hart repairs - 2 in Gujarati Fiction Stories by jaan books and stories PDF | હાર્ટ રેપાઇર્સ - 2

The Author
Featured Books
Categories
Share

હાર્ટ રેપાઇર્સ - 2

સવારમાં શાંત વાતાવરણ હતું. મંદ મંદ પવન બારી માંથી અંદર આવી વાતાવરણ ને વધુ સુંદર બનાવતું હતું. પવનનાં કારણે બારી પાસેનો પડદો ધીમે ધીમે ઉડી રહ્યો હતો. રાત્રે મોડે સુધી જાગવાના કારણે માનસી અને કાર્તિક હજુ સુતા હતાં. એવામાં મનીષાબેન આવીને કાર્તિકને જગાડ્યો.
મનીષાબેનને થોડું કામ હોવાથી બહાર જવું હતું.
"કાર્તિક "
ધીમા અવાજે કાર્તિક ને અડકતા મનીષાબેનબોલ્યા. થોડીવાર પછી કાર્તિક ઉઠ્યો. એકાએક કાલ રાત્રે માનસીએ કહેલ વાત એને યાદ આવી અને વિચારવા લાગ્યો મારી નાની એવી માનસી હવે મોટી થઈ ગઈ. સાથે સાથે એને વેદ નાં મોઢેથી પણ આ વાત સાંભળવી હતી. એટલે એને પહેલેથી જ યુક્તિ વિચારી રાખી હતી.
થોડીવારમાં ડોર બેલ વાગી, કાર્તિક દરવાજો ખોલવા ઉભો થાય છે અને દરવાજો ખોલે છે.
અરે, વેદ તું અત્યારમાં અમારા ઘરે તારે કોલેજ નથી જવું એવા સવાલો થી કાર્તિકે વેદ ને ચિંતામાં નાખી દીધો. અંદર આવવાનું નહિ કે હસતા હસતા વેદ બોલ્યો.
'કેમ નહિ '
આવ આવ ;
વેદ અંદર આવી બેસે છે તેની નઝર માનસી ને ગોતતી હોઈ છે પણ માનસી તો હજુ ગાઢ નિંદ્રા માં હોઈ છે, કાર્તિક બધું જાણતો હોવા છતાં અજાણ થઈ પૂછે છે શું ગોતે છે વેદ, કઈ જોઈ છે...
પાણી, ચા... વેદ અચકાતા વિના કહી દીધું હા, માનસી કેમ દેખાતી નથી અમારે આજૅ મ્યુઝીઅમ જવાનું હતું...
વેદ કઈ વધુ બોલે એ પેલા જ કાર્તિકે એને રોકી દીધો. માનસી તો હજુ સૂતી છે. કાલ મોડી રાત સુધી જાગતી હતી એટલે. આજૅ તું કોલેજ ચાલ્યો જા, માનસી ઉઠે પછી અમે મ્યુઝીઅમ જઈશું હવે હું આવી ગયો છુ હું બધે લય જઈશ. વેદને હેરાન કરવાના ઈરાદાથી કાર્તિક બોલ્યો. વેદની નઝર હજુ માનસીને જ ગોતતી હતી.
થોડીવાર વેદે રાહ જોઈ ત્યાં તેની કોલેજ થી ફોન આવ્યો નાં છૂટકે તેને જવું પડ્યું. ઈચ્છા નાં હોવા છતાં હવે તેની પાસે ત્યાં રોકવા માટે કોઈ બહાનું પણ નાં હતું.
ચાલ પછી માળીયે ;
હું જાવ છુ વેદે કહ્યું, જવાની ઈચ્છા નાં હતી એ કાર્તિક જાણતો હતો, કઈ વાંધો નઈ વેદ નઈ આવે તો પણ ચાલશે આમેય હજુ મારો થાક ઉતાર્યો નથી.
બધું કાર્તિક ની યોજના મુજબ ચાલતું હતું. માનસીને મોડી રાત સુધી જગાડવી જેથી સવારે મોડી ઉઠે અને વેદ સાથે નાં જઈ શકે અને પછી વેદ ને માનસી ને મળવા નાં દેવા. પોતે ઇછતો હતો એ કર્યું પોતે માનસી નો ફોન પણ સાઇલેન્ટ રાખ્યો જેથી વેદ નો ફોન રિસિવ નાં થાય. હવે માનસી નાં ઉઠવાનો સમય થતો હતો.
થોડીજ વાર માં માનસી ઉઠી ગઈ પાછળ ફરી ઘડિયાળમાં જોયું તો સાડા નવ થઈ ગયા હતાં તે ફટાફટ બાર આવી એકી શ્વાસે બોલી ઉઠી.........
