The Author Deeps Gadhvi Follow Current Read એક અડધી રાતનો સમય - 8 By Deeps Gadhvi Gujarati Horror Stories Share Facebook Twitter Whatsapp Featured Books સુધા મૂર્તિ (મનની વાત) માંથી ભારતભરની બધી જ ભાષાઓમાં સંસ્કૃતના એક બહુ જ वाज्यनु लाषांतर थ... નિતુ - પ્રકરણ 63 નિતુ : ૬૩ (આડંબર)નિતુની નજર સામે વિદ્યાની અશ્રુ ભરેલી આંખો... જીવન પ્રેરક વાતો - ભાગ 09 - 10 શિક્ષકનું મહત્ત્વ: ભારતીય સંસ્કૃતિમાં શિક્ષકની ભૂમિકા - 09 ... પ્રેમ થાય કે કરાય? ભાગ - 35 મમ્મી -પપ્પાસુરત :"આ કેવિન છે ને અમદાવાદ જઈને બદલાઈ ગયો હોય... ભાગવત રહસ્ય - 146 ભાગવત રહસ્ય-૧૪૬ અજામિલ નામનો એક બ્રાહ્મણ કાન્યકુબ્જ દેશમાં... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Deeps Gadhvi in Gujarati Horror Stories Total Episodes : 10 Share એક અડધી રાતનો સમય - 8 (18) 1.3k 3.7k 1 તમે વ્હાલ નો દરિયો અમે તરસ્યા વાલીડા,આ શોંગ સાથે મારી કાર નીકળી ગઇ હતી મંઢોળ,કાજલ ના મમ્મી પપ્પાને લેવા માટે,હું અતી આનંદ માં હતો કે કાજલ ને ઇન્સાફ મડિ જશે અને એના મમ્મી પપ્પાને દુઃખ થશે પણ એને આ વાત નો કોઇ દિવસ અફસોસ નહિં રહે હું કાંઇ કાજલ માટે નો કરી શક્યો,પરંતુ અમે બધા એ ભેગા થઇને કાજલ ને ઇન્સાફ આપવાં માટે આગળ આવી ગયા હતા, તો એક બાજું ચાર્લી અમદાવાદ એરપોર્ટ પર પેલા મોહિત ની રાહ જોતો હતો,એ આવે એટલે સીધો એને કસ્ટડી માં લઈ ને તપાસ ચાલું કરીએ,અને ચાર્લી ઓફ ડ્રેસ માં ત્યાં મોહિત ને લેવો ગયો હતો,અને જેવો હાથ માં આવે એટલે આઇવા મહેમાન તોકે નાખો વખાર માં બસ આવું જ કરવાનું હતુ, એક બાજું રાગિણી અને વલ્લભ કાકા પેલી દિકરી સાથે હતા,હવે કોઇ જાનહાની થઇ તો નો શકે કેમ કે એ લોકો ને એકેય મોકો આપીયો જ ના હતો કે એ બહાર ના કોઇ પણ વ્યક્તિ ને એ કોન્ટેકટ કરી શકે, કેસ અમારા તરફ થી ખુબ મજબુત પકડ માં હતો એટલે કોઇ પણ બીજો વકિલ એ આચાર્ય નો કે પેલા ડોક્ટર નો કેસ હાથ માં ના લઇ શકે,અને અનુરાગ પણ રેડિ હતો કે બસ આ જ તારીખ માં કેસ ની સુનાવણી થઇ જાય એટલે આ ચાર અને પેલો મોહિત પાંચ ને આજીવન કારાવાસ કરતા ફાંસીની સજા થવી જોઇએ એવો અમારો ધ્યેય હતો, મંઢોળ પોરબંદર જિલ્લાના થી સોમનાથ વાળા હાઇવે પર આવેલું ગામ છે,જે ખુબ દુર છે અને મને ત્યાં પહોંચતા કમસેકમ છ કલાક થઇ શકે