તને ડિવોર્સ આપવા કે નહીં એ મારે નક્કી કરવાનું છે વિશાલ તારે નહિ?કેમ કે ગુનો તે કર્યો છે,અફેર માનસી સાથે તે કર્યું છે.એટલે ડિવોર્સ તને આપવા કે નહીં એ હું નક્કી કરીશ.
*********************************
મારા જીવનમાં એવો તો મેં શું ગુનો કર્યો વિશાલ કે તું મને અને માહીને છોડી રહ્યો છે,તું આ નાનકડી છોકરી માહી પર તો નજર કર એકવાર.તારે એના ભવિષ્યનો પણ વિચાર કરવો જોઈએ.હું હજુ પણ તને અપનાવા તૈયાર છું,હું હજુ પણ તારી એક ભૂલ માફ કરવા ત્યાર છું.
નહિ પાયલ જો તું માહીને ન રાખી શક્તિ હો તો તેને હું પણ રાખવા ત્યાર છું,પણ હું હવે માનસી વગર રહી શકું તેમ નથી.તેને મેં પ્રોમિસ આપી દીધી છે કે હું લગ્ન તારી જોડે જ કરીશ.
એ તો લગ્ન કરતી વખતે તમે મને પણ વચન આપ્યું હતું,એ વચન હતું કે તમે જીવનભર મારી સાથે રહેશો,મારા વફાદાર રહેશો અને મુશ્કેલીઓનો સાથે મળીને આપણે બંને સામનો કરશો.
તને શાયદ યાદ નહિ હોઈ પણ મને સપ્તપદીના સાત વચનો હજુ પણ યાદ છે,વિશાલ આજ એ જ વચન હું તને ફરી યાદ કરાવા માંગુ છું.તે તો માનસીને એકવાર પ્રોમિસ આપ્યું મેં અને તે સાત વચનો પર લગ્ન કર્યા હતા.
૧.પહેલા વચનમાં મેં કહ્યું હતું કે હું મારા પતિને જ સર્વસ્વ માંનિશ,અને એ પછી મેં મારા પોતાના કપાળ પર ચાંદલો કરવાનું શરૂ કરયું હતું,અને આજ પણ એ જ ચાંદલો છે.
૨.બીજા વચનમાં મેં તારી સારસંભાળ બાળકની અને પરિવારની સારસંભાળનું વચન આપે છે.તે હું આજ પણ પાળી રહી છું.
૩.ત્રીજા વચનમાં મેં તને કહ્યું હતું કે પ્રેમપૂર્વક ભોજન તૈયાર કરી તને હું જમાડીશ તારી ઇચ્છા મુજબ જમવાનું ત્યાર કરીશ,તને ખુશ રાખવાનો પ્રયત્ન કરીશ.એ પણ મેં નિભાવ્યું.
૪. ચોથા વચનમાં મેં તને કહ્યું હતું કે હું શણગાર કરી,મન,ભાવ,વિચાર,વાણી,શરીર તેમજ કાર્યથી તમને સહકાર આપીશ.
૫.પાંચમા વચનમાં મેં તને વચન આપ્યું હતું કે સુખ અને આનંદના સમયમાં તમારી સાથે રહશ પણ દુ:ખ અને મુશ્કેલીના સમયમાં પણ કયારેય હું તારો સાથ નહીં છોડું અને તારા દરેક દુ:ખમાં હું ભાગીદાર બનીશ.આ સિવાય ક્યારેય પણ અન્ય પુરુષ સાથે મારા અન્ય સબંધ નહિ હોઈ તેની પણ હું ખાતરી આપું છું.આજ પણ હું તે નિભાવી રહી છું.
૬. છઠ્ઠા વચનમાં મેં તને કહ્યું હતું કે મારા પતિના ઘરના તમામ કર્યો ખુશીથી કરીશ તથા પતિના માતા-પિતાની સેવા પોતાના માતા-પિતાની જેમ જ કરીશ અને પરિવાર તથા સગા સંબંધીનો આદર સત્કાર પણ કરીશ.
૭.સાતમા વચનમાં મેં તારા તમામ પ્રકારના યજ્ઞ અને ધાર્મિક કાર્યોમાં સાથ આપવાની ખાતરી આપી હતી.એ પણ હું આજ નિભાવી રહી છું.
આ સાત વચનો મેં તને દસ વર્ષ પહેલાં આપ્યા હતા અને આજ પણ હું પાલન કરું છું,અને તે આ માનસીને સાથે બે રાત વિતાવી અને તેને લગ્ન કરવાનું પ્રોમિસ આપી દીધું..!!!વાહ,વિશાલ લગ્ન જીવન શું છે એ તને હજુ ખબર જ નથી.તું માનસીને પ્રેમ નથી કરતો પણ તેના શરીરનો ભૂખ્યો છે.હું જાણું છું.તારા મનની વાત,પણ ક્યાં સુધી તેના શરીરની તું મજા લઈશ.એક દિવસ તેની પણ ઉંમર થશે અને તું આજની પરિસ્થિતિમાં આવીને ઉભો રહશ પછી શું તું ફરી કોઈ સાથે લગ્ન કરીશ.