" તે મને જગાડી કેમ નઈ ",
વેદ આવ્યો તો ક્યાં છે એ... કાર્તિક માનસીને કઈ કે એ પેલા માનસી પોતાનો ફોન ગોતવા લાગી, આખો રૂમ જેમ તેમ કરી નાખ્યો આ બધું કાર્તિક જોતો જ રહી ગયો. તેને વિશ્વાસ આવી ગયો માનસીનાં દીલ માં જે વેદ માટે છે એ કોઈ ટાઈમ પાસ નથી.
'આ લે તારો ફોન' કાર્તિકે કહ્યું,
માનસીએ જોયું તો એમાં પંદર મિસકોલ હતાં એની સાથે ઘણા બધા મેસેજ પણ હતાં. એ જોઈ માનસી કાર્તિક પર ખુબ ગુસ્સે થઈ. તે આ બધૂ જાણી જોઈ ને કર્યું મને અને વેદ ને પજવવા ખાતર માનસીનાં ગુસ્સા નો પાર નાં રહ્યો....... 'નાં,' મારી આફતની પુડિયાં તને હેરાન કરવાની શક્તિ નથી મારામાં, એતો કોક બીજા થી જ થઈ શકે, માનસી ને ચીડવતા કાર્તિક બોલ્યો હવે માનસીનો ગુસ્સો થોડો શાંત થયો અને તેનું મોઢું શરમ થી લાલ થઈ ગયું હતું.
થોડું યાદ આવતા માનસી ફરી બોલી તો તે આવું સુકામ કર્યું. તે જ તો કીધું હતું કાલ મેં એ જ કર્યું. મેં આવું કરવામાટે ક્યારે કીધું કાર્તિક ની વાત માનસીને સમજાય નઈ..
અરે કાલ રાતે તે કીધું હતું ને મારે વેદ ને મારા દીલની વાત કઇરીતે કહેવી તો એનો જ ઉપાય છે.
"ઉપાય"
એ કઈ રીતે.... માનસી હજુ કાર્તિકની વાત સમજી નતી. અરે મારી ભોલુ બહેનાં મારો વિચાર છે કે એ સામેથી તને એ વાત કહેવા આવે.. માનસી હજુ થોડી ગુંચવણ માં હતી એટલે કાર્તિકે પુરી વાત સમજાવી કે તું એનાથી દૂર હોઈશ તો જ એને તારા તરફ અવાવની તલપ વધશે અને ત્યારે જ તે પોતાનાં દીલ ની વાત કહેશે.
માનસી હવે કાર્તિકની પુરી વાત સાંભળી ખુશ હતી તેના ચેહરા પરથી નાનું સ્મિત જાણે સ્થગિત થઈ ગયું હોઈ એવું લાગતું હતું. આ બાજુ વેદ ચિંતામાં હતો માનસી કેમ હજુ કોઈ મેસેજ કે ફોન નઈ કર્યો હોઈ, તેની તબિયત, અને કદાચ કાર્તિકને અમારી ખબર પડી ગઈ હશે તો, આવા સવાલ થી એનું મન વિચલિત થવા લાગ્યું હતું. કાર્તિકનું વર્તન પણ સવારે કંઈક બદલાયેલું લાગતું હતું.
થોડો સમય વિચાર કર્યા પછી તેને લાગ્યું જરૂર કાર્તિકને ખબર પડી ગઈ હશે, હવે તો તેને માનસી પોતાનાથી દૂર વય જશે એવો ભાસ થવા લાગ્યો હતો. એકાએક તેને નિષ્ચય કર્યો, માનસીને હું મારા થી દૂર નઈ જવા દવ પણ બીજો વિચાર એ પણ હતો રોકુ ક્યાં હક થી તેને તો હજુ માનસીને કીધું પણ નહતું. મોટી ગુંચવણ હતી શું કરું ;
ત્યાંજ એક મિત્ર ત્યાં આવ્યો વેદ ને ચિંતામાં જોઈ કારણ પૂછ્યું પેહલા તો વેદે નાં પાડી પછી પાછો વિચાર આવ્યો અ મારી મદદ કરી શકે, તેને બધી વાત તે મિત્ર ને કહી અને અંતે સમાધાન પૂછ્યું...
મિત્ર એ હસતા હસતા જવાબ આપ્યો.. તારી પાસે
એક રસ્તો છે. તું એની પાસે જા અને તારા મનમાં જે છે એ કઈ દે... એટલું કહી તેનો મિત્ર ત્યાંથી નીકળી જાય છે.
