Premni ek zalak in Gujarati Love Stories by Savan Patel books and stories PDF | પ્રેમની એક ઝલક

Featured Books
Categories
Share

પ્રેમની એક ઝલક









પ્રેમની એક ઝલક


આજે પણ મને તે દિવસ યાદ છે, મારી અને તેમની પહેલી મુલાકાત. કૉલેજના પહેલા વર્ષમાં હતા.
કૉલેજ જવાનો સમય થઇ ગયો હતો પરંતુ હું એટલે પ્રેમ પટેલ હજી સાહેબ પથારીમાં પરીઓના સપનામાં હતા.
તે જ સમય રૂમની બહારથી અવાજ આવ્યો
"એ પ્રેમડા તારે કૉલેજ આવવાનું છે કે નહીં ?"
હું "ના એ મારે કૉલેજ નથી આવું. જાવ બધા કૉલેજના ચમચાવ"
ફરી બહારથી "ચાલો ચાલો આપણે તો જઈ આ સાલો નહીં આવે કૉલેજ"
ફરી આપણે પરીઓના સપનામાં ખોવાય ગયા પરંતુ થોડા સમય પછી અચાનક પરીઓના સપનામાં કૉલેજ આવવા લાગી કૉલેજ સુધી તો બધું બરાબર હતું પરંતુ તેની સાથે સાથે પહેલો વાયાત ક્લાસરૂમ પણ આવવા લાગ્યો.
હું ઝડપથી પથારી પરથી ઊભો થઈ ગયો અને માથાને બે હાથ વચ્ચે જોરથી દબાવીને
મે મને ને મને પૂછ્યું આજે મને સપનામાં ક્લાસરૂમ દેખાયો.
ઓ....... યાર આ પ્રેમ તે શું જોયું આજે કઈ નક્કી કઈક અલગ થવાનું છે.
ઓ....... પ્રેમલા કૉલેજમાં આજે કઈક અલગ થવાનું છે અને તું હજી અયા જ છો.
ચાલ ચાલ હવે ઊભો થા અને કૉલેજ ભેગો થઈ જા
હું ઝડપથી ફ્રેશ થઈ અને કૉલેજ જવા નક્કી ગયો.
કૉલેજ જતા વચ્ચે મહાદેવનું એક મંદિર આવે છે,આમ તો હું ક્યારે કામ વગર જતો નથી પરંતુ બહારથી જ મહાદેવને જય શ્રી કૃષ્ણ કહે દવું.
આજે સાલું એવું થયું કે મહાદેવને મે જય શ્રી કૃષ્ણ તો કર્યા પરંતુ આજે મહાદેવ મને પણ જય શ્રી કૃષ્ણ કર્યાં હોય તેવું લાગ્યું.
આમ તો ક્યારે મને મહાદેવ જય શ્રી કૃષ્ણ નથી કર્યા પરંતુ આજે મહાદેવ મને જય શ્રી કૃષ્ણ કર્યા એટલે હું વિચારતા વિચારતા ત્યાં જ ઊભો રહી ગયો.
થોડા સમય પછી ત્યાં એક કોલેજની છોકરીઓનું એક ટોળું આવ્યું.
"ના ના બાપા ના"
તમે જે વિચારો છો તે કઈ નથી. આપણે અને છોકરીઓને છત્રીસનો આંકડો છે.
આ છોકરીઓ માંથી એક અવાજ આવ્યો.
"ચાલે ને હવે નંદની કેટલી વાર હોય તે તો મહાદેવ ખુબ મનાવ્યા"
નંદનીનું નામ આવતાં જ હું વિચારોમાંથી બહાર આવ્યો અને કૉલેજ જવા ત્યાંથી નક્કી ગયો.
અમારી કૉલેજ એટલે કઈ જ નહીં ,જયારે જવું હોય ત્યારે જવાનું અને બાકી હોસ્ટેલમાં રહેવાનું.
હું ઇલેક્ટ્રિક બ્રાન્ચમાં હતો.હું રૂમ સામે આવ્યો.
"એ કાજલી મારી જગ્યા એથી ઊભી થા"
આપણી જગ્યા ક્લાસરૂમમાં નક્કી જ હોય.આપણે હંમેશા બીજી જ બેંચ બેસવાનું અને જો કોઈ તે જ્યાં પર બેસી ગયું હોય તો તે ઊભા કરવા.
આમ તો કાજલ તેમનું નામ છે પરંતુ હું તે હંમેશા કાજલી જ કહેતો.
"એ કાજલી પેન આપતો મારી પાસે નથી"
કાજલ "(થોડા ભારે અવાજ) આ લે પેન તને મારા સિવાય આજે સવારથી કોઈ નથી મળ્યું."
હું "શું વાત છે કાજલી તું તો આજે સવારના નાસ્તામાં ચેવડો ખાય ને આવી છો."
કાજલ " (થોડા ઘીમા અવાજે ) તને કોણે કહુ."
