કોઈ કેહસે મને ..મન્ચુરિયન ની વ્યાખ્યા.. શુદ્ધ ગુજરાતી માં ..કદાચ એટલે જ એનું નામ મંચુરિયન પડ્યું હશે ??
મન્ચુરિયન બનવનાર નું જ મન ચકનાચૂર થઈ ગયું હશે એવું હું માનું છું વાત કૈક એવી છે કે વરસતા વરસાદ માં નજીકના મિત્ર ની ઓફિસ માં ગરમાગરમ મન્ચુરિયન ખાતા ખાતા જ ચમચી અર્ધ વચ્ચે અટકી ગઈ ..મિત્ર ના મુખે થી જ્યારે એક સામાન્ય વ્યક્તિ જે રોજ કમાઈ ને રોજ ખાનાર વ્યક્તિ ની જીવન કહાની સાંભળી કદાચ આ હકીકત એની નજર સમક્ષ જ બની હશે કદાચ તોજ એ વ્યક્તિ ની વેદના ખૂબ સહજ અને સચોટ રીતે ખાતા ખાતા વર્ણવી શકે અને હું ચમચી પકડી ને જોતો રહ્યો કે
દુઃખી વ્યક્તિને જ કેમ ઈશ્વર વધુ દુઃખી કરતો હશે એ આજ સુધી મને સમજાયું નહીં ..ધરમપુર માં જ એક જાણીતા વિસ્તાર માં મન્ચુરિયન ની નાનકડી (રેંકડી) લારી શરૂ કરી પોતાના પરિવાર નું પેટયું રળતો મૂળ તેલંગાણા નો વ્યક્તિ માંડ માંડ મહિનો થયો હશે ત્યાં તો દુકાન માલિકે દુકાન ખાલી કરાવવા માંડી એ પણ કેમ ખબર છે તમને...આસપાસ ના દુકાનદાર ની ફરિયાદ હતી કે વઘાર કરતા ચાઈનિઝ આંખોમાં ઉડી બળતરા કરે છે (પણ માર મતે કદાચ આસપાસ ના દુકાનદાર ને પેટ માં તેલ રેડાયું હશે) કે સ્થાનિકો ના જગ્યા એ બહાર નો આવી ને ધંધો સેનો કરે ..બસ પછી શું મૂળ દુકાન માલિકે દુકાન ખાલી કરવા ઓર્ડર કર્યો અને બિચારા સાવ ગરિબડી ગાય જેવા વ્યક્તિ એ એક પણ શબ્દ બોલ્યા વિના દુકાન ખાલી કરી એજ સમયે એની પત્ની પ્રસવ પીડા ને લઈ હોસ્પિટલ ના બિછાને પડી હતી એક તરફ પત્ની અને બીજી તરફ પોતાનો ધંધો ક્યાં જવું અને શું કરવું (કેવું વલોવાતું હશે એનું હૈયું અંદર થી)અને દુકાન ખાલી કરતા કરતા જ એક મનહુસ ખબર આવી..ફોન હાથ માં પકડી ને બે ઘડી તો ચાઈનીઝ ની લારી ચલાવતો યુવક જાણે આવક બની ગયો કોઈ એ એના પગ તળે થી જમીન ખસેડી લીધી ન હોય ?!! ..સુના તુમને ડોકટર ને બોલા હે તુમારી બીવી ને જન્મ દેતી હી બચ્ચે કી મોત હો ગઈ...મન વલોવાઈ ને પરિસ્થિતિ પર એટલી હદે એને ગુસ્સો આવ્યો હશે પણ કરે તો કરે શુ બિચારો ..જેનું મન જ ચૂર ચૂર થઈ ગયું હોય એ લોકોને મન ચુરી ચુરી ને જ વાનગી ખવડાવશે ને.. એમ કહેતા જ જાણે હું ફરી ભાન માં આવી ગયો મિત્ર એ કહેલી કહાની નું એક આભાસી ચિત્ર મારા નેત્ર ની સામે જ સર્જાયું હોય અને એની તૂટેલી લાગણી ઓ સામે જ વલોવાઈ ને છલકાઈ પડી હોય એવો હળવો આભાસ થતો હતો જો વાતચીત માં જ આટલી પીડા નો અનુભવ આપણને થતો હોય તો જે વ્યક્તિ આ સમગ્ર પ્રસંગ માંથી પસાર થયો છે એની માનસિક સ્થિતિ નો એહસાસ કેવો રહ્યો હશે એક તરફ પત્ની એક તરફ બાળક એક તરફ રોજગાર એક તરફ અંતરમન ની દુવિધા સતત ચાલતું મન નું યુદ્ધ અને એમાં પણ બાળક ના મોત ની ખબર મળતા તો તે ભાંગી જ પડ્યો હશે એ વિચાર માત્ર હચમચાવી નાખે તો ..એક પિતા ની કેવી મનોદશા હશે જ્યારે પોતે બાળક ને નિરાખ્યુ હશે (આ એજ મન્ચુરિયન છે )
જે મન ચુરી ચુરી ને બનાવાય છે અને ખવાય છે ..મિત્રો..ક્યારેક કોઈ ની પરિસ્થિતિ જોઈ ને વ્યક્તિ ને ના આંકતા તેની આંખો વાંચવા પ્રયાસ કરજો ..