some facts about friendship in Gujarati Motivational Stories by પ્રદીપકુમાર રાઓલ books and stories PDF | મિત્રતાની થોડીક વાતો

Featured Books
Categories
Share

મિત્રતાની થોડીક વાતો

મિત્રતાની થોડીક વાતો: મિત્રતા એક ભાવ છે જે આપણે કોઈપણ વ્યક્તિ પ્રત્યે અનુભવાય છે. મિત્રતાની ખૂબસૂરતી એ છે કે સામેનું પાત્ર ગમે તે હોય, અમીર , ગરીબ, રૂપાળો, કદરૂપો, સ્ત્રી કે પુરુષ , જાડો કે પાતળો....અહીં ઉંમરનો તફાવત પણ નથી નડતો, મિત્રતા થઈ જાય છે. બાળક અને યુવાન કે વૃદ્ધ મજાના મિત્ર બનતાં મેં જોયા છે. જાતિભેદ, લિંગભેદ, સ્ટેટસમાં તફાવત પણ મિત્રતા આડે નથી આવતો. મિત્રતા, ભાઈબંધી ની એકજ વાખ્યા થાય કે એવો સબંધ જ્યાં એકબીજા પ્રત્યે ઘણો પ્રેમ હોય પણ સ્વાર્થ ન હોય.
જમાનો બદલાતો ગયો એમ મિત્રતામાં પણ અમૂલના આઈસ્ક્રીમની માફક અનેક વેરાઈટીઓ ઉમેરાતી ગઈ.
દાખલા તરીકે ચા – મિત્ર, ઓફિસ- મિત્ર, ફેસબુક મિત્ર, પાડોશીમિત્ર... વગેરે વગેરે.
જોકે આવા સંબંધોને હું મિત્રતાની વ્યાખ્યામાં નહિ સમાવું કેમકે એમાં મને સ્વાર્થની "બુ" આવે છે. સાચો કે ખોટો ન હોય શકે , પ્રકાશ હોય તો હોય, ન હોય તો અંધારૂ. બસ તેમજ મિત્રતા હોય તો મિત્રતા અને ન હોય તો પછી અન્ય સબંધો . તેને સમજાવવા દાખલાઓ આપવા પણ જરૂરી નથી બધાને ખબર છે.
અંગ્રેજી શબ્દકોષ મુજબ મિત્ર એટલે - A person other than a family member, spouse or lover whose company one enjoys and towards whom one feels affection.(જે વ્યક્તિ ફેમિલી મેમ્બર નથી, પતિ/પત્ની નથી, કે પ્રેમી નથી પરંતુ જેનું સાનિધ્ય , કંપની ગમે અને એના પ્રત્યે લાગણી પણ હોય.) આ વર્ણન મને શુષ્ક લાગે છે. જો બહોળો અર્થ લઈએ તો પિતા અને પુત્ર વચ્ચે પણ ફ્રેન્ડશીપ થઈ શકે છે. પતિ અને પત્ની વચ્ચે પણ મિત્રતા પાંગરે તો "સોને પે સુહાગા" - જોકે આ કોરી કલ્પના છે. શુ બે પ્રેમીઓ મિત્ર કહેવાય?? આ રસ પડે એવો પ્રશ્ન છે!
હજુ વ્યાપક અર્થ લઈએ તો મિત્રો એકબીજાને મદદરૂપ થાય એવી અપેક્ષા હોય છે. જોકે કરતા પણ હોય છે પોતપોતાની મર્યાદામાં. મદદમાં પૈસે ટકે , એટલે ઉધાર આપવા વગેરે અથવા મારામારીમાં પણ મદદરૂપ થતા હોય છે. બીમારી સમયે, સામાજિક પ્રસંગે(લગ્ન, મરણ, બર્થડે...), કોર્ટ કચેરી, પ્રમોશન, નોકરી અને ધંધામાં...આવા અનેક કાર્યોમાં મિત્રો મદદ કરતા હોય છે.
