સોરભનુ સ્ટડી પૂરું થઇ ગયુ હતુ અને તે જોબ કરતો હતો. તેની સુંદર મજાની સિંગલ લાઈફનો અંત નજીક આવતો હતો. સોરભને હજુ થોડો ટાઇમ આ સિંગલ લાઈફ એન્જોય કરવી હતી પણ ઘરમાં બધાને મેરેજની ઉતાવળ હતી.
સોરભના મમ્મી-પપ્પા તેને સમજાવે છે. સોરભને પણ મેરેજ કરવા હતા પણ એના માટે થોડો સમય જોઈતો હતો બસ. અને હજુ એના અમુક સપનાં પૂરા કરવા હતા. આ બધા વચ્ચે સોરભના માટે છોકરી મળી. એ છોકરી સોરભ માટે પરફેક્ટ છે એવુ બધા ફેમિલી મેમ્બરનુ કહેવુ હતુ.
સોરભને તેના મમ્મી એ છોકરીનો ફોટો આપ્યો પણ એ જોવાની સોરભની હિંમત નહિ થતી હતી. સાંજે જમીને સોરભ તેના રુમમાં ગયો, થોડીવાર પછી કવર હાથમાં લીધુ. ધીમે રહી એ કવર ખોલ્યું. એ ફોટો જોઈને થોડીક ક્ષણો માટે તો સોરભ જોતો જ રહી ગયો.
છોકરી વિશે જે પણ સાંભળ્યુ હતુ એ પ્રમાણે છોકરી એના કરતા પણ વધુ સુંદર લાગતી હતી. છોકરીનો ફોટો જોઈને સોરભનો ઇરાદો બદલતો જતો હતો. તેણે તેના ફ્રેન્ડ (પ્રેમ) ને કોલ કર્યો.
પ્રેમ સોરભનો બાળપણનો ફ્રેન્ડ હતો. નાનપણથી બંને સાથે ભણતા, રમતા, મસ્તી કરતા અને બધી વાતો એકબીજા સાથે શેર કરતા.
સોરભ પ્રેમને પૂછે છે, ઓયયય, ફ્રી છે ને તુ?
હા, અત્યાર સુધી તો ફ્રી હતો હવેની ખબર નહી. પ્રેમ બોલ્યો. શું વાત છે? ડાયરેક્ટ એ જ ચાલુ કર. 😄
સોરભ કહે છે, યારરર, તને તો ખબર છે ને ઘરમાં મેરેજ ની જ વાતો ચાલે છે. હા અને તારે અત્યારે નથી કરવા એમ ને... પ્રેમ સાથ પૂરે છે.
સોરભ બોલ્યો હા પણ... આજે મેં એ છોકરીનો ફોટો જોયો. છે તો જોરદાર. પણ...
પણ શું? પ્રેમ એ વળતો જવાબ આપ્યો. એ તો સારી વાત છે ને¡ ચલ એ કે છોકરી કેવી છે લૂક વાઇઝ. 😉
પણ થોડી સિમ્પલ લાગે છે મને.
પ્રેમ ભડક્યો, અબ્બે, 🤨 તો શું તને મોર્ડન છોકરી જોઇએ છે હેં?
થોડી તો જોઈએ ને 😄😄.. એક કામ કર તું અત્યારે આવને આપણે મળીએ. સોરભ હસતા હસતા બોલ્યો.
પ્રેમ :- કાલે સવારે કોલ કરુ છુ તને મળવા માટે.
પાક્કુ ચલ, બાય.
બીજા દિવસે સોરભ અને પ્રેમ મળે છે. પ્રેમ છોકરીનો ફોટો જોવે છે. બંને એકબીજાને વાત કરી સોરભ છોકરીને મળવા માટે તૈયાર થઈ જાય છે. અને બંને પોતપોતાના ઘરે જાય છે.
ઘરે જઈને....
સોરભ પૂછે છે, મમ્મી, જમવાનું તૈયાર છે?
હા, બસ હવે જમવા જ બેસવુ છે.
વચ્ચે પપ્પા બોલ્યા, ચાલો હવે, ભાઈ આવી ગયા છે તો જમી લઇએ.
બધા જમવા બેસે છે. જમતા જમતા પેલી છોકરીની વાત નીકળે છે.
સોરભના પપ્પા પૂછે છે, તો સોરભ શું વિચાર્યું?
સોરભ અજાણ્યો હોય એમ શું? પૂછે છે.
પપ્પા ટોન્ટમાં બોલ્યા, ફોટો જોયો?
મમ્મીએ સાથ પુરાવ્યો, છોકરીનો ફોટો જોઇને પછી શું નક્કી કર્યું તે?
હા, જોયો મેં. પણ.... સોરભ બોલતા બોલતા અટકી ગયો. સોરભના મમ્મી સમજાવે છે કે પણ બણ કંઇ ના કર. એકવાર ખાલી છોકરીને જોય લે ગમે તો ઠીક છે. ના ગમે તો પછી વિચારીશુ.
પપ્પા બોલ્યા, છોકરી વિશે થોડું ઘણું સાંભળ્યું છે. છોકરી ભણેલી છે, સુશીલ છે, અને ઉંમરમાં પણ તારા કરતા બે વર્ષ નાની છે, ઘર પરિવાર માં સારુ છે... બીજુ તો શું જોઈએ.
સોરભ હમમ કરે છે.
પપ્પા વધારે સમજાવતા બોલે છે, જો તને પ્રોબ્લેમ ના હોય તો આવતા રવિવારે જોવાનુ પ્લાનીંગ ગોઠવીએ. પછી તુ હા કે ના વિચારજે.
સોરભ કહે ઓકે. એવુ કરીએ.
રવિવારે સવારે મળવાનું નક્કી થયુ. સોરભ તેના ફેમીલી સાથે રવિવારે છોકરીના ઘરે ગયો. ચહેરા પર મુસ્કાન અને દિલમાં કશ્મકશ સાથે ઘરમાં પ્રવેશ કર્યો. ઘરના બધાને મળે છે, પાણી પીએ છે, બધા પૂછે એના જવાબ આપે છે, વાતો કરે છે.
