ઘણીવાર સુધી એમનું એમ પડ્યું રહ્યો પછી વિજયના કપાળે પરસેવો વળે છે. એકબાજુ જાણતો હતો એ રસોડામાં કોણે ધમાચકડી મચાવી રહ્યું છે. તેને એ વિશે વધુ કશું જ જાણવું ન હતું.
"નિરાશામાં પડ્યો રહ્યો."
તેને પોતાના મા-બાપ પર ગુસ્સો આવવા લાગ્યો પપ્પા એવું કશુંક તે બોલવા માગતો હતો પણ પેલી અદૃશ્ય તાકાત બોલવા જ દેતી ન હતી, અને ઊલટાનું તેના મા-બાપ આરામથી ઊંઘ લઈ રહ્યા હતા. કોઈને કશી ચિંતા જ ન હતી.
વાક પૂરેપૂરો વિજયનો જ હતો તેણે કોઇને કશું કહ્યું ન હતું. જો તેણે કશુંક પણ તેઓને જણાવ્યું હોત તો તેનો ઈલાજ તેના મા-બાપ કરત.....
કદાચ કોઈક ને બતાવત પણ વિજયની એ બધું નહોતું ગમતું તે બધું તે દેશી ગણતો અને તે બધાથી બચવા માટે તેણે મનોમન નક્કી કરી નાખ્યું કે આ વાત કોઈને કહશે નહિ.
હવે તો જોકે હદ આવી રહી હતી એક પછી એક ઘટનાઓ વિજયના મનમાં અને તેના શરીરમાં બનતી રહી.
શરીરને જીવન બધું જ હલાવી દીધુ હતું જાણે તેના બાર વાગી ગયા હતા તે ભૂતાવળનું એક પછી એક તેના પાછળ પડી રહી ના હોય.....
ન જાણે કેમ પણ તે હવે એક પછી એક આત્મા નો શિકાર થઇ રહ્યો હતો. ભૂતાવળ મન ફાવે તેમ વિજય ને હેરાન પરેશાન કર્યા કરતી વિજય પાસે સહન કર્યા વગર કોઈ રસ્તો ન હતો.
વિજયની ડાબી તરફ જે જમણી બાજુ દિવાલ હતી તે તો બારી વાળી દીવાલ હતી ડાબી બાજુએ એક બીજો દરવાજો હતો જે રસોડાની તરફ જતો હતો. વિજય હવે ઉભો થવા માગતો હતો અને રસોડામાં જઈને જાતે જ જોવા માંગતો હતો કે કોણ તેની ઊંઘમાં ખલેલ પહોંચાડી રહ્યું છે. વિજય ના હૃદય ધબકારા આસમાને પહોંચી ગયા હતા.
"તેનો પલંગ પરથી અડધો નીચો થઈ ગયો હતો."
તેની સાથે જ તેને ભયનું લખલખું તેના હૃદયમાં બેસી ગયું. જાણે કશું હાજર હોવાની અનુભૂતિ......
જાણે એવી દુનિયાનો ભાસ કે તેનાથી શક્તિશાળી હતી અને તેને નેસ્તનાબૂદ કરી દેવા તૈયાર હતી એટલું બધું ડર અને ભય.
વિજયના મનમાં ફાળ પડી કે જો તે રસોડામાં જાય અને કશું અજુગતું તેને સામે મળે તો શું થાય.એવું કશુક મળ્યું તો આવી બન્યું....
વિજય હિંમત હર્યો નહીં અને સાથે રહસ્ય જાણવાની તાલાવેલી. પણ બીજું એના મનમાં થઈ રહ્યું હતું કે તેની સાથે જે કંઈ પણ વીતી રહેલું તે બધું જ કોઈક હેતુથી થઈ રહ્યું હતું.
તે જાણતો હતો કે આ બધા અનુભવો જેને થાય તેના જીવનમાં ઘણા બધા ફેરફારો થતા હોય છે. તેની એક જ ઈચ્છા હતી કે એ બધું હંમેશા માટે ખતમ થઈ જાય,બસ.
તે પોતે તેમાંથી છૂટી અને ફરી ક્યારેય તે તેમાં પાછો ન ફરે પણ એ બધી તો કેવળ કલ્પનાઓ ઠગારી નીવડી. આશાઓ કાગળની નાવડી જેવી હતી જે ક્યાંક અદ્રશ્ય થઈ હતી. તે બધું તેને આ શક્ય લાગી રહ્યું હતું.
કેતન પણ ન હતો.....
જે તેને મદદ કરી શકે એ એક જ હતું જેને અત્યાર સુધીના દરેક રસ્તાઓમાં માર્ગદર્શન આપ્યું હતું પણ તે અત્યારે હાજર હતો નહિ. તેણે પેલી ભૂતાવળ ને મળવા ન કહ્યું હોત તો પેલા સપનામાં થી તે કદાચ ક્યારેય ન નીકળી શક્યો હોત અને તેનું શરીર કોમામાં જતું રહ્યું હોય......
"હા તે શક્ય હતું અને તે અનંત જગ્યામાં તે હંમેશને માટે ભટકી રહ્યો હતો."
તે કર્યો હતો તે કોઇને ખબર ન હતી.
સડા ત્રણ થઈ ચૂકેલા વિજય નું મન બેચેન હતું. દરેક પ્રકારનું જોખમ લઈને તે રસોડામાં જવા માગતો હતો.
વધુ આવતા અંકે.....