mitra ane prem - 9 in Gujarati Fiction Stories by Jayesh Lathiya books and stories PDF | મિત્ર અને પ્રેમ - 9

Featured Books
Categories
Share

મિત્ર અને પ્રેમ - 9

પપ્પા તમે રડતા હોય ત્યારે બિલકુલ સારા નથી લાગતા.
આટલા મોટા થઈને છોકરી સામે રડો છો. તમે બહુ સારા પપ્પા છો ચાલો જલ્દી આગળ શું થયું તે કહો : આશીતાએ હસાવવાનો પ્રયાસ કરતા કહ્યુ

ત્યાર પછી તો બધું બરાબર જ હતું . જ્યારે તું પાંચમા ધોરણમાં ભણતી હતી તે વખતે અમે મુંબઈ ગયા હતા.

હા તે તો મને યાદ જ છે તે હું કેવી રીતે ભુલી શકું. મેં બહુ જીદ પણ કરેલી સાથે આવવા માટે પણ તમે મને સાથે ના લઈ ગયા. તે વખતે એક્સિડન્ટમા મમ્મીનુ મ્રુત્યુ થયુ હતું : આશીતાએ કહ્યું

હા, તે વખતે તને તારા મામાના ઘરે મુકીને અમે મુંબઈ ગયા હતા. તારી સ્કૂલની પરીક્ષા નજીક આવતી હતી એટલે અમે પણ જવા તૈયાર નહોતા પરંતુ મુકેશ અને સરીતાએ ખુબ આગ્રહ કર્યો હતો. મુકેશે પોતાનો વ્યવસાય વિસ્તાર્યો હતો તેણે મુંબઈની જ એક ડાયમંડ કંપની ખરીદી હતી. તે ખુશીમાં તેના સગાંસંબંધીઓ, મિત્રોને આમંત્રણ આપ્યું હતું.

અમે ત્યાં બે-ત્રણ દિવસ રોકાયા હતા. મુકેશ હવે પહેલા જેવો રહ્યો નહોતો. તેની વાત કરવાની રીત, પહેરવેશ, રહેણીકરણી બધું બદલી ગયું હોય તેવું તેના વર્તનમાં સ્પષ્ટ વર્તાય આવતું હતું.

મુંબઈમા નેતાજી સુભાષચંદ્ર બોઝ રોડ પર તેનો 4bhkનો ફ્લેટ હતો. તેના ફ્લેટની સામે જ દરીયો હતો. મુંબઈનુ નઝરાણું મરીન ડ્રાઈવ તેના ફ્લેટની સામે જ હતું. અહીંથી સામેનું દ્રશ્ય ખુબ સરસ લાગતું હતું.

મુંબઈમા ઘણી જગ્યાએ અમે ફર્યા. આલોકને ઘણા વર્ષો પછી જોયો હતો. તે ભણવામાં હોશીયાર હતો.
અમે સુરત આવતા હતા તે દિવસે તેના ફ્લેટમાં અમે ચાર લોકો જ બેઠા હતા. તેના બીજા મહેમાનો ચાલ્યા ગયા હતા.

સરીતાએ વાતની શરૂઆત કરતા કહ્યુ.

આશીતાને કેમ સાથે ના લાવ્યા. તેને પણ લાવવી હતી ને : તેણે કહ્યું

તેમને તેના મામાને ત્યાં મુકી આવ્યા તેની પરીક્ષા નજીક આવતી હતી એટલે તેને સાથે ના લાવ્યા : પારૂલે કહ્યું

તારો બિઝનેસ તો બહુ સારો ચાલે છે કેવી રીતે કર્યું આટલું બધું : મેં સહજતાથી જાણવા માટે પુછ્યું

એ બહુ લાંબી વાત છે હું તને કહેવા બેસું તો ઘણો સમય વિતી જાય. તું સુરતથી અહીં કેમ નથી આવી જતો પહેલા તો તને તારા મમ્મી પપ્પાની ચિંતા હતી. હવે તો તમે બંને એકલા જ રહો છો તો હવે શું વાંધો?
અહી હું તને બધું શીખવીશ. આપણે સૌ સાથે મળીને રહી શકીશું : મુકેશે કહ્યુ

એ એટલું બધું સહેલું નથી : મેં કહ્યું

કેમ?

એ તું તારી ભાભીને જ પુછ

તને શું વાંધો છે : સરીતાએ પારૂલ ને પુછ્યું

મને અહીં ના ફાવે. હું પહેલેથી સુરતમાં જ રહી છું. બધા સગાંવહાલાં, મમ્મી પપ્પા, ભાઈ બધાને છોડીને અહીં રહેવાની મજા ના આવે.
મુંબઈ એક માયા નગરી જ છે. આ શહેરની બધાને એટલી બધી માયા છે કે બધા અહીં જ રહેવા માંગે છે પરંતુ મને તો મારૂં શહેર જ ખુબ ગમે છે : પારૂલે કહ્યું

જેવી તારી મરજી. પણ જો આશીતાના લગ્ન મુંબઈ થયા તો શું કરીશ. તારે અનિચ્છાએ આવવું પડશે : સરીતાએ હસતા હસતા કહ્યું

એવું બધું અત્યારથી શું કામ વિચારવું જોઈએ : મેં કહ્યું

તમને એક વાત કહું? : સરીતાએ મારી સામે જોતા કહ્યું.

બોલો

હું એવુ ઈચ્છું છું કે આશીતા અને આલોક ના લગ્ન થાય. બંનેની રાશિ એક છે. ઉંમરમાં પણ મેળ છે. આપણે બધા પણ એકબીજાને ઓળખીએ છીએ.

તેની વાત સાંભળી બધા સ્તબ્ધ થઈ ગયા. હું અને પારૂલ એકબીજાની સામે જોઇ રહ્યા

અરે તું વિચાર તો કર તે હજુ નાનાં બાળકો છે. અત્યારથી એ બધી વાતો શું કરવી : મુકેશે કહ્યુ.

અરે મેં તો મારા મનની વાત રજુ કરી છે. મને છોકરી પ્રત્યે ખુબ લાગણી છે તે જાણો છો તમે બધા. બાકી તમારી ઈચ્છા : સરીતા એ કહ્યું

મેં પારૂલ ની સામે જોયું તેની ઈચ્છા તો હું જાણતો જ હતો.
તેને કાંઈ બોલવું હતું પરંતુ તે કાંઈ બોલી નહીં.

પછી કોઈ કાંઈ બોલ્યું જ નહીં. વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હોય તેમ થોડા સમય માટે મૌન છવાઈ ગયું.

હું જાણું છું તારી દશા શું છે. પરંતુ થોડો સમય જવા દે પછી આપણે આ બાબતે વાત કરીશું. ત્યારે આશીતા અને આલોક બંને સમજદાર પણ બની ગયા હશે : પારૂલે કહ્યું

મને શાંતિ થઈ કે પારૂલે બાજી સંભાળી લીધી. મારે કાંઈ બોલવું ના પડ્યું.

અમે સુરત આવવા માટે રેલ્વે સ્ટેશન તરફ રવાના થયા. મુકેશ પોતાની સ્કોડા લઈ અમને મુકવા આવ્યો.

રસ્તામાં વચ્ચે જ અમારી ગાડીને અકસ્માત નડ્યો.


આગળ