વેદ હવે પુરી રીતે તૈયાર હતો માનસીને પોતાની વાત કેવા પરંતુ એક પ્રશ્ન હતો માનસીને ક્વ કઈ રીતે ઘરે તો બધા હોઈ, એટલે બાર જઈ કેવાનું વિચાર્યું, ત્યાંજ તેના મોબાઈલ માં મેસેજ ની રિંગ સંભળાઈ જોયું તો માનસીનો જ મેસેજ હતો....
" હાઈ "
"હું અને કાર્તિક મ્યુઝીઅમ જાય છી "
પોતાની વાત કહેવાનો મોકો મળી ગયો ઝડપથી બધું કામ પતાવી તે મ્યુઝીઅમ પહોંચ્યો. પણ કાર્તિક ની સામે.. હજુ એવો વિચાર આવ્યો ત્યાંજ કાર્તિકને કોઈક નો ફોન આવતા તે તેમાં બીઝી થઈ ગયો. હવે તો રસ્તો સાફ હતો. વેદને ભગવાન પણ સાથ આપતા હોઈ એવું લાગ્યું.. તે સમય બગાડ્યા વિના ઝડપથી માનસી પાસે ગયો.
માનસીનો હાથ પકડ્યો નીચે બેસી બોલ્યો....
"આજૅ ફક્ત પાંચ કલાક તને જોયા વિના નાં કાઢી શક્યો
તો આ આખું જીવન કેમ વીતાવીશ.
મને નથી ખબર મારી સાથે આવું થવાનું કારણ શું હોઈ શકે
છે. પણ હા હવે એટલી ખબર પડી છે તારા વિના જીવન જીવવાનો વિચાર શક્ય નથી. "
"આઈ લવ યુ "
શું હંમેશા મારી સાથે રહેવા તૈયાર છો....
એટલું બોલતાની સાથે જ માનસી શરમ થી લાલ થઈ ગઈ તેની પાસે બોલવા માટે શબ્દ જ નતા, ઈશારે થી વેદ ને ઉભા થવાનું કહ્યું અને પછી બંને ભેટી પડ્યા, જાણે વર્ષો થી અલગ થયા હોઈ એવું લાગતું હતું. કાર્તિક અ બધું સાંભળતો હતો તે આ જોઈ ખુબ ખુશ હતો, થોડી વાર પછી તે પણ બંને ને ભેટી પડ્યો, અચાનક વેદ ને કાર્તિક ને જોયો અને તે ડઘાઈ ગયો.
કાર્તિક અને માનસી એકબીજા સામે જોઈ હસવા લાગ્યા. તેમનું હાસ્ય વેદ ને અજુગતું લાગ્યું, પછી માનસીએ બધી વાત ની જાણ કરી ત્યારે વેદ નું મન શાંત થયું. હવે ત્રણેય હસતા હસતા ઘર તરફ જવા રવાના થયા.
" માનસી" મનીષાબેન બૂમ પાડતા બોલ્યા.
તારું રિઝલ્ટ આવ્યું છે, આજુ વખત પણ તું કોલેજ ફર્સ્ટ છો. બધા આ સાંભળી ખુબ ખુશ હતાં. એટલી જ વાર માં ત્યાં વેદ આવ્યો, આ સમાચાર સાંભળી વેદ કઈ ખાસ ખુશ નાં હતો કારણ કે તેને ભણવામાં કોઈ રુચિ જ નાં હતી એના લીધે તે માનસીને પણ નાં ભણવાની સલાહ આપતો આ વાત પર બંનેનો ઝગડો પણ થયેલો છતાં માનસી એ વાત ટાળી દેતી.
આજૅ પણ વેદ આ વાત થી ખુશ નાતો દેખાતો એને જોઈ માનસીનું મન પણ ઉદાસ લાગતું હતું. માનસીનો ફોનની ઘંટડી વાગે છે છતાં, માનસીનું ધ્યાન હોતું નથી, એ તો જાણે અહીંયા છે જ નઈ એવું લાગતું હતું.
"માનસી" ખુશી માને ખુશી માં પાગલ નાં થઈ જતી, કાર્તિકે માનસીના માથા પર નાની ટપલી મારતા કહ્યું, એકાએક માનસીનું ધ્યાન બધાની વાત પર પડે છે.
"શું થયું " માનસી પુછે છે.
કઈ ખાસ નઈ તારો ફોન વાગે છે જો મયુર નો છે રિઝલ્ટ ની શુભકામના આપવા કર્યો હશે...
