Corona virus the monster of the Black Age in Gujarati Health by Aarti bharvad books and stories PDF | કોરોના વાયરસ, કળયુગનો રાક્ષસ

Featured Books
Categories
Share

કોરોના વાયરસ, કળયુગનો રાક્ષસ

ઘોર કળિયુગ આવી ગયો છે અને સૃષ્ટિનો સર્વનાશ રૂપી આ “કોરોના વાયરસ “કાળ બનીને સૌને મારવા બેઠો છે અને સમગ્ર વિશ્વનો સર્વનાશ કરવા માટે આ “કોરોના” રૂપી રાક્ષસ પૃથ્વી પર આવ્યો છે,જેના થી બચવાનો કોઈ ઉપાય જ નથી. જે એના સંપર્કમાં આવે એને મોત ને ઘાટ ઉતારે છે.અને આ વાયરસ એવો છે જે માણસ ને માણસ ના સંપર્ક થી ફેલાય છે.જે વ્યક્તિ આ વાયરસના સંપર્કમાં આવે તેને કેટલાક લક્ષણો જેવા કે શરદી,ખાંસી અને તાવ આવે છે,તથા શ્વાસ લેવામાં તકલીફ પડે છે,આ વાયરસ સીધો મનુષ્ય ના ફેફસાને નુકશાન પહોચાડે છે.જેના લીધે તે વ્યક્તિ ને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને આખરે એને મૃત્યુ નો ભોગ બનવું પડે છે. કોરોના નો ભોગ બનેલી વ્યક્તિ જો કોઈ જગ્યાએ અડ્યો હોય તો ત્યાં પણ એ વાયરસ ના કણો રહી જાય છે,અને જો કોઈ બીજી વ્યક્તિ એ જગ્યાએ અડે તો એ પણ એનો ભોગ બંને છે.

સતયુગની વાતો સંભાળતા અને વિવિધ પૌરાણિક ગ્રંથોમાં આપેલા દેવોના સમયમાં પણ કેટલીક રાક્ષસ પ્રજાતિઓ હતી જે સામાન્ય અને નિર્દોષ લોકોને ખુબજ હેરાન-પરેશાન કરતા હતા.આવા અસુરોના,રાક્ષસોના ત્રાશથી કોઈ પણ બચી સકતા નહિ,એ સમયમાં રાક્ષસ આવીને લોકોને મારી નાખતો હતો અને તેના ભયના કારણે લોકો પોતાના ઘરમાં છુપાઈને રહેતા હતા.ઘરમાંથી બહાર નીકળતા લોકોને મનમાં રાક્ષસનો ડર રહેતો હતો કે હમણા રાક્ષસ આવશે અને અમને મારી નાખશે.

અત્યારના કળયુગના “કોરોના”નું પણ કૈક આવુ જ છે,જે એક “વાયરસ રૂપી રાક્ષસ” બનીને પૃથ્વી પર આવ્યો છે.સૌપ્રથમ ચીન દેશના વુહાન માંથી આ કોરોના રાક્ષસ કેટલાય લોકોના જીવ લઈને ધીમે-ધીમે સમગ્ર વિશ્વના લોકોને પોતાનો શિકાર બનાવ્યા,પહેલાની જેમ અત્યારે પણ લોકોને આ કોરોના વાયરસ રૂપી રાક્ષસનો ડર મનમાં ચાલી રહ્યો છે,લોકોને પોતાના ઘરમાં પુરાઈ ને રહેવા માટે ની સૂચનાઓ આપવામાં આવી છે નાના બાળકો થી માંડીને વૃદ્ધો તમામ ને હાથ ધોવા,મોઢું ધોવા,અને માસ્ક પહેરવાની અને ઘરમાં રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે.એક બીજા થી “બે ગજ નું અંતર” રાખવાનું કહેવામાં આવ્યું છે.કોઈ ખાસ જરૂરીયાત વગર બહાર જવા પર પણ રોક લગાવવામાં આવી છે.અને ઘર થી બહાર નીકળતી વખતે માસ્ક નો ઉપયોગ ફરજીયાત કરવામાં આવ્યો છે.બાળકો અને વૃદ્ધો આ વાયરસ થી ઝડપ થી સંક્રમિત કરે છે તેથી જ એમને બહાર નીકળવાની તો સખ્ત મનાઈ સરકાર દ્વારા કરવામાં આવેલી છે.લોકોને જાહેર જગ્યાઓ,શાળાઓ,કોલેજો અને વિવિધ ભીડ-ભાડ વાળી જગ્યા પર જવાનું ટાળવાનું કહેવામાં આવ્યું છે એ તો ઠીક છે પણ ભગવાન ના મંદિરમાં જવામાં પણ રોક લગાવામાં આવી છે,અત્યારે ભગવાન પણ એકલા મંદિરમાં સંતાઈ ને બેઠા હોય એમ માલુમ પડે છે.

સતયુગમાં જેમ ભગવાન રાક્ષસો થી લોકોને રક્ષણ આપતા હતા અને તેમનો સર્વનાશ કરતા હતા એમ અત્યારે આ કોરોના રાક્ષસ ને મારવા માટે કોઈ જ ઉપાય નથી,પોતે ભગવાન ના મંદિરો માં પણ આ વાયરસને લીધે રોક લગાવામાં આવી છે તો આ રાક્ષસ થી લોકોને હવે કોણ બચાવે?હવે તો લાગે છે કે ખરેખર પૃથ્વીનો વિનાશકાળ આવી ગયો છે.કોરોના નો રાક્ષસ ના રૂપમાં.

પહેલા લોકો એમ કહેતા હતા કે “બહારના નીકળશો ઘરમાં જ રહો,નહિ તો રાક્ષસ આવી જશે” અને અત્યારે કળીયુગમાં લોકો કહે છે, “બહારના નીકળશો ઘરમાં જ રહો,નહિ તો કોરોના આવી જશે”, “કોરોના વાયરસ એ કળયુગ નો રાક્ષસ”

“કોરોના વાયરસ એ કળયુગ નો રાક્ષસ”

સતયુગમાં લોકો કહેતા : “બહારના નીકળશો ઘરમાં જ રહો,નહિ તો રાક્ષસ આવી જશે”

કળયુગમાં લોકો કહેતા : “બહારના નીકળશો ઘરમાં જ રહો,નહિ તો કોરોના આવી જશે”

લી. આરતી ભરવાડ