“ પુસ્તકો ”
જીવન જીવવા માટેના ઉત્તમ સાથી....
વિશ્વમહામારી કોરોનાકાળથી વિશ્વના બધા લોકો એકલતા અનુભવ કરી રહ્યા છે. આ એકલતા , હતાશા , નિરાશામાંથી બહાર આવા માટેનું એક ઉત્તમ ને હાથ વગુ માધ્યમ પુસ્તકો છે. આ વિશાળ દુનિયામાં આપણે એકલવાયાપણું અનુભવીએ છીએ , તેની વેદના વેઠીએ. જગતમાં સમસ્યાઓ અને જિંદગીની જહેમતો આપણને મૂઢ બનાવી દે છે. પણ પુસ્તકો વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે બીજાઓએ પણ – આપણા કરતા એ મહાન લોકોએ પણ – આપણી જેમ જ વેદના વેઠેલી છે , ખોજ કરેલી છે , નવીનીકરણ કરેલ છે.
પુસ્તકો એ બીજા માનવીઓના , બીજી પ્રજાઓના અંતરમાં આપણને પ્રવેશ કરાવતો દરવાજો છે.જે નાનકડી દુનિયામાં આપણે જીવીએ છીએ તેમાંથી અને આપણી જાત વિશેના વલોપાતોમાંથી પુસ્તકો વાટે આપણે નાસી છુટી શકીએ છીએ . પહાડો ઉપર જઈને વિતાવેલી રજાઓ આપણા શરીર પર અસર કરે છે.તેવી જ આહલાદક અસર પુસ્તકો વાચનમાં વિતાવેલી એક સાંજ આપણા મન ઉપર કરે છે . એ ઊચી ટોચો પરથી નીચે ઉતારીએ ત્યારે આપણે નવી તાજગી અનુભવીએ છીએ અને રોજિંદા જીવન સંગ્રામ માં ઝુઝ્વાની નવી શક્તિ આપણને સાંપડેલી હોય છે.વીતેલા સમય વિષે જાણકારી મેળવવા નો એક માત્ર રસ્તો પુસ્તકો છે ; અને જે માનવ સમાજની મુલાકાત આપણે કદી લેવાના નથી તેમને સમજવાની શ્રેષ્ઠ ચાવી પણ પુસ્તકો છે .સ્પેઈનની વીસ સહેલાણી – સફરોના કરતાં નાટ્યકાર લોરકાની કૃતિઓ મને એ દેશના આત્માનો વધારે સાચો પરિચય કરાવી શકે . વિલોપ થઈ ચુકેલા એક અમેરિકા ને તાદ્રશ કરવામાં હોર્થાન કે માર્ક ટુવેઇનની નવલકથાઓએ મને સહાય કરેલી છે. અને કાળને સ્થળમાં આપણાથી આટલા બધા વિશાળ અંતરે પડેલી એ બધી દુનિયાઓ તથા આપણા આજના જગતની વચ્ચે જે અદભૂત સામ્ય છે , તે જાણીને તો આપણો આનદ અનેકગણો વધી જાય છે.
આપણામાંથી અનેકના જીવનો ડિકન્સ કે બાલ્ઝાકની કમલને જેબ આપે તેવી નવલકથા સર્જાવી શકે એવા હોય છે . તે છતા એ અનુભવમાંથી આપણને સુખ સાંપડતું નથી રોજબરોજ ના જીવનમાં આપણે એટલા બધા સંડોવાયેલા રહીએ છીએ કે મહત્વ ની ઘટનાઓને સ્પષ્ટપણે જોઈ શકતા નથી . ત્યારે લેખક આપણી સમક્ષ જિંદગી ની વફાદાર તસ્વીર મુકે છે પણ તે એટલી દુર રાખે છે કે તેનો સ્પર્શ પામ્યા વિના પણ આપણે તેનો આસ્વાદ લઇ શકીએ કોઈ પણ મહાન ગ્રંથ તેના વાચકને તે જેવો હતો તેવો રહેવા દેતો જ નથી એ વાંચ્યા ને પરિણામે હંમેશા એ વધુ ઉન્નત માનવી બને છે. તેથી આપણી ક્ષિતિજોને વિશાળ બનાવનારા , આપણી જાતને ભેદીને બહાર નીકળવામાં સહાય કરનારા આ સાધનો સહુ કોઈને માટે સુલભ બનાવવા , તેના કરતા વધુ મહત્વ નું માનવજાત માટે બીજું કશું નથી અને તેમ કરવાનો એક માત્ર રસ્તો પુસ્તકાલયોનો છે.
લોકશાહીના આ યુગમાં તમામ સત્તાના મૂળસ્ત્રોત સમી આમજનતા બધા અગત્યના સવાલો અંગે જાણકાર હોય તે જરૂરી છે . નિશાળો અને કૉલેજોમાં અપાતી કેળવણી ફેલાવો વધતો જાય છે પણ પુસ્તકાલય એ શાળા અને કૉલેજો નું આવશ્યક જોડીદાર છે હું તો એટલે સુધી કહું કે કેળવણી એ બીજુ કાંઈ નથી પણ પુસ્તકાલયના દ્વાર ખોલવાની ચાવી છે .
જે નાગરિક ને પોતાનાં કર્તવ્ય ઈમાનદારી થી બજાવવા હોય તેણે શાળા – કૉલેજમાંથી નીકળ્યા પછી પણ , જીવનભર શિક્ષણ મેળવતા રહેવાનું હોય છે. ઈતિહાસ તો આગેકુચ કરતો રહે છે . અને મનુષ્ય ને માટે નવી નવી સમસ્યાઓ ખડી કરતો રહે છે.તેમાં એક યા બીજી બાબત વિષે નિર્ણય કેવી રીતે કરશું જો એ બધા વિષે આપણે બરાબર જાણકાર નહિ હોઈએ તો ? થોડાક દાયકાઓ માં જ મનુષ્ય ના જ્ઞાન માં ક્રાંતિ થઈ ગઈ છે .આ પરિવર્તન નો ઉપર જેમના સુખ – ચેનનો આધાર છે તે નરનારી ઓને એ બધાની સમજણ કોણ આપશે ? પોતાના નિત્યના કાર્યો કરતાં કરતાં પણ છેલ્લા માં છેલ્લી શોધો વિષે જાણકાર રહેવામાં એમને સહાય કોણ કરશે ? પુસ્તકો – બીજું કોઈ નહિ પણ પુસ્તકો જ છે . મારું તો એવું માનવું છે તમારા જીવન માં બધા લોકો તમારો સાથ છોડી દેશે પણ સારા પુસ્તકો તમારો સાથ કોઈ પણ પરિસ્થિતિ માં નહિ છોડે.ને સાથે સાથે જીવન ના સારા નરસા અનુભવો થી અવગત પણ આ પુસ્તકો જ તમને કરાવશે. “ નિર્જીવ છે પણ સજીવોથી અનેકગણા સારા છે.”
“ રાધે રાધે ”