Milan - A Soul of Love Story Part - 3..?? in Gujarati Love Stories by NituNita નિતા પટેલ books and stories PDF | મિલન- A Soul of Love Story Part - 3

Featured Books
Categories
Share

મિલન- A Soul of Love Story Part - 3


આ બાજુ કામિનીએ પોરો ખાધો, તે પણ જરૂરી હતું, કારણ કે આ કલામાં તે એટલી હોંશિયાર હતી કે તેને ખ્યાલ આવી જતો કે હવે સામેનું પાત્ર કેટલું તરી શકશે કે ફસકી જશે!! જો નાવિક મધદરિયે હલેસા મૂકી દે તો મજા ના આવે. તે એટલી બધી ઉત્તેજિત અને વહાલથી ઉભરાયેલ હતી કે નીચે નમી તેણે પુરુષની છાતી પર દબાણથી હાથ ફેરવ્યો, નીચા નમી એના ગાલે બટકું ભર્યું, પછી ચસચસતું ચુંબન ચોડી દીધું. પછી એ જોબનવંતી, કામણગારી ભારતનાટ્યમ નૃત્યની જેમ સતત નર્તકીના બંને પગ તબલાના તાલે હાર્ડ જમીન પર થીરકતા હોય એમ પુરુષના કઠોર સ્નાયુબદ્ધ શરીર પર તાલબધ્ધ થીરકવા લાગી, કોઈ ટાઈમિંગ નોઁધનાર ન હતું પરંતુ આ નાગ નાગણીનું મિલન લાબું ચાલ્યું. થોડો વિરામ લેવો પણ જરૂરી હતું. તે પુરુષની બાજુમાં લપાઈને તેની છાતી પર હાથ ફેરવવા લાગી, છાતી પર રહેલ વાળમાં આંગળીઓ પરોવતી પરોવતી ગીત ગણગણવા લાગી. તેના મનની અંદર ઊર્મિઓ ઉછાળા મારવા લાગી. મિનિટો બાદ તે એક્શનમાં આવી ગઈ. તે મનોમન હસી, તેના ચિત્તપ્રદેશમાં વીજળીઓ ચમકારા લઇ તે સ્ત્રી પુરુષને વળગીને શાંત થઈ ગઈ. શાંતિની એ પળો બંને માટે અવર્ણિય અને આહલાદક હતી, એકમેકમાં ખોવાયેલ બંને પરીણિતને એમ લાગ્યું કે જાણે નવીન યુગનો આરંભ થયો. અડધો કલાક પછી અગાઉથી આપેલ ઓર્ડર મુજબ ભોજન આવી ગ્યું. બન્નેએ પ્રેમથી ભોજન લઇ પેટની જઠરાગ્નિ પણ તૃપ્ત કરી લીધી.
અડધો કલાક વિશ્રામ કરી, વધેલા બીપી નોર્મલ થવા દઈ બન્ને જણા કઈક વિચારતા હતા ત્યાંજ વાવાઝોડાએ આગમનની નિશાનીઓ આપી.
સમગ્ર મધ્યપ્રદેશ પર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું હતું, કાંઠાના વિસ્તારોને તબાહ કરી નાંખે તેવી આગાહી હતી. મોટા મોટા તોતિંગ ઝાડ તો પલકવારમાં ઉખેડી નાંખે એવી શક્યતા હતી. અરબી સમુન્દ્રમાં વાવાઝોડું એલરેડી સક્રિય થઈ ચૂક્યું હતું. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી હતી, પરંતુ આ માછીમાર તો આખો દરિયો ખૂંદી નાખવાનું મન બનાવી ચુક્યો હતો.
'સંગીની' વાવાઝોડું ભારતીય સરહદમાં પહોંચી ગયું છે અને તેની ઝડપ કલાકના સો થી બસો કિલોમિટર વચ્ચે બતાવાઈ રહી છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર પશ્ચિમ તટરેખાસ્થિત દિલના દરિયાકિનારાના તમામ જિલ્લાઓમાં પણ તોફાનના પ્રભાવની આશંકા છે. અહીં તોફાન સંબંધીત અપડેટ અપાઈ રહી છે.
યુવતીએ તમામ આપાતસ્થિતિને પહોંચી વળવા માટે તૈયારિયો કરી લીધી હતી. મુખ્ય મથક પરથી વાવાઝોડું પસાર થઈ જાય એ સાથે જ રાહત અને બચાવકાર્યોમાં જોતરાઈ જવા માટે એનું મન તૈયાર હતું. આગામી કેટલીક મિનિટોમાં વાવાઝોડું પશ્ચિમી તટિય વિસ્તારથી પસાર થઈ, મધ્યપ્રદેશમાં તોફાન મચાવી ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધી જશે.
આગાહી મુજબ અસર ચાલુ થઈ ગઈ છે.