છે અને આવતાં છ કલાક એટલે આ બાર કલાક ના સફર દરમ્યાન મને એક ફોન આવ્યો... હા હાલો કોણ... કોણ ને મારો ગોલી યાર,હું વૈશાલી... હા વૈશાલી બોલ... શું બોલું યાર,મારે આ લગન નથી કરવાં... કેમ નથી કરવા લગન... અરે તમે સમજો... અરે હું સમજું છું પણ મારી સગાઇ ને લગન હારે થવાના છે અને એ પણ એક જ છોકરી સાથે... હા હવે ખબર છે બાપા...હું તમારી હારે લગન નું નથી કેતી.. તો કોની હારે કરવાં છે તારે લગન... પેલા કોલેજ ના દિવસો માં હું તમને લવ કરતી હતી પણ તમને તમારા ભણતરની અને કરીયર બનાવાની પડી હતી, એ દરમિયાન મને ખબર પડી કે ધુતરાષ્ટ આ ગાંધારીને પ્રેમ કરે છે.... અરે શું ગોટા મારે છે તું....આપણે રામાયણ નું નાટક કરતા હતાં,મહાભારત નું નહિં... અરે હા મને ખબર છે પરંતું અંદરો અંદર રામાયણમાં મહાભારત પણ ચાલતી હતી,અનુરાગ મને પ્રેમ કરતો હતો, અરે એ તને કેમ પ્રેમ કરે પણ.... કેમ કરે એટલે,,,શું ઇ છોકરો નથી... હા છે પણ તને એવું ક્યાંરે લાગ્યું કે એ તને પ્રેમ કરે છે એમ,, અરે જ્યાંરે એને સીતા હરણ કર્યું ત્યારે એનાં મન માં મારા લાડવા ફુંટવા લાગ્યાં હતા,અને નાટક પુરુ થયું ત્યારે એણે મને પ્રપોઝ પણ કર્યું હતું... શું વાત કરે છે,તો તો અનુરાગ મને કહે નહિં... શું કંકોડો ક્યે ઇ,એને મે ના પાડિ હતી,જો આ વાત લીક થઇને તો હું સાઇકો કિલ્લર બની ને મારી નાખીશ તને, પછી શું થયું... અરે પછી શું એ એટલો ડરી ગયો કે મારી સગાઇ માં કાંઇ બોલ્યો નહિં અરે લગન લેવાણા એમાય કાંઇ બોલ્યો નહિં પણ હવે મને બોવ ડર લાગે છે કે જો હવે એ કાંઇ નહીં કરે તો મારા લગન ઓલા લંડન વાળા છોકરા હારે થઇ જશે અને હું અનુરાગ વગર એક પલ પણ નહીં રહિ શકું, અરે ડોબી તો આ બધું પહેલા નો કહેવાઇ જ્યાંરે સગાઇ થઇ એની પેલા,હવે તો હું પણ બહાર ગામ જાઉં છું અને ચાર્લી અને રાગિણી પણ એક કેસ પાછળ એમની સેવા છે અને તારો અનુરાગ અમારો વકિલ છે. કયા કેસ માં કામ કરો છો બધા...બધું કો ને યાર... એટલો ટાઇમ નથી મારી પાસે તું એક કામ કર એ લોકો લગન લેવા આવી ગયા કે વાર છે, ના હવે આવતા જ હશે... તો એ લોકો જ્યારે આવે ને એની પાંચ મનીટ પછી ધડામમમ કરીને નીચે પડી જાજે,એવું વિચારીને પડજે કે અનુરાગે પેલી વસુંધરા સાથે લગન કરી લીધા છે, અરે એમાં હું થોડિ પડું ઓલી વસુંધરી ને જ નો પાડિ નાખું, અરે મારી માઁ....