જર્સી નંબર સાત કોને ખબર હતી આ માણસ લગાડશે એક દિવસે આખી દુનિયા ની વાટ..
જર્સી નંબર સાત એટલે કે રેલ્વે પ્લેટફોર્મ થી ક્રિકેટના મેદાન સુધીની સફર કરનાર ભારતીય ટીમના શ્રેષ્ઠ કેપ્ટન કુલ મહેન્દ્રસિંહ ધોની..
MSD - મહેન્દ્રસિંહ ધોની એટલે કે કેપ્ટન કુલ માહી!!
MSD આ નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે!
"ધોની કોઈ ટેન્ડુલકર નહીં ધોની ધોની હૈ"-M.S.Dhoni ની જીવન યાત્રા પર બનેલી ફિલ્મ આપણને ઘણું બધું શીખવાડી જાય છે.ધોની નું વ્યક્તિત્વ આપણને કેટલું બધું શીખવાડે છે તેના માથી શીખવા જેવી કેટલીક વાત ની યાદી તૈયાર કરે તો કદાચ આપણા જીવનની તકલીફો ઘણી ઓછી થઈ જાય એમ છે.
ધોની માં અનેક ગુણો છે ,જે આપણે શીખવા જેવા છે. તેનો પ્રથમ ગુણ- સ્થિરતા અને સાહસનો સમન્વય
જે તેને બધા કરતા અલગ પાડે છે.
આ વ્યક્તિ ક્યારે સુખમાં છલકાતો નથી કે દુઃખમાં ભાંગી પડતો નથી. તે પરિસ્થિતિના પહાડમાં પોતાની જાતને દબાવવા દેતો નથી , કે વિકટ પરિસ્થિતિ કે દબાણને હાવી થવા દેતો નથી. દરેક પરિસ્થિતિમાં સ્થિર રહે છે, મેચ હારે કે જીતે એ દરેક મેચ માંથી વિઝયુલાઈઝેશન કરીને સતત શીખતો રહે છે અને હંમેશા કંઈક નવું કરતો રહે છે, અને એટલા માટે જ આપણે તેને કેપ્ટન કુલ કરીએ છીએ.
મને ઘણીવાર આ માણસને જોઈને વિચાર આવે કે કોઈ વ્યક્તિ આટલું શાંત , આટલું સ્થિર ,કઈ રીતે હોઈ શકે !આપણને કોઈ બે મેણા મારી જાય ત્યાં તો આપણે આપણો આપો ખોઈ બેસીએ છે અને સામે વાળાને જે જવાબ આપે એ ક્યારેક આપણને સાંભળવા ગમતા ન હોય એવા જવાબો માં ના એક હોય છે. જ્યારે ધોની, દોસ્ત એ અલગ જ માટીનો ઘડાયેલો ઘડો છે .ગુસ્સો ,ક્રોધ જેવા શબ્દો એની ડિક્ષનરીમાં જાણે કોઈ શો-પીસ હોય એમ પડી રહ્યા છે .તેની માટે આ શબ્દો મેટર જ નથી કરતા એક ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન જેના પર પૂરી ટીમને એક સાથે લઈને ચાલવાની જવાબદારી મેનેજમેન્ટ ને જવાબ આપવા અને લાખો- કરોડો દશૅકોની આશાનો ભાર હોય તે વ્યક્તિમાં આટલી ધીરજ આટલી સ્થિરતા એ વ્યક્તિ આટલું શાંત રહેવુ એ સામાન્ય માણસના ગજા ની વાત નથી.
ધોની કોઈ દિવસ overthink કરતો નથી કારણકે overthink કરવાથી કામ થતું બગડે છે , જ્યારે આપણામાંથી ઘણા લોકો પોતાનો સમય overthink કરવામાં બગાડતા હોય છે.આ નથી કર્યું તો શું થશે? આવું થશે! તો શું કરીશું ?અરે મિત્ર મારા!! કેમ આટલું લોડ નાખે છે મગજ પર.. કેમ આટલું બધું વિચારે છે તું!?
"ક્યુ સોચતે હો ઇતના જિંદગી કે બારેમે જીસને તુજે જિંદગી દી હૈ ઉસને ભી તો કુછ સોચા હોગા તેરે બારે મેં."
" એ દોસ્ત ! તથાસ્તુ કહીને ઊભો છે ઉપરવાળો બધું આપવા માટે
આપણે ચમચી લઈને ઊભા છે દરિયો માગવા માટે."
