ae aavya in Gujarati Short Stories by સાવજ books and stories PDF | એ આવ્યા....

Featured Books
  • నిరుపమ - 7

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 20

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 6

                         మనసిచ్చి చూడు -06అప్పుడే సడన్గా కరెంట్...

  • నిరుపమ - 6

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 19

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

Categories
Share

એ આવ્યા....

(વર્તમાન દિવસો)

રાજવીર આજ એક મહિના ના રજા લઈને ઘરે આવી રહ્યો હતો, ઊર્મિ ની ખુશી નું તો કોઈ ઠેકાણું જ નહોતું ઊર્મિ ને ઘરની બહાર ઉભી હતી અને તેની સહેલી યે પૂછ્યું કે આજ બ્યૂટી પાર્લર ગઈ હતી કે શું? તારો ચહેરો બહુ ચમકી રહ્યો છે. પણ આ બ્યૂટી પાર્લર ની અસર નહોતી રાજવીર આવવાનો છે તેની ખુશી ની ચમક તેના ચહેરા પર આવી ગઈ હતી,આ વખત ની રજા માં રાજવીર ઊર્મિ સાથે લગ્ન કરી ને જ જવાનો હતો.

( એક વર્ષ પહેલાં)

રાજવીર તેની બહેનના લગ્નમાં આવવા બેંગ્લોર થી ટ્રેનમાં બેઠો, મહામહેનતે તેને એક અઠવાડિયા ની રજા મળી હતી, રાજવીર એટલે કે કેપ્ટન રજવિરસિંહ રાણા ભારતીય સેના માં કેપ્ટન ની પોસ્ટ પર હતા.તેઓ ટ્રેનમાં આવી રહ્યા હતા પણ રજા મળશે કે નહિ તેની બહુ ખાતરી હતી નહિ એટલે રિઝર્વેશન કરાવ્યું નહોતું. અને તત્કાળ રિઝર્વેશન થઈ સકે તેવું નહોતું. એટલે ના છૂટકે રાજવીર ને અમદાવાદ આવવા જનરલ ડબ્બામાં આવવું પડે તેવું હતું.ટ્રેનની રાહ જોઈ રાજવીર પ્લેટફોર્મ પર ઉભો હતો. ઊર્મિ પણ એક ઇન્ટરવ્યુ આપવા આવી હતી બેંગ્લોર અને તે પણ અમદાવાદ આવવા ટ્રેનની રાહ જોઈ ઉભી હતી. જનરલ ડબ્બા માં ચડવું જેવા તેવાનું કામ ના હોય ધક્કા મુક્કી કરતા કરતા ક્યારેક તો ઝગડો પણ થઈ જાય ડબ્બામાં ચડવા જતા. ટ્રેન આવી ઊર્મિ પાસે એક નાનકડું બેગ જ હતું તેતો ટ્રેન ઉભી રહી કે તરત જ દોડી અને ધક્કા મૂકી કરતા કરતાં તે ચડવા જતી હતી,ત્યાં એક ભાઈએ ધક્કો મારી ને ઊર્મિ ને પાડી દીધી અને પછી કોઈ સિંહણ વીફરે તેમ ઊર્મિ તો વીફરી અને પેલા ભાઈ ને તો પરસેવો છૂટી ગયો.આજુ બાજુ બધા ભેગા થઈ ગયા ને પેલો ભાઈ પછી ત્યાં થી નીકળી ગયો ,રાજવીર દૂર થી આ જોઈ રહ્યો હતો અને મુસ્કુરાઈ રહ્યો હતો. મન માં બોલી પણ ગયો વાહ ! સિંહણ. પછી થોડી ભીડ ઓછી થઈ એટલે રાજવીર તેનું મસમોટું બેગ લઈ ડબ્બામાં ચડ્યો . ઊભા રહેવાની પણ સરખી જગ્યા નહોતી. રાજવીર એ જોયું તો ઊર્મિ તો જગ્યા કરી ને બેસી ગઈ હતી આરામથી. રાજવીર તેની સામે જોવે છે , એકધારો તેને નીરખી રહ્યો અને મન હિ મન વિચારવા લાગ્યો કે આવી છોકરી મળે તો લગ્ન કરવા છે! ત્યાં જ ઊર્મિ યે રાજવીર ની સામુ જોયું તો રાજવીર એ તરત તેનું ધ્યાન બદલી નાખ્યું. થોડી વાર પછી ટ્રેન ઉપડી.રાજવીર નું બેગ જોતા જ ઊર્મિ ને ખ્યાલ આવી ગયો કે આ ફૌજી છે.
રાજવીર ને તેની બહેનનો ફોન આવ્યો એટલે તેણે ફોન રિસિવ કર્યો, અને કહ્યું કે હા ટ્રેન મળી ગઈ છે ને આવું છું.
આટલું સાંભળતા તો ઊર્મિ ને ખ્યાલ આવી ગયો કે આ તો ગુજરાતી છે.તેની રાજવીર ની બહેને પૂછ્યું જગ્યા મળી ગઈ છે? ના રિઝર્વેશન નથી કરાવ્યું અને જગ્યાં પણ નથી મળી,જનરલ ડબ્બામાં છું અને જોવું છું ક્યાંક જગ્યા મળે તો સૂઈ જવું છે છેલ્લા બે દિવસ થી હું ઓન duty. હતો તો સુવાયું નથી ને હવે ઝોકા આવે છે.એની બહેન એ કીધું કે જગ્યા મળે તો સૂઈ જાય કાં પછી tc. ને કહી કોઈ વ્યવસ્થા કરાવી આપવાનું કહો.રાજવીર ચિંતા ના કર હું કઈક કરી લઈશ એમ કહી ફોન મૂકે છે.