વાવાઝોડા 'સંગીની'ને લીધે મધ્યપ્રદેશમાં ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે અને કેટલાય વિસ્તારોમાં વૃક્ષો પડી ગયાં છે. વાવાઝોડાએ ડુંગરાળ ટેકરીઓને પણ ન છોડી, વૃક્ષ, ઝાડવાં હલાવી નાખ્યા, પક્ષીઓ પણ ડરના માર્યા ઉડાઉડ કરવા લાગ્યા, નાના જાનવરો પણ ભયના લીધે દોડાદોડી કરવા લાગ્યા, પણ તેણે બધાને લપેટમાં લઈ લીધા. જોકે, વાવાઝોડાને લીધે જાનમાલનું ખાસ નુકસાન નથી થયું. 'સ્કાયમેટવેધર'ના જણાવ્યા અનુસાર તમામ વિસ્તારોમાં જાનમાલના નુકસાનના ખાસ અહેવાલો નથી. નોંધનીય છે કે મજબૂત વિલપાવરના કારણે વાવાઝોડાની ઘાતક અસરો યુવતી સહન કરી ગઈ. છેવટે બંગાળની ખાડીમાં જઇ વાવાઝોડું શાંત થઈ ગયું.
અડધો કલાક પછી બન્ને હૉટલના મેઈન ગેટની બહાર નીકળ્યા “માય લવ હવે ક્યારે મળીશું ?” પુરુષે અચાનક પ્રશ્ન કર્યો. સામે કોઈ જવાબ ન આવ્યો, બે સેકન્ડ , ત્રણ સેકન્ડ..પસાર થઈ. વીસ સેકન્ડ પણ પસાર થઈ. અરે! 120 સેકન્ડ પણ ચપટી વગાડતા પુરી થઈ ગઈ! "અરે યાર બોલ તો ખરા, જવાબ તો આપ ક્યારે મળીશુ?" તે ઊંચા અવાજે ફરીથી પૂછી બેઠો.
"ધીરજ , ધીરજ રાખ અને હવે તો કાયમી ધીરજ જ રાખવાની છે, આજ કે બાદ નો મિટિંગ, નો મિલના ઝૂલના!!"
પેલો હસી પડ્યો, "સાલી કેવો જોક મારે છે". પરંતુ બે સેકન્ડ પછી સ્ત્રીના અવાજમાં રહેલ દર્દ અને ગંભીરતા પારખી જતા તેના માથે વીજળી પડી. કોઈએ જાણે માથામાં હથોડો માર્યો હોય એમ લાગ્યું. તરસ્યો માણસ તળાવ નજીક આવે ને અચાનક પાણી સુકાઈ જાય! આવું જ બને છે પ્રેમના ચક્કરમાં! જે ધાર્યું ન હોય એજ અચાનક બને છે. બધી આશાઓ ઠગારી નીવડે છે, સ્વપ્નો ચૂર ચૂર થઈ કાચની બંગડીઓની માફક જમીન પર વિખરાઈ જાય છે. માણસનું મન પણ તૂટી જાય છે અને ઈચ્છાઓ શૂળીના માંચડે ચડી જાય છે. કાળ કેમ આટલી બધી ક્રૂરતા બતાવી રહ્યો છે, એનો શુ વાંક છે? શું બધી ઈચ્છાઓને જમીનમાં ધરબી દેવાની વેળા આવશે?
તે હિંમત કરી બોલ્યો, "શુ મારે હવે આ ઉંમરે આત્મહત્યા કરવી પડશે, જિંદગીમાં જ્યારે સુખના વાવેતર થયા ત્યારે જ પાકને તું આગ લગાવી દઈશ? ચકલા, "પ્યારના તપની કિંમત ચુકવવામાં તું શું કામ ગભરાઈ જાય છે! આપણે દિલથી છુટા નથી પડવાનું, છુટા પડી પણ નહીં શકીએ, આપણું આ બોન્ડીગ, જોડાણ, આત્મિક મિલન કે પ્રેમ જે નામ આપવું હોય એ આપ, એ તૂટશે નહિ, પણ વધુ મજબૂત બનતું રહેશે જાનુ".
"પણ મલ્યા વિના મને સંતોષ નહિ થાય, દિલ નહિ ભરાય એનું શું? હું ઝૂરી ઝુરીને મરી જઈશ."
"તું યાર ટીનએજ પ્રેમીની માફક ન કર, તું શું એવું ઇચ્છે છે કે આ ઉંમરે તારી વાઇફને બીજો હબી શોધવા નીકળવું પડે?" આ દુનિયા આપણા આત્મિક પ્રેમને નહીં સમજી શકે, એતો વાસનાનું જ લેબલ ચઢાવી દેશે. "હું સાચું કહું છું, આ મિલને મારી ભૂખ અનેક ઘણી વધારી દીધી છે."
"તો તને મનથી સંતોષ ન થયો, યુ નીચ...પર્સન! " તે હસતા હસતા બોલી. બસ, આ શરીર જ જોઈતું હતું તને! મળી ગયું ને ! જા હવે રસ્તે પડ!"
