Darek khetrama safdata - 19 in Gujarati Motivational Stories by Amit R Parmar books and stories PDF | દરેક ક્ષેત્રમાં સફળતા - 19

Featured Books
Categories
Share

દરેક ક્ષેત્રમાં સફળતા - 19

ભાગ 19

પૈસા કમાવાને લગતી ગેર માન્યતા

“ વધારે પૈસા કમાઇને શું કામ છે ? તેના માટે શા માટે વધારે મહેનત કરવી જોઇએ જ્યારે મરતી વખતે તો કશુજ સાથે નથી આવવાનુ “ ઘણા લોકો આવી માન્યતા ધરાવતા હોવાથી તેઓ વધુ મહેનત કરવાથી બચતા હોય છે. તો હું આ સંદર્ભમા એટલુજ કહેવા માગીશ કે શું પૈસા કમાવવા એજ એક મહેનત કરવાનુ કારણ હોઇ શકે? શું તેના સીવાય બીજા કોઇ કારણો ન હોઇ શકે ? દરેક વ્યક્તીના કે તેના સગા વહાલાઓના જીવનમા ગંભીર સમસ્યાઓ, લા ઇલાજ બીમારીઓ કે કુદરતી આફતો આવતીજ હોય છે તો આવી સમસ્યાઓને પહોચી વળવા માટે સમય રહેતા મહેનત કરીને પુરતા પૈસા કમાઇ લેવા એ વ્યાજબી નથી લાગતુ ? શું ભવિષ્યની સમસ્યાઓ, પ્રસંગોને પહોચી વળવા માટે અને ધાર્યા સુખ પ્રાપ્ત કરવા માટે થોડી વધારે મહેનત કરી લેવી તમને વ્યાજબી નથી લાગતી? શું આપણે કંઇક લઇને આવ્યા હોત અને કંઇક લઇને જવાના હોત તોજ મહેનત કરવાની? હું આવી ગેરમાન્યતાઓને લીધે શાંત અને નિષ્ક્રીય પડી ગયેલા લોકોને એક વાત પુછવા માગીશ કે જો મનુષ્યએ મરતી વખતે સાથે કશુજ લઇ ન જવાનુ હોય તો શા માટે તમે ભણો છો, શા માટે અભ્યાસ કરો છો? શા માટે લગ્ન કરો છો જ્યારે મરતી વખતે તો કોઇજ સાથે નથી આવવાનુ ! જો તમારા માટે નિષ્ક્રીય થઇને પડયુ રહેવુ એજ જીંદગી હોય તો પછી શા માટે તમે તમારા જીવનનુ રક્ષણ કરતા સૈનીકોને માન આપો છો, શા માટે તમે નવુ જીવન બક્ષતા ડોક્ટરને માન આપો છો ? શા માટે તમે એવા વૈજ્ઞાનીકોને માન આપો છો કે જેઓ દિવસ રાત કામ કરીને તમારા માટે નવી નવી સાધન સુવીધાઓનુ સર્જન કરે છે ? અહી તમે એ વાત ખુબ સારી રીતે જાણો છો કે આ બધાજ લોકોએ પોતાના જીવનમા કંઇ કેટલાય ભોગ આપીને આવા મુકામે પહોચ્યા હોય છે તો પછી શા માટે આવી વ્યક્તીઓને તમારા પોતાના કરતા પણ વધારે માન આપો છો જ્યારે તેઓ તમારી વિરુદ્ધની વિચાર સરણી ધરાવતા હોય? તમે જરા વિચારો જોઇએ કે જો આ દુનિયામા આળસુ, વ્યસની, દગાખોર, લફળાબાજ, રખડુ, બેશીસ્ત, અજ્ઞાની કે નિષ્ક્રીય વ્યક્તીઓની ભરમાર થઇ જાય તો દુનિયાની શું હાલત થાય ? પછી શું કોઇ નવા સંશોધન થઇ શકશે? તમે સુરક્ષીત રહી શકશો? તમારી બહેન દિકરીઓ સુરક્ષીત રહી શકશે? લોકો એક બીજા પર વિશ્વાસ મુકી શકશે? આજીવન લગ્ન જીવનની પવીત્રતા જળવાઇ રહેશે? દેશનુ અર્થતંત્ર, કાયદા કાનુન વ્યવસ્થીત ચાલી શકશે ? શું તમારા બાળકો તમારુ કહ્યુ માનશે ?
હવે જરા વિચારી જુઓ જોઇએ કે દરેક વ્યક્તી નિરર્થક ગેરમાન્યતાઓ સ્વીકારી બેસી જવાને બદલે પોતાના જીવનને વધુ સમૃધ્ધ બનાવવાના પ્રયત્નો કરવા લાગે, પવીત્રતાથી જીવન જીવવા લાગે, એક બીજાનો વિશ્વાસ જાળવી દરેક વ્યક્તી નવસર્જનમા લાગી જાય તો આ દુનિયા કેટલી સમૃધ્ધ અને રહેવા લાયક બની જાય ! અરે રહેવા લાયક શું સાક્ષાત સ્વર્ગજ બની જાય જયાં કોઇને દગો થવાની, છેતરાવાની કે ચોરી–લુંટફાટ, અત્યાચાર થવાનો કોઇ ડરજ ન રહે.

