Granny, I will become rail minister - 6 in Gujarati Fiction Stories by Pratik Barot books and stories PDF | બા, હું રેલમંત્રી બનીશ - અધ્યાય ૬

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

બા, હું રેલમંત્રી બનીશ - અધ્યાય ૬

અધ્યાય ૬

વાતો કરતા કરતા અમે હિંચકે જઈ બેઠા.
મિનલે સૌને મુખવાસ આપ્યો.

આટલી જ ક્ષણોમાં હિરલને જાણે મારી માયા બંધાઈ ગઈ હોય એમ, એ મારા ખોળામાં આવીને બેસી હતી અને અમારી સવાલ-જવાબની રમત ચાલુ હતી. નાના બાળકોની જીજ્ઞાસા નદીના પૂર જેવી હોય છે, જો અંદર ઉતર્યા તો તણાઈ ગયા સમજો.

"તમને ખબર કાકા, હું અને મિનલ તમારા ઘરની પાછળ પેલા મોટા-મોટા સિમેન્ટના ભૂંગળા પડયા રહેતા, એમાં બહુ રમતા. રેલવે કોલોનીની આખી બચ્ચા-પાર્ટી હોય તો સંતાકૂકડી કાં તો દોડપકડ અને જો અમે બેઉ એકલા જ હોઈએ તો ઘર-ઘર."
અર્જુને મિનલ સામે આંખ મિચકારીને કહયુ.

"થોડી શરમ કર, શરમ, વડીલ બેઠા છે. કાકા આ આવો જ છે, હા. ખાલી વાતો કરતા આવડે. જ્યારે મારા સસરાએ જુગાર રમતા લોકો સાથે આને બેઠેલો જોયો, ત્યારે એમણે આને કાઢી મૂકયો, પણ પોતે રમતો નહોતો, ખાલી ત્યાં બેઠો જ હતો એવી સ્પષ્ટતા કરવાને બદલે ઘર જ છોડી દીધું." મિનલ ગુસ્સે થઈ.

"ઘર છોડવાનુ માત્ર એ કારણ નથી, કાકા."

"એક તરફ તો બાપુજી પાસે લોન લેવડાવી લેવડાવી, ફીઓ ભરી ડિપ્લોમા ભણ્યો, પણ બેરોજગારી એવી છે કે ના પૂછો વાત. વધારામાં પૂરૂ ઈશ્ર્વરકાકાના અવસાનના છએક મહિના પછી મિનલના બા મિનલ સાથે કોઈને કંઈ કહયા વગર અમદાવાદ છોડી ગયા. મારા માટે હવે ત્યાં કાંઈ બચ્યુ નહોતુ. આમ-તેમ રખડી આખરે એક નાનકડી ફેક્ટરીમાં સુપરવાઈઝર તરીકે નોકરી લાગ્યો. ફેકટરી ના માલિકે ત્યાં જ રહેવાની સગવડ કરી આપી. કોલોની ગયો હતો પાછો, પણ ત્યાં કોઈ નહોતુ." એણે નિસાસો નાખ્યો.

"કેમ, તારો બાપ? જશુ? એ ક્યાં છે?"

"એમને જ મળવા અને પોતાની સાથે લાવવા ગયો હતો, પણ મારા ગયાના મહિના પહેલા જ એમણે આ ફાની દુનિયા છોડી દીધી હતી. આસપાસના લોકોએ ભેગા થઈ એમના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હતા. એમનો અસ્થિકળશ અને યાદગીરી તરીકે થોડી-ઘણી વસ્તુઓ લઈ હું પાછો નોકરી પર ગયો." દુ:ખી અવાજે એ બોલ્યો.

"હમ્મ."
જશુ વિશે જાણી મને પણ દુ:ખ થયુ.

પણ મારો જિજ્ઞાસુ સ્વભાવ પાછો બોલ્યો.
અને પછી આ મિનલ તને ક્યાં મળી?"

