Ajib Dastaan he ye - 17 in Gujarati Love Stories by Tasleem Shal books and stories PDF | અજીબ દાસ્તાન હે યે…. - 17

Featured Books
Categories
Share

અજીબ દાસ્તાન હે યે…. - 17

અજીબ દાસ્તાન હે યે….

17

પાછળ ના પાર્ટ માં જોયું કે…..રાહુલ ખુશી અને નિયતિ ને લઈને બહાર ફરવા જાય છે…..જ્યાં તે નિયતિ ને એની ઉદાસીનું કારણ પૂછે છે…..નિયતિ પણ રાહુલ પર વિશ્વાસ કરી એને બધી જ હકીકત જણાવે છે…..આ સાંભળીને રાહુલ એક ફેંસલોઃ લે છે…..હવે આગળ….

રાહુલ ઘરે જઈને પણ નિયતિ ના જ વિચારોમાં હોય છે..એને સમજાતું જ નથી હોતું કે નિયતિ ની સગાઈ થવાથી પોતાને આટલું દુઃખ કેમ થઈ રહ્યું છે…..એને ક્યાંય ચેન નથી પડતું હોતું…..એને રસ્તા માં જ એ ફેંસલોઃ તો લઈ લીધો હોય છે કે તે નિયતિ ને આ સગાઈ નહિ કરવા દે પણ શું કામ તે આ બધું કરવા ઈચ્છે એ પોતે પણ સમજી શકતો ન હતો…..બસ તેણે આ બધા ના કારણે અંદર થી ખૂબ જ દુઃખ થતું હતું…..તે નિયતિ ને દૂર જવા દેવા નહતો ઇચ્છતો…..આમ ને આમ વિચારોમાં જ એ સુઈ ગયો…..સવારે તેને કોલેજ જવાનું હતું…..તેને જરા પણ જવાની ઈચ્છા ન હતી….પણ આમ છતાં તેને જવું જરૂરી હતું એટલે એ મને કમને તૈયાર થયો…..

કોલેજ જતા રાહુલ ને જોતા જ એના બધા ફ્રેન્ડ એને ઘેરી વળ્યાં…..અને એના હાલ પૂછવા લાગ્યા…..રાહુલ બધા ને જવાબ આપી કલાસ માં ગયો….કલાસ માં પરી ક્યારની એની રાહ જોઈ બેઠી હતી…..રાહુલ ના આવતા જ પરી એની પાસે જઈને બેસી ગઈ…..અને રાહુલ ને પૂછવા લાગી કે એ કાલે અચાનક જલ્દી માં ક્યાં ગયો હતો…..અને રાત્રે એને પરી નો કોલ કેમ રિશિવ ન કર્યો…..રાહુલ જવાબ દેવાના જરા પણ મૂડ માં નહતો…..આ કારણે એને વાત બદલતા કહ્યું "હું પછી નિરાંતે કહીશ….."ત્યાં જ પ્રોફેસર આવી ગયા અને કલાસ ચાલુ થઈ ગયો….

બપોર સુધી આમ ને આમ રાહુલ કોલેજ માં કલાસ ભરતો રહ્યો…..એનું મન તો હજી નિયતિ ના વિચારોમાં જ અટવાયેલું હતું…..કઈ રીતે નિયતિ ને મુશ્કેલી માંથી કાઢી શકાય એ જ વિચારોમાં હતો…..આમ ને આમ કોલેજ છૂટવાનો સમય થઇ ગયો…..રાહુલ ઘરે જવાની તૈયારી જ કરી રહ્યો હતો…..ત્યાં જ અર્જુન આવ્યો અર્જુને આવીને કહ્યું….."યાર રાહુલ ચાલ ને આજ મારી તબિયત થોડી ખરાબ લાગે છે તો આપણે દવા લેતા જઈએ….."આ સાંભળીને રાહુલ બોલ્યો…."હા ચાલ દવા લઈને તને ઘરે મૂકી જઈશ….."આ કહી બંને કોલેજ ની નજીક જ એક નાનું ક્લિનિક હતું બંને જણા ત્યાં ગયા…..રાહુલ બહાર જ ઉભો રહ્યો….

અર્જુન અંદર ગયો…..થોડી વાર રાહ જોયા પછી અર્જુન ગુસ્સામાં બહાર આવ્યો….આ જોઈ રાહુલ થોડો ચિંતિત થયો….અને કહેવા લાગ્યો….."શું થયું અર્જુન??કેમ આટલા ગુસ્સામાં બહાર આવ્યો??દવા લીધી કે નહીં??ભીડ છે અંદર કે ડોક્ટર નથી??"

"અરે કંઈ જ નહીં આ માણસ ને ડોક્ટર કોણે બનાવી દીધો હશે??કોઈ મોટો તો ડોક્ટર પણ નથી…..એની પાસે કોઈ ડીગ્રી હોય એવું તો લાગતું પણ નથી….અને એના થી પણ વધારે આ માણસ માં માણસાઈ જ નથી…...અર્જુન ગુસ્સા માં જ બોલ્યો…..

