DEVALI - 22 in Gujarati Fiction Stories by Ashuman Sai Yogi Ravaldev books and stories PDF | દેવલી - 22

Featured Books
Categories
Share

દેવલી - 22

ભાગ ૨૨

અપૂર્ણલોક

સોનચિડિયા સમી દેવલી અપૂર્ણલોકની હવામાં દર્દીલો સુર છેડતી ચહેકવા લાગી.વાતાવરણજ એવું ગમગીન બની ગયું કે ભલ-ભલા પથ્થર દિલનો માનવી પણ ચોધાર રડી પડે.શબ્દો દ્વારા દેવલી જલ્દ વિદાય લેવાની છે તે બતાવી રહી હોવાનો અહેસાસ હર અપૂર્ણવાસીને થઈ આવ્યો...
...તો શું સાચેજ દેવલી જતી રહેશે ...?
... કઈ રીતે આ શક્ય બને કે એકવાર અપૂર્ણવાસી થાય તે મુક્તિ મેળવ્યા વિના માણસ બની શકે ?
...શું દેવલી પૃથ્વીવાસીઓ સાથે મળીને ફરી માનવ અવતારમાં જવાની યોજના ઘડી આવી હશે ?
....તો શું પછી તે અમને ભૂલી જશે ?...
ના,ના તેની આંખો,શબ્દો ને ચહેરા ના હાવભાવ કહી આપે છે કે તે ભૂલશે તો નહી પરંતુ, અમનેય અહીંથી મુક્તિ અપાવશે ! ગમ સાથે હરેકના મનમાં ખુશીનો અદ્રશ્ય સૈલાબ ઉમટી આવ્યો.અને દેવલીની આંખ સામે બાપુ પરસોતમને મળ્યા પછી પોતે પરત કઈ રીતે આવશે અને તલપ,મૌસમી,સંગીતા ને અથર્વનાથની તેનાં માટે ઘડેલી ને તેઓએ તેને કહેલી યોજના ઊભરી આવી.....

* * * * * * * * *

ગુરુ એલોનનાથની ત્રાડ અથર્વનાથના કાન વીંધતી હૃદયને હલબલાવી ગઈ.મનમાં સવાલોનું ઘોડાપુર આવેલી ચીખની ઝડપ કરતાએ સો ગણી ઝડપે ઉમટ્યું...

શું થયું હશે ફરી ? હવે હજુ કેટલું બાકી છે ?
કૈક બીજું પ્રકરણ ઉભું થયું લાગે છે ?
તેમની ત્રાડજ કહી આપે છે કે ગુરુ કેટલા ગુસ્સે છે.
ત્યાં તો ફરી અથર્વનાથ....એય અથર્વનાથ.....
.....નો એ ત્રાડથી સો ગણો શાંત અવાજ આવ્યો....
હા..... ગુરુદેવ... જી... જી...બોલો ગુરુદેવ.
(અથર્વનાથનો ડર તેની થુથવાતી જીભ પર તરી રહ્યો હતો.)

જો તારી એક નાની ભૂલની સજા કેટલાં લોકોને ભોગવવી પડે છે.... તે કદીક કેદ કરેલા રોમીલનું એક પીશાચી આત્માએ બહુજ ક્રૂર રીતે સિંહણ પેઠે મારણ કર્યું છે.તેની પત્ની અને દેવ જેવા દીકરાની સાથે- સાથે તેનો- પરિવાર પણ નોંધારો થઈ ગયો છે.હવે તારેજ આ બધા પર પૂર્ણ વિરામ મૂકવું પડશે.