આમ તો ઊર્મિ ને ફૌજી બહુ વ્હાલા હતા,એમાં પણ રાજવીર ગુજરાતી છે ખબર પડતાં તે રાજવીર માં વધુ રસ લેવા લાગી.ઊર્મિં વિંડો સીટ પર બેઠી હતી તેણે બાજુમાં બેઠેલા એક બેનને પૂછ્યું કે તમારે ક્યાં ઉતરવાનું છે? તે બેન ને આગળ ના સ્ટોપ હિંદૂપુર ઉતરવાનું હતું.ઊર્મિ ગુજરાતી હતી અને ઊર્મિ એ તે બેન ઉતરે એ પહેલાં જ અગાઉથી તે સીટ નું બુકિંગ રાજવીર માટે કરાવી નાખ્યું.ઊર્મિ યે જોયું કે રાજવીર ઊભા ઊભા ઝોકા ખાય રહ્યો હતો.

ઊર્મિ: excusme sir (. ઊર્મિયે રાજવીર ને બોલાવ્યો પણ રાજવીર નું ધ્યાન હતું નહિ)

ફરી વાર ઊર્મિ યે રાજવીર ને બોલાવ્યો પણ રાજવીર તો જાણે ઊંઘમાં હતો કઈ સંભળાયું નહિ.