હા આપણું ધાર્યું થાય તો આપણે ખુશ ઈશ્વરનું ધાર્યું થાય તો ઈશ્વર ખુશ તો આપણે દિવેલ પીધેલા ફરવાનું સવાલ જ નથી આવતો.જીવનમાં એક વાત હંમેશા યાદ રાખવી , આપણા પ્લાન કરતા ઉપરવાળાના પ્લાન હંમેશા બેસ્ટ હોય છે .મારો કહેવાનો આશય એ છે કે, આપણા હાથમાં માત્ર મહેનત છે તો પરિણામ વિશે વિચારીને સમય શા માટે બગાડો તેના કરતાં મહેનતમાં આપણું ૧૦૦% ટકા આપીએ પછી પરિણામ કુદરત પર મૂકી દઈએ અને પછી જુઓ કુદરતની કમાલ!! કારણ કે કુદરતનો નિયમ છે ,"જેવું કરશો તેવું મેળવશો"એટલે કે કર્મમાં ૧૦૦% આપો બાકી પરિણામ તપાસીને એને ૧૦૦%માંથી કેટલા માર્ક્સ આપવા એ ઈશ્વર પર છોડી દઈએ .જો કર્મ માં બેસ્ટ આપશો તો પરિણામ ધાર્યા કરતાં પણ વધારે મળશે. બસ પોતાના માં થોડી ધીરજ રાખવાની જરૂર છે.
gulzar સાહેબ કહે છે ને
" થોડા સા સબ્ર કા ઈમ્તહાન હી તો બાકી હે દોસ્ત! વક્ત વો ભી આયેગા જબ ખુદા ખુદ કહેગા ચલા આજ તેરી બારી હૈ"
એટલે આપણે પણ ધોની ની જેમ જે પણ પરિણામ આવે એને પ્રેમથી પ્રણામ કરી આગળ વધતા થઈએ .અત્યાર સુધી વાત કરી ધોનીની સ્થિરતાની .હવે તેના સાહસ તરફ નજર કરીએ ત્યારે ખબર પડે કે તેની આટલી બધી સિદ્ધિઓ તેના સાહસ અને પ્રયત્નોનું ફળ છે.
ધોની માણસ જ કંઇક અલગ છે એક એક રાંચી નાં સામાન્ય પરિવારમાં જન્મેલો મિડલ ક્લાસ ફેમિલીમાં થી આવેલો આ યુવાન આજે ભારતીય ક્રિકેટ ટીમનો હીરો બની ગયો છે.એક
20-25 વર્ષનો યુવાન પડખું બદલી ને વર્ષ બદલી નાંખે એવી ધોમધકતી યુવાની માં કરિયર વિશે વિચારે..
એવા સમયમાં કે એની ઉંમરના છોકરાઓ છોકરી પાછળ લટ્ટુ થઇ ને જિંદગી વેડફવાને બદલે એવું નક્કી કરે કે બીજાની જેમ ઘસાઈ ગયેલી જિંદગી નથી જીવવી એને તો પોતે ઘસાઈ જાય ને જે જોઈએ તે મેળવવું છે.
પોતે માંડ માંડ પૂરું કરતા પરિવારથી આવે એટલે સ્વાભાવિક છે, ગરીબીનો બળેલો એટલી હદે કે બસ વહેલી સવારમાં ઊભો થઈને આકાશમાં ઝીણી આંખે દેખાતા તારાને જોઈને જોરથી શ્વાસ લેતા અનુભવે કે ને તો આના જેવા હજાર તારા તોડી લાવું ટેલેન્ટ છે.