છોકરીના મમ્મી છોકરીને બોલાવે છે. આસ્થા....
એટલામાં છોકરી શરબત લઈને આવે છે.
આસ્થાએ સોરભને શરબત આપ્યું, સોરભ શરબત લે છે પણ તેની ઉપર જોવાની હિંમત નહિ થતી હતી. બધા વાતચીત કરતા હતા. આસ્થા સોરભની ક્રોસમા બેઠી હતી. બધાને વાતચીતમાં ડૂબેલા જોઈ સોરભ ધીમેથી, બધાથી છુપાઈને આસ્થા ને જોવે છે.
આસ્થા ને જોઇ સોરભ થોડીવાર માટે ભાન ભૂલી ગયો. એને ફોટામાં આસ્થા સિમ્પલ લાગતી હતી પણ આજે રુબરુ જોઈને પસંદ પડી ગઇ. એનો અવાજ મસ્ત હતો, ફિગર પણ પરફેક્ટ હતુ. ચહેરા પરની એ સ્માઇલ.... 😍 સોરભે મનમાં ને મનમાં આસ્થા ને માટે પોતાની હા કરી દીધી.
બધાએ વાતચીત કરી આસ્થા અને સોરભને એકાંતમાં વાત કરવા ટેરેસ પર મોકલ્યા. સોરભ શરમાતા શરમાતા આસ્થા ની પાછળ પાછળ જાય છે. બંને એકબીજાને ઇશારાથી બેસવા કહે છે. બેસે છે.
સોરભે બોલવાની શરુઆત કરી. સાંભળ્યુ છે કે તમને કુકીંગનો શોખ છે. આસ્થા એ હા માં ડોકુ હલાવ્યુ. સોરભ ફરી બોલ્યો. કઇ કઇ ડીશ બનાવવી વધુ પસંદ છે?
આસ્થા સ્માઇલ સાથે કહે છે, ડીશ તો નહિ ખબર પણ બાઉલ બનાવવા વધુ ગમે છે.
સોરભ આશ્ચર્ય સાથે બાઉલ,?? 🤔🤔
આસ્થા બોલી, રસમલાઈ, આઈસક્રીમ, કેક એવા બાઉલ.
સોરભ હસવા લાગ્યો. 😄😋
આસ્થા બોલી, બધી અલગ અલગ ડીશીસ બનાવવી પસંદ છે.
ગ્રેટ ગ્રેટ. સોરભ બોલ્યો.
આવી બધી વાતો કરી થોડીવાર માં તેઓ નીચે આવ્યા અને પછી કોલ કરીશુ કહી ત્યાંથી ઘરે ગયા. ઘરે જઈને સોરભે તો પૂછ્યા પહેલા જ મેરેજ માટે હા પાડી દીધી.
બે - ત્રણ દિવસ પછી સોરભ રાતે જોબ પરથી આવ્યો ત્યારે આસ્થાના ફેમીલીને પોતાના ઘરે જોઈને અવાક બની ગયો. ધીમે રહી ઘરમાં આવ્યો ત્યાં તેના મમ્મીએ મોં મીઠું કરાવી કહ્યું, આસ્થાની પણ મેરેજ માટે હા છે. તો હવે તને પ્રોબ્લેમ ના હોય તો જલ્દીથી સગાઈની તારીખ જોવડાવીએ.
સોરભ શરમાઈને પોતાના રુમમાં જતો રહ્યો. ફ્રેશ થઈને નીચે આવ્યો. સોરભના પપ્પાએ આસ્થાને તેનો રુમ બતાવવા કહ્યું આ સાંભળીને સોરભના હોશ ઉડી ગયા. પપ્પા આટલા બધા ફ્રેન્ક છે એનાથી મનમાં બોલાય ગયુ. આસ્થા સાથે રુમમાં આવ્યો.
આસ્થા બોલી, આઈ થીંક આઈ એમ લકી. તમારુ ફેમીલી બહુ જ સારુ છે. મને નથી લાગતું કે મેરેજ પછી મને અહિંયા સેટલ થવામાં કોઈ પ્રોબ્લેમ્સ આવશે. તમે પણ એટલા જ સ્વીટ છો એટલે વાંધો નહિ આવે. 😉 સોરભે જવાબ આપ્યો.
આસ્થા અને સોરભની સગાઈની વાતો ચાલતી હતી. અચાનક સોરભને એક મહિના સુધી કામથી બહાર જવાનું થયુ. એટલે સગાઈના પ્લાનને પોસ્ટપોન્ડ કરી દેવાયો. ધીમે ધીમે આસ્થા અને સોરભના રિલેશનની ગાડી ચાલુ થઇ ગઇ. પહેલાં મેસેજ પછી કોલ પર પણ વાતો થવા લાગી.
સોરભ એક મહિના પછી પોતાના ઘરે આવ્યો અને આસ્થાને મળવા ગયો. બંને ગાર્ડનમાં મળ્યા. મસ્ત મજાની વાતો કરતા હતા બંને. પોતપોતાના પાસ્ટને એકબીજા સાથે શેર કરી લાઈફને શેર કરવાના કોડ લેતા હતા. બંને પોતાની લાઈફને એકબીજા સામે ખુલ્લી કિતાબ રાખવા માંગતા હતા.
બંનેનો વાતોનો દોર ચાલતો હતો. વાત વાતમાં બંનેએ બહાર નાસ્તો કરવાનો પ્લાન કર્યો. નજીકની રેસ્ટોરન્ટમાં ગયા. કોફી અને સેન્ડવીચ ઓર્ડર કરી ફરી બંને વાતો કરવા લાગ્યા.
વાત-વાતમાં આસ્થા બોલી, એક વાત કહુ. હા વળી, સોરભ બોલ્યો.
આસ્થા બોલી, આઈ વિશ કે આપણે બંને ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ વાળો ટાઈમ પણ સાથે વિતાવીએ.
વોટ?? સોરભ આશ્ચર્યથી બોલ્યો.
આસ્થા બોલી, હું તો જસ્ટ એમ જ...
સોરભ હસતા હસતા બોલ્યો, યાર આવા વિચાર તો છોકરીઓને જ આવે.