"અરે યાર થયું શું એ તો કહે…..?તે દવા લીધી કે નહીં??"રાહુલ એ ફરી પૂછ્યું….

"ના મેં દવા નથી લીધી…..આવા માણસ પાસે કોણ દવા લે…..તને ખબર છે એ ડોક્ટર ની કાલે એંગેજ નક્કી થઈ છે…..અને આ એંગેજ એને માત્ર પૈસા માટે જ કરી છે…..એ કોઈ સાથે કોલ માં વાત કરતો હતો…..એની એંગેજ જેની સાથે ફિક્સ થઈ છે તે કોઈ વિધવા છે…...અને તે કોઈ મોટી ડોક્ટર છે…..અને પૈસાદાર પણ છે…...આ જ કારણે તે આ લગ્ન કરી રહ્યો છે…..અને એ લેડીઝ ને નાની છોકરી પણ છે…..પણ આ ડોક્ટર લગ્ન પછી એને સાચવશે નહિ…..અત્યારે પોતે છોકરીવાળા ને ખૂબ જ ખોટું બોલી આ લગ્ન નક્કી કર્યા છે…..અને લગ્ન થતા જ તેઓ બધું સાચું કહી દેશે…..અને દહેજ ની માંગ કરશે….."અર્જુન ગુસ્સામાં બોલ્યો…..

આ સાંભળીને રાહુલ તો થોડીવાર અવાક જ થઈ ગયો….અને વિચારો માં ડૂબી ગયો કે કેવા લોકો હોય છે આ દુનિયામાં…..આ જમાનામાં પણ આવું બધું ચાલે છે…...અને છોકરીવાળાઓ એ કઈ તપાસ કર્યા વિના જ લગ્ન નક્કી કર્યા હશે…..આવું વિચારતા તે બોલ્યો…."શું નામ છે ડોક્ટર નું??"આ સાંભળીને અર્જુન બોલ્યો….."કંઈક વીરેન કુમાર લખ્યું હતું….."રાહુલ ને નામ સાંભળીને એવું લાગ્યું કે આ નામ ક્યાંક સાંભળ્યું હોય…...અને એ વિચારવા લાગ્યો…..ત્યાં જ અર્જુન બોલ્યો….."ચાલ હવે ઘરે જઈ….."

રાહુલ હજી નામ વિશે વિચારતો જ હતો ત્યાં તેઓ હજી તો રસ્તા માં જ હતા અને રાહુલ ને જાણે કંઈક યાદ આવી ગયું હોય એમ બોલ્યો…."અર્જુન ઉભો રહે….તે પેલા ડોક્ટર નું શું નામ કહ્યું??"

"વીરેન કુમાર….."અર્જુન મોઢું મચકોડતા બોલ્યો…..રાહુલ ના ચેહરા પર જાણે સ્માઈલ અને ગુસ્સા ના મિશ્રિત ભાવ આવી ગયા…..અને બોલ્યો…."અરે યાર હું એને જ તો શોધતો હતો…..અને એ કોલ માં શું વાત કરી રહ્યો હતો એ ફરી વાર કહે તો……"ત્યાં જ અર્જુન એ ફરી વાર વીરેન ની કોલ ની વાતો કહી….આ સાંભળીને રાહુલ તો જાણે ખુશ જ થઈ ગયો…..અને અર્જુન ને ખુશી માં હગ કરી લીધું…..અર્જુન તો હજી કન્ફ્યુઝ જ હતો કે રાહુલ શું કરી રહ્યો છે…..એ હજી કાંઈ સમજે એ પહેલાં જ રાહુલ બોલ્યો….."અર્જુન મારુ એક કામ કરીશ??"

અર્જુન એ કન્ફ્યુઝન માં જ "હા"કહી…..ત્યાં જ રાહુલ બોલ્યો…."મારે એ વિરેન કુમાર વિશે ફુલ ડિટેઇલ જોઈ છે...મળી શકશે??"અર્જુન થોડીવાર એની સામે જોતો રહ્યો પછી બોલ્યો….."બધું મળી જશે…..પણ પહેલા એ કહે કે આ બધું છે શું??એ ડોક્ટર ની ડિટેઇલ તારે શું કરવી છે??અને તારે એ ડોક્ટર વિશે જાણીને શું કરવું છે??"

રાહુલ થોડી ખુશી સાથે બોલ્યો…."એ હું તને આરામ થી કહીશ અત્યારે તું મને એ ડોક્ટર વિશે જેટલી ઇન્ફોર્મેશન મળે એ આપ…..એક કામ કરી પહેલા તો એના કલીનીક પાછા જઈએ અને ત્યાં થી તપાસ થાય એટલી કરીએ…...અને એ બધા ની પહેલા એ ડોક્ટર ના એક ફોટો ની જરૂર પડશે…..તો પહેલા એ જ લઈએ…..ચાલ હવે જલ્દી"....આમ કહી રાહુલ એ બાઈક સ્પીડ માં વીરેન ના કલીનીક તરફ ચલાવી મૂક્યું…..

