બાળપણ નાં એ દિવસો....
સુંદર જીવન હતું, નાં આવતી કાલ ની કોઈ ચિંતા, નાં કોઈ એવા ભૂતકાળ ની યાદો. જીવન તો બસ હતું આજની મોજ માં! આજે થયું કે ચાલ ને થોડું બાળપણ ને યાદ કરી ને આજે ફરીથી હું એ બાળપણ ને જીવી લઉં.
બાળપણ માં આપણે શું કામ હોય, રમવું, ખાવું પીવું અને બસ મોજ માં રહેવું. બધા નાં બાળપણ ની યાદો અલગ હશે ! મારું બાળપણ તો ગામડાં માં વીત્યું છે.જે લોકો નું બાળપણ ગામડાં માં વીત્યું હશે એ લોકો ને કદાચ મારી યાદો થી એમની યાદો જોડાઈ હશે.😉
બાળપણ માં આપણે કેટલી રમતો રમતા. અને હું તો લખોટી બહુજ રમતી, અને હંમેશાં હારી જતી🤪 અને મારા ભાઈ જોડે મે લખોટી ની ભાગ રાખેલો. મારો ભાઈ હમેશા જીતતો. અને અમે લખોટી ને આંટીઓ કહેતાં. એક વાર તો મારો ભાઈ અંટી ગળી ગયેલો. અને એનો બધો દોષ બી મારા માથે🤪😂 કંઈ પણ બને દુર્ઘટના બધાં બસ મારું જ નામ લેતા. કોમલ એ જ કર્યું હશે.🤣😂 ગલતી સે મિસ્ટેક કંઈ રીતે થાય એના ક્લાસિસ મારા જોડેથી લેવા જોઈએ.
મારા મિત્રો તો સવારે નાહી ધોઈ ને ૮ વાગતા માં આવી જાય આંટીઓ રમવા. અહીંયા હું તો ખટલાં માં ગોર વગડતી હાઉ. અને બધા મારા ખાટલા ની આજુ બાજુ આવીને જગાડે. હું તો રાજા માણસ, કોઈ કેટલું બોલે જગાડે હું મારા સમયે જ ઉઠતી. નાની નો સરસ ડાયલોગ હતો મને આજે બી યાદ છે કાનમાં ગુંજે છે એ અવાજ " ઢોર છૂટી ગયા, માથે તળકો નીકળી આવ્યો, હવે તો ઉઠ બેટા" મને જગાડવા માટે આજુબાજુ નાં મામા અને માસી બી આવી જતા.
મામા નાં ઘરે ઉનાળા ની રજાઓ માં રહેવું એટલે તો જાણે સ્વર્ગ મળી ગયું હોય. પેહલા લાગણી ઓ પણ એટલી હતી, અત્યારે તો માણસ માં માણસાઈ ક્યાંક જોવા મળતી નથી. અને એ દિવસો માં જ્યારે રજાઓ પુરું કરીને પાછા પોતાનાં ઘરે જતા તો હું ખૂબ રડતી, મને મારી નાની વગર જરા બી નહિ ફાવતું. મામા નાં ઘરે રહેવું એટલે એવું લાગે આપણે સ્વતંત્રતા મળી ગઈ હોય ને એવું લાગે.મમ્મી વ્યસ્ત રહે એમનાં ભાઈ બહેન જોડે, અને આપણે મસ્ત રમવામાં અને મસ્તી કરવામાં.
મને લાગે છે હું જ મસ્તીખોર હતી, નાં પણ બાળપણ માં બધાં મસ્તીખોર હોય છે.
મજા ની વાત મને યાદ છે કે હીંચકો, દોરડા નો હીંચકો તો બધાએ જોયો હશે ને! એક વાર અમે બધા ભાઈ બહેન આંબલી અને કેરી ખાવા માટે અમે ખેતર માં જતાં, એક વાર તો થયું એવું કે ઘરે આવ્યા તો અમને બહું ગુસ્સો કરવામાં આવ્યો. કારણ કે એ સમયે આદિવાસી લોકો ફરતા અને છોકરા ઉપાડી ને લઇ જતા. એમ કહીને એમણે ડરાવવા માં આવ્યા હતા. એટલે હવે અમારે ઘરમાં રહેવાનું, એવો ફરમાન જારી કરવામાં આવ્યા હતા.
હવે ઘરમાં કોઈ કેટલાં પત્તા રમે અને કેટલી વાતો કરે. મે દોરડા નો હીંચકો બાંધ્યો. નાની કહેતા હતા મામા બોલશે. બધા ડરતા હતા. પણ મને ખબર હતી કઈ નઈ બોલે મામા. હું માનવી લઈશ એટલે બપોરે આજુ બાજુ માં બધાં બાળકો બધાં રમવા આવી ગયા. અને અમારા બાજુવાળા દાદા લાકડી લઈને આવ્યા બધાં ભાગી ગયા. અને હું એમના સામે જોઈને હસી, બગાવત તો મે કરવાનું શરૂ કરી દીધેલું હતું. દાદા જતાં રહ્યાં ચૂપ ચાપ. સાંજે મામા એ હીંચકો જોયો, કઈ નો બોલ્યા.