આસ્થા બોલી, તમે તો ડરાવી દીધી મને. પણ હા જવાબ તો ના આપ્યો.
સોરભ હસતા હસતા આસ્થાનો હાથ પોતાના હાથમાં લેતા બોલ્યો, આસ્થા તુ વિચારે છે એ સાચુ છે પણ તને લાગે છે એવુ કરવુ ઠીક રહેશે.
કેમ... મતલબ સમજ ના પડી કંઈ આસ્થા બોલી.
આસ્થા મેરેજ લાઈફ અને ગર્લફ્રેન્ડ વાળી લાઈફમાં ફરક હોય છે. Expectations વધી જશે એમાં. મેરેજ પછી શાયદ જે જીંદગી હોય એવી લીવ ઈનમાં નહિ હોય. પછી તને કોઈ પ્રોબ્લેમ તો નહિ થાય ને. એના માટે તારે પણ થોડું એડજસ્ટમેન્ટ કરવુ પડશે.
સોરભ તમે સાથે હશો તો કોઈ પ્રોબ્લેમ પણ નહિ આવે.
આસ્થા મને તો ક્યારેય આવો વિચાર નહિ આવ્યો પણ તારી ખુશી માટે હા હું કરીશ એવુ.
આસ્થા તો ખુશીથી ફુલી સમાતી નહિ હતી. અને સોરભ એને જોઈને જ ખુશ થતો હતો.
એટલામાં સોરભને પ્રેમનો કોલ આવ્યો એ અટેન્ડ કરવા બહાર ગયો.
પ્રેમ બોલ્યો, યાર... હું ક્યારનો તારી રાહ જોઉં છું તું છે ક્યાં? આજે આપણે એક કામ પુરું કરવાનુ હતુ તું ભૂલી ગયો ને?
ઓહહહ, શીટ યાર, સાચ્ચે જ મગજમાંથી નીકળી ગયુ. સોરભે જવાબ આપ્યો.
સોરભ આગળ બોલ્યો, આસ્થા જોડે ડેટ પર આવ્યો છુ.
તો તો ભુલાય જ જાય ને પ્રેમ હસતા હસતા બોલ્યો. અને હા હવે કાલે બીજી ડેટ ના હોય તો મને કોન્ટેક કરજે તો એ કામ પતે આપણુ.
સોરભ બોલ્યો, સ્યોર સ્યોર... પછી કોલ કરુ તને. બાય.
સોરભ અંદર ગયો, ત્યાં બંનેએ નાસ્તો કર્યો અને બીજી વાતો કરી બંને ઘરે જવા નીકળ્યા. સોરભ આસ્થાને તેના ઘરે મૂકી પોતાના ઘરે આવી સૂઈ ગયો.
બંને પરફેક્ટ લવર્સ લાગતા હતા. આખો દિવસ એકબીજા સાથે વાતો કરે, મેસેજ પર વાતો થાય. રજાના દિવસે બંને ફરવા જાય. બધુ પરફેક્ટ ચાલતુ હતું. પણ કહેવાય છે ને કોઈ રિલેશન પરફેક્ટ નથી હોતુ એને બનાવવુ પડે છે.
વેલેન્ટાઈન ડે...
સોરભ અને આસ્થાનો ફર્સ્ટ વેલેન્ટાઈન નજીક આવતો હતો. બંને એક્સાઇટ હતા એકબીજા માટે સરપ્રાઇઝ પણ હતી. સોરભે આસ્થાને પ્રપોઝ કરવાની બધી તૈયારી કરી લીધી હતી. આ બધામાં પ્રેમનો ભરપૂર સાથ હતો. પ્રેમના મેરેજ થઈ ગયા હતા એટલે તેની વાઈફ (સોહા) પણ સાથે હતી.
એ દિવસે સોરભે તેના મમ્મી પપ્પાને રિલેટિવના ઘરે મોકલી દીધા અને આસ્થાને કોલ કરી ઘરે બોલાવી. ત્યાં પહેલેથી જ પ્રેમ અને સોહા આવી ગયા હતા.
ઘરના દરવાજા પર સોરભ તેની આગતા સ્વાગતા માટે ઉભો રહી ગયો. આસ્થા ઘરે આવી.
સોરભ આસ્થાને ઘરમાં આવતા અટકાવતા બોલ્યો, મેડમ થોડી તો વેઈટ કરો.
તો શું બહાર જ ઉભુ રેવાનુ છે મારે? આસ્થા હસતા હસતા બોલી.
સોરભે આસ્થાને મસ્તીમાં કહ્યું, પ્લાન તો એવો જ હતો પણ પછી થયુ આટલુ મસ્ત ઘર છે તો બહાર કેમ જવુ.
આસ્થા બોલી, અંદર બધા શું વિચારશે?
એ તો અંદર વાળાને જ ખબર. 😉 સોરભે નૌટી થઈને કીધુ.
સોરભ હવે તો અંદર આવવા દો.
આસ્થા એક શરત છે અંદર આવવા માટે.
શરત બોલો.
સોરભ બોલ્યો, એમ નહિ. પહેલા તું એવુ બોલ કે તને શરત કબૂલ છે પછી જ આવવા દઈશ.
ઓકે. મંજૂર છે ચલો શરત બોલો. આસ્થાએ તરત જ કહી દીધું.
તો મેડમ શરત એ છે કે....
સોરભ... ડરાવવાનુ બંધ કરો અને શરત બતાવો.
આસ્થાજી, પહેલા ગિફ્ટ આપો મને પછી જ અંદર આવવા મળશે.
😅😅😅 આવુ તો છોકરીઓ કરે છોકરાઓ નહિ. આસ્થા કહેતી હતી.
હા તો છોકરાઓને પણ હાર્ટ જ આપ્યુ છે ભગવાને. સોરભ બોલ્યો.
આસ્થા બોલી, અંદર તો આવવા દો એટલે ગિફ્ટ પણ આપુ.
ના અંદર નહિ, અહિંયા જ આપ. સોરભ માસુમ જીદ કરતા કરતા બોલ્યો.
આસ્થાએ ઓકે બાબા કહી બેગમાંથી ગિફ્ટ સોરભના હાથમાં આપ્યુ.