નિયતિ હોસ્પિટલમાં ફ્રી બેઠી હતી…..પણ એના મનમાં તો વિચારોનું વાવાઝોડું પુરજોશમાં ચાલતું હતું…..એને હજી કંઈ જ સમજાતું નહતું કે અંગત વિના કઈ રીતે આગળ વધશે…..અને ખુશી ને એક પિતા નો પ્રેમ મળશે કે નહીં…..હજુ તો એ ખુશી ના વિચાર જ કરતી હતી ત્યાં જ ખુશી આવી…..અને આવીને સીધી જ નિયતિ ને હગ કરીને બોલી…."મમ્મા આજે તો સ્કૂલમાં ખૂબજ મજા આવી….અમે બધા ફ્રેન્ડ એ સાથે મળીને પાર્ટી કરી….."

આ સાંભળીને નિયતિ ચેહરા પર સ્માઈલ આવી ગઈ અને બોલી….."અરે વાહ મારી પ્રિન્સેસ એ તો ઘણા ફ્રેન્ડસ બનાવી લીધા છે…..હવે તો એ રોજ એન્જોય કરે છે….."આ સાંભળીને ખુશી બોલી…."હા મમ્મા આ બધું અંકલ ના લીધે થયું છે….એના લીધે જ મેં ફ્રેન્ડસ બનાવ્યા અને હવે તો સ્કૂલમાં હું બોર પણ નથી થતી…..અંકલ કેટલા સારા છે નહીં??મમ્મા તમે પણ એમને ફ્રેન્ડ બનાવી લ્યો ને??"

"તમારી મમ્મા એ તો મને ફ્રેન્ડ બનાવી જ લીધો છે….."હજી તો ખુશી વાત પૂરી કરે ત્યાં જ પાછળ થી અવાજ આવ્યો…..આ સાંભળીને નિયતિ અને ખુશી દરવાજા સામે જોવા લાગી…..સામે રાહુલ ઉભો હતો….આ જોઈ ખુશી તો સીધી જ રાહુલ પાસે દોડતી ગઈ….રાહુલ એ એને ઉંચકી જ લીધી….અને બોલ્યો…."મારી વાતો કરો છો??"ત્યાં ખુશી બોલી…."હા અંકલ હું મમ્મા ને કહેતી હતી કે તમે કેટલા સારા છો….."

"ઓહહ તો આવી વાતો તમે લોકો કરતા હતા…..સારું ખુશી એક કામ કર ને મને ખુબજ પાણી ની તરસ લાગી છે તો મારા માટે પાણી ભરી આવ ને……"રાહુલ એ ખુશી ને રૂમ ની બહાર મોકલવા માટે કહ્યું….ખુશી હસતી હસતી બોલી…"ઓકે અંકલ….તમે અહીં બેસો હું હમણાં જ આવું……"ખુશી ના જતા જ નિયતિ એ રાહુલ ને બેસવા કહ્યું…..અને એનું આમ અચાનક અહીં આવવાનું કારણ પૂછ્યું…..ત્યાં જ રાહુલ બોલ્યો…."નિયતિ મારે તમને એક જરૂરી વાત કહેવી છે…એ પહેલાં તમે આ ફોટો જોવો અને કહો કે આ જ મિસ્ટર વીરેન કુમાર છે??"

નિયતિ કાંઈ સમજી નહતી શકતી કે રાહુલ શું કહી રહ્યો છે…..આમ છતાં એને ફોટો જોયો અને કહ્યું…."હા આજ છે…..મેં એમને રૂબરૂ તો સરખા નહિ જોયા પણ એમનો ફોટો જોયો હતો…..પણ તમે કેમ પૂછો છો??અને તમને આ ફોટો ક્યાંથી મળ્યો….."નિયતિ કન્ફ્યુઝ થતા બોલી….ત્યાં જ રાહુલ ઉભો થતા બોલ્યો……"એ બધું હું તમને પછી કહીશ…અત્યારે તમે મને એ કહો કે તમારી સગાઈ ક્યારે છે….?"આ સાંભળીને નિયતિ થોડી ઉદાસ થઈ ગઈ અને બોલી…"પરમદિવસે સવારે..

"ઓકે તો તમે સગાઈ ની કોઈ જ તૈયારી ન કરતા….."આમ કહી રાહુલ ચાલવા લાગ્યો…..ત્યાં જ એને રોકતા નિયતિ બોલી……"એક મિનિટ રાહુલ એ તો કહો તમે શું કરવાના છો??"રાહુલ એ હસતા હસતા કહ્યું…."જે પણ થશે તમારા માટે સારું જ થશે…..બાય…."

રાહુલ એ નિયતિ ની કેબીન માંથી નીકળતા જ એક કોલ કર્યો અને કહ્યું….."mission start….."

વધુ આવતા અંકે…

રાહુલ એ કોને ફોન કર્યો હશે??

શું રાહુલ વીરેન ની વાસ્તવિકતા બધા ને જણાવી શકશે??

શું રાહુલ નિયતિ ની સગાઈ રોકી શકશે??

જાણવા માટે વાંચતા રહો…...અજીબ દાસ્તાન હે યે…...