ફરી વાર ઊર્મિ જોર થી બોલી ,મિસ્ટર આર્મી

અને તરત રાજવીર એ ઊર્મિ સામુ જોયું તો ઊર્મિ તેને બોલાવી રહી હતી. ઊર્મિ એ રાજવીર ને કહ્યું કે તમે મારી સીટ પર આવી જાવ. પણ આર્મી નો જવાન આમ થોડો બેસવા જતો રહે તેણે ના પાડી, કહ્યું કે તમે બેસો હું અહીંયા ઠીક છું.પણ ઊર્મિ ઉભી થઇ ગઈ અને pls. બેસી જાવ ને વિનંતી કરી તમે અમારે માટે સતત સીમા પર ઊભા રહો છો અમે ઘડીક ઊભા ના રહી શકીએ તમારા માટે ,અને આજુ બાજુ ના બધા ઊર્મિ તરફ જોવા લાગ્યા પણ બધા હિન્દી ભાષી હતા એટલે વધારે કાઈ સમાજમાં ના આવ્યું ,રાજવીર ને આમપણ ઊંઘ આવતી હતી અને ઊર્મિ વિનંતી પણ કરી રહી હતી. એટલે રાજવીર બેસી જાય છે. અને બેઠા ભેગા જ તેને નીંદર આવી ગઈ ઊર્મિ. ઊભા ઊભા રાજવીર ને નિહાળી રહી હતી.તે મન હિ મન વિચારવા લાગી શું મારી ડાયરી આના માટે લખાઈ હશે? વિચારમાં ને વિચારમાં હિંદુપુર આવી ગયું ,પણ રાજવીર તો સૂતો જ છે, ઊર્મિ રાજવીર ની બાજુમાં બેસી ગઈ.

રાજવીર ને કોઈ ખ્યાલ નથી કે ઊર્મિ બાજુમાં બેઠી છે ,તેતો ભર ઊંઘમાં છે અને રાજવીર ને ખ્યાલ રહેતો નથી તે ઊર્મિના ખભે માથું રાખી દે છે પણ , ઊર્મિને અજીબ લાગે છે થોડું એટલે તે થોડી સળવળાટ કરે છે ને રાજવીર જાગી જાય છે તે બહુ શરમ અનુભવતા બોલે છે sorry.
ઊર્મિ ને ખ્યાલ આવી ગયો કે રાજવીર શરમાઈ ગયો ને તેને આ કૃત્ય માટે શરમ અનુભવાઈ રહી છે , આના પર થી ઊર્મિ ને ખ્યાલ આવી ગયો કે રાજવીર એક સારો છોકરો છે.
રાજવીર ને ઊર્મિ પાણી આપે છે અને કહે છે ,hi i am urmi. રાજવીર થેંક યુ, કહી ને પોતાનું નામ કહે છે I am રાજવીર. પછી તો બન્ને વાતો યે વળગે છે, ક્યાં જવાનું છે ? ઊર્મિ યે પૂછ્યું? અમદાવાદ રાજવીર એ કહ્યું.
અરે વાહ હું પણ અમદાવાદ જ જઈ રહી છું.રાજવીર આમ ઓછું બોલતો એટલે બહુ લાંબી વાતો ચાલી નહિ. પણ હા રાજવીર ને હવે ઊર્મિ માં વધુ પડતો રસ લાગ્યો.રાજવીર ને સિંહણ જેવી છોકરી જોઇતી હતી અને તેનો નમૂનો અગાઉ રાજવીર એ જોઈ જ લીધો હતો અને જે થોડી ઘણી વાત ચીત થઈ તેના પર તે સંસ્કારી પણ છે તેવું રાજવીર ને લગતા રાજવીર એ પોતાની સપનાની સિંહણ ની મહોર ઊર્મિ પર લગાવી દીધી.આ બાજુ ઊર્મિ ને પણ રાજવીર પસંદ હતો.તેના સંસ્કારો નું અનુમાન તેણે રાજવીર ના વર્તન પર થી લગાવી લીધું, હતું. ઊર્મિ પણ તેની દિલની ડાયરીમાં રાજવીર નામ લખી બેઠી.રાજવીર ને ઊર્મિ સાથે ની આં સફર બહુ આહલાદક લાગી અને ૩૮ કલાક ની સફર કઈ રીતે પૂરી થઈ ગઈ કઈ ખબર જ ના પડી. એજ વસ્તુ ઊર્મિ ને પણ લાગુ પડી. સવારે વહેલા અમદાવાદ ટ્રેન પહોંચી ,રાજવીર નું બીલકુલ મન નથી ,ઉતરવાનું તેને તો એવી ઈચ્છા છે કે બસ ટ્રેન અવિરત ચાલ્યા જ કરે. બન્ને અમદાવાદ ઉતર્યા.રાજવીર મનમાં વિચારે છે કે નીચે ઉતરી fb. કે insta. id. માંગી લવ ડાયરેક્ટ નંબર માંગવો યોગ્ય ના લાગ્યો . પણ નીચે ઉતર્યા અને જેવો રાજવીર તેનું insta. id. પૂછવા જાય છે કે ઊર્મિ નો ભાઈ મેહુલ ત્યાં આવી પહોંચ્યો અને પછી રાજવીર એ માંડી વાળ્યું. ઊર્મિ ને લાગ્યું કે રાજવીર કઈક પૂછવા જઈ રહ્યો હતો પણ પૂછી ના શક્યો ,તેને પણ થયું કે હું પૂછી લવ શું કહેવા માંગો છો એમ પણ ભાઈ હતો એટલે ના પૂછ્યું. અને બંને પસ્તાવો કરતા ,ત્યાં થી છુટ્ટા પડ્યા ,