આવી ફિલીંગ સાથે પડિશ તો એ લોકો ને હકિકત લાગશે કે તને કાંઇક થયું છે,નહિં કોરોફોન્શ સૂંઘી લે જે કોઇને ખબર નો પડે એમ,અને ઓલા અવિનાશ છે જે મારા મિત્ર છે,એ ડોક્ટર છે એને હું બધું સમજાવી દઇશ,બસ તારા બેહોસી ની હાલત માં અવિનાશ નું નામ ભુલવાનું નથી... ઓકે આવું નાટક કર્યાં પછી શું....??? અરે ભયસાબ આટલું તો કરી લે પેલા,આગળ નું જ્યાંરે તું હોસ્પિટલ માં એકલી હોય ત્યારે ફોન કરજે,આગળ નું તને ત્યારે સંભાળાવીશ.... ઓકે થેન્કસ યાર.... એની માને....બોવ કેવાય આ તેલ નો ડબ્બો મારી જગ્યાએ અનુરાગ પર ઉંધો પડ્યો...લાવ એને ફોન કરુ.. હા હાલો....સાલા હરામી,ધુતરાષ્ટ ના દુબલીકેટ તે મને કેમ કીધું નહીં કે ઓલી વૈશાલી તને પ્રેમ કરે છે એમ.... તમે એને પ્રેમ ક્યો છો.... હા તો બીજું શું કહું... અરે એ માનસિક બીમારી છે,મારા ભાઇ... ના હવે પાગલ નો થા....હમણા એનો ફોન આવ્યો હતો, તારા માટે એ બોવ જ ગંભીરતાથી વિચારીને લગન તોડી ને તારી સાથે કરવાં માંગે છે અને જો એમ ના થયું તો.... એમ નો થયું તો શું... અરે તો એને મે જેમ સમજાવ્યું છે એમ કરશે,બસ તું રેડિ રે દુલ્હેરાજા,આ કેસ પતી જાય પછી તારો ઢોલ વગાડિ દઉં..... એ પ્રેમ કરે છે એની શું ગેરંટી..... અરે લાલા પ્રેમ માં કાઇ ગેરંટા નો હોય....બસ વિશ્વાસ હોવો જોઇએ અને અખુટ ભરોશો,એટલે એ માનસિક બીમારી થી મુક્ત થઇ ને સંપૂર્ણ તારી થશે....બસ મારી પર ભરોશો રાખ,આ કેસ પતે એટલે તારા લગન ની પીપુડી વગાડિને ફુલ સ્ટોપ લગાવી દઇએ... દોસ્ત મારા તરફ થી હું કેટલાઇ વર્ષ થી ટ્રાઇ કરુ છું એને ખુશ રાખવાની પણ એ મારી ફિંલીંગ ને સમજતી જ નથી, બધું બરાબર થઇ જશે,આ રાગિણી કેવી હતી,થઇ ગઇ ને એક દમ પરફેક્ટ...એમ ધીમે ધીમે તારી ગાડિ પણ પાટે ચડિ જાશે ચીંતા નો કર ભાઇ... સારુ ભાઇ આટલી હેલ્પ કરવાં બદલ,હું તો સમજતો હતો કે અનાથ નું દુનિયા માં કોઇ નહિં હોય,પણ તમારા જેવા દોસ્તો એ વાત નો ખોટી પાડિ દિધી.... અરે વ્હાલા જેનું કોઇ નહીં એનો ઉપરવાળો અને એ ઉપરવાળા એ દોસ્ત બનાવી ને તારી પાસે મોકલ્યા છે,તો બસ જલશા કર તુ તારે,અને આમેય તું કાજલ માટે આટલું કરશ તો મારી પણ ફરજ છે ને તારી સાથે રહેવાની અને તારી જવાબદારી નો ભાર ઉપાડવાની.... હા દોસ્ત સાચું....કેટલે પહોંચી ગયા છો તમે...??? અમમમ લગભગ હજી થોડિ વાર લાગે એમ છે,ગળું પહેલા એ મંઢોળ આવી જાય છે એની ખબર છે પણ કાંઇ સુજ પડતી....