આગળ ના ભાગમાં જોયું કે રેહાન રીયાને સરપ્રાઈઝ આપે છે અને હજી બીજી સરપ્રાઈઝ પણ આપવા નો હોય છે. હવે આગળ જોઈએ.....
રાતના બારના ટકોરે રેહાન રીયાને ઊઠાડે છે અને સરપ્રાઈઝનું કહે છે.. રીયા કહે છે, ફરી સરપ્રાઈઝ?? રેહાન તેની આંખ પર પટ્ટી બંધી દે છે.. રીયા કંઈક બોલવા જાય તેની પહેલા જ રેહાન કહે છે, નજીક જ જવાનું છે, જ્યાં આપડે ડિનર માટે ગયા હતા. રેહાન રીયાનો હાથ પકડી ત્યાં સુધી લઈ જાય છે. રીયા ને બરાબર વચ્ચે જ ઊભી રાખે છે અને રીયાને આંખે બાંધેલી પટ્ટી ખોલી નાંખે છે.. રીયા જોઈ છે કે એકદમ અંધારુ છે.. કંઈ જ દેખાતુ નથી તેથી તે રેહાન ને કહે છે, રેહાન કેમ આટલું અંધારુ છે?
રેહાન તરત બોલે છે, લાઈટ્સ ઓન એન્ડ પ્લે ધ મ્યુઝીક..! તરત મ્યુઝીક વાગે છે.. હેપ્પી બર્થ ડે ટુ યુ..! હેપ્પી બર્થ ડે ટુ યુ..! રેહાન પણ ગાય છે અને રીયા ને કેક કટ કરવા કહે છે..!
રીયા તો હજી શોકમાં હોય છે..ટેબલ પર મસ્ત ડેકોરેટ કરેલી ચોકલેટ ફ્લેવર ની કેક હોય છે, કેક કટ કરતા જ આકાશમાં ફટાકડા ફૂટે છે.. રીયા કેકનો પીસ રેહાનને ખવડાવે છે અને રેહાન પણ રીયા ને કેક ખવડાવે છે અને કહે છે, અ વેરી હેપ્પી બર્થ ડે ટુ ધ મોસ્ટ બ્યુટીફૂલ ગર્લ..! રીયા તો ખૂબ ખુશ થઈ જાય છે.. અને થેન્ક યુ કહેતા રેહાન હગ કરી લે છે... રેહાન ને તો ખબર નથી પડતી કે શું પ્રતિભાવ આપુ?.. રીયા ને ખબર પડે છે કે ખુશીમાં ને ખુશીમાં તે રેહાનને ભેટી પડી છે તેથી તે અડગી થાય છે અને રેહાન ને સોરી કહે છે. રેહાન કહે છે, ઈટ્સઓકે..!
રીયાને મનમાં થાય છે કે તે પોતે જ પોતાની બર્થ ડે કેમની ભૂલી જાય છે? કામ માં ને કામ માં કદાચ ભુલાય ગયું હશે..! રેહાનને તે પૂછે છે કે તમને કેવી રીતે ખબર કે આજે બર્થ ડે છે મારી? રેહાન જવાબ આપતા કહે છે, તારી કંપની નો માલિક છું આટલી તો ખબર રાખી જ શકુ છું.
રીયા રેહાન ને થેન્ક યુ કહે છે.
રેહાન જવાબમાં કહે છે, યોર વેલકમ મેમ..!
બંને પછી હોટલ પર પહોંચે છે, રીયા રેહાનનાં વિચાર કરતા સૂઈ જાય છે. જ્યારે રેહાન ફોન પર પેરીસ જવા માટે બે ટીકિટ બુક કરાવે છે પછી તે સૂઈ જાય છે કેમ કે તેમને આવતીકાલે જર્મની જવા માટે નીકળવાનું હોય છે.
જર્મની માં ત્રણ દિવસમાં અલગ અલગ મીટિંગ પૂરી કરે છે અને એક દિવસમાં તેઓ ફરે છે. આમ ચાર દિવસ પૂરા થાય છે, રેહાન એક્સાઈટ હોય છે પેરીસ જવા માટે..! રીયા ને તે જણાવે છે કે બે દિવસ પેરીસ રોકાવુ પડશે અરજન્ટ મીટિંગ ગોઠવી છે તો ત્યાં આપણે જવું પડશે.. ટીકિટ કન્ફર્મ થઈ ગઈ છે. રીયા હા કહી સામાન પેક કરવા રૂમમાં જાય છે. રેહાન તેના રૂમમાં આવી કોઈને ફોન કરે છે અને બધુ અરેન્જમેન્ટ કરવા કહે છે બધુ સમજાવી તે સૂઈ જાય છે.