ફોન મુક્તાની સાથે જ માનસી નો ચેહરા પર ઉદાસી છવાઈ જાય છે અને તે પોતાનાં રૂમમાં ચાલી જાય છે. કાર્તિક સમજી ગયો હતો કે કંઈક થયું છે તે માનસીના રૂમમાં જાય છે અને તેને પુછે છે..
"શું થયું, મયુરે શું કીધું, કેમ આટલી ઉદાસ થઈ ગઈ"
માનસી કોરિડોર તરફ મોં રાખી ઉભી હતી. કાર્તિકના પૂછવા છતાં માનસી હજુ ચૂપ હતી. કાર્તિકે માનસી ને પોતાની સામે લાવી ફરી પૂછ્યું શું થયું.... એટલામાં જ માનસી કાર્તિક ને ભેટી રડવા લાગી. કાર્તિક આ જોઈ ડઘાઈ ગયો. શું થયું માનસી, કાર્તિકે માનસીને શાંત પાડતા ફરી પૂછ્યું.....
કાલ સવારે ભાઈ મને લેવા આવે છે પણ હું જવા નથી માંગતી, મારે વેદ થી દૂર નથી જવું. અરે ગાંડી, આટલી નાની વાત પર રડવા લાગી.
'નાની વાત '
તને આ નાની વાત લાગે છે. માનસી ડુસકા ભરતા બોલી. હા નાની વાત એમાં રડવા જેવું છે શું, તારે તો ખુશ થવું જોઈ, તારું નવું સેમેસ્ટર શરુ થવાનું છે અને આ તારા માટે અને તારા કરીઅર માટે ખુબ જરૂરી છે. અને આમેય તારા માટે સ્ટેડી હંમેશા થી પહેલા રહી છે, તો આજ આવું કેમ, કાર્તિકે માનસી ને સમજાવતા કહ્યું.
હા, મારા માટે સ્ટડી સૌથી વધુ જરૂરી છે એ વાત હું જાણું છુ પરંતુ......... કાર્તિકે માનસીને એટલે જ થી અટકાવી દીધી. અને સમજાવ્યું તું વેદ થી દૂર થઈ જઈશ એવો ડર છે ને તને ?
કાર્તિકે માનસી નાં આંશુ લૂછતાં પૂછ્યું. માનસી એ હળવેકથી માથું હલાવી હા પાડી.
એ વાત નું સમાધાન પણ મારી પાસે છે.
જો, "જે દીલની નજીક હોઈ એમના (શરીર ) નજીક હોઈ એવું જરૂરી નથી"
તને તારા પ્રેમ પર વિશ્વાશ નથી શું ?
કાર્તિકે માનસી ને સવાલ કર્યો.
માનસી થોડી વાર ચૂપ રહી, પછી કાર્તિકે તેને ફરી સમજાવ્યું, જો તને એવું લાગતું હોઈ કે અહીંથી ચાલ્યા જવાથી તારા મનમાં જે વેદ માટે લાગણી છે એ પણ ચાલી જશે..... માનસી ને પ્રશ્ન કરતા કાર્તિક બોલ્યો..
માનસીએ માથું હલાવી કાર્તિક ની વાત નો જવાબ આપ્યો.
એનો મતલબ ચોખ્ખો છે તને વેદ પર ભરોષો....... એટલું બોલ્યાની સાથેજ માનસીએ કાર્તિક ને રોકી દીધો.અને એકી શ્વાસે બોલી ઉઠી "મને મારા કરતા પણ વધારે ભરોષો વેદ પર છે "
કાર્તિક નાનું સ્મિત સાથે માનસી ની પૂછ્યું, તો હવે તને કઈ વાત સતાવે છે હજુ કોઈ સવાલ હોઈ તો કહી દે એનું પણ સમાધાન આજૅ અને અત્યારે જ કરી આપું. માનસી નું મન હવે શાંત થઈ ગયું હતું. હવે તેને સમજાણું હતું કે દૂર રહેવાથી ક્યારેય પ્રેમ માં ફર્ક પડતો નથી.
માનસીની ઉદાસી હવે દૂર થઈ ગઈ હતી. તે ઝડપથી ફોન લીધો અને વેદ ને પોતાની જવાની ખબર કહી સંભળાવી, વેદ પણ માનસી ની જેમ થોડો ઉદાસ હતો પણ માનસી એ તેને બધું સમજાવ્યું જેમ કાર્તિકે તેને સમજાવ્યું હતું, હવે બંને પાછા પેલાની જેમ હસી મજાકે લાગી વળ્યાં હતાં..
માનસી હવે પોતાનાં ઘરે જવા માટે તૈયાર હતી.

To be continue.......


* Thank you *