“પ્રેમ એટલે પરિપૂર્ણતા”
આ મારું પહેલું પ્રકાશન છે, Yes મારા જીવન નું ..
હું માતૃભારતી નો આભારી છું અને હંમેશ રહીશ.. જાણે પહેલા પ્રેમ ની લાગણી ની પ્રતીતિ થાય છે..
ખરેખર હું કોઈ મોટો લેખક નથી,અરે લેખક જ નથી,, હાં બસ શબ્દો ને ગોઠવી લવું છું ઠીક-ઠાક..
હાં તમે જે વિચારો છો એ જ કહું છું .. હાહાહા..
પણ સાચું કહું તો એક અલગ આનંદ તો થાય છે કે હું મારા વિચારો ને આપ સૌ સમક્ષ રજૂ કરી રહ્યો છું ..ને અરજ કંરુ છું સ્વીકારી લેજો બસ .. ને જે કહો જાહેર મા કહેજો
“વખાણ ગમે મારા મન ને,ને ટકોર પણ વહાલી લાગે છે..
હું છું તમારો જે કહેવું હોય તે બેઝીઝક કહેજો..
મને તો તમારી હર વાત પ્યારી લાગે છે..”
પ્રેમ શું છે ?? આજે હસીન એહસાસ ની નજરો થી જોઇએ.. ને એમની વિચારધારા ને માણીએ,ખાલી શબ્દો નો રસ નથી,, વાસ્તવિકા નો પણ મેળ છે..
પહેલા તો પ્રેમ શું છે ?
એ કહેવું એટલુ Easy પણ નથી ને સાચું કહું તો કદાચ આ પ્રશ્ન નો સાચો જવાબ હું પણ ન આપી શકુ, છતા આજે વિચાર આવ્યો,કે હસીન એક વાર પ્રયત્ન તો કરાય ને?મને લાગે છે કે પ્રેમ ને એક શબ્દ કે એક વાક્ય મા વર્ણવી શકવું એ કદાચ અઘરું તો ખરું ,,
પણ જો એક વાક્ય મા કહું તો “પ્રેમ એટલે પરિપૂર્ણતા”
પણ હાં !! આ બસ મારુ માનવું છે,
આ કોઈને પણ ચૂનોતી નથી હાહા.. 😀
પરંતુ, હું તો કહું કે પ્રેમ ને પ્રસ્તુત કરવા એક પુસ્તક પણ ઓછું પડે,પણ sorry આપણી નિપુણતા નથી કે એક પુસ્તક લખી શકીયે..
ભલે તો હું કહેવા માંગું છું કે
મારે મન પ્રેમે એક એવી લાગણી છે કે,જાણતા અજાણતાં કોઇ એવો એહસાસ થઈ જાય છે જેને શબ્દો મા વર્ણવું અઘરું હોય,પણ જો એમેહસૂસ થાય તો આમ અનેકલાગણીઓ નો સમૂહ મન ના આ સુના જગત પર જાણે એક સાથે ત્રાટકે ને એવો સુંદર ભાશ થાય કે શુંકહેવું,, બસ એમા જ વિહરતા રહીયે ,આમ નતનવીન લાગણીઓ એકમેક મા ભળી જીવન મા જાણે નવોઉત્સાહ લાવે ને ખરેખર કેટલોમીઠો એહસાસ હોય. wow ..it’s Really Amazing..
સાચું કહું તો જ્યારે પ્રેમ ની વાત કંરુ છું તો દરેક એ ભાવ નો અનુભવ,જે મે અનુભવ્યો છે તે મારા મુખ પર સ્મિત પાથરે છે,પાછા એ જપ્રસંગો તાજા થઈ જાય છે,,પણ આપણે એટલે જ અટકીશું, હાહાહા..
કારણકે હું આજે પ્રેમ ના એ પ્રસંગો વ્યક્ત કરવા કરતા,પ્રેમ જીવન મા શું શું આપે છે એ તરફ આપ સૌનો ધ્યાન કેનદ્રીત કરીશ, ખરેખર એ ભાવો, જે પ્રેમ ના અણસાર કહો કે એ પછી એ ગુણો જે પ્રેમ ને પરવાન ચઢાવે એજ ના હોય તો પછી એને પ્રેમ જ ના કેહવાય ..એવા મારા વિચાર છે,ને વાત સાચી પણ છે .. હું દિલ થી માનું છું ને માટે જ હું એના વિષે કહીશ..મારા આ વિચારો પાછળ નું એક કારણ એ પણ છે કે લગભગ લોકો પ્રેમ સંબધ ને એક અલગ રીતે જુઓ છે, ને સમાજમાં એની સવિકૃતી ના ની બરાબર છે,ને કદાચ એનુ કારણ એ પણ હોઈ શકે કે presentation of love or such kind of relationships જયા લગભગ વિશ્વાસ નો દર ઓછો જોવા મળતો હોય છે, પણ હું આજે બસ લાક્ષણિક વાતો ને એના જે ભાવ છે એને અલગ રીતે વિચારી રહ્યો છું ને ખરેખર પ્રેમ નું આધાર અને દિશા સાચી અને સારી હોય તો પૂછવું શું ??