મિત્ર એ આનંદ નું સ્વરૂપ છે . ઍક આત્મા પણ શરીર બે . વિચારોની ભિન્નતા પણ દિલની એકતા, ઍક બીજાને સમજવાની અને અનુકૂળ થવાની તત્પરતા, મદદ લેવામાં અને મદદ કરવામાં કોઈ સંકોચ કે શરમ નહીં. બંને વચ્ચે મોટાપણાનો કે નાનાપણાનો કોઈ ભેદ નહીં –મનથી અને દિલથી પણ નહીં. મિત્રતાનો દાવો કરવાનો ન હોય તેનો અહેસાસ આપમેળે જ થતો હોય છે. જાણે ફૂલની મહેક. જેને મિત્રો હોય તે ખૂબ નસીબદાર છે , જેમ જૂના દારૂની કિમત વધારે તેમ જૂની ભાઈબંધી ખૂબ કિંમતી હોય છે. મિત્ર એ જીવનમાં આનંદ વધારનાર જબરદસ્ત પરિબળ છે. અને આનંદ તે જીવન છે . ઉદાસ માણસ જીવતી લાશ સમાન છે. આથી મિત્ર શક્તિવર્ધક અમૃત છે.. માણસ સ્વભાવે સામાજિક પ્રાણી છે, એકલો ન રહી શકે. આ લોકડાઉનમાં ઘણા લોકો ભાઈબંધને મળવા તડપી ઉઠયા હશે. સમય જ પસાર ન થાય, કંટાળો આવતો હોય અને ભાઈબંધ મળવા આવે કે એનો કોલ આવે એટલે સોંગિયું મો આનંદિત થઈ જાય છે. મોટાભાગની ભાભીઓને પતિના મિત્રથી અરુચિ હોય છે. એ અવારનવાર ટોન્ટ, કટાક્ષ કરતી હોય છે - "ભાઈબંધના ઘરે જ રહેવાય .... આખો દિવસ ભાઈબંધો જોડેજ રખડો છો, તમને બગાડી નાખશે..." કારણકે પત્નીની હાજરી કરતાં મિત્રોની હાજરીમાં માણસ વધુ ખુશ જણાય છે. જીવનની સુનામીઓ અને મુશ્કેલીઓમાં મિત્ર હાજર હશે. તેજ રીતે જીવનની ખુશીઓમાં પણ સાથે હશે. ઘણીવાર મિત્રતામાં તિરાડ પડે છે . આ તિરાડ શું છે ? તિરાડ કોઈપણ વસ્તુના બે ભાગ કરે છે. વસ્તુ ઍક હતી તો બે ભાગ કેમ થયા ? ક્યાક નબળાઈ હતી ? હા, નબળી વસ્તુમાં જ તિરાડ પડે . આ નબળાઈઓ શું હોય શકે ? ખેલદિલીનો અભાવ , વિશ્વાસનો અભાવ , લાભ લેવાની વૃતિ , માન-સન્માનની ખેવના, જો આવા નબળા પરિબળો તમારી દોસ્તીના પાયા હોય તો તેને હટાવી દેસો , નહિતો દોસ્તી લજવાસે, તેને બીજું કોઈ નામ આપજો. કોઈવાર ભૂલતો થાય , સ્વીકારીને દોસ્તી મજબૂત કરી શકાય છે . ઘણા લોકો ટાઈમ પાસ કરવા રોજ મળતા હોય છે અને બસ નામ આપે અમે દોસ્ત છીએ. પણ પાયા નબળા હોય છે.
આશાથી મળે તે ભીખ, આશા વિના મળે તે ગીફ્ટ , દોસ્તીમાં કોઈ આશાઓ, અપેક્ષાઓ રાખવામા આવતી નથી. તેવી ધારણાઓ રાખીને બનાવેલા સબંધોને મિત્રતામાં ખપાવી ન શકાય, સ્ત્રી અને પુરુષ વચ્ચેની મિત્રતા ગહન પ્રેમના સબંધો આપે છે . તેમા પણ ગલત , નબળો પાયો હોય તો પ્રેમ ભંગાય છે. અમુક મિત્રતાના સંબંધો બગડ્યા પછી ગાળાગાળી, અમુક વાર મારામારી પણ થાય છે. આ બધું જોઈ આપણું દિલ દુખાય છે. માટે જેને તેને મિત્ર ના કહો ફક્ત એમ કહો હું તેને ઓળખું છું . મિત્ર શબ્દમાં ભેલસેળ ન ચાલે. મિત્રતા ભગવાનની ગીફ્ટ છે તેને માંણતા શીખો. મિત્ર વિનાના માનવીની કલ્પના જ નથી થતી એ અવશ્ય પાગલ હોવો જોઈએ કેમકે ભગવાનને પણ સુદામા, અર્જુન જેવા મિત્રો હતા, દ્રૌપદી પણ મિત્ર હતી, સખા. મને પોતાને સારા મિત્રો મલ્યા છે અને મળતા રહે છે એટલે હું નસીબદાર છું. "ફ્રેન્ડશીપ ડે" ઉજવવો હોય તો તમારા ખાસ મિત્રને એની ખાસ નબળાઈ કે દુર્ગુણ કહો... જેથી એનામાં સુધારો થાય. સાચો મિત્ર કડવું સત્ય મો પર કહી શકવો જોઈએ.