સોરભ તો ખુશીથી ગિફ્ટ ખોલતો હતો એટલામાં આસ્થાએ હળવેથી સોરભના ગાલ પર કિસ કરી દીધી.
સોરભ આશ્ચર્યથી ગિફ્ટ છોડી આસ્થાને જોતો જ રહી ગયો અને આસ્થા મુસ્કુરાતી ઘરમાં જતી રહી.
સોહા અંદરથી બહાર હસતા હસતા આવી અને બોલી, તમારો રોમાન્સ થોડીવાર માટે વેઇટ કરી શકતો હોય તો પહેલા કેક કટ કરી લો ને તો અમે ફ્રી થઇએ.
હા યાર, પછી અમારે પણ સેલિબ્રેટ કરવા જવુ છે. પ્રેમ સોહાનો સાથ પૂરાવતા કહે છે.
બધા સાથે મળી કેક કટ કરે છે અને પછી પ્રેમ સોહા જતા રહે છે.
સોરભ આસ્થાની આંખ પર પટ્ટી બાંધી પોતાના રુમમાં લઈ જાય છે. આંખ પરની પટ્ટી હટાવી આસ્થાની સામે હાથમાં રીંગ લઈ એક ઘૂટણ પર બેસી પ્રપોઝ કરે છે.
સોરભ બોલ્યો, આસ્થા... આજે હું તને એક વાત કહેવા માંગુ છુ. તારા આવ્યા પહેલા હું બહુ ખુશ હતો, મારી પોતાની અલગ લાઈફ હતી જ્યાં હું જે ચાહુ એ કરી શક્તો હતો. કોઈ રોકટોક નહિ હતી.
આસ્થા યૂ નો વોટ, જ્યારે મારા મેરેજની વાત ચાલૂ થઈ ત્યારે મને આ બધુ નહિ ગમતુ હતુ. પણ હા જ્યારે તને ફર્સ્ટ ટાઈમ જોઈ ત્યારે એવુ થયુ કે તુ એટલી બધી પણ બૂરી નહિ લાગતી. 😄
આસ્થા બસ સોરભને જોયા જ કરતી હતી, સાંભળતી હતી.
સોરભ આગળ શબ્દો ગોઠવતા બોલ્યો, મારામાં એક નહિ પણ ઘણી બધી કમીઓ હશે. શું તું એ કમીઓને મારી સાથે Accept કરીશ?
Can you be mine Valentine?
અને હા જવાબ જરા જલ્દી આપજે 😅😅 પગ દુખી ગયા છે હવે.
આસ્થા હસતા હસતા બોલી, તમારામાં કઈ અને કેટલી કમી છે એ તો મને નથી ખબર પણ તમારા સાથે હું કમ્પલીટ છુ બીજુ કંઇ નથી જોયતુ મને.
બાય ધી વે Yes I will.
સોરભ ફટાફટ ઉભો થઇ આસ્થાને હગ કરી લીધુ.
આસ્થા સોરભને કહે છે, મને તો એમ હતુ કે તમે પણ બધાની જેમ ચીઝી લાઈનો બોલશો.
પણ જોયુ ને મેં ચીઝી નહિ યુઝ કરી 😉😉.
આસ્થા બોલી, તમે કરેલુ બધુ પરફેક્ટ છે, બહુ જ મસ્ત.
થેંક યુ થેંક યુ સોરભે વળતો જવાબ આપ્યો.
સોરભ અને આસ્થાએ એકબીજાની ગિફ્ટ જોઈ, વાતો કરી અને બહાર ડિનર કરવા ગયા.
નાની નાની સરપ્રાઇઝથી બંને એકબીજાને ખુશ કરતા રહેતા. ક્યારેક ક્યારેક નાના ઝગડા પણ થઈ જાય ત્યારે એકબીજાને સમજી શોર્ટ કરી લેતા.
થોડા સમય પછી બંનેની સગાઈ થઇ ગઇ. પણ સંબંધ તો એ જ હતો જે બંનેએ પહેલેથી જ બનાવ્યો હતો.
એક વખત સોરભને કામનુ સ્ટ્રેસ હતુ. થોડા દિવસથી બંને વચ્ચે વ્યવસ્થિત વાત નહિ થતી હતી. એટલે રજાના દિવસે આસ્થાએ સોરભને ફરવા જવાનુ કહ્યુ. પણ સોરભે ના પાડી દીધી કે હમણા નહિ કામ છે તો પછી જઈશુ.
બે દિવસ પછી આસ્થા કામથી બહાર ગઈ ત્યાં સામેની શોપ પર સોરભ અને પ્રેમને જોયા. ત્યાં જઈ સોરભને પૂછ્યું, તમે અત્યારે અહિંયા? ચલો મારી સાથે શોપીંગ કરવા 😉
મારે કામ છે તું જા સોરભ બોલ્યો.
મને તો નહિ લાગતુ કામ જેવુ, ચલોને મને પણ કંપની મળી જશે. પ્લીઝ ના... આસ્થા જીદ કરતી હતી.
આસ્થા હું એમ પણ બીઝી છુ અને ઉપરથી તું મગજ ખરાબ ના કર. સોરભ ખીજવાતા બોલ્યો.
સોરભ, મેં ખાલી સાથે આવવાનું કહ્યું એમાં ગુસ્સો કેમ કરો છો. કંઈક છુપાવો છો? શું છુપાવો છો મારાથી?
તું જાને ભાઈ કામ કરને તારુ. સોરભ ગુસ્સામાં બોલ્યો.
પ્રેમ બોલ્યો, સોરભ ચલ નીકળીએ આપણે હવે તો એ આવી ગયા હશે.
સોરભ જોરથી બોલ્યો, જા તું કામ કર તારુ.
આસ્થા હમમ કહી નીકળી ગઇ.
એ દિવસે સાંજે આસ્થાએ સોરભને કોલ કર્યો પણ સોરભે પછી વાત કરુ એમ કહી કોલ કટ કર્યો.