ત્યાર પછી એણે ફરી ને જોયું જ નહીં અને રાત દિવસ એક કર્યા અને આજે વિશ્વનો એક બેસ્ટ કેપ્ટન જે આખા વિશ્વમાં ભારતીય ક્રિકેટ ટીમનો રેકોર્ડ બદલીને મૂકી દીધો .ધોનીના સંઘર્ષ અને સાહસને શબ્દોમાં વર્ણન કરવું એટલું સહેલું નથી. આ વ્યક્તિએ પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે ,પણ એક વાત કે એણે ક્યારેય હાર નથી માની . 'Never Give up' આ વાક્યને ગુરુમંત્ર માનીને હંમેશા પોતાનું બેસ્ટ આપવા માટે વિચારતો રહ્યો અને મહેનત કરતો રહ્યો.આ વાત ધોની જેવા વિરલાઓ પાસેથી શીખવા જેવી છે કે, ' ક્યારેય હાર નહીં માનવી' , ' હાર પછી જીત ,'જીત પછી હાર ' એ જિંદગીનો નિયમ છે .અને ધોની પણ આ વાતને સહજતાથી સ્વીકારે છે અને કદાચ એટલે જ એને હાર માનવાનું શીખ્યો નથી .કદાચ હારવું એના સ્વભાવમાં જ નથી કારણ ક્યારેક તો મને એમ જ લાગે કે આ વ્યક્તિને નો જન્મ જાણે જીતવા માટે જ થયો છે
એવી કેટલીય મેચો આપણે બધાએ જોઇ હશે કે લાસ્ટ વર્ષમાં ૧૫થી ૨૦ રન બાકી હોય અને ધોની સિક્સર મારીને મેચ જીતાડી છે. જ્યાં સુધી ધોની પીચ પર હોય ત્યાં સુધી દરેક વ્યક્તિને વિશ્વાસ હોય છે બોસ માહી હૈ તો મુમકિન હૈ.
મને ઘણીવાર તો એમ થાય કે તેનાં મગજ માં કેટલા વિચારો આવતા હશે એક તો ઓછા બોલમાં વધારે રન, કરો યા મરો જેવી પરિસ્થિતિ હોય , તેમાં પાછુ વિરોધી પક્ષની રણનીતિ અને સામેથી ૧૫૦ km /hr કે ૧૭૦ km/hr અથવા તો તેનાથી વધારે સ્પીડ થી આવતા બોલ નું શું કરવું ? આટલા દબાણવાળી પરિસ્થિતિમાં પણ યોગ્ય નિર્ણય લેવાની શક્તિ ધોની પાસે છે .એટલે જ તો એ ક્રિકેટ એક્સપર્ટ કહે છે કે મેચની છેલ્લી ઓવરમાં વીસ રન બાકી હોય અને બેટિંગ ઉપર ધોની છે તો દબાણ ધોની ઉપર નહીં પરંતુ વિરોધી ટીમ અને ખાસ કરીને બોલર ઉપર હશે. આમ ઘોની પરથી દબાણવાળી પરિસ્થિતિમાં પણ યોગ્ય નિર્ણય ક્ષમતા નો ગુણ શીખવા લાયક છે. આવા મુશ્કેલીભર્યા નિર્ણય શા માટે લઇ શકે છે તેનો જવાબ છે વિશ્વાસ.Self believe . ધોનીને પોતાના પર શ્રદ્ધા છે.
આત્મવિશ્વાસ છે અને આ જ આત્મવિશ્વાસના જોર પર આખી દુનિયા જીતી લીધી છે .
અહીં હું એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે વાત આત્મવિશ્વાસ ની છે , ઓવર કોન્ફિડન્સ ની નથી. આ બંનેમાં જમીન-આસમાનનો ફરક છે. જીવંત ઉદાહરણ દ્વારા સમજાવું તો ઈમરજન્સી માં કોઈ કામ માટે બહાર જતી વખતે સાવચેતી રાખવી, માસ્ક , સેનેટાઈઝર નો ઉપયોગ કરવો અને વિશ્વાસ અને હકારાત્મક રહેવું કે સુરક્ષિત ઘરે આવીશું તે આત્મવિશ્વાસ છે પરંતુ ના , કોરોના આપણું કંઈ નહીં ઉખાડી શકે , એમ માની કામ વગર, સુરક્ષા કવચ વગર બહાર હોશિયારી મારવા નીકળી પડવું તે ઓવર કોન્ફિડન્સ છે , સાહેબ કોરોના કોરોના છે કોઈની બાપની પણ ઓળખાણ નહીં રાખે .
મારો કહેવાનો આશય એ કે કોન્ફિડન્સ ઉપયોગી નીવડે છે જ્યારે ઓવર કોન્ફિડન્સ વિનાશકારી સાબિત થાય છે .
તો આ વાત હતી ધોની નાં બીજા ગુણની કે never give up અને self believe ( પોતાના શ્રદ્ધા રાખવી અને ક્યારેય હાર નહીં માનવી).