રાજવીર ઘરે પહોંચ્યો, બધા ને મળ્યો આગતા સ્વાગતા થઈ પણ રાજવીર તો ઊર્મિના ખ્યાલો માં જ ખોવાયેલ છે.

રાજવીર તેની બહેન પાસે જાય છે, બહેનના હાથોમાં મહેંદી મુકાઈ રહી હતી સાથે સાથે રાજવીર ની બહેન રીના વીડિયો કોલ માં તેની સહેલી સાથે મિઠો ઝગડો.કરી રહી હતી કે તું મારા લગ્નમાં નહિ આવે તો હું તારી સાથે વાત નહિ કરુ, બહેન વ્યસ્ત હતી એટલે રાજવીર તેની બહેન ની નજીક આવી ત્યા થી પાછો ફરી જાય છે.

બીજા દિવસે સવાર થઈ , મહેમાનો બધા આવવા લાગ્યા , રાજવીર પોતાની બહેન પાસે બેઠો હતો રૂમમાં અને અચાનક રૂમમાં ઊર્મિનો પ્રવેશ થયો, રાજવીર તો આંખ ચોળી ને જોયું કે આ સત્ય છે કે સપનું પણ આ હકીકત જ હતી. ઊર્મિ સાચે ત્યાં હતી તે તો સીધી રીનાની સામે આવીને ઊભી રહી ગઈ, surprise ! અને રીના ઊર્મિ ને ભેટી ગઈ, તું આવવાની હતી તો ના કેમ પાડી , રીના એ પૂછ્યું. અરે યાર ખરેખર કામ હતું હું નહોતી આવવાની પણ છતાં આવી ગઈ, રાજી ને? ઊર્મિ એ કહ્યું.ત્યાં જ રીના ને એના મમ્મી બોલાવે છે અને તે ત્યાં જાય છે ,અને તરત રાજવીર હવે મોડું કરવા નથી માંગતો એટલે પૂછે છે તમે અહીંયા? મતલબ કે ખુશી થઈ તમને અહીંયા જોઈ ને. ઊર્મિ એ કહ્યું કે તમે જે રેલવે સ્ટેશન પર પૂછવાનું રહી ગયા હતા તે જાણવા આવી છું.
તમે તો નહોતા આવવાના અને અચાનક કેમ આવી ગયા, રાજવીર એ પૂછ્યું.
ત્યારે ઊર્મિ એ કહ્યું કે હું મારું બહુ જરૂરી interview. છોડી ને આવી છું , મે કાલ રીના સાથે વિડિયો કોલ માં વાત કરી ત્યારે તમને પાછળ જોયા હતા, અને મારા થી ના રહેવાયું ને હું આવી ગઈ તમને પૂછવા કે તમે મને શું પૂછવા માંગતા હતા?
રાજવીર ને ઊર્મિ ની જીજ્ઞાશા પર થી ખ્યાલ આવી ગયો કે તે પણ મને ચાહવા લાગી છે.
રાજવીર એ કહ્યું કે મારે તમારું insta. id. પૂછવાનું હતું.
ત્યાં ઊર્મિ બોલી વોટ્સઅપ નંબર ચાલશે?
અને રાજવીર દોડશે એવું કહી ઊર્મિ ની આંખોમાં જોવે છે ઊર્મિ અને રાજવીર ની આંખો ચાર થઇ. આંખો એ પ્રેમનો ઈઝહાર કર્યો ,આંખો એ કબૂલ કર્યો.માત્ર શાબ્દિક ઔપચારિકતા બાકી હતી જે રાજવીર એ પળ ની પણ દેર કર્યા વગર પૂરી કરી, રાજવીર એ કહ્યું.