હા... ગુરુદેવ... હું બધું ફરી કરી છૂટવા તૈયાર છું.બસ હવે ગુરુદેવ મને વિદ્યા પરત આપો.જેથી ઝટ આ બધો નિવેડો લાવી શકું.
અવશ્ય હું તારી વાતને માન આપું છું.પરંતુ તારે આવતી અમાસ સુધી તમામ રહસ્યો પરથી પડદો ઉંચકીને મારી સામે તેને અરીસા સમું રાખવાનું છે. અને બદલામાં વિદ્યા સિવાય પણ તને કંઈક નવું આપીશ.જેનાથી તુ વધુ શક્તિશાળી બની શકીશ.પરંતુ ફરી ક્યારેય આવી ભૂલ ના કરતો...
હા, ગુરુદેવ હું આવતી અમાસ સુધી બધા રહસ્યોને આપ સમક્ષ નગ્ન કરીને રાખી દઈશ.બસ આ વિદ્યા પરત આવી જાય એટલે ઘણું બધું કરી શકીશ.
કામિની,સોહન,ડૉ. મારું, ડૉ. સોની ને પરમાર સરની તો આંખોજ પહોળી થઈ ગઈ.ગુરુદેવ કંઈ પણ કહ્યા વિના બધો તાગ-બિના પામી ગયા હતા.અને તે બધા મનોમન વિચારવા લાગ્યા કે નક્કી ગુરુદેવ બધું રહસ્ય જાણવા છતાં એમના શિષ્યને કર્મોનું ફળ મળે મને સમજણ આવે એટલેજ તેને રહસ્ય ઉકેલવા કહ્યું. પરંતુ....
.... પરંતુ કામની ને સોહનના મનમાં રહસ્યની દિશા ઉકેલ સહ ગુંચાવા લાગી.ગુરુદેવ રોમિલના કેદની તેમના શિષ્ય અથર્વનાથને વાત કરી રહ્યા હતા. એવું તે શું થયું હશે કે કોઈને અઘોરીનો સહયોગ લઈને રોમીલને કેદ કરવો પડ્યો હશે ? ગુરુદેવે રોમિલના કેદના કારણેજ શિષ્યને કૈક સજા આપી હશે અને તેની વિદ્યા લઈ લીધી હશે જે પરત કરવા તેમની પાસે તે માગી રહ્યો હોય તેવું તેમની વાતો પરથી લાગી રહ્યું હતું.(કામિની અને સોહન મનોમન એકબીજાને એકસરખાજ સવાલો પૂછી રહ્યા હતા.)

આવતી અમાસે ગુરુદેવે આવવાનું કહેતા ગુરુ એલોનનાથના આશીર્વાદ લઈને બધાએ વિદાય લીધી.બધા પોતપોતાના ઘરે અમાસે મળવાનું કહીને વિદાય થયા.કામિની અને સોહને રોમિલના નજદીકી દોસ્તોનો સંપર્ક કરવાનું નક્કી કર્યું.ગુરુદેવનો શિષ્ય રહસ્ય ઉકેલે તે પહેલા એંશીની ઝડપે આ રહસ્ય પરથી પડદો હટાવવાની અધીરાઈ સોહન અને કમિનીમાં તલપાપડ થવા લાગી.
અને.....અને રોમિલના દોસ્તોનો વિચાર આવતાજ કામિનીના હોઠ પર તલપ અને દેવલી પહેલા રમવા લાગ્યા.દેવલી નામ મનમાં ઉભરાતાજ કામિનીને ખ્યાલ આવ્યો કે ઘણા વર્ષ પહેલાં રોમિલેજ કહેલું કે દેવલી મૃત્યુ પામી હોવાથી તે ઘણો ઉદાસ રહે છે.પરંતુ તે વખતે તેના ચહેરા પર દુઃખના વાદળ જોઈને કોઈએ દેવલીના મોત વિશે ખાસ કંઈ પૃચ્છા નહોતી કરી... પછી તો સમય જતાં જેમ જેમ રોમિલ સ્વસ્થતા ધારણ કરતો ગયો; તેમ તેમ તેઓ પણ ભૂલી ગયા અને દેવલીના મોત વિશે ફરી ક્યારેય જાણવાનો કોઈના મનમાં ખ્યાલ સુદ્ધાં ના આવ્યો... હા, પણ તલપ ?...(!) તલપ તો...
તલપ તો તેનો એકદમ જીગરી દોસ્ત હતો ! અને રોમિલના અવસાનથી માંડીને બારમાની વિધિ સુધી ક્યાંય નજરે પણ ન્હોતો આવ્યો ! કદાચ મિત્રના જવાનો આઘાત હોય તો એક બે દહાડા પછી પણ આવી શકતો ?(!) પરંતુ તેતો આ જ દિ લગી કદી આવ્યોજ નહીં. અને રોમિલ જીવતો હતો ત્યારે પણ દેવલીના મરણ પછી રોમિલના હોઠેથી દેવલીની સાથે સાથે તલપ પણ છૂ મંતર થઈ ગયો હતો.નક્કી આ રહસ્યની પહેલી ને આખરી કડી તલપ પરજ રહેલી છે !
કામિની વિચારોના વહેણમાં ડૂબકીઓ લગાવીને પાછી આવી ત્યારે; મરજીવાને જેમ દરિયાના પેટાળમાંથી મોતી મળી આવે ને જે રોનક ચહેરા પર પથરાઈ આવે એવીજ ખુશી કામિનીના મુખ પર ઉપસી આવી.તેને સોહનને પોતાના મનના ભાવો કહી બતાવ્યા.સોહન પણ તેની વાતમાં સહમત થયો અને તલપને બીજા દિવસેજ મળવા જવાનું નક્કી કર્યું.