એ રાત એમ જ નીકળી ગઇ ઉદાસીમાં. બંને પાસે કહેવા માટે શબ્દો તો હતા પણ હિંમત નહિ હતી. બે દિવસ આસ્થાએ સોરભને કોલ ના કર્યો એ વિચારીને કે સોરભનો ગુસ્સો ઓછો થશે એટલે કોલ કરશે પણ એવું કંઇ ના થયુ.
બે દિવસ પછી આસ્થાએ સોરભને કોલ કરી પૂછ્યું, સોરભ ફ્રી છો તો વાત કરુ?
હા બોલ, શું વાત કરવી છે? સોરભ બોલ્યો.
આસ્થા બોલી, આજે સાંજે આપણે મળીએ, જે પણ પ્રોબ્લેમ છે એ શોર્ટઆઉટ કરીએ ને?
ના નહિ મળવુ. સોરભે જવાબ આપ્યો.
સોરભ આમ જ રહેશે તો આપણે એકબીજાને સાથ કેવી રીતે આપીશુ? પ્રોબલેમ્સ કેવી રીતે સોલ્વ થશે? આસ્થા સમજાવતા બોલતી હતી. આઈ એમ સોરી સોરભ, મારે એ દિવસે તમને પ્રેમ સામે એવી રીતે વાત નહિ કરવી જોઈતી હતી. આઈ એમ રીઅલી સોરી સોરભ.
સોરભ ધીમેથી બોલ્યો, આસ્થા, હું અત્યારે હૈદરાબાદમાં છુ. મારુ ટ્રાન્સફર થયુ છે.
આસ્થાએ તરત કોલ કટ કરી દીધો. સામેથી સોરભનો કોલ આવ્યો પણ એણે રિસીવ ના કર્યો. આસ્થા એકલી ખૂબ રડી. તેને પોતાના પર બહુ ગુસ્સો આવ્યો કે સોરભનુ દિલ ના જીતી શકી. એની પ્રોબલેમ્સ શેર ના કરી શકી. થોડીવારે શાંત થઈ પ્રેમને કોલ કરી સોરભના રુમનુ એડ્રેસ લીધુ અને આ વિશે સોરભને કંઈ ના કહેવા પ્રોમીસ પણ લીધુ.
સાંજે સોરભે આસ્થાને કોલ કરી વાત કરી પણ એની વાતમાં ના તો ગિલ્ટ હતુ ના તો કોઈ અપોલોજી. એનાથી આસ્થા થોડી વધુ ડિસઅપોઇન્ટ થઈ ગઈ પણ સોરભને એ વાતની જાણ ના થવા દીધી.
બીજા દિવસે આસ્થા સોરભને બતાવ્યા વગર હૈદરાબાદ જવા નીકળી. મનમાં વિચારતી હતી કે સરપ્રાઇઝલી તેને મળીશ તો બધી Misunderstanding દૂર થઇ જશે પણ કહીને જઈશ તો એ ક્યારેય ત્યાં જવા નહિ દે.
ફાઈનલી આસ્થા સોરભના રુમ પર પહોંચી ગઇ પણ ત્યાં લોક હતુ એટલે કોલ કર્યા પણ Not Reachable આવતા હતા એટલે ત્યાં બહાર જ વેઇટ કરતી બેસી રહી. રાતે 9:30 વાગ્યે સોરભ આવ્યો. આસ્થાએ સોરભને જોઈને બધુ ભૂલી હગ કરી દીધુ.
આસ્થા તું અહિંયા?? ક્યારે? સોરભે પૂછ્યું.
6 વાગ્યાની આવી છુ કેટલા બધા કોલ કર્યા તમને પણ લાગતા જ નહિ હતા. આસ્થા બોલી.
સોરભ આસ્થા ધરમાં ગયા, આવતાવેત જ સોરભે આસ્થા પર સવાલોનો વરસાદ કરી દીધો.
આસ્થા બોલી, શાંત શાંત, આરામથી હજુ તો આવી જ છુ પાણી તો પીવા દો પછી બધુ કહીશ.
સોરભે આસ્થાને પાણી આપ્યું અને ફરી બધા સવાલો ચાલુ કરી દીધા.
આસ્થા જવાબમાં બોલી, સોરભ મેં તમારુ એડ્રેસ પ્રેમ પાસેથી લીધુ અને તમને કંઈ ના કહેવાનું પ્રોમીસ પણ. મારા પાસે પણ તમારી પાસેથી જવાબ જોઈતા હતા એટલે કહ્યા વગર જ આવી ગઇ.
પણ આસ્થા તુ જવાબ તો ફોન પરથી પણ લઈ શકતી હતી ને. અને કહ્યા વગર એકલી કેમ આવી? સોરભ અકળાઈને બોલ્યો.
બસ એટલે જ. તમને કહ્યું હોત તો તમે આવવા જ ના દેત મને અને મારે તમને મળવુ હતુ. આસ્થા બોલી.
સોરભ ગુસ્સામાં આસ્થા તરફ ઘસી બોલ્યો, આ ગુજરાત નથી કે તું તારી મનમાની કરે. રસ્તામાં કંઈક થઈ ગયુ હોત તો એનુ જીમ્મેદાર કોણ બનત?
પણ કંઈ થયુ તો નથી ને? આસ્થા ગુસ્સામાં બોલતી હતી. એટલી બધી ચિંતા થતી હોત તો મારાથી આ બધુ છુપાવ્યુ ના હોત.
આસ્થા તું લીમીટ ક્રોસ ના કર નહિતર વગર કામનો ઝગડો થઇ જશે. સોરભ ભડકી ઉઠ્યો.
ઓકે ફાઈન. લીમીટમાં રહીને સવાલ પૂછુ છુ. જવાબ સીધો જ આપજો. આસ્થા ખુદ પર કંટ્રોલ કરતા કરતા બોલતી હતી.
આસ્થા બોલી, તમે ટ્રાન્સફરની વાત મને કરી શકતા હતા ને?
સોરભ બોલ્યો, હા.
તો કરી કેમ નહિ? આસ્થાએ ફરી સવાલ કર્યો.
સોરભ બોલ્યો, એ મારુ ડિસીઝન છે કોને કહેવુ કોને ના કહેવુ. મને સારુ લાગ્યુ એ મેં કર્યું.