પેરીસમાં....
એરપોર્ટ પર ઉતરતા જ રીયા રેહાનને પૂછે છે કે મીટિંગ ક્યારે છે અને કયા ટોપિક પર પ્રેઝન્ટેશન આપવાનું છે? રેહાન જવાબ આપતા કહે છે, રિલેક્સ..! જસ્ટ ફોર્મલ મીટિંગ છે અને એ કાલે છે.
બંને હોટલ પર પહોંચે છે. બંનેના રૂમ માંથી એફીલ ટાવર દેખાતો હોય છે આખું જ દ્રશ્ય નયનરમ્ય હોય છે. રીયા થોડા ફોટો ક્લીક કરે છે. બંને થાકી ગયા હોવાથી સૂઇ જાય છે.
સાંજ ના પાંચ વાગે રીયાના ફોન પર તેના પપ્પા નો કોલ આવે છે, રીયા ઊંઘમાં જ કોલ લે છે, સામે તેના પપ્પા બોલે છે, બેટા તારી રીર્ટન ફ્લાઈટ કેટલા વાગે છે અને કેટલા વાગે તુ અહીં લેન્ડ થઈશ મને કહી રાખ તો લેવા આવુ. રીયા ઊઠી જાય છે અને યાદ આવે છે કે પપ્પાને કહેવાનુ ભૂલી ગઈ કે તેને અચાનક પેરીસ આવવાનુ થયુ છે. રીયા નલીનભાઈ ને બધી વાત કરે છે, નલીનભાઈ સાચવીને રહેવાનુ કહી ફોન મૂકે છે. રીયા ફ્રેશ થઈને બેડ પર બેસે ત્યાં જ તેની નજર ગોળ લાઈટ ઓરેંજ કલરના બોક્સ પર પડે છે, નજીક જઈને બોક્સ પરની રીબીન ની ગાંઠ છોડીને બોક્સ ઓપન કરે છે જેમાં ઉપર એક ચીઠ્ઠી હોય છે, એમાં લખ્યું હોય છે, અગેઈન રેડી રહેજે આઠ વાગ્યે નીચે આવી જજે. રેહાન..!
રીયા સ્માઈલ કરતા કહે છે, રેહાન તે શું માંડ્યુ છે? સરપ્રાઈઝ જ સરપ્રાઈઝ..! પછી બોક્સમાં જોઈ છે જેમાં ડ્રેસ અને હિલ્સ હોય છે. રીયા ફોન તેના હાથ માં લે છે અને કંઈક વિચારે છે..રૂમમાં જે ફોન હોય છે તે ફોનથી કોઈને ફોન કરે છે અને કંઈ પૂછે છે.
ફોન મૂકી તે નાહવા જાય છે.. ફટાફટ તે રેડી થાય છે, રેહાનએ આપેલ ડ્રેસ પહેરે છે, હિલ્સ પહેરી હાથમાં મેચીંગ ક્લચ ( એક જાતનુ પર્સ આવે છે લંબચોરસ આકારનુ વેલેટ જેવુ) લે છે. સાત વાગેતો તે રેડી હોય છે. નીચે જઈને રેહાનને મેસેજ કરે છે, આઈ એમ રેડી..! વેર આર યુ?
રેહાન – ઓહ..! યુ આર સો ક્વીક.! હજી તો વાર છે.
રીયા – મારે એક જગ્યાએ જવુ છે તો એક કામ કર મને એડ્રેસ મોકલી આપ હુ ત્યાં આવી જઈશ.
રેહાન – ના, હું હમણાં જ ગાડી મોકલુ છુ તુ એમા જ જઈશ બિકોઝ યુ આર માય રિસ્પોન્સિબિલીટી અને હા તારૂ કામ પતે એટલે ડ્રાઈવર તને ત્યાંથી એ જગ્યા પર મૂકી જશે. બી સેફ..!
રીયા – ઓકે.. થેન્કસ..! અન્ડ યસ આઈ વીલ ટેક કેર.. ડોન્ટ વરી..!