" પ્રેમ નામના દેશ ની જે આંખો રૂપી સીમા છે તે મારે ઓળંગી ને દિલ રૂપી રાજધાની પર કબ્જો કરવો છે મારે"

અને ઊર્મિ ઈઝાઝત છે કહી ,ત્યાં થી શરમાઈ ને જતી રહે છે, હવે રાજવીર મૂડ માં આવે છે.

રીના ના લગ્ન થાય છે, નમ આંખો એ રીનાં ને વિદા કરી, વિદા થયા પહેલા રાજવીર એ ઊર્મિ વિશે રીના ને જણાવી દીધું હોય છે.જેથી કરી ને આગળ સંબંધ ની વાત કરતા તેની મદદ મળી રહે.ઊર્મિ પણ હવે ઘરે જવા નીકળે છે ,તે રાજવીર ને મેસેજ કરી કહે છે કે ૨ મિનિટ મળસો?
અને રાજવીર તેને રૂમમાં મળવા જાય છે તેના એક મિત્ર ને ચોકીદાર બનાવે છે અને ઊર્મિ ને મળવા જાય છે. ઊર્મિ હાથમાં ડાયરી લઇ ને ઉભી હોય છે.તે ડાયરી રાજવીર ને આપી કહે છે કે વાંચી ને ફોન કરજો, હું હવે ઘરે જાવ છું
અને ઊર્મિ તેના ઘરે જાય છે ,રાજવીર બધા કામ મૂકી ડાયરી વાંચવા બેસી જાય છે, ડાયરી માં ઊર્મિ એ તેના ભાવી ભરથાર વિશે લખ્યું હોય છે અને special note. એ હતી કે સોલ્જર સાથે જ લગ્ન કરવા. અને બીજી એ વાત અંદર મર્યાદા ની હતી. આ બધું વાંચી ને રાજવીર રાજી થઈ જાય છે, અને ઊર્મિ ને કોલ કરે છે. ઊર્મિ કોલ ઉપાડતા જ રાજવીર પૂછે છે
will you marry me?
ઊર્મિ, will you marry me?

ત્રણ વાર રાજવીર એ પૂછ્યું અને ચોથી વાર પૂછવા જાય તે પહેલાં જ ઊર્મિ ,હા હા હા, કબૂલ હૈ કહી ને હસવા લાગે છે.