એ જ તો પ્રોબ્લેમ છે તમારી, તમને સારુ લાગ્યુ એ કર્યુ તમે પછી સામેવાળાને સારુ લાગે કે ના લાગે કોઈ ફરક નહિ પડે હે ને. આસ્થા બોલ્યે જતી હતી. હું પાગલ તમને પોતાના માનીને અહિંયા વાત કરવા આવી કે બધુ શોર્ટ કરી ફરી નોર્મલ લાઈફમાં આવી જઈએ. પણ તમે તમારુ જ વિચારો છો હજુ પણ.
સોરભ બોલ્યો, તુ થોડી વેઈટ નહિ કરી શકતી હતી. સમય આવ્યે બધુ કહી દેત ને તને. પણ નહિ તારે તો બધુ જ જાણવુ હોય છે. એ તારી આદત છે. રિલેશન છે તો થોડી સ્પેસ તો આપ મને. મારી પોતાની પણ એક લાઈફ છે.
સોરભ... આ જ વાત હતી તો પહેલા જ બોલી દેવુ હતુ ને. એન્ડ આઈ એમ સોરી... મેં ખુદને તમારી સમજી લીધી. કાલે સવારે જતી રહીશ ત્યાં સુધી તકલીફ ના હોય તો અહિંયા રહી શકુ ને? આસ્થા રડતા રડતા બોલી.
આસ્થાને રડતી જોઈને સોરભ કંઈ જ બોલ્યા વગર ગુસ્સામાં બીજી રુમમાં જતો રહ્યો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. સોરભની આંખોમાં પણ આંસુ આવી ગયા એણે ક્યારેય આસ્થાને આ હાલતમાં જોવાનું વિચાર્યું પણ નહોતુ અને આજે એકબીજાની કેર કરવામાં જ બંનેથી એકબીજાને હર્ટ થઈ ગયુ.
સવારે સોરભ જાગ્યો ત્યારે આસ્થા કિચનમાં હતી. આસ્થાએ ઘરમાં બધુ વ્યવસ્થિત કરી દીધુ હતું. સોરભને આવતો જોઈ બોલી, નાસ્તો તૈયાર કરી દીધો છે અને તમારા બધા કપડા ત્યાં ગોઠવીને મૂક્યા છે. અને હા 10:30 ની ટ્રેન છે એટલે હું મારા ટાઈમ પર જતી રહીશ.
કાલના માટે સોરી... મારે એવી રીતે તારા જોડે વાત નહી કરવી જોઈતી હતી. સોરભ બોલ્યો.
ના ના યુ આર રાઈટ. મેં જે કર્યું એ કરવાની જરુર નહિ હતી. મારે તમને સ્પેસ આપવી જોઈએ. આટલુ કહી આસ્થા ત્યાંથી જતી રહી.
સોરભને તેના જોડે વાત કરવી હતી પણ આસ્થા જતી રહી. સોરભને પ્રેમનો કોલ આવ્યો કે એ ઘરે છે કે નહિ. એ પોતે પણ હૈદરાબાદ આવ્યો હતો. પ્રેમ ઘરે આવ્યો ત્યારે આસ્થા જવા માટેની તૈયારી કરતી હતી અને સોરભ તેને એક દિવસ વધારે રોકાવા કહેતો હતો.
આસ્થાએ શાંતિથી જવાબ આપ્યો કે અત્યારે આપણે વાત ના કરીએ તો સારી વાત છે અને એમ પણ મારે કામ છે એટલે એવુ પડે એમ છે.
આસ્થા તું કોના સામે ખોટુ બોલે છે? સોરભ ફરી ઝગડાના મૂડમાં આવી ગયો હતો.
એ બંનેને આમ લડતા જોઈને પ્રેમ વચ્ચે બોલ્યો, સોરભ આ વાત શાંતિથી પણ થઈ શકે છે તું થોડો શાંત થઈ જા. અને આસ્થા તુ એકવાર એની વાત તો સાંભળી લે પછી તું ડિસીઝન લે.
હજુ શું સાંભળવાનું બાકી છે મારે? આસ્થાએ ગુસ્સામાં બેગને બંધ કરી સોરભ સામે જોઈને બોલી, બોલો શું કહેવુ છે તમારે? જે પણ હોય એકસાથે જ કહી દો. આમ થોડી થોડી વારે ડિસ્ટર્બ ના કરો.
આસ્થા તુ સમજે છે એ ગલત છે. મેં તને કંઈ ના કીધુ એની પાછળ રિઝન હતુ. એ સિચ્યુએશન જ એવી હતી કે હું ખુદ અહિંયા આવવા નહિ માંગતો હતો અને બોસને કન્વેન્સ કરતો હતો. ડરતો હતો કે તને આ વાત કહીશ તો તુ પણ કહીશ કે મારે ના આવવુ જોઈએ અને એમ ના થાય તો તુ હર્ટ થઈ જાય. એટલે આ બધાથી તને દૂર રાખતો હતો.
હમમ. આસ્થા બોલી.
સોરભ બોલ્યો, બસ તારે હમમ જ કહેવુ છે?
સોરભ તમે સાચા જ છો એન્ડ આઈ અગ્રી વીથ યુ. પણ અત્યારે મારે કોઈ વાત નહિ કરવી. તમે સાંભળવા કીધુ અને મેં સાંભળી લીધુ. બસ...
સોરભનો ગુસ્સો વધી ગયો. આસ્થાનો હાથ પકડી દરવાજા સુધી મૂકી આવ્યો અને બોલ્યો, તને મારા પર ટ્રસ્ટ નથી ને તો તારા માટે આ ઘરમાં કોઈ જગ્યા નથી.
સોરભ શું બોલે છે તુ? એ થનારી વાઈફ છે તારી. તુ આવી રીતે વાત ના કરી શકે. પ્રેમ બોલ્યો.
ના પ્રેમ... આજે નહિ, હું સવારનો એના જોડે વાત કરવાની કોશિશ કરુ છુ અને એ છે કે સમજવા તૈયાર જ નથી. એક દિવસ રોકાવાનુ કહ્યુ પણ નહિ એને તો એની જ મનમાની કરવી છે. કીધા વગર આવે છે તો એટલી ખબર નહિ પડતી કે એને મને કહેવું જોઈએ.