"પ્લીઝ તું ખોટું ન વિચાર, મને તો અલૌકિક આનંદ પ્રાપ્ત થયો, આત્મિક સુખ મળ્યું, હું ધન્યતા અનુભવું છું આભાર, ત્યારે વાસનાની આગમાં ઉન્માદી આપણાં બે શરીર નહોતા પરંતુ જન્મોજન્મથી તડપતા બે આત્માઓનું મિલન હતું, એટલે જ આ "મિલનને" હું પ્રેમનો આત્મા કહું છું, a soul of love. હું શારિરીક પ્રેમની ભૂખ ભાંગવા તને આજીજી નથી કરતો, તારી સાથે સેક્સ નહોતો થતો, કામની વાસના ઓલવાઈ નહોતી રહી પરંતુ તારા બદન ઉપર હું પ્રેમ કાવ્ય આલેખી રહ્યો હતો. પણ આમ અચાનક જિંદગીમાં ક્યારેય મળવાનું જ નથી એ વિચારે તેં મને વ્યાકુળ બનાવી દીધો છે".
"ગાંડા, આમાં આભાર ન હોય! હું પણ સુખના મહાસાગરમાં ડુબકીઓ મારતી હતી. દૈહિક સુખ જ આત્મિક સુખ બની ગયું મારા માટે, આ પ્રેમનું મિલન હતું. એકબીજામાં બસ ઓગળી જવું હતું. આ કોઈ વાસનાનો ખેલ ન હતો, માય ડિયર. સંપૂર્ણ મિલનનો આસ્વાદ નહિ પરંતુ તૃપ્ત થવું હતું અને થઈ, તે તૃપ્ત કરી. હવે દિલથી, આત્માથી બન્નેના અસ્તિત્વ એક થઈ ગયા, "દો જીસ્મ એક જાન" તું હવે અલગ જ ક્યાં છે મારાથી, આ કોઈ શોખ કે ભૂખનો વિષય નથી આપણા બન્નેને શારીરિક તૃપ્તિ તો મળતી જ રહી છે. સવાલ હતો આપણા પ્રેમમાં આ શારીરિક મિલન કેવું આત્મિક સુખ આપે છે એ જોવાનો."
"તો શું તે આ બધું પ્રયોગ માટે કર્યું? " ખિજાઈને તે બોલ્યો.
"નો એક્સપરીમેન્ટ, ડાર્લિંગ. પરંતુ સામાજિક પરંપરાઓ જોતા ન મળ્યા હોત તો વસવસો રહી જાત, એક અધૂરપ ફિલ થયા કરત."
"અને હવે આપને શુ ફિલ થાય છે મેડમ! " તે કટાક્ષથી બોલ્યો.
"મને ખબર છે તું ચિડાયો છે, પણ હવે આપણે જિંદગીમાં રુબરું ફરી ક્યારેય નહીં મળીએ, આપણા પ્રેમનું આ તપ છે, સેકરીફાઇસ છે. આજનું મિલન હું ક્યારેય નહીં ભૂલું, મારા અંતરમનમાં હંમેશ સંઘરી રાખીશ, ખજાનાની માફક અને એ મારા મૃત્યુ સુધી અકબંધ રહેશે." તેણે કાળા ગોગલ્સ આંખો પર ચડાવ્યા, અને એજ માદકતાથી સિગરેટ સળગાવી. હવામાં લહેરાતી ધ્રુમસેરો પલકવારમાં વિખરાઈ જતી હતી. તે શૂન્યમનસ્ક રીતે તેને જતી જોઈ રહ્યો.
ચશ્મામાના ખૂણામાંથી આંખો લૂછતાં તેં વિચારતી હતી, "અત્યારે તને કદાચ એવું ફિલ થતુ હશે કે, "સ્ત્રી આટલી બોલ્ડ હોય શકે?" વાસ્તવમાં એવું જરાય નથી, પણ મને ખબર હતી કે જો હું મક્કમ નહીં રહું તો, "તું મને ન મળવાનું પ્રોમિસ ક્યારેય આપી ન શક્તો" હું નહતી ઇચ્છતી કે આ દુનિયા આપણાં આત્મિક મિલનને વાસનાનું લાંછન લગાવે! તને શું ખબર મારી હાલત શું હતી? તેં ફક્ત મારા શબ્દો પર જ ધ્યાન આપ્યું હશે. એક પુરુષ તરીકે કદાચ તું મારી મનોદશાનો તાગ ક્યારેય નહી મેળવી શકે! કુદરતે સ્ત્રીને અગાધ સહનશક્તિ આપી છે એટલે જ કદાચ હું જીરવી ગઇ! મારી આંખોમાં તારા પ્રત્યેનો અનહદ પ્રેમ, વિરહનું દર્દ અને મારા અશ્રુ તું કળી ન જાય એટલે જ તો મેં કાળા ગોગલ્સ પહેરી લીધાં હતા, જીગર!!