(એવામાં કાજલ આગલી સીટ પર આવી) હું તને પછી ફોન કરું અનુરાગ... હા સારુ ધ્યાન રાખજો ભાઇ... ઓકે ભાઇ.... બસ હવે પહોંચવા પર છીએ,આગળ ની ચોકડિ થી જમણી બાજું મંઢોળ ગામ નો બોર્ડ મોરેલો આવશે... કાજલ તું ખુશ તો છોને... હા બહુ જ ખુશ છું... હવે પાછી આવાનો કોઇ સવાલ રહેતો નથી ને... ના હવે શું પાછા આવે,બસ એક ઇચ્છા હતી કે તારા જેવો કોઇ હમસફર હોત,જે પોતાની પર્વાહ કર્યા વગર બીજાની મદદ કરે, હા પણ બોવ લેટ થઇ ગયું છે,અને તું જ્યાંરે આ ઉંમર માં હતી ત્યારે હું નાનો હોઇશ ને,મતલબ કોલેજ ના પહેલા વર્ષ માં.... એક વાર રાગિણી ના શરીર માં પ્રવેશી ને તારી ધડકન નો અહેસાસ લેવો છે, અરરરરરરે એની શું જરૂર છે,રાગિણી તારી બેન જ છે ને... કેમ આત્મા ને પ્રેમ ના થઇ શકે.... હા થતો હશે કદાચ,મને અનુભવ નથી,પણ આ તો ખોટું કહેવાય ને,કેમ કે હું બીજાની અમાનત છું,અને જ્યારે થી મે રાગિણી ને પ્રેમ કર્યો છે,ત્યારથી જ હું ફક્ત એનો જ થવાનો વાયદો પોતાને કરી ચુક્યો છું... તો વાદો તોડી પણ સકાય છે,આમેય આ કેસ હવે પુરો થવા ઉપર છે,મને મુક્તિ પણ મડી જશે અને મારા મા બાપ ને ન્યાય,તો શું તમને ગળે મળવાનો મોક્કો નહિં આપો,તમારો ઉપકાર મનવાનો વારો નહિં આપો, જુઓ કાજલ તું મને ઉપકાર કાર્યો હોય એવું માનશ પણ હું આને એક માનવ ધર્મ કાર્ય માનું છું,એક માનવતાના નાતે મારી એક ફરજ માનું છું,રહી વાત ગળે મળવાની તો એતો પોસીબલ જ નથી ને,કેમ કે હું ફક્ત રાગિણીનો જ છું અને એને બધો હક સોંપી દિધો છે, ખેર કાંઇ વાંધો નહીં તમે જે મારા અને મારા મા-બાપ માટે કર્યું એ ખુબ જ પ્રસન્ય છે અને હું ખુબ જ ખુશ છું,ગળે મળવાની વાત તો મે એમ જ કરી હતી કે તમે ખાલી દેખાવો કરો છો કે હકીકત માં પવિત્ર છો, હા કાજલ હું પવિત્ર જ છું અને જો પવિત્ર નો હોત ને આપણે ક્યારેય મડિ ના શક્યા હોત અને હું તારા અકાલ મૃત્યુનો ભેદ નો ખોલી ચુક્યો હોત, હા સારું યાર,બસ સામે દેખાઇ પીળા ડેલા વાળું ઘર એ મારું છે,મારા મા-બાપ ત્યાં રહે છે, (હું ગાડિ પાર્ક કરીને ડેલો ખોલ્યો અને અંદર જઇને જોયું તો એક માણસ કાજલ ના પિતા ને જેમ મને ફાવે તેમ બોલતા હતા) ઓયયયય કોણ છે તું હે,અને આમને કેમ ધમકાવસ, અરે મારી છોડ તું કોણ છે,ગામ માં નવો લાગ છે, હાતો નવો હોય તો