આમ આગળ દર્શાવેલી તમામ ગેરમાન્યતાઓને નામે મહેનત કરવાનુ બંધ કરી દેવુ એ તદ્દ્ન ગેરવ્યાજબી વાત છે કારણકે મહેનત કરવાથી માત્ર પૈસાજ નહી પરંતુ જીવનમા સુખ, શાંતી, નામના અને સમસ્યાઓના સમાધાન પણ પ્રાપ્ત થતા હોય છે કે જે આપણા જીવનને સ્વર્ગ જેવુ સુમધુર બનાવી આપશે. માટે તમામ પ્રકારની ગેરમાન્યતાઓનો ત્યાગ કરો અને સફળતા મેળવવાના માર્ગને વધુ સરળ બનાવો.

સબંધોમા ફેલાયેલી ગેરમાન્યતા.

મોટા ભાગના સબંધોના બગળવાની શરુઆત એક બીજા પ્રત્યે ઉદ્ભવેલી ગેરમાન્યતા, પુર્વગ્રહો અને શંકાઓજ હોય છે. આ વ્યક્તી આવો છે, તે મારા વિશે આવા વિચારો ધરાવે છે, કદાચ તેણેજ આમ કર્યુ હોવુ જોઇએ તેવા વિચારો સબંધોમા ગેરસમજણ અને શંકાઓ ઉત્પન્ન કરતા હોય છે. આવી શંકાઓને કારણે આપણુ વર્તન નકારાત્મક બની જતુ હોય છે જે જોઇને સામેની વ્યક્તી પણ તેમ કરવા પ્રેરાતા હોય છે અને આ રીતે નકારાત્મકતાનુ વિષચક્ર ફરવા લાગતુ હોય છે. આ ચક્રને તોડવાનો ઉપાય એજ હોય છે કે તમે તમારા મનમા રહેલી તમામ પ્રકારની ખોટી માન્યતાઓ, ગેરસમજણો, પુર્વગ્રહો કે શંકાઓ છોળી સામેની વ્યક્તીનો દ્રષ્ટીકોણ કે પક્ષ સમજી ફરી પાછા સકારાત્મક સબંધો સ્થાપવાનુ શરુ કરવા માટેની સ્વસ્થ ચર્ચા કરાવની પહેલ કરો. જ્યારે લોકોનુ વર્તન સામેની વ્યક્તીના વર્તન પર આધારીત થઈ જતુ હોય છે ત્યારે આવા પ્રકારની પહેલ ખુબ સારુ પરીણામ લાવતી હોય છે. આ રીતે એક બીજાનુ સારુ વર્તન જોઇ એક બીજાને સારુ વર્તન કરવાની પ્રેરણા મળતી હોય છે અને આખરે નકારત્મકતાનુ વિષચક્ર તુટી જતુ હોય છે.

