એક મુલાકાત
"એક રેલ્વે સ્ટેશન પર ની વાત છે એક દિવસ વરસાદ ને કારણે એક ટ્રેન લેટ થાય છે અને waiting room પણ ફુલ હતા પણ બે સીત ખાલી પડી હતી અને ત્યારે બે જણા ભાગતા ભાગતા આવે છે અને તેમાં એક યુવતી અને એક યુવક હતા તે સીત પર બેસવા માટે પણ રૂમ માં પ્રવેશ કરતા જ તે બંને અથડાઈ જાય છે
ત્યારે અચાનક તે યુવક પેલી યુવતી ને તેના એક હાથ થી એ ખેંચે છે અને તે યુવતી ને પડતા બચાવે છે અને ત્યારે બંને ની નજર મળે છે અને first love effect શરૂ થાય છે . અને ફિલ્મ માં બહાર સંગીત વાગતું હોય તેવો માહોલ સર્જાયો હતો અને તરત એકબીજા ની આંખ ઉપર નજર જાય છે પણ તરત સરખા થઈ ને સીટ પકડવા ભાગે છે ત્યારે ખબર પડી કે એક પર તો કોઈ બેસી ગયુ છે ભાગતા ભાગતા તે યુવતી સીટ પકડવા જાય છે પણ બીજી સીટ પર પણ કોઈ બેસી જાય છે અને બંને તરત બોલે છે. "
" અરે શું યાર, સીટ નીકળી ગઈ? કંઈ નહીં બેસો તમે અમે બહાર જઈએ "
" એમ કહેતા તે યુવક waiting room થી બહાર આવે છે અને એક ખુરશી ઉપર બેસે છે .
"hey હું અહીંયા બેસી શકું છું - તે યુવતી બોલી
" ખુરશી ઉપર બેસે છે અને બોલે છે સોરી ધક્કો વાગ્યો "
" અરે એમાં શું મારો પણ વાક હતો આપણે બંને સીટ પકડવા ભાગ્યા , અને હા I'm અયાન ગાંઘી "
" and I'm પ્રિયા દત્તા and મારા એક બાળપણ ના friend નું નામ પણ અયાન જ હતું "
" અરે ના હોય કારણે કે મારી મિત્ર નું નામ પણ પ્રિયા જ હતું જો તમને તેના બાળપણ નો ફોટો બતાવું "
" ફોન ખોલવા જાય છે ત્યારે બીજું માં પકડેલી પાણીની બોટલ માંથી પાણી પડે છે અને ફોન બંધ થઈ જાય છે "
" અરે પ્રિયા આ ફોન લે જલ્દી પાણી પડ્યું છે "
"oh no! હા લાવ અયાન કંઈ નહીં થાય હમણાંજ પાણી સુકાય જશે "
" Thank you priya "
" અરે એમા શું થયું પણ મારા ફોન ની બેટરી ડાઉન થઈ ગઈ છે એટલે ફોટો ના બતાવાઈ "
" અરે પ્રિયા આપણી કહાની કેવી સરખી છે યાર પણ મારી કહાની થોડી અલગ છે કારણ કે મે મારી મિત્ર થી ખૂબ દુર છું બાળપણ માં મારા મમ્મી અને પપ્પા બંને શહેર આવી ગયા અને મારી મિત્રતા કે મારો પ્રેમ ત્યાં જ રહી ગયો અને પછી ભણવા માટે મને વિદેશ મોકલ્યો અને તેથી મળવા નો સમય ના મળ્યો પણ મને બરાબર યાદ છે એ ખૂબ જ મસ્તી ખોળ હતી અને ખુબ જ ચુલબુલ હતી "
" અરે હા અયાન એ પણ મારી જીંદગી માંથી એવી નીકળ્યો હતો અને તે સમયે આવા ફોન પણ ના હતા "
" હા સાચી વાત કરી પ્રિયા આજે કદાચ મોબાઈલ ફોન તે સમયે હોતે તો આમ આટલા વર્ષો સુધી અલગ રહેવુ ના પડે આ એક મોબાઈલ એ જીવનરેખા છે "
" lifeline છે આયાન આ મોબાઈલ અને કદાચ ગામડાઓમાં ખાસ જરૂર છે કારણ કે આ મોબાઈલ થી જ શહેરો અને ગામડાઓ વચ્ચે એક સુંદર સબંઘ જળવાય રહે છે કારણ કે કોઈ પોતાનું કામ છોડી ને મળી શકે નહીં "