હવે વાત કરીએ ધોનીનો ત્રીજો ગુણની જે છે ઓનેસ્ટી અને ટીમ મેનેજમેન્ટ એટલે કે લીડરશીપ. એક લીડરને એ ખબર હોવી જોઈએ કે પોતાની ટીમને સાથે રાખીને મેદાનમાં ઊતરતી વખતે ત્રણ-ચાર પ્લાનિંગ સાથે મેચમાં રમવાનું હોય છે .
ધોની ના મગજ માં ક્યારે કંઈ સ્ટ્રેટેજી નો ઉપયોગ કરવો તે એડવાન્સમાં પ્લાન કરે છે અને તે સ્ટ્રેટેજી પ્રમાણે સાઈડ ઓપ્શન પણ વિચારી રાખે છે .મેચ મેદાનમાં રમવા પહેલા એના મગજમાં રમત તો ની હોય છે. એટલે જ તો કહેવાય તે ધોની ધોની છે બોસ.
" વો ખેલ કે હિસાબ સે નહીં ખેલ ઉસકે હિસાબ સે ચલતા હૈ. "
લીડર હોય તો ધોની જેવો જે કપરી પરિસ્થિતિમાં પણ સાચા નિર્ણય લઈ શકે. આ લીડર માં કઈ ખાસ વાત છે અને એ ખાસ વાત એટલે કે
`` હારે તો જવાબદારી પોતાની અને જીતે તો યશ ટીમ નો``
યાદ છે ૨૦૧૧ માં જ્યારે ધોનીએ વર્લ્ડ કપ જીત્યા બાદ સચિન તેંડુલકર,ને center stage આપ્યું અને આખી ટીમને તેનો શ્રેય આપ્યો, એક વાત જો તમે નોંધ કરી છે કે જ્યારે ભારતીય ટીમ હારે છે ત્યારે પ્રેસમાં મીડિયાના સવાલોના જવાબ આપવા ધોની આવે છે અને જ્યારે ટીમ જીતે છે ત્યારે તેમના કોઇ અન્ય ખેલાડી પ્રેસમાં મોકલી જીતનો હિસ્સેદાર બનાવે છે.
આ quality ઘણા ઓછા લીડર પાસે જોવા મળે છે ટીમનો બધું દબાણ પોતાના પર લઈ લે છે જેથી ટીમ દબાણ વગર સારોં દેખાવ કરી શકે.અને જીત દરમિયાન ટ્રોફી પર સમગ્ર ટીમને હકદાર બનાવે છે, જેના કારણે આજે ભારતીય ક્રિકેટ ટીમે ત્રણેય ફોર્મેટમાં નંબર એક સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ધોની પોતે માને છે કે તે એક સાહસી કેપ્ટન છે, તેની પાછળ મહેનત છે લગન છે પણ આ બધા કરતા important
તમારે પહેલા તમારી જાત સાથે પ્રમાણિક બનવું અત્યંત જરૂરી છે પછી એ કોઈક કાર્યની વાત હોય કે સબંધ બંને માં આગળ વધવા પ્રામાણિકતા જરૂરી છે.
બીજાની લીટી નાની કરીને કોઈ આગળ વધી શકતું નથી, જીવનમાં આગળ એ જ વધે છે જે પ્રમાણિકતાથી મહેનત કરીને પોતાની લીટી મોટી કરે છે.
સાચા હોય તો સાથ આપવો અને ખોટા હોય તો લડી લેવું આ વાત આઈપીએલની સીએસકે ની એક મેચમાં આપણે બધાએ જોયું છે ધોની સાચા ને સાચું અને ખોટા ને સાચું કરવાની હિંમત ધરાવે છે એટલે જ તે આજે વિશ્વનો સર્વેશ્રેષ્ઠ કેપ્ટન તરીકે ઓળખાય છે.
ધોનીની લીડરશીપના વખાણ વિરોધી ટીમના ખેલાડીઓ પણ કરે છે. આમ જ નથી એનું વિશ્વના બેસ્ટ કેપ્ટન માં પણ નામ આવતું.