હા,હું જાણું છું પાયલ પણ મારું મન કંઈક અલગ જ વિચારી રહ્યું છે,કેમકે તે આપણી વચ્ચે થયેલા ઝઘડાને એકવાર પણ યાદ નથી કરી રહી.દરરોજ હું ઓફિસ પર જાવ ત્યારે તારું મોં શરૂ જ હોય.તે મને એટલી ગાળો આપી છે કે આજ એ જ કારણથી હું માનસીને પસંદ કરવા લાગ્યો છું.
પાયલ એક માણસ કેટલું સહન કરે.તું સપ્તપદી મને સમજાવી રહી છો.જે માણસે અત્યારે સુધી સહન કર્યું.તે પૃરુષની સપ્તપદીનો કયારેય વિચાર કર્યો છે.
તે સપ્તપદીના બધા વચનો પુરા કર્યા પાયલ પણ તે લગ્નના..!!આ ૨૧મી સદીના નહિ,એટલા માટે જ હું તારી પાસે આજ છુટાછેડા માંગવા આવ્યો છું.
તું પણ સાંભળીલે સપ્તપદીના સાત પૂરુષના વચનો.
૧.સ્ત્રી તેના પતિ પર કોઈ પ્રકારનો અત્યાસાર ન કરી શકે.તેને ખૂલા મનથી જીવા દે,પણ પાયલ તે મને મારા ખુલા મનથી કયારેય જીવા ન દીધો.
૨.મને એમ હતું કે તું એક દિવસ કચ કચ કરવાનું બંધ કરી દશ,પણ જે દિવસે તું મારી પર ઘરમાં પડેલી હથોડીનો મારી પર ઘા કર્યો તે દિવસથી મારી અને માનસીના નજીક આવાની શરૂવાત થઈ.
3.તું મારી પર આટલો બધો ગુસ્સો શા માટે કરતી એ મને આજ પણ ખબર નથી.હું તો તને ખૂબ પ્રેમ કરતો હતો.તારી સંભાળ પણ રાખતો હતો.પણ તું જેટલો મારી પર ગુસ્સો કરતી એટલો હું માનસીની વધું નજીક આવતો ગયો.
૪.એક દિવસ મારે ઓફીસ પર ઘણું કામ હતું અને તારે બજારમાં ખરીદી કરવા જવું હતું.માહીને રાખવા વાળું બીજું કોઈ હતું નહીં.તે દિવસે તે મારી પર એટલો ગુસ્સો કર્યો કે મેં નક્કી કર્યું હું આજ પછી કયારેય ઘરમાં પગ નહિ મેકું.તે દિવસે હું ઓફીસ પર મોડે સૂધી હતો,તે દિવસે સાંજે માનસી મારી ઓફીસ પર આવી અને તેની સાથે અનૈતીક સંબંધોની શરૂવાત થઈ.હા,તારી પાસે રેકોર્ડિંગ છે તે એ જ દિવસનું છે.
૫.હું હજુ પણ તને ઘરમાં પ્રેમ કરતો હતો,અને બહાર નફરત કરતો હતો,પણ તે દિવસે મન બનાવી હું ફરી ઘરે આવ્યો પણ એ જ પરિસ્થિતિ કોઈ ફેરફાર નહિ,એટલે જ બહાર વાળીએ મને આકર્ષિત કરવાની કોશિશ કરી અને હું તેના તરફ આકર્ષિત થઈ ગયો.શાયદ ઘરમાં તે મને પ્રેમ કર્યો હોત તો હું માનસી તરફ આકર્ષિત ન થાત.
૬.હું આપણા બંનેના ઝઘડાથી માહીને દૂર કરવા માંગતો હતો,એના જીવન પર અસર ન થાય એમ માનીને,મેં તારી સાથે છુટાછેડા લેવાનો નિર્ણય કર્યો.પણ તું મને છુટાછેડા નથી આપી રહી.
૭.આજ એક ભૂલને કારણે હું તને છુટાછેડા આપી રહ્યો છુ.તારા ગુસ્સાને કારણે હું માનસીને પ્રેમ કરી બેઠો.આ સપ્તપદીના વચનો આપણા બંનેના છે.આપણા બંનેના જીવનના છે,તે લગ્નના સપ્તપદીને દિલમાં રાખી અને આ ૨૧મી સદીની સપ્તપદીને તોડવાનો પ્રયત્ન કર્યો પાયલ.
હું આજની રાત તારી પાસે આજ હોટલમાં રેહવા માંગુ છું.શાયદ મારુ મન ફરી પણ જાય.તારી સાથે રહેવા હું "હા" પણ પાડી દવ,જો તને મંજુર હોઈ તો.
***********ક્રમશ**************
લેખક -કલ્પેશ દિયોરા.
આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...
મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.
મો-8140732001(whtup)