રાજવીર ની રજા સમાપ્ત થવા આવી હતી બે દિવસ બાકી હતા , રાજવીર તેની મમ્મી ને ઊર્મિ વિશે જણાવે છે, આમ તો એના મમ્મી ઊર્મિ થી પરિચિત હતા કારણ કે રીના ની મિત્ર હતી એટલે અવાર નવાર ઘરે આવતી તેના મમ્મી ને પણ ઊર્મિ પસંદ આવી ગઈ.રીના એ પણ તેના મમ્મી ને ફોન કરી ને કહ્યું કે રીના બહુ સમજદાર છોકરી છે . બસ હવે પપ્પા મંજૂરી આપે તેટલી વાર હતી. અને મંજૂરી મળી પણ ગઈ કારણ કે ઊર્મિ ને તેઓ પણ ઓળખતા હતા. રાજવીર ના પપ્પા મહિપત ભાઈએ ઊર્મિ ના પપ્પા ને કોલ કરી રાજવીર સાથે ઊર્મિ ના લગ્ન ની વાત કરી.રીના ને ઊર્મિ ના પપ્પા ઓળખતા એટલે મહીપત ભાઈ ને બહુ વધારે પરિચય ના આપવો પડ્યો ,અને રાજવીર ના પપ્પા retired. કર્નલ હતા.
અને ઊર્મિ એ પણ રાજવીર અંગે એની મમ્મી ને વાત કરી હતી એટલે કોઈ દિક્કત આવી નહિ. મહિપત ભાઈએ કહ્યું કે રાજવીર પરમ દિવસે નીકળવાનો છે પછી ક્યારે રજા મળે નક્કી નહી , આપણે કાલ ઘર મેળે સગાઈ કરાવી નાખીએ.સાદાઈ થી લગ્ન પછી ધામધૂમ થી ગોઠવસુ.
ઊર્મિના પપ્પા એ સહમતી દર્શાવી ને રાજવીર અને ઊર્મિ ની સગાઈ કરવામાં આવી .

ઊર્મિ અને રાજવીર ને વિશ્વાસ નથી આવતો કે જેની ચાહના કરી તે આવી રીતે સહમતી થી મળી પણ ગયું તેઓ ઈશ્વર નો આભાર માનતા થાકતા નહોતા અને હા પરિવાર પણ આભાર ને પાત્ર હતો કે તેઓએ માત્ર પાત્ર જોયા. અને એમનો પ્રેમ જોઈ સંબંધ જોડ્યો.

રાજવીર રજા ખતમ થતાં ,ફરી તેની ફરજ પર પાછો જાય છે, ઊર્મિ તેને સ્ટેશન સુધી મૂકવા આવી છે,ક્યાંય સુધી બન્ને મૌન જ રહ્યા કોઈની ઈચ્છા નથી છૂટા પડવાની.
અને અચાનક ટ્રેનની સાયરન સંભળાઇ. ઊર્મિ હુ જવ, રાજવીર એ પૂછ્યું અને જે શબ્દો અત્યાર સુધી મૌન હતા તે આંશુ બની વહેવા લાગ્યા. તે રાજવીર ને ભેટી જાય છે અને રાજવીર તેને કહે છે , ઓય સિંહણ આમ રડે તે શોભે નહી.
અને ઊર્મિ પછી તેને હસતા હસતાં આવજો કહે છે.

(વર્તમાન દિવસો)

એક વર્ષ પછી આજ રાજવીર ઘરે આવી રહ્યો હતો, અને રાજવીર ને ઊર્મિ ના લગ્ન થવાના હતા. આ એક વર્ષ બન્ને એ એકબીજા વગર કેવી રીતે વિતાવ્યું હશે તે તો એ બન્ને જ જાણે ,કદાચ ભાષા શક્તિ ના સીમાડા લઈ લેવામાં આવે છતાં તેમની હાલત નું વર્ણન અશક્ય છે. રાજવીર ઘરે આવે છે , તેને ઊર્મિ ને મળવું હોય છે પણ કોઈ પ્લાન બનતો જ નથી અને ઘરે પણ રાજવીર ને સૂચના આપી દેવામાં આવી કે લગ્ન પતિ ના જાય ત્યાં સુધી ક્યાંય જવાનું નથી.એટલે બહાર મળવાના પ્રોગ્રામ પણ બધા કેન્સલ હવે તો રાજવીર ઊર્મિ ને લગ્નની રાતે જ મળી શકશે.

લગ્નની વેળા આવી ગઈ, ઊર્મિ બન્ને હાથની મુઠ્ઠી વાળી લગ્ન મંડપમાં આવી એક હાથમાં તેના બાપની ઈજ્જત હતી જેના પર તેણે ડાઘ લાગવા નથી દીધો તેની ખુશી હતી,બીજા હાથની મુઠ્ઠીમાં તેના પતિ ની ઈજ્જત હતી જેને ક્યારેય ડાઘ નહિ લાગવા દે તેવો દ્રઢ વિશ્વાસ.