"મિનલના મળવાની તો હું આશા જ છોડી ચૂક્યો હતો. એક દિવસ હું કામ કરતો હતો એ ફેક્ટરીના માલિકે એક પરબીડિયું અને ટ્રેનનુ ભાડુ આપી મને વડોદરા મોકલ્યો. સંપેતરૂ જલ્દી પંહોચાડવાનુ હતુ, માટે રેલવે સ્ટેશનથી સીધો રિક્ષા પકડી આપેલા સરનામે ગયો. પરબીડિયું આપી પરત ફરવા માટેની ટ્રેનને હજુ બે કલાકની વાર હતી, માટે હું કમાટી બાગમાં આંટો મારી આવ્યો અને બહાર નીકળી રિક્ષા આવે એની રાહ જોતો હતો."

"ત્યાં દૂરથી બસો-ત્રણસો માણસોની એક રેલી આવતી જણાઈ. સૌથી મોખરે ચાલી રહેલા બહેન ઉદ્ઘોષ કરતા ને પાછળવાળા ઝીલી લેતા. કંઈક રેલવે મજૂરોને થયેલા કોઈ અન્યાય સામે ચાલતી લડત માટેની રેલી હતી એવુ સૂત્રોચ્ચાર પરથી લાગ્યું. પહેલા તો મેં ધ્યાન ન આપ્યુ, પણ જ્યારે રેલી નજીક આવી ગઈ, ત્યારે સૌથી મોખરે ચાલતા લીડર બેનનો ચહેરો સ્પષ્ટ થયો, એ બહેન બીજુ કોઈ નહી, આ મિનુડી હતી."
ને અર્જુન ખડખડાટ હસવા લાગ્યો. હિરલ પણ ખીલી ઉઠી.

મિનલ મને પણ અર્જુનની સાથે હસતા જોઈ ચિડાઈ ગઈ.

"શુ તમે પણ એના જેવા થાવ છો, કાકા. હજુ આગળનુ તમને ખબર જ નથી."

"આ અજ્જુ મને તો ઓળખી ગયો, પણ મેં એને નહોતો ઓળખ્યો. છ-સાત વરસ પછી એનો ચહેરો અલગ જ દેખાતો હતો. જ્યારે રેલી એની પાસે થઈને પસાર થઇ, ત્યારે આ અજ્જુ સીધો જ આવીને મને વળગી પડયો. અચાનક જ આવ્યો એટલે મેં એને ધક્કો મારી સીધી એક લગાવી દીધી ગાલ પર. એનો ચહેરો જોવા જેવો હતો, કાકા. અને રેલીના માણસો તો એને પીટી જ નાખત, પણ એની રોવાની રીત જોઈ અને હું એને ઓળખી ગઈ ને મેં એને બચાવી લીધો."

"આમ, આખી વાત કહેવાની, બરાબર?" મિનલે અજ્જુ ની સામે અણગમો દર્શાવ્યો.

"હા, ભાઈ હા. માફ કરશો આ ગરીબને." અજ્જુ એ હાથ જોડ્યા.

"તો આ રીતે આ મિનુડી મને પાછી મળી, કાકા. એ દિવસે જાણે મારો ફરી જન્મ થયો. એ ફેક્ટરીમાંથી નોકરી છોડી હું અંહી નોકરી લાગ્યો અને સાથે-સાથે મિનલના સમાજસેવાના કામોમાં પણ મદદ કરવા લાગ્યો." અર્જુને વાત અધૂરી મૂકી.

"ને એક દિવસ અજ્જુએ મારી સાથે લગ્ન કરવાની ઈચ્છા દર્શાવી. આમ પણ એની સાથે ઘર-ઘર રમવાનો તો અનુભવ હતો જ, ઘર વસાવી પણ લીધુ." મિનલે વાત પૂરી કરી.

"સારૂ કર્યુ, બેટા. સારૂ કર્યુ."
મારા તરફથી ત્રણેય માટે મૂક આશીર્વાદ વરસી રહયા.

ઘડિયાળમાં બાર વાગી ગયા હતા.
"આજે વાતોમાં સમય ક્યાં ગયો સમજ ન પડી. સૂઈ જઈશુ હવે." અજ્જુ બોલ્યો.

"કાકા, તમારી સૂવાની વ્યવસ્થા આ બાજુના રૂમમાં કરી છે."
મિનલે રૂમ બતાવતા જણાવ્યું.

હિરલ મારા ખોળામાં સૂઈ ગઈ હતી. હિરલને એની માને સોંપી, મારી જીજ્ઞાસાને સૂવડાવીને હું પણ મારા રૂમમાં સૂવા ચાલ્યો ગયો.