હવે વાત કરીએ ધોની નો સૌથી મસ્ત ગુણ અને એનું નામ છે દેશભક્તિ. આ ગુણ દરેક નાગરિકમાં હોવો જોઈએ.આપણને બધાને ખબર છે જ્યારે ઓસ્ટ્રેલિયા ટુર પર ધોની ક્રિકેટ રમવા માટે ગયો ત્યારે તે સમય દરમિયાન પિતા બનવાની ખુશી મેળવી હતી. જ્યારે ઈશ્વર તેના ઘરે એક ઢીંગલી નાં સ્વરૂપ જેવી ``જીવા `` મોકલી. સાહેબ એક વ્યક્તિ માટે પહેલીવાર પિતા બનવું એ ખુશી ની વાત જ કંઈ અલગ હોય છે પરંતુ તેને "અત્યારે હું દેશની સેવામાં છું ત્યારે બધી વસ્તુ રાહ જોઈ શકે છે ''આમ કહીને વાતને વિરામ આપ્યો; તેને માટે દેશ પહેલા છે અને તે માને છે જે સમયે ટીમ ને તેની જરૂર છે તો કઈ પણ વાત હોય દેશસેવા પહેલા .
ધોની જેવો દેશ પ્રેમ ભારતનો દરેક નાગરિક કરવા લાગે તો ભારત વિશ્વમાં પોતાનો રેકોર્ડ બદલવા સમર્થ છે.
હા, એક મહત્વની વાત એ છે કે વર્લ્ડકપ બાદ બધાએ ધોની ના રિટાયરમેન્ટની સલાહ આપી કે તે આઉટ ઓફ ફ્રોમ છે અને વગેરે.
આ એવી જ વાત થઈ શકે પાન ના ગલ્લે બેસી લોકોએ નરેન્દ્ર મોદી ને સમજાવશે કે ,દેશ કેમ ચલાવાય. ધોની નાં રિટાયરમેન્ટ પર ઘણા સવાલ ઊઠ્યા પણ ધોનીએ કોઈ પ્રત્યુત્તર આપ્યો નહીં તે સમજે છે કે ભલે આપણે મંગળ પર જય વિશ્વનાં રેકોર્ડ બદલી શકીયે પણ કોઈ નાં મન કે મગજ નો દ્રષ્ટિ કોણ બદલી સકતા નથી તેથી તેણે મૌન રહેવું જ શ્રેષ્ઠ સમજ્યું અને ચૂપ રહ્યો..
બોલને વાલે થક જાયેંગે
આપ ખામોશી સે અપના કામ કરતે
રહો, જિસ દિન આપ કી સફલતા બોલેંગી,
ઇસ દિન આપ કો જવાબ
દેને કી જરૂરત નહિ રહેગી.
ધોનીને લોકોની ટીકા-ટિપ્પણી માં રસ નથી તે માત્ર તેનું ૧૦૦% ટકા આપવા પર જ ફોકસ કરે છે .
આવા તો કેટલાય ગુણોની પાસેથી શીખવા જેવા છે .
બધાઆ વાર્તા તમારી સમક્ષ રજૂ કરવાનો હેતુ એટલો જ હતો કે એક ક્રિકેટર પાસે થી પણ આપણે કેટલું શીખવા જેવું છે.
સ્થિરતા સાથે સાહસ
Never give up & self belive
Leader ship & Team mangment
Nations comes first
Honesty
ધોની નાં આ સાત ગુણો ખરેખર આપણા જીવન માં ઉતારવા જેવા છે..
M.S.Dhoni માટે એટલું જ કહીશ કે
પૂરી ઉંમર આપને મુજ્મે ઇતની ખાંમીયા નિકાલી હે
અબ ખુબિયાં હી બચી હે મુજ્મે,
અબ તુમ્હારી જિંદગી ચલેગી ખુબિયાં ગિનતે ગિનતે...
આશા રાખું છું કે
જર્સી નંબર સાત નાં આ સાત ગુણો આપણા જીવન માં ઉતારીએ અને જીવન માં જોઈતી સફળતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીયે...
અંત માં એટલું જ કહીશ..
"તું એકડો છે, એકલો નથી
ઉઠ હજારો મીંડા તારી રાહ જુવે છે..
ઝુમતા નહીં આવડે તો ચાલશે પણ જજૂમ્યા વગર તો છૂટકો જ નથી... "
"યું ઝમીં પર બેઠકર કયું આશમાં દેખતા હે
મેરે દોસ્ત
અપની પંખો કો ખોલ ક્યુંકી જમાના તો સિર્ફ ઉડાન દેખતા હે... "
એમ જ થોડી કહે છે કે.
•• માહીમાહી હે તો મુમકિન હૈ ••