કન્યાના હસ્ત મેળાપ થી છૂટતી પવિત્રતા ની કંપારી હું ,શોધું છું
(રાજવીર ક્યારેક ક્યારેક લખતો અને આ એની કવિતાની જ એક પંક્તિ હતી)

રાજવીર ને ઊર્મિના રૂપમાં એ પવિત્રતાની કંપારી મળી, તેનો એને આનંદ હતો.

રાજવીર ની ધીરજ સમાપ્ત થવા આવી હતી, આજ ઊર્મિ રાજવીર ની પ્રથમ રાત્રિ હતી. રાજવીર તેની પ્રિયતમા એની નવોઢા કે જે શયન ખંડ માં બહુ બેશબરી થી ઇન્તજાર કરે છે તેને મળવા જાય છે પણ કેવી રીતે સાવ ધીમા ધીમા પગલે તે પોતાની પરણેતર ને મળવા આગળ વધી રહ્યો છે, આમ તો પુરુષ ક્યારેય રડતો સારો ના લાગે અને પુરુષ ધીમા ડગલા ભરતો પણ સારો નાં લાગે પણ જીવનમાં બે પ્રસંગ એવા આવે કે ત્યારે પુરુષ રડતો હોય તો પણ સારો લાગે અને ધીમા ડગલા ભરતો હોય તો પણ સારો લાગે,
જ્યારે એક બાપ દિકરી ને વળાવતો હોય ત્યારે રડતો હોય તો બાપ રૂડો લાગે અને જ્યારે કોઈ પુરુષ તેની નવોઢા ને મળવા જતો હોય ને ધીમા ડગલા ભરતો છતાં તે પુરુષ રૂડો લાગે.
જે ના કદમ તાલ થી દુશ્મન ના હૈયા થડકી ઉઠતા એ રાજવીર આજ ધીમા પગલે જાય છે પણ રૂડો લાગે છે.

ઊર્મિ નજર જુકાવી ને બેઠી છે, રાજવીર નજીક જાય છે બન્ને ની આંખો ચાર થઇ ચોસઠ ખીલી ઉઠ્યા(મરક મરક હસ્યા) અને બન્ને પ્રેમાલાપ માં ખોવાઈ ગયા, ઊર્મિ આજ તન મન ધનથી રાજવીર ની થઈ ગઇ, બન્ને ના સ્વાસ જાણે એકમાં સમાઈ ગયા હોય એવું લાગે છે.

સવાર થતાં જ head quarter. થી ફોન આવે છે રાજવીર ની રજા રદ કરવામાં આવી છે, ડોકલામ. પર ચીન સાથે યુદ્ધ ની શરૂઆત થઈ જતાં રાજવીર ને તત્કાલીન ત્યાં પહોંચવાના આદેશ હતા. સમાચાર મળતાં જ રાજવીર એ બેગ તૈયાર કર્યું માત્ર ઊર્મિ અને રાજવીર જ જાણે છે આ વાત
રાજવીર તૈયાર થઈ, ઊર્મિ ના કપાળે ને ચૂમી તેને સિંદૂર પુરે છે, અને ઊર્મિ રાજવીર ને ભેટી ને રડી પડે છે.સાવજ ની આંખો પણ નમ થઈ ગઈ હતી પણ દેખાવા ના દીધું. બેગ લઈ નીચે ગયો ત્યાં એના મમ્મી ને અંદાજો આવી ગયો કે કઈક અજુગતું થયું તે રડવા લાગે છે તેના પપ્પા પણ સમજી ગયા સીમા પર સ્થિતિ સારી નથી. તેણે પોતાના દીકરા ના ખભે હાથ મૂકતા કીધું શાબાશ બેટા, ૨૫-૫૦ ને માર્યા સિવાય મરતો નહિ. અને રાજવીર પણ હસતા હસતા પપ્પા એટલા તો બહુ ઓછાં કેવાય, કહી ને તેની મમ્મી ને અને પપ્પા ને પગે લાગી રવાના થાય છે.