" હા સાચી વાત છે પ્રિયા પણ આ મારી મિત્ર ના ઘરે મારા મમ્મી અને પપ્પા તો આવતા હતા પણ હું પરદેશ હતો પણ ખૂબ યાદ આવે છે પ્રિયા ની અને આજે હું તેના ગામ જ જાવ છું અને મારુ બાળપણ મને પાછું મળે "
" અરે ખૂબ સરસ યાર અને જો તને તારો પ્રેમ મળે તો મને આ નંબર પર ફોન કરજે મારી best wishes છે કે તારુ બાળપણ તને પાછું મળે "
" અરે હા સારુ ફોન કરા "
" અરે પ્રિયા ફોન ચાલુ થઈ ગયો. અને હું તો હવે સોગ સાંભળું છું "
" પણ અયાન મને સાંભળવું છે મને એક કાન માં સાંભળવા આપે "
" oh my God haif haif Earphone OK સારું ચાલ "
" પ્રિયા ખૂબ દુર થી સાંભળે છે song એટલે પછી અયાન કહે છે આનો વાયર લાબો નથી તરે નજીક આવવું પડશે પણ પ્રિયા ખચકાટ અનુભવતી હતી પરંતુ અયાન કહે છે you don't know but હું સારો માણસ છું ગભરાતી નહી આ સાંભળી ને થોડુ હસે છે અને પછી ગીતો સાંભળતા સાંભળતા તે અયાન ના ખભા ઉપર સૂઈ જાય છે અને ત્યારે અયાન પ્રિયા ને જોય છે ત્યારે એ અયાન ધબકતા દિલ માં કોઈ અંગડાઈ લેય છે તેવો અનુભવ કરે છે અને એ રેલ્વે સ્ટેશન ની એક ખુરશી ઉપર એક ખામોશ પ્રેમ કહાની ચાલુ થઇ ગઇ હતી અને ત્યારે અચાનક એક ટ્રેન ના અવાજ થી પ્રિયા ની આંખ ખુલે છે અને ગભરાઈ ને સોરી બોલતા બોલતા ઘબકતા દિલે બીજી તરફ ફરી જાય છે અને તરત વાદળીઓ મોર બની ને નાચી ઉઠે છે અને વરસાદ નુ આગમન થાય છે કે બંને હૈયા એ પ્રેમ નું આગમન થાય છે. અને ત્યારે ઘીમે ઘીમે અયાન પ્રિયા ના ખભા ઉપર હાથ મુકે છે અને કહે છે કેમ પ્રિયા તું આજ ટ્રેન ની વાર જોઈ છે જે લેટ થઈ છે "
" હા અયાન ,અને મારે મુખી ગામ જવુ છે "
" અરે મારે પણ ત્યાં જ જવુ છે પણ તેની બાજુમાં આવેલ એક ગામમાં કામ છે એટલે હું પહેલા તે રેલ્વે સ્ટેશન ઉતરા "
" અને થોડી વાર માં ટ્રેન આવે છે "
"ટ્રેન નો અવાજ સાંભળ્યો અને બંને તરત ભાગ્યા અને તે દરમિયાન બંને એકબીજા નો હાથ પકડી ને ભાગે છે ત્યારે અચાનક હાથ છૂટી જાય છે અને પ્રિયા તો ચડી જાય છે પણ ભીડ માં અયાન દુર થઈ જાય છે ત્યારે જ અચાનક અયાન ને કોઈ ધક્કો મારી છે એટલે અયાન સીધો ટ્રેન માં અને તે પણ પ્રિયા સાથે અથડાઈ છે અને બંને ગભરાઈ જઈને એક બીજા થી નજર છુપાવે છે. "
"થેંક્સ ભાઈ તમે ધક્કો માર્યો નહી તો આ કાલે જ આવાના હતા પ્રિયા બોલે છે"
" અરે શું બોલે છે કેટલો જોર માં ધક્કો માર્યો આવુ કોઈ કરે પ્રિયા "
" નહી તો શું કરે અયાન તો એ રહી ના જાય પેલ્ટફોમ પર ચાલ હવે સીટ શોધીએ જયા સુઘી પહોંચે છે ત્યા સુધી બસ વાતો જ કરે છે "
"અયાન મુખી ગામ પહેલા ઉતરે છે "અને પ્રિયા કહે છે કે
" યાદ રાખજે તને તારી પ્રિયા મળે એટલે કોલ કરજે "
" અરે થીક છે મારી મિત્ર ,now friends "
" OK both are friends અયાન "
