safad vyakti ne irshadu loko aa rite barbaad kari shake chhe in Gujarati Motivational Stories by Dhaval Chauhan books and stories PDF | સફળ વ્યકિત ને ઇર્ષાળુ લોકો આ રીતે બરબાદ કરી શકે છે

Featured Books
Categories
Share

સફળ વ્યકિત ને ઇર્ષાળુ લોકો આ રીતે બરબાદ કરી શકે છે

આ સમય ત્યારે જ આવશે કે જ્યારે તમે એક સફળ વ્યક્તિ તરીકે ઓળખાતા થશો....એ વખતે તમારે ધણી એવી પરિસ્થિતિઓનો અનુભવ કરવો પડશે.
જ્યારે સમાજ ની અંદર તમે એક સફળ વ્યક્તિ હશો ત્યારે અમૂક લોકો તમારાં થી નાખુશ હશે.એ લોકો ને એવું વાંરવાર લાગ્યા કરશે કે આ આટલો બધો આગળ વધી ગયો......સફળ થઈ ગયો......અમારા થી પણ વધુ આગળ વધી ગયો.....
આવી વિચારધારા વાળા લોકો તમને પાછળ પાડવાની યોજનાઓ તૈયાર કરવાનું નક્કી કરે છે.......એ લોકો ત્યાં સુધી ઠંડા નથી પડતાં કે જ્યાં સુધી તમને નાકામ ન કરે......
એ લોકો તમારી જે સમાજ માં કિર્તિ છે,ઇજ્જત,સન્માન છે એને બદનામ કરવાની ભાવના રાખે છે.
એ લોકો એ સમય ની વાટ જોય રહ્યાં હોય છે કે આપણે કોઈ નાની એવી ભુલ કરી બેસીએ....અને આપણી નાની એવી ભૂલ નુ એ લોકો મોટું સ્વરુપ આપે છે..........અને આપણ ને બધાની વચ્ચે ટોળામાં બદનામ કરી નાખે છે.......આપણને એ લોકો એવી રીતે બદનામ કરે છે કે આપણે કોઈ ને મોઢું પણ ના બતાવી શકાય.....આપણે કોઇને આંખો પણ ના મિલાવી શકાય તે હદ સુધી જઈ આપણને બદનામ કરે છે .......એ લોકો આપણી પ્રગતિ ને અસફળ બનાવવા માંગે છે......તેઓ આપણી આસપાસ જ હોય છે.......એ વિશ્વાસુ બનીને આપણને બીજાઓ માટે અવિશ્વાસુ બનાવી દે છે.
ખરેખર તો એ લોકો પાસે પોતાનું કોઇ હોતું જ નથી.
ન ઇજ્જત,કે ન કિર્તિ....બસ ઇર્ષા......ઇર્ષા ને ઇર્ષા જ......જ્યારે આપણને એ લોકો સમાજ માં બદનામ કરે ને પછી જ એમનાં હદય ને શાંતિ મળે છે.
એ લોકો હાશ અનુભવે છે......નવાઈ ની વાત તો એ હોય છે કે એ લોકો આપણા જાણ્યા અજાણ્યા જ હોય છે.....


આવા તો લાખો કિસ્સાઓ જોવા મળે છે.......પણ એક વાર આપણે એ સફળતા ની ટોચ ઉપર પહોંચી ગયા પછી એ લોકો આપનું કશું પણ બગાડી શકશે નહીં .
એ લોકો ની વાતો માં ક્યારેય પણ હા માં હા ના જ કરવી......એ આપણને એવાં રસ્તાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના કરશે જે રસ્તો આપણી બરબાદી તરફ નો હશે....અયોગ્ય હશે.......પણ આપણે એક અડગ મનના થઈને રહેવું જેથી કોઇ આપણા મનને વાળી જ ન શકે......જો તમે એની વાતો માં ભરાશો તો એ આપણને નાકામ કરવામાં
ચોક્કસ સફળ થશે.........




પણ હા યાદ રાખવું કે આપણે એમનાં જેવું નથી જ થવાનું.......એ લોકો આપણા થી જેટલા આગભબુકા થતાં હોય એનાથી પણ વધારે થવાં દેવાના......આપણે આપણા કાર્ય માં વ્યસ્ત રહેવું.......આપણે આપણા જીવનમાં એટલી બધી પ્રગતિ કરવી કે જે ઇર્ષા કરે છે એ આપણા સુધી પહોંચી જ ન શકે........બસ આપણી વિચારવાણી સાચી ને સારી રાખવી......ને બદલો લેવાની ભાવના ક્યારેય પણ ન રાખવી.......બને એટલું એ લોકોથી દૂર રહેવાનું પસંદ કરવું..........એક સફળ વ્યક્તિ તરીકે તમારી એક ફરજ બને છે કે કોઇ નિસહાય હોય તો એની મદદ કરવી.......મોજ થી રહેવું.......આનંદ સાથે હસિખુશી થી પોતાનાં પરિવાર સાથે રહેવું......
દરેક પળ ને ખુશી થી માણવી..........જીવન માં કંઈક અલગ જાણવાની કોશિશ કરવાની.....બને એટલું સારૂ લાગતું જ્ઞાન ને હમેંશા ગ્રહણ કરવા પ્રયત્નશીલ રહેવું......ઉત્સાહી બનીને રહેવું પણ ઉતાવળા ના થવું.....
આ સાથે તમે બધાજ જીવન માં આગળ વધી અને સારી સફળતા મેળવી ને સમાજ માં સારી પ્રગતિ કરો એવી આશા રાખું છું .....

જીવનને અલગ અંદાજ થી જીવવાની મજા જ કંઇક અલગ હોય છે.......જીવન ને લગતી ઘણીબધી અવનવી અને અનુભવી વાતોને કે જે દરેક ના જીવન માં કોઇને જરુર અનુભવી હશે...જે યાદ કરવાથી એ સ્થિતી નો રુબરુ અહેસાસ કરાવે છે...
આવી અનુભવી વાતો આપણે આગળ કરતા રહીશું....

ધન્યવાદ

લેખક- ધવલ ચૌહાણ