હોટલની બહાર એક ગાડી આવે છે અને ડ્રાઈવર રીયાને કહે છે રેહાન સર એ ગાડી મોકલી છે. રીયા ગાડીમાં બેસે છે અને એક એડ્રેસ આપે છે અને કહે છે ત્યાં જવાનુ છે. પંદર મિનિટ પછી ગાડી એક મોલ આગળ આવીને ઊભી રહે છે, ડ્રાઈવર રીયાને કહે છે, તમે બતાવેલ એડ્રેસ આ જ છે. રીયા ગાડી માંથી ઊતરી મોલમાં જાય છે અને સીધી એક શોપમાં જઈ વસ્તુ ખરીદી ગાડી માં આવી બેસી જાય છે. વીસ મિનિટ પછી ડ્રાઈવર એક જગ્યા એ ગાડી ઊભી રાખે છે. રીયા જોઈ છે કે આખી જગ્યા શાંત હોય છે સહેજ પણ અવાજ નથી ફક્ત પવન અને વહેતા પાણીને અવાજ આવે છે. ડ્રાઈવર એક એન્વેલોપ રીયાને આપે છે. રીયા પૂછે છે કે શું છે આમાં? ડ્રાઈવર કહે છે, મેમ મને નથી ખબર. મારે તમને આપવાનુ હતુ તો મે તમને આપી દીધુ. રીયા ઓકે અને થેન્ક યુ કહે છે. રીયા ગાડી માંથી ઊતરે છે અને એન્વેલોપ ખોલે છે જેમાંથી મોટી સાઈઝના કાગળને વાળીને મૂક્યો હોય છે, રીયાતે બહાર કાઢે છે અને ખોલીને જોઈ છે તો એક મેપ જેવુ હોય છે...ત્યાં જ રીયાના મોબાઈલમાં મેસેજ આવે છે જે રેહાનનો હોય છે. રીયા મેસેજ વાંચે છે, તને મેપ મળી ગયો હશે તે જોઈ પણ લીધો હશે તો મેપ માં રેડ કલર થી જે રસ્તો હાઈલાઈટ કર્યો છે એને ફોલો કર તુ જગ્યા એ પહોંચી જઈશ અને રસ્તોના મળે તો કોલ કરજે પણ મને ખબર છે તને આ જગ્યા મળી જ જશે. રીયાના ફેસ પર સ્માઈલ આવી જાય છે અને દર્શાવેલ રસ્તા પર ચાલવા લાગે છે.
રીયા મેપમાં બતાવેલા રસ્તાના એન્ડ પોઈન્ટ પર આવીને ઊભી રહી જાય છે, ત્યાં જ પાછળથી રેહાન આવે છે અને રીયાની આંખ પર હાથ મૂકી દે છે. રીયા કહે છે, કોણ છો તમે? રેહાન હસતા હસતા કહે છે, રેહાનનુ ભૂત છે તને પકડવા આવ્યુ છે.. રીયા હસી પડે છે અને કહે છે તુએ તો ડરાવી દીધી મને અને હવે ક્યાં જવાનુ છે? રેહાન તેને ધીમે રહીને રીયાની આંખ ઢાંકીને લઈ જાય છે.
બંને એક જગ્યાએ આવીને ઊભા રહી જાય છે. રેહાન રીયાની આંખ પરથી હાથ હટાવે છે અને લાઈટ્સ ઓન કરે છે.. રેહાન રીયાને જોતો જ રહી જાય છે.. લાઈટ સ્કાય બ્લ્યુ કલરની લોંગ મેક્સી ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હોય છે, પાતળી પટ્ટી, ડીપ ગળુ અને બેકલસ ડ્રેસમાં એકદમ અલગ જ લાગતી હોય છે, સાથે તેને આછા વાંકોળીયા કરેલા વાળ છુટ્ટા રાખ્યા હોય છે, ડાર્ક બ્લ્યુ કલરની આઈલાઈનર અને લાઈટ બ્રાઉન કલરની લિપસ્ટિક કરી હોય છે, રેહાન તો તેને જોયા જ કરે છે.
સામે રીયા પણ રેહાન ને જોઈ છે જે કોઈ હીરો થી કમ નથી લાગતો.. ડાર્ક બ્લ્યુ કલરનો એન્કલ પેન્ટ ઉપર સ્કાય બ્લ્યુ બોડી ટાઈટ શર્ટ, હેર સ્ટાઈલ કરેલ હેન્ડસમ લાગી રહ્યો હોય છે.. અને તેનાથી પણ ઉપર તે જગ્યાનું વાતાવરણ હતું ખુલ્લા આસમાનમાં તારલા જગમગતા હોય છે, ઠંડો પવન લહેરાતો હોય છે અને નીચે નાનું ઝરણું વહી રહ્યું હોય છે. આ જગ્યા શહેરથી બહાર હોય છે. આખી જગ્યાને સુંદર રીતે શણગારેલી હોય છે.
શું રેહાન રીયાને પ્રપોઝ કરશે? અને જો પ્રપોઝ કરશે તો રીયાનો જવાબ શું હશે? શું રીયા રેહાનને તેના દિલની વાત કરી શકશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ – 10
જરૂરથી કહેજો સ્ટોરી કેવી લાગી?