સ્થિતિ બહુ ખરાબ હતી, સીમા પર ચીનનું ગળું પકડી ને આપણા જવાનો ઊભા હતા, ફોન પણ રાજવીર નો બંધ રહેતો. ૩ દિવસ સુધી સતત ફોન બંધ હતો ઊર્મિ ટેન્શન માં આવી ગઈ ,ઘણી પ્રાર્થનાઓ કરતી રાજવીર માટે.અને અચાનક રાજવીર નો મેસેજ આવ્યો અને મેસેજ માં રાજવીર એ કવિતા લખી ને મોકલી હતી.


વિરહ ની વાત લખું છું
તારી સાથે વિતાવેલ સંગાથ લખું છું
ફરી મળીયે કે ના મળીયે
તે સુખદ ક્ષણ નો આભાર લખું છું.

મોત ની સામે રોજ ભીડુ છું પણ,
તારી દુઆ થી હજુ જીવું છું
ફરી મળીયે કે ના મળીયે
તારી દુઆનો આભાર લખું છું.

મરવાની જરાય બીક નથી
ચિંતા જરાક આપણા પરિવાર ની છે
ફરી મળીએ કે ના મળીયે,
પરિવારની હિમ્મત બનવા અગાઉથી આભાર લખું છું

શહાદત આવે તો રડતી નહિ,રાજી થા જે
"સાવજ" તો ગયો દેશ કાજે
ફરી મળીયે કે ના મળીયે તને,
સિંહણ થવાની વિનંતી લખું છું

વિરહ ની વાત લખું છું
તારી સાથે વિતાવેલ સંગાથ લખું છું
ફરી મળીયે કે ના મળીયે
તે સુખદ ક્ષણ નો આભાર લખું છું.

- સોલંકી જીગ્નેશ"સાવજ"

ઊર્મિ આ વાંચી ખુબ રડી ,રાજવીર ને કોલ.કર્યા પણ લાગ્યા નહિ, અંતે અઠવાડિયા પછી સમાચાર મળ્યા કે ભારતે ચીન ને પરાજય આપ્યો છે ,ભારત ના વીર જવાન રાજવીર સિંહ રાણાએ દુશ્મનના પ્રદેશમાં પ્રવેશી ને તેમના જ ઘરમાં ઘૂસી ને ૭૮ ચીન ના સૈનિક ઉડાવી દીધા હતા અને તેમના હથિયારો નો નાશ કર્યો જેથી ભારત ની જીત નિશ્ચિત થઈ. અહીંયા સુધી સમાચાર સાંભળી બધા ખુશ હતા પણ આગળ ના સમાચાર એવાં હતા કે ભારતે રાજવીર સિંહ રાણા જેવા વીર જવાનને ખોઈ દીધા છે તેઓ એ પોતાના પ્રાણની આહુતિ આપી ભારત નો જિત યજ્ઞ પ્રજ્વલિત કર્યો હતો. ભારત સરકારે પરમ વીર ચક્ર આપી રાજવીર સિંહ રાણા ને શ્રદ્ધાંજલિ અર્પી છે.


બીજા દિવસે રાજવીર નો પાર્થિવ દેહ તિરંગામાં લપેટી ઘરે લાવવામાં આવ્યો ,બધા ની આંખો નમ છે.
ઊર્મિ રાજવીર નો ચહેરો જોઈ ,દોડી ને રૂમમાં જાય છે અને પોતાની ડાયરી ખોલી ને લાસ્ટ પેજ માં લખે છે


"જે ગયા હતા
મારી સંગાથે
એના શ્વાસ જોડી
એ આવ્યા છે
આજ શ્વાસ છોડી"


અને ઊર્મિ ત્યાં જ ઢળી પડી.

આજ એક નહિ પણ બે ચિતા સળગી

સમાપ્ત

સોલંકી જીગ્નેશ"સાવજ"