કહુ છુ તો ખરા કે તમે સાચા છો તો પણ... આસ્થા રડવા જેવી થઈ ગઈ. સોરી સોરભ... પ્લીઝ...
પણ સોરભ કંઈ સાંભળ્યા વગર ઘરેથી જતો રહ્યો. પ્રેમે આસ્થાને સોરભને સંભાળવા રોકાય જવા વિનંતી કરી અને સોરભની પાછળ પાછળ ગયો. બપોર થઈ ગઈ પણ બંને ઘરે ના આવ્યા એટલે આસ્થાએ સોરભને કોલ કર્યા પણ સોરભે એકપણ કોલ રિસીવ જ ના કર્યો એટલે પ્રેમને કોલ કર્યો.
4 વાગ્યે બંને ઘરે આવ્યા. આસ્થાએ જમવાનું રેડી કરી બંનેને બોલાવ્યા. સોરભને મનાવી જમવા બેસાડ્યા. જમતા જમતા આસ્થાએ સોરભની માફી માંગતા કહ્યું. તમને કહ્યા વગર આવી એ મારી ગલતી છે હું એક્સેપ્ટ કરુ છુ પણ આઈ થીંક તમારે પણ મને આ વાત કરવી જોઈતી હતી.
જો આસ્થા અત્યારે તું કંઈ ના બોલ એ જ સારુ છે. સોરભ બોલ્યો.
ઓકે. આસ્થાએ વળતો જવાબ આપ્યો.
બધાએ જમી લીધુ. ત્યારપછી અસ્થા એકલી બેઠી હતી તેને ઘરેથી કોલ આવ્યો. એ વાત કરતી હતી કે હજુ થોડુ કામ છે હું પછી આવી જઈશ. એટલામાં ત્યાં સોરભ આવ્યો. એ સાંભળી ગયો.
સોરભ બોલ્યો, તો તુ ઘરેથી ખોટુ બોલીને આવી છે?
આસ્થા ડરતા ડરતા બોલી, એમને પણ નહિ ખબર હતી સો.
સોરભ ગુસ્સામાં બોલ્યો, બીજી તે કેટલી ભૂલો કરી છે?
આસ્થાએ જવાબ આપ્યો, કંઈ નહિ. તમે સમજવાની કોશિશ તો કરો. એકવાર મારી જગ્યા પર ખુદને રાખીને વિચારી તો જુઓ.
સોરભ આસ્થાનો હાથ પકડીને દરવાજા પર લઈ ગયો અને તેને બહાર નીકળી જવા કહ્યું.
આસ્થા અકળાઈને બોલી, હવે તમે હદથી વધારે આગળ જાવ છો. હું કંઈ કહેતી નથી એનો મતલબ એવો નથી કે તમે કંઈ પણ કરી શકો.
સોરભે વળતો જવાબ આપતા જણાવ્યું, ગેટ લોસ્ટ. જસ્ટ ગેટ લોસ્ટ.
આસ્થા સોરભને જોઈ શાંતિથી કહે છે, સોરભ અત્યારે જઈશ તો પાછી નહિ આવુ. હંમેશા હંમેશા માટે જતી રહીશ.
પ્રેમે સોરભને આવુ ના કરવા સમજાવ્યો, આસ્થાને રોકવાની કોશિશ કરી પણ બેમાંથી કોઈ સમજવા તૈયાર જ નહિ હતુ.
આસ્થા જતા જતા બોલી, સોરભ... તમને પણ ખબર છે જે થયૂ એમાં મારો કોઈ વાંક નથી તો પણ... અને હું આજે જઈશ તો ફરી નહિ આવુ.
સોરભ જવાબે આપ્યો, હા નહિ આવતી, ભૂલથી પણ ના આવતી પણ અત્યારે તું જા.
આસ્થા ત્યાંથી જતી રહી. વિચારોમાં ખોવાયેલી રસ્તા પર ચાલ્યે જતી હતી ક્યાં જવુ હતુ એ નહિ ખબર હતી. વિચારોના વમળમાં એ અટવાઈ ગઈ, આજુબાજુનુ બધુ જ એ ભૂલી ગઇ. એ ક્યાં હતી એ પણ ભાન ના રહ્યું ત્યાં સામેથી આવતી રિક્ષા સાથે એક્સિડન્ટ થયુ.
એ જ્યારે ઉપરથી ઉછળી નીચે પડી ત્યારે તંદ્રા તૂટી અને વાસ્તવિક દુનિયામાં આવી. રસ્તા પરના લોકોએ તેને સહારો આપી એક સાઈડ પર બેસાડી. બધાએ ઘરે કોલ કરવા કહ્યું પણ એ ગભરાઈ ગઈ હતી એટલે કંઈ જ ના બોલી. એક વ્યક્તિએ એમ્બ્યુલન્સ બોલાવી.
એક વ્યક્તિએ કોલ લિસ્ટમાં જોયુ અને વધુ કોલ સોરભના હતા એટલે એમને કોલ કર્યા પણ સોરભે આસ્થાના એક પણ કોલ રિસીવ ના કર્યા એટલે પેલા વ્યક્તિએ પ્રેમને કોલ કર્યો અને એક્સિડન્ટની માહિતી આપી ત્યાં જલ્દી પહોંચવા કહ્યું.
પ્રેમે સોરભને આસ્થાના એક્સિડન્ટની વાત કરી. સોરભ હાંફળો-ફાંફળો થઈ ગયો. તેના પગ નીચેથી જમીન નીકળી ગઇ હોય એમ એક જગ્યા પર જોતો ઉભો રહી ગયો. પ્રેમે તેને સાંત્વના આપી આસ્થા પાસે જવા સમજાવ્યો.
બંને હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં રિસીપ્સનીસ્ટને મળી આસ્થાના વોર્ડ સુધી પહોંચ્યા. ત્યાં આસ્થા બેહોશ હતી તેની ટ્રીટમેન્ટ ચાલુ હતી. તેના કપડા લોહી વાળા હતા એ જોઈને સોરભ રડવા લાગ્યો કે જે થયુ એમાં આસ્થાની કોઈ ભૂલ નહોતી તો પણ સજા એને કેમ મળી.
