂઈ જા સવારે વહેલા જવાનું અને બીટ્ટુ સ્વીટી ને કહે છે કે કાલ થી મને જગાડવાની જિમ્મેદાર તારી હું હવે તું જગાડીશ તો હું જાગી બાકી નહિ. સ્વીટી કહે હું જાગી તો તમને ફોન કરી બાકી તમારે મને કરવાનો. પછી બંને સૂઈ જાય છે. સવારે સ્વીટી જાગે છે.ફોન કરે છે. બિટ્ટુને જગાડે છે. બિટ્ટુ તો નખરા કરે સૂવું છે.નથી જાવું મારે આજે સ્વીટી કહે સારું સૂઈ જાવ હું તો જાવ શું પછી તમને સજા મળશે મને ના કહેતા બીટ્ટુ જાગી જાય છે.બંને જતાં રહે છે.બિટ્ટુ તો બોવ જ ખુશ હોય છે.સ્વીટી ખુશ જ હોય છે પણ ડર પણ લાગ્યો હોય છે કેમકે આજ સુધી એની મન પસંદ કોઈ પણ ચીજ વસ્તુ એને મળી જ નહિ.પણ ભગવાન ને પ્રાથના કરતા કરતા એ ફેન્ડ સાથે જતી રહે છે.સવારનો સમય પૂરો થાય છે.જમવાનો બ્રેક પડે છે.સ્વીટી ફોન જોવે છે.બિટ્ટુ ના કેટલા ફોન આવેલા હોય છે.ફોન કરે છે બીટ્ટુ ક્યાં હતી અત્યાર સુધી ફોન કેમ નહિ ઉપાડતી સ્વીટી કહે. શાંતિ તો રાખો.હું હાલ જ હજી આવી જ શું તમે તો આવી જાવ મારે વાર લાગે.પછી બંને વાતો કરે અને જમવા જાય છે. સ્વીટી બોવ જ ખુશ હોય છે.
બંને પોતાના દિલની વાત કરી દે શે પણ સ્વીટી ખુબજ ડરતી હોય છે.જોઈએ મિત્રો ક્યાં સુધી ચાલે શું બીટ્ટુ સ્વીટી નો ડર દૂર કરશે કે.............