આજે મને એ બધી લાગણીઓ માં જે દેખાય છે એ ખરેખર અદભૂત છે, સામાન્ય રીતે દરેક ના જીવનમાં થતું હોય છે, પણ એને જો positive way માં જોવાય તો એના થી સારું બીજું કાંઈ નહીં,હું જે કહેવા જઈ રહ્યો છું કદાચ થોડું અતડું લાગે, પણ સચોટ છે,ને એ બધી લાગણીઓ સહજ છે, જ્યારે મનમાં પ્રેમ ના અંકુર ફુટયા હોય તો નવીન લાગણીઓ નો તરવરાટ કાંઈક અલગ જ હોય, બસ એજ પરિસ્થિતિ અને લગતી લાગણીઓ ની હું વાત કંરુ છું, પણ હા એના સકારાત્મક પાસા ની વાત કરું, કે મારી એક અલગ વિચારધારા કહો કે પછી એને એક બીજી રીતે પણ જોઈ શકાય બસ એ માની ને કહુ છું.
મારુ માનવું છે કે પ્રેમ માત્ર એક લાગણી નથી,એ તો ખરેખર અનેક લાગણીઓ નો સમૂહ છે,ને ખોટું પણ નથી, પ્રેમ નુ પહેલું પગથિયું ચઢતા જ સારા સંસ્કારો નો ભાન આવે છે, હવે વિચારો આમ કેમ??
તો જેનાથી પ્રેમ થાય એના માટે એક સજ્જન અને શુશીલ બની,એના થવાની આશ જાગે છે, બોલો થયું ને..? સારા વિચારો નું અમલીકરણ.
અને સારા દેખાવવા માટે મન મા ઉત્સાહ જાગે,માત્ર બાહ્યજ નહી પણ અંતર મન ની શુદ્ધતા પણ એની ચરમસીમા એ પહોંચી જાય છે,જેમ આગળ વધીએ એમ વર્તન માં વધુ ને વધુ સકારાત્મક્તા જોવા મળે છે,
એના સમય પર એને મળવા ના પ્રયત્નો તમને શિસ્તબદ્ધ થવા પ્રેરિત કરે છે, સમય સૂચકતા વધે છે,
એને શું ગમે છે એ કરવા પાછળ તમારા સ્વાભાવ મા કાળજી લેવાના ગુણ ને વેગ મળે છે,એને ગમતું કરવાનું મન થાય,ને ભૂલ થી પણ એમા ચૂક ના થાય એની પૂરતી કાળજી લેવાય છે,
લોકો કહે છે સમય નો ભાન નથી રહેતો પણ હું માનું છું કે સમય માટે વધુ સભાન બનાય છે,હાંજ તો એના ઘરે થી નીકળવાના ના સમય થી લઈ ઘરે પાછા ફરવાના સમય નો ધ્યાન રહે છે, ક્યારે અને કેટલા વાગે,કયાં જશે આખું ટાઈમ ટેબલ રટી લીધો હોય,
લોકો એમ પણ કહે છે કે પ્રેમ આંધળો હોય છે,કાંઈ બીજું જડે નહીં અરે પણ એમ કેમ નથી કહેતા કે એકાગ્રતા પણ આવી જાય હાહાહા..😀,વાત તો સાચી જ છે ને એના માટે, એના વિચારોમાં લીન થઈ જાય મન, ક્ષણ ક્ષણ નો જાણે સંગ હોય,ને હ્રદય પાટ પર સજાયો પ્રેમનો જ રંગ હોય...
જ્યારે આવે જવાબદારી ની વાત, તો પછી જવાબદારી નું તો પૂછો જ મા , સૌથી ઝાઝી જવાબદારી તો આ જ સમય શીખવે છે,કારણ કે ભૂલ થી પણ એનું મન ના દુખાય,, કેમ કરી ને બસ એને ખુશ રખાય.. સાચું ને ?? બસ એ રાજી રહે એવા પ્રયાસ Active Mode માં હોય,બોલો હવે આનાથી વધી ને શું કહેવું.