પ્રેમે તેને સમજાવતા બોલ્યો કે અત્યારે આસ્થાને તારી જરુર છે. તુ જ આમ હિંમત હારી જઈશ તો એને કેમ સંભાળીશ. હવે બધું પાછળ છોડીને માફી માંગી લે એની.
ડોક્ટર બહાર આવ્યા ત્યારે સોરભે આસ્થા વિશે પૂછ્યું એટલે ડોકટરે કહ્યું, હાથની ચોટ થોડી વધુ છે અને પગમાં ક્રેક પડી ગઇ છે એટલે એક મહિનો કમ્પલેટ બેડ રેસ્ટ આવશે. અને...
અને...??? સોરભે પૂછ્યું, તમે જે હોય એ જલ્દી કહી દો પ્લીઝ.
ડોક્ટર બોલ્યા, અને એમને પેટમાં અંદરોની ચોટ પણ છે એટલે થોડી વધુ કેર કરવી પડશે નહિતર પ્રોબ્લેમ થશે.
સોરભે ફરી સવાલ કર્યો, પણ એ હોશમાં ક્યારે આવશે? એને કંઈ થશે તો નહિ ને? એ સારી તો થઈ જશે ને?
ડોક્ટરે જવાબ આપ્યો, થોડીવારમાં હોશ આવી જશે અને થોડી કેર કરશો એટલે કોઈ પ્રોબ્લેમ નહિ આવે. ડરના લીધે બીપી લો થઈ ગયુ છે એટલે મળતી વખતે થોડુ ધ્યાન રાખજો.
સોરભ અને પ્રેમ આસ્થા પાસે આવ્યા. થોડીવાર પછી આસ્થાને હોશ આવ્યો ત્યારે તેનો હાથ સોરભના હાથમાં હતો. એને શાંતિ થઈ કે સોરભ તેની પાસે જ છે પછી બધુ યાદ આવતા ધીમે ધીમે હાથ છોડવાની ટ્રાય કરવા લાગી.
આસ્થા તું ઠીક છે ને? કેવી રીતે થયુ આ? સોરભ બોલ્યો.
આસ્થા બોલી, હા...
સોરભ બોલ્યો, પેટમાં દુખે છે ને? પાણી પીવું છે?
આસ્થાએ ના માં માથુ હલાવ્યુ.
સોરભ ધીમે રહી બોલ્યો, મને માફ નહિ કરે? મને તારી જ બીક હતી એ સાચુ થઈ ગયુ મારા લીધે.
ડોક્ટર ચેક કરવા આવ્યા એટલે આસ્થાએ કોઈ જવાબ ના આપ્યો. એને રેસ્ટ કરવા કહી ડિસ્ચાર્જ કરી. આસ્થા ના પાડતા બોલી, નહિ... હું તમારા ઘરે નહિ આવુ. જાઓ તમે. મારે નહિ આવવુ.
પ્રેમ બોલ્યો, તને સોરભની કસમ. તું કંઈ બોલ્યા વગર ઘરે આવશે.
એટલે અસ્થા જવા તૈયાર થઇ.
આસ્થાને ચાલવાની મનાઈ હતી સોરભ તેને ઉચકીને લઈ ગયો, બેડ પર બેસાડી. પાણી પીવડાવ્યુ. સોરભે માફી માંગી પણ આસ્થાએ કોઈ જ જવાબ ના આપ્યો. મોડી રાતે આસ્થા બેઠી બેઠી વિચારતી હતી ત્યાં સોરભ આવ્યો.
આસ્થા બોલી, આના કરતા તો મરી ગઇ હોત તો સારુ થાત. રોજ થોડુ થોડું મરવુ પડે છે. શાયદ તમને નહિ ખબર હોય પણ તમારા વગર હું...
હા મને ખબર છે, સમજુ પણ છુ બધુ. ગુસ્સામાં હું કંઈ પણ કરી દઉ છુ. જ્યારે મેં તને જવા કહ્યું અને તુ જતી હતી ત્યારે મને એવુ લાગ્યુ કે મારા શ્વાસ પણ બંધ થતા જાય છે. તો પણ ઈગો ના લીધે મેં ના રોકી તને. અને જ્યારે તારી ખબર પડી ત્યારે હું તૂટી ગયો. તારા સામે સ્ટ્રૉંગ બનવાની બહુ ટ્રાય કરુ છુ પણ ખરેખર હું સ્ટ્રોંગ નથી. સોરભ બોલતો હતો.
આસ્થા સવાલ પૂછતાં બોલી, મને હજુ પણ સમજમાં નથી આવતુ કે તમે મને કેમ કશુ ના કહ્યું. શું મારો એટલો પણ હક નથી કે તમારી ખબર રાખુ.? આજે જે પણ હોય એ કહી દો એટલે હું એવી રીતે બિહેવ કરુ.
સોરભ આસ્થાના કપાળ પર કિસ કરી બોલ્યો, આસ્થા... તુ છે તો હું છું. મને બીક હતી કે મારી વાત સાંભળી તું મારાથી દૂર થઈ જઈશ. મેં જ તને પ્રોમીસ કરેલુ ને કે હું ક્યાંય નહિ જાઉ. હું ટેન્શનમાં હતો આ બધુ સોલ્વ કરવામાં અને તને આમાં વચ્ચે નહિ લાવવી હતી.
આસ્થા મુસ્કુરાતા બોલી, એકવાર વાત કરી લીધી હતે તો... ખાલીખોટુ આ બધુ ના થાત ને.
સોરભ આસ્થાના હાથ પકડીને તેની સામે જોતા બોલ્યો, જ્યારે તને પહેલી વાર જોઈ ત્યારથી જ લાગતુ હતુ કે તારામાં કંઇક તો વાત છે પણ શું છે એ આજે સમજ પડી.
ફાઈનલી બંનેએ એકબીજા સાથે વાત કરી પ્રોબલેમને સમજી ફરી એકબીજાના થઈ ગયા.