યાદ રાખો કે સબંધોને કઈ દિશામા લઈ જવો એ માત્રને માત્ર આપણા હાથનીજ વાત હોય છે. જો આપણે સારુ વર્તન દાખવીએ તો ખરાબ વર્તન કરતા વ્યક્તીને પણ સુધારી શકાતા હોય છે પણ જો આપણે પણ દેખાદેખી કે બદલા લેવાના ચક્કરમા પડી જઈએ તો પછી સબંધોને બગળતા કોઈજ અટકાવી શકતા નથી. કદાચને સામેની વ્યક્તીને સબંધો રાખતા નહી આવળતુ હોય એટલે તેણે ભુલ કરી હશે પણ આપણનેતો સબંધો રાખતા આવળતુ હતુને! આપણે જાણતા હતા કે સબંધો કેવી રીતે સુધારી શકાય તેમ છે તો પછી આપણે તેવુ કેમ ન કર્યુ ? આપણે જો પ્રયત્નોજ ન કરવા હોય અને બહાનાઓ કાઢી બેસી જવુ હોય તો પછી સબંધ વિદ્યાનુ મહત્વ શું રહ્યુ? તમે જાણતા હોવ કે સામે ચોર ચોરી કરે છે અને તમે તેને રોકી શકો તેમ પણ હતા તેમ છતા તમે તેવુ કશુજ ન કરો અને પછી બીજા દિવસે બુમ બરાડા પાડો તો પછી તેનો કોઈ મતલબ રહેતો હોતો નથી. આ રીતેતો તમે પણ ચોરીના ભાગીદાર બની જતા હોવ છો કારણકે તમે ચોરને ચોરી કરવા માટેની મુક સહમતી આપી હતી.
આમ કહેવાનો મતલબ એટલોજ છે કે તમે સબંધો સુધારવાને બદલે આ વ્યક્તી આવો છે ને ફલાણો છે તેવી વાતોજ ફેલાવામા રહી જાવ તો પછી તમને કોઇ પણ પ્રકારની ફર્યાદો કરવાનો અધીકાર રહેતો નથી કારણકે તમેજ સબંધ સુધારવા નથી માગતા તો પછી સબંધ બગળી ગયો છે તેની ફર્યાદો કરવાનીજ ક્યાં આવે છે ? આમ જો તમે ધારો તો લોકોને યોગ્ય રીતે માર્ગદર્શન આપી સબંધો સુધારી શકતા હોવ છો પણ તમે તેમ નથી કરતા એટલે હવે તમે પણ સબંધોની દ્રષ્ટીએ એટલાજ ગુનેગાર બની જતા હોવ છો કે જેટલા પેલા સબંધ બગાળનાર વ્યક્તી બનતા હોય છે.

માટે સામેની વ્યક્તીએ શું કર્યુ છે ને શું નહી તેના પર ધ્યાન કેન્દ્રીત કરવાને બદલે તમે હવે તમારી જવાબદારીના ભાગરૂપે સબંધો સુધારવા માટે શું કરી શકો તેમ છો તેના પર ધ્યાન કેન્દ્રીત કરો, તમારુ આવુ સારુ વર્તન જોઇને કદાચ પેલા વ્યક્તીને પોતાની ભુલ સમજાઇ જાય અને ફરી પાછા સબંધો સુધરી જાય તેવુ પણ બની શકે છે. આમ દુનિયા ભલે ગમે તેવી ભુલો કરે પણ આપણે તેમને સુધારવા માટે પણ સારો વ્યવહાર દાખવતા રહેવુ જોઈએ. આપણે સતત લોકોને માર્ગદર્શન આપી સબંધો સુધારવાની પહેલ કરતા રહેશુ તો સબંધો સુધરતા વાર નહી લાગે.

છેવટે એક વાત ખાસ યાદ રાખો કે સામેની વ્યક્તી શું કરે છે તેના કરતા તમે આવા સમયે કેવુ વર્તન દાખવો છો તેના પર સબંધોની દિશા વધારે નક્કી થતી હોય છે. એટલે હવે નક્કી તમારે કરવાનુ છે કે તમારે સબંધોને કઈ દિશામા લઈ જવો છે.

શા માટે આપણે ગેરમાન્યતાઓ નથી છોળી શકતા ?