" અને પ્રિયા તેના મુખી ગામ જાય છે અને ઘર માં પ્રવેશ કરે છે અને બઘા ને મળે છે અને પછી આરામ કરવા માટે રુમ માં જાય છે "
" તરત આવાજ આવ્યો બેટા તારો બાળપણ નો મિત્ર અયાન આવ્યો છે જલ્દી આવ જો ને કેટલો મોટો થઈ ગયો છે અને કેટલાક વર્ષ પછી આવ્યો "
" આ સાંભળીને પ્રિયા ભાગતી ભાગતી જાય તો ત્યા જોઈ છે તો પેલો રેલ્વે સ્ટેશન પર મળેલો અયાન હતો "
" બંને એકબીજાની જોઈ છે "
" તેના બા બોલ્યા અરે આજ છે તારો મિત્ર હમણાંજ બે દિવસ પહેલા અયાન મમ્મી અને પપ્પા આવેલા ત્યારે ફોટો બતાવ્યો હતો ત્યારે તું શહેરમાં હતી તો શું કરુ "
" બા આ છે પ્રિયા "
" હા બેટા "
" અને તરત બા ને કહે છે બા એક ફોન કરુ છું અને સામે પ્રિયા ફોન કરે છે અને તે ઉપાડે છે કહે છે અરે મારી મિત્ર મળી ગઈ
છે અને આ સાંભળી ને શરમાઈ જાય છે "
" અને સાથે સાથે મેસેજ પણ કરે છે પ્રિયા ને પછી મળશે "
" અને મેસેજ નો જવાબ હા આવતા તે ખૂબ ખુશ થઇ જાય છે "
"અને થોડા સમય બાદ બંને મળે છે ત્યારે પ્રિયા અને અયાન ને તેમની મિત્ર અને પ્રેમ મળે છે અને પછી બંને વચ્ચે ખૂબ ગહેરો પ્રેમ થાય છે અને બાળપણની મૈત્રી એ પ્રેમ માં ભળી જાય છે અને દિવસો પસાર થવા લાગે છે "
" થોડા દિવસે સવારે એમ જ બઘા ચા પીવા બેઠા હતા અને બરાબર ત્યારે ફોન ની રીગ વાગી બા એ ફોન ઉચકો "
" ત્યારે અયાન અને પ્રિયા એકબીજા સાથે આંખો માં ઈશારા કરી રહ્યા હતા અને એક બીજા સાથે મસ્તી કરી રહ્યા હતા "
" ત્યારે બા તરત ફોન મુકી ને બોલ્યા કે અયાન તારા પપ્પા નો ફોન છે કે તમારા જૂના ઘરે થી થોડો સમાન લઇ આવ "
" હા બા, સારુ પણ આ પ્રિયા ને કહો કે તે આવે મારી સાથે "
" ના બા હું નથી જતી "
" અરે જાને સાથે એમ તો નાની હતી ત્યારે હાથ પકડી પકડી ને ચાલતી હતી "
" અને ત્યારે અયાન અચાનક ખાસી થી પ્રિયા ને છેડે છે અને ડાઇનિંગ ટેબલ ની નીચે થી પગ થી છેડે છે "
" અરે બા તમે પણ શું જાવ છું "
" અને હા ચાવી આ આપણી પાસે છે પ્રિયા અંદરથી મમ્મી પાસેથી લઇ જજે "
" બંને પછી તેઓ ના જુના ઘરે પહોંચી જાય છે "
" અયાન મને કેમ લઈ ને આવ્યો "
" અરે પણ પ્રિયા તો પછી તારી સાથે મુલાકાત કંઇ રીતે થાય "
" સારુ મારા ચીકુ "
" અરે પ્રિયા આ તો મારુ નામ હતુ અને પેલો હિચકો જો ત્યા ખૂબ જ મસ્તી કરતા હતા "
" અરે અયાન ચાલ અંદર "
" એક પછી એક વસ્તુ ને જોઈ ને બાળપણની ઝાંખી આંખો પર આવે છે પછી એ હિચકો હોય કે રસોઈમાં ચોરી ને ખાવા નું હોય કે પછી આખા ગામ માં ફરવા ની વાત હોય તેઓ ઘર ની એકેએક વસ્તુ જોઈ ને ભેટી પડ્યા તેઓ કહે છે કે આપણુ બાળપણ કેટલુ સાચુ અને સારુ હતું આજે આપણે કેટલા વર્ષ પછી ફરીથી સાથે છીએ આખી જિંદગી ની ઝાંખી કરાવતાં કરતા છેવટે અયાન પ્રિયા ની સામે તેના પ્રેમ નો ઇઝહાર કરે છે અને બંને એકબીજા નો પ્રેમ નો સ્વીકાર કરે છે .
Richa Modi