અગાઉ ના પ્રકરણ 1 માં આપણે જોયું કે ડો.વિજય નું નિવેદન લેવા માટે પોલીસ અધિકારીઓ આવે છે અને ઘણી બાતમી બાદ તપાસ શરૂ કરે છે.
ડો.વિજય વિદ્યાર્થીઓ સાથે એક લેબોરેટરી ની મુલાકાત લે છે અને તેમના પપ્પા ના ખાસ મિત્ર એવા ડો.શુકલા સાથે મુલાકાત થાય છે અને એમના પપ્પા વિશે જણાવે છે........
આગળ ની કથા......
ડો.વિજય ને જાણવાં મળે છે કે .....એમનાં માતાપિતા ની હત્યાના આરોપી એ જ એક અન્ય મેડીસીન કંપની ચેરમેન ડો.મેહરા છે.
વિજય ડો.શુક્લા ને કહે છે કે એ કંપની ના ચેરમેન ને મળવા માંગે છે.પણ ડો.શુક્લા એમને અટકાવે છે અને વિજય ને આશ્વાસન આપે છે કે એ વિજયને એના માતાપિતા ની હત્યા નો બદલો લેવા માટે મદદ કરશે.
વિજય નક્કી કરે છે કે એ હત્યારાને સજા અપાવશે અને પોતાનાં માતાપિતાની હત્યાનો બદલો લેશે.ત્યારબાદ એ પોતાના વિદ્યાર્થીઓને લઈ ને પરત ફરે છે અને એ પોતાનાં ઘરે જાય છે.
એકલોઅટૂલો એ વીજય પોતાનાં માં બાપ ને યાદ કરી ને ખૂબ રડે છે અને એના ફોટા સામે હાથ જોડી ને બદલો લેવાની પ્રતિજ્ઞા કરે છે.
(Some days ago)
વીજય અને તેનો પરિવાર ખુબ જ સંપન્ન અને સુખી હતો એના પપ્પા એક સરકારી મેડીસીન કંપની માં ડ્રગ એડવાઈસર તરીકે કામ કરતા હતા.
એકવાર કંપનીની લેબોરેટરી માં કોરોના દવા નુ રીસર્ચ કરવામા આવ્યું અને એ દવા ખૂબ જ અગત્યની શોધ બની.એ દવા થી અનેક લોકો નો ઈલાજ શકય હતો અનેક રોગી વ્યક્તિઓને ખુશહાલ જીંદગી આપવી શક્ય હતી.
વિજયના પપ્પા ડ્રગ એડવાઈસર હતા એટલે એમને દવાની બધી જ પેટન્ટ અને બનાવવા ની વિધિ ખબર હતી.એવું ઇચ્છતા હતા કે એ દવા બધા લોકો માટે ઉપયોગી થઇ શકે એટલી સસ્તી હોવી જોઈયે પણ એમને ધાર્યું એવું થયું નહીં.
એ દવા ની શોધ થાય બાદ બીજી કમ્પની ના ચેરમેન ડો.મેહરા ને લાલચ જાગી અને એ કોરોના નિ દવા ની પેટન્ટ લેવા માટે વિજય ના પપ્પાને દવા વિશે જાણકારી મેળવવા ના બહાને પોતાની ઓફીસ બોલાવ્યા અને પૈસા અને પોસ્ટ ની લાલચ આપી ને દવા ની પેટન્ટ અને એને બનાવવાની પ્રક્રીયા ની માંગણી કરી પણ વીજય ના પપ્પા એક નિષ્ઠાવાન વ્યકતી હતા અને એમણે એ ઑફર ને ઠુકરાવી ને ત્યાં થી નિકળી ગયા.
અને શરૂ થયો ડો.મેહરા નો ખેલ...એમણે વીજય ના પપ્પાને લાંચ લેવાનાં આરોપ માં ફસાવી દીધા અને એના પપ્પા ને જેલ માં જવું પડયું.
ત્યાર બાદ એને એ કંપની કે જ્યાં વીજય ના પપ્પા કામ કરતા હતા ત્યાં ના અન્ય અધિકારી ને પૈસાની લાલચ આપી ને એ દવાની માહીતી અને રિસર્ચ ના ડેટા પોતે લઈ લીધા અને એ દવાની કીંમત ખૂબ જ વધારીને માર્કેટમાં મુકવા માટે સરકારને અરજી કરે છૅ.એની કીંમત એટલી વધારે હતી કે માત્ર શ્રીમંત લોકો જ એ દવાનો ઉપયોગ કરી શકે અને ગરીબોને એ દવા મળી જ ન શકે.
હજુ પણ ડો.મેહરા ની અરજી સરકાર માં પેન્ડીંગ પડી હતી.
આ સમય દરમિયાન જેલ માંથી છૂટ્યા બાદ વિજય ના પપ્પા એ ડો.મેહરા પર કેસ કર્યો કે ડો.મેહરા એ કોરોના ની દવા ની માહિતિ ની ચોરી કરી છે પણ અપુરતા પુરાવાઓ ને કારણે એ કેસ હારી ગયા. એમને એવું લાગ્યું કે હવે એ શહેર માં રહેવુ એમના માટે મુશ્કેલ છે એટલે તેઓ નીકળી ગયા પોતાની કાર માં અન્ય શહેર જવા.....
આગળનો ભાગ વાંચવા માટે ફોલો કરો અને સપોર્ટ કરો અને માણતા રહો ડો.કૌશલ એન જાદવ દ્વારા લિખિત આ રહસ્યકથા.....