શું... જો તું અજાણ છો વાત થી તો વચ્ચે ના પડ સમજ્યો, ચુપચાપ ચાલ્યો જા, અરે હું આ લોકો નો સંબંધી છું,એમને શહેર લઇ જવા આવ્યો છું,અને બોલ વાત શું હતી,જલ્દિ બોલ મારી પાસે ટાઇમ નથી, ઓહહહ ટાઇમ નથી એમ,હમણા તારો ટાઇમ કાંઢુ ઉભો રે, (પેલા માણસે અચાનક મારી પર હુમલો કર્યો અને પછી તો તમને ખબર છે,એની ગરદન પકડીને હવા લટકાવ્યો અને એણે બોવ જોર કર્યું છોડાવાનુ પણ છોડાવી ના શક્યો અને અંતે એણે હાથ પછાડિને હાર માની લીધી) બોલ હવે આ લોકોને શું ધમકાવતો હતો, અરે શું કહું સાહેબ આ લોકો વર્ષો થી મારી પાસેથી ઉધારી માં કરિયાણું લઇ જાય છે,અને પૈસા આપતા નથી, અને પૈસા લેવા આવું તો કહે છે કે કાજલ આવશે તો એ શહેર થી પૈસા લાવશે તો તમારી બધી ઉધારી એ ભરી દેશે, અને હું વર્ષો થયાં આ લોકો ઉપર દયા ખાતો આવું છું અને એની દિકરી છે કે નહીં એ પણ એમને ખબર નથી, અને આમને આમ ઉલ્લું બનાવીને આખા ગામને લુંટે છે, આ કાકાની ઉધારી ક્યાં ક્યાં છે,અને તારા સિવાય બીજું કોણ માંગે છે, અરે સાહેબ બધા જ,શાકભાજીવાળા,દુધવાળા અને હું, તારા કેટલા થાય છે.? જી અત્યાર સુધીમાં 1.5 લાખ, ઓકે ચેક હાલશે...??? તમે ઓનલાઇન પણ કરી શકો છો,મારા છોકરા ના મોબાઇલમાં ઓનલાઇન પૈસા નાખવા,આપવાની સુવીધા છે, ઓકે તારા છોકરાને બોલાવ અને એ બધાને બોલાવ જે કાકા પાસેથી પૈસા માંગે છે, ઓકે સાહેબ હમણા બોલાવી આઉં... બેટા તમે કોણ છો,અને આમ અચાનક અમારી મદદ કરવા કેમ આવ્યા...?? કાકા હું કાજલ નો ફ્રેન્ડ છું અને અમે હારે કામ કરતા હતા. ઓહહહ તો કાજલે મોકલ્યા છે તમને,તો કાજલ કેમ ના આવી...??? કાકા કાજલ હવે આપણી વચ્ચે નથી... આપણી વચ્ચે નથી એટલે શું થયું કાજલ ને...??? જી કાજલ નું મર્ડર થયું હતું અને એના ખુનીઓ પકડાઇ ગયા છે અને હાલ એ બધા જેલમાં છે,અને કાલે એની કોર્ટમાં પેશી છે,તો તમને લેવા આવ્યો છું, (કાજલ ના માતા-પિતા કાજલનો કલ્પાંત કરવા લાગ્યા,રોવા લાગ્યાં અને હું એમને આશ્વાસન આપવા લાગ્યો હતો,એવામાં ગામના એ બધા આવ્યાં ઝે કાકા પાસે પૈસા માંગતા હતા,અને મે બધાની ઉધારી ચુકવી અને એ લોકોને કારમાં બેસાડ્યા અને અમદાવાદ જવા નીકળ્યા અને બીજી બાજું ચાર્લી એરપોર્ટ પર પેલા મોહિત ની રાહ જોતો હતો) ‹ Previous Chapterએક અડધી રાતનો સમય - 7 › Next Chapter એક અડધી રાતનો સમય - 9 Download Our App