લ્યો કહો .. મને આમાં કાંઈ જ ખોટું દેખાયું નહીં..પણ હા હજી આગળ પ્રેમ નો સાર છે ને એજ ખરો પ્રેમ..કહેવાય
હા હજી સુધી મેં વાત ના કરી,કે જે ભાવ તમને અમસ્તા જ થતા હોય કે ના ભાવે જમવાનું, ને ના બહાર હરવા નું,ના વગર એના ફરવાનું, નાઆવે નીંદર, ના દિલ ને કરારા મળે,પણ આ બધા ભાવ પણ તો એજ દર્શાવે છે,,કે કાંઈ જતું કરવાનું આવે તો કરી શકીયે, તો જતું કરવાનું ભાવ પણ પ્રેમ જ શીખવે છે.
આ બધા જ ભાવોનો, આ બધી જ લાગણીઓ નો સાર માત્ર એક જ છે અને એ છે..
કે પ્રેમ જીવનમાં પરિપૂર્ણતા લાવે છે,
ને માટે જ હું એમ કહીશ કે “પ્રેમ એટલે પરિપૂર્ણતા.”
હાં પ્રેમ એટલે પરિપૂર્ણતા.. it’s a Fulfilment of Life.
પણ એ સાર્થક ત્યારે જ થાય જ્યારે આ જ લાગણીઓ નો ખરા અર્થ માં ને સાચી દિશામાં અમલ થાય.
ને જો આમ ન થાય તો પછી એ પ્રેમ નથી
જો તમારા મા જતું કરવા નો ભાવ ન આવે,તો એ પ્રેમ નથી...
જે તમને જવાબદાર ન બનાવે, તો એ પ્રેમ નથી..
જે તમારી એકાગ્રતા ભંગ કરે,તો એ પ્રેમ નથી..
જે તમારું ભાન ભૂલાવે,તો એ પ્રેમ નથી..
જે તમને બેદરકાર બનાવે,તો એ પ્રેમ નથી..
જે તમને દુર્જન બનાવે,તો એ પ્રેમ નથી..
પ્રેમ એક નદી છે,એમ માની ને ચાલો
જે કિનારે થી મેં જોયું ત્યાં ગુમાવવા નું કાંઈ જ નથી, બસ મેળવવું જ રહ્યું..એના સારા પાસા નું મારી દ્રષ્ઠિ થી કે મારા વિચરો થી મેં વર્ણન કર્યું..કદાચ તમને એમ પણ લાગે કે મેં જે વાત કરી કદાચ એક દિશા મા વિચારી ને કરી, તો હા એમ કહી શકો પણ જો તમે વિચારો તો “પરિપૂર્ણતા” એ શબ્દ માત્ર તો નથી.જો આ લાગણીઓ ખરા અર્થમાં સાર્થક થાય તો પ્રેમ તમારા જીવન મા સુખ અને પરિપૂર્ણતા જ લાવે અને એનો સ્વીકાર હોંશે હોંશે થાય
અવગણના માટે કોઈ જગ્યા જ નથી,, તો બસ એક જ વાત સાચી કે જો સાચી દિશા મા અનુસરો તો પ્રેમ ચોક્કસપણે તમને પરિપૂર્ણ બનાવી દીયે.
ને હું એ જ વિચારધારા નો માનવી છું , સકારાત્મક વિચારું છું, ને અપનાવું પણ છું.
ને માટે જ કહું છું કે પ્રેમ કરજો, ને કહેજો કે ખરેખર પ્રેમ શું છે..
પ્રેમ એટલે પરિપૂર્ણતા... પ્રેમ એક “Hasin Ehsas”.. છે
આજે જે વિચારો મેં રજૂ કર્યા એ બદલ હું આપ સૌનો પ્રતિસાદ ઇચ્છુ છું, ભૂલ હોય તો માફ કરજો.. પણ તમારો અભિપ્રાય જરૂર થી આપજો, કારણ કે તમારા અભિપ્રાય મારા માટે આશીર્વાદ સમાન રહેશે..
તો ચૂકતા નહીં .. સત્કાર્ય મા સાથ આપજો...હોંશ થી જોડાજો..
તમારો ..
Hasin Ehsas #Hasinehsas 21/07/2020