હું " ભુત તારા મોઢા પર ચોડ્યો છે."
તે જ સમયે સર ક્લાસમાં આવ્યા.બધા એક સાથે ઊભા થઈ,સરને ગુડ મોર્નિંગ કહુ
સર "ગુડ મોર્નિંગ."
તે સમય ક્લાસરૂમની બહારથી એક પ્રેમાણ અને મધુર અવાજ આવ્યો.
"કમિંગ સર."
આ અવાજ મારા કાનમાં પડતા જેમ કોઈ શાંત ઝરણું વહેતું હોય અને અચાનક કોઈ તેમાં એક નાના પથ્થરનો ટુકડો નાખે અને તેમાં જે વલય થાય તેવી સ્થિતિ હતી. મારા મનમાં કોઈ હુમલો કર્યો હોય તેવું લાગ્યું.
સર "યસ."
તે ધીમી ધીમી મારી પાસે આવી રહી હતી.
મે મારી નજર તેના સામે કરી,મારી આંખો જેના માટે વર્ષોથી તરતી હોય તેવું મને લાગ્યું,તેના રૂપના તો હું શું વખાય કરું જેમ કે સફેદ રણમાં કોઈ એકદમ કાળા રંગનો નાગ ચાલ્યો જતો હોય તેમ તેનો કાળા રંગનો ચોટલો હતો, કપાળ પર એક સુંદર લાલ રંગનું બિંદુ જેવું એક નાનકડું ટિલક હતું, ભુખી સિંહની જેમ તેના નેન હતા અને સોળ સંસ્કાર કોઈ તેવી તે લાગી રહી હતી.
તે મારી પાસેથી પસાર થઈ ત્યારે દિલમાં એક વીજળી થઈ અને એક અવાજ આવ્યો બસ પ્રેમ આજે તું સંપૂર્ણ થયો,તે આવીને છેલ્લેથી ચોથી બેંચ પર બેશી.
તે સમય આગળથી કઈ અવાજ આવ્યો
" પ્રેમ હું અહીં છુ." તે સરનો અવાજ હતો.
હવે તો શું લેક્ચર,હવે તો બસ તેના વિચાર જ લેક્ચર બની ગયા. થોડા સમય પછી સરનો લેક્ચર પરું થઈ ગયો અને સર જેવા ગયા તેવા બધા ક્લાસરૂમ માંથી બહાર નીકળી ગયા પરંતુ હું ત્યાં જ બેઠો હતો અને તેના વિચારમાં ડૂબી ગયો હતો.
બસ હવે તો મારે માટે તે જ મારી દુનિયા હતી.
થોડા સમય પછી ક્લાસરૂમની બહારથી એક અવાજ આવ્યો.
" એ પ્રેમલા તારે આવવાનું છે?"
તે સમય હું તેના વિચારોમાંથી બહાર આવ્યો અને હું રૂમની બહાર આવ્યો.
મારા મનમાં હવે તો તેમના વિચારોના વાવાઝોડા આવવા લાગ્યા.
તે કોણ છે, તેમનું નામ શું હશે,તે મારા વિશે શું વિચારતી હશે,તેને ક્યાં રહેવાનું હશે.રાતે તો બસ તેના જ સપના આવ્યા અને તેને ફરીથી મળવાની ઈચ્છા.
બીજા દિવસે તો હું મારા મિત્રોની સાથે કૉલેજના સમય કરતાં પહેલાં આવી ગયો.
બસ આજે તો એને જોયા વગર રહેવાતું ન હતું અને તેની સાથે સાથે પહેલા સવાલોનું વાવાઝોડું ફૂંકાયું હતું.
હવે સર પણ ક્લાસરૂમમાં આવી ગયા હતા, પરંતુ તે હજી પણ ન આવી હતી.
થોડા સમય પછી ક્લાસરૂમની બહાર કઈક હલચલ થઈ. મે ક્લાસરૂમના બહાર ધ્યાન કર્યું ત્યાં ચાર પાંચ છોકરીઓ બહાર હતી.
તે જ સમય તેમાંથી કોઈ એક અવાજ કર્યો
"ચાલને નંદની હવે."
ત્યાં જ હું જેના માટે આ ક્લાસરૂમમાં આવ્યો હતો તે આવી. બધા રૂમની અંદર આવી અને પોતપોતાની જગ્યા પર બેસી ગયા.
કોઈ ગુલામના નાના છોડને વર્ષો પછી પાણી મળ્યું હોય તેવું મારા દિલને લાગ્યું.
તેમનું નામ નંદની હતું "હા પહેલી મંદિર વાળી નંદની જ."
પછી તો શું હોય મારે તો હવે કોઈ પણ કાળે તેની સાથે દોસ્તી કરવી હતી.
આ રીતે કૉલેજના છેલ્લા વર્ષમાં હું આવી ગયો.પરંતુ હજી તેની સાથે દોસ્તી તો શું પણ વાત પણ નથી કરી શક્યો.