* * * * * * * * *

યોજના મુજબ તલપને લઈને પરષોત્તમ ને બધા સુદાનજીના ઘરે આવ્યા.બીજા દિવસે પરોઢે ગામડે જવાનું નક્કી કરીને ઘણા વર્ષે પરસોતમે મીઠી નિંદર માણી.દેવલીના મોતના રહસ્યનો,કંકાવતીના કરતૂતોનો અને વીતી ગયેલી સાજીશો પરથી એક એક પડદો હવે હટી જશે તેની ખુશી ને તેના વિચારો પરષોત્તમના ચેહરા પર રમી રહ્યા હતા.પરષોત્તમ ઘસઘસાટ ઊંઘતો રહ્યો અને ક્યારે સવારનો સૂરજ ઊગી ગયો તેનો ખ્યાલ પણ ના રહ્યો.
સમગ્ર સૃષ્ટિને પ્રકાશના કિરણો પાથરીને સુરજદેવ પૃથ્વી પર શીતલ વહાલ વરસાવી રહ્યા હતા.યોજના મુજબ તલપને પહેલા કંકાવતી કને મોકલી દેવો.શંકા ના ઉપજે અને કંકાવતીને જાણ બહાર પોતાની ચાલમાં લઇ શકાય એ માટે તલપને પેહલા જવું જરૂરી હતું.અને બીજાએ સાંજે જવાનું નક્કી થયું.પરષોત્તમ એમને સાંજે જવાનું નક્કી કર્યું અને તલપને સવારે વહેલાજ ગામડે જવા માટે રવાના કરી દીધો.
આ બાજુ કામિની અને સોહને પણ સવારેજ મોટા ભાગનું કામ પતાવીને તલપની ખોજ કરવા તેના ઘર ભણી ગાડી હંકારી મુકી....તલપ કાલનો ક્યાંક બહાર ગયો હોવાનું અને ફોન પણ સાથેના લઈ ગયો હોવાનું તેની ફેમિલી કનેથી જાણીને કામિની અને સોહનને કોઈક તેમની પહેલાંજ રહસ્ય ના કોળિયા ગરચી જતું લાગવા માંડ્યું.અને તેમને સીધીજ ગાડી મારી મૂકી દેવલીના ગામ ભણી...

( મિત્રો હવે દર રવિવાર અને ગુરુવારે ભાગ મુકવાનું નક્કી કર્યું હોવાથી આજે આપણી સમક્ષ આ ગુરુવારે ...ગુરવારનો પ્રથમ અને દેવલીનો 22 મો ભાગ મુકું છું.
બીજું એ કે અહીં એક લિંક મૂકી છે.જે લીન્ક પર ક્લિક કરીને આપ એફએમ પર મારી વાર્તા સાંભળીને પોતાનો કિંમતી પ્રતિભાવ આપશો.આપના સાથ સહકાર થકીજ આટલી ઉંચી ઉડાન પહેલીવાર ભરી રહ્યો છું તો તેમાં ફરીથી આપણોજ સાથ સહકાર જોઈએ છે....તો ક્લિક કરીને આ લીંક ઉપર ઓપન કરીને મારી વાર્તા ને સાંભળજો અને આપના તરફથી પ્રતિભાવ આવાજ ત્યાં પણ આપજો.બીજી તમારા માટે ફરી એક સરસ મજાની વાત લાવ્યો છું. આમ તો હું મારા અંગત મિત્રો કે ઓળખીતાઓને પહેલેથીજ તેમની કોઈ સમસ્યા કે મુશ્કેલી હોય તો ઉપાય આપીને તેમના મનમાં ખુશીનું મોજું દોડાવી દેતો આવ્યો છું. પરંતુ હવે તમે મારા વાચકો પણ મારા પરિવાર જેવાજ થઈ ગયા છો અને મારા જ્ઞાન મુજબ,મારી સમજણ મુજબ,મારા વિચારો મુજબ, મેં ગ્રહણ કરેલા આ વાંચન અને અનુભવ દ્વારા આપની સમક્ષ વાત રાખી રહ્યો છું.આપણા જીવનમાં પણ ઘણી બધી સમસ્યાઓ સર્જાતી હશે ? અને એ સમસ્યાઓ ક્યારેક કોઈ પોતાનું કે પછી ઘણીવાર જેના ઉપર ભરોસો હોય કે પછી ઘણીવાર વધુ જાણકાર લોકોને જ આપણે કહેતા હોઈએ છીએ.તો હું આપણી સમક્ષ એજ વાત મુકું છું કે આપણે પણ કોઈપણ સમસ્યાનું માર્ગદર્શન,સુજાવ કે ઉપાય જોઈતો હોય અને પોતાની વાત કરી મન હળવું કરવું હોય તો આપ પેહલા મને મારા whatsapp પર મેસેજ કરીને પોતાનું નામ જણાવી શકો છો અને પછી ફોન પર કોઈપણ સમસ્યાનું માર્ગદર્શન અથવા સાંત્વના મેળવી શકો છો.હું આશા રાખીશ કે મારું માર્ગદર્શન કે સલાહ તમને જીવનમાં કંઈક મુશ્કેલીમાંથી ઉગારવા માટેનો રસ્તો બતાવશે અથવા તો એક પથ મળી રહેશે.અને મારાથી બનશે તેમ તમામ રીતે માર્ગદર્શન આપીશ.તમે મેસેજ કરીને જણાવશો કોલ કરીને આપણા જીવનમાં એ સમસ્યાને ઉકેલવા પૂરતા પ્રયત્નો કરી આપીશ.
બસ એજ આપનો વ્હાલો વાચક સહ લેખક...
આશુમન સાંઈ યોગી રાવળદેવ
whatsapp. 8469910389
એફ.એમ.પર મારી વાર્તા આર.જે. પંક્તિ દ્વારા રેકોર્ડ થયેલી છે તે સાંભળવા માટેની લિંક...

વાર્તા સાંભળવા માટેની લિંક...પ્લીઝ મિત્રો જરૂર સાંભળીને આપનો કિંમતી પ્રતિભાવ આપજો..https://bit.ly/2ARKQcN

https://bit.ly/2ARKQcN