pahelo varsad in Gujarati Short Stories by Gor Dimpal Manish books and stories PDF | પહેલો વરસાદ

Featured Books
Categories
Share

પહેલો વરસાદ

કાકી માં ..... વરસાદ આવ્યો બૂમો પાડતો પાડતો ટીનીયો ઘર ની બહાર દોડતો નીકળ્યો. શેરી માં બીજા છોકરાઓ સાથે વરસાદ માં પલરવા ની મોજ માનતો હતો.રૂપા પોતાના રૂમ ની બારી પાસે ઊભી બહાર નું દ્રશ્ય જોતી હતી. બે દિવસ ની ઉકળાટ બાદ આજે વરસાદ ના આગમન થી ધીરે ધીરે ઠંડક પ્રસરી રહી હતી. ચૈત્ર ના ઉકળાટ અને જેઠ ના બફારા થી લોકો ત ત્રસ્ત થઈ ગયા હતા.
રૂપા વરસાદ ને એક ધારે જોઈ રહી હતી, તેનું મન ભૂતકાળ ની યાદો માં પલરી રહ્યું હતું. નાની હતી ત્યારે ક્યાં વરસાદ ની મોજ હતી! ચારે બાજુ સુકી ધરા કચ્છ માં જો વરસાદ આવે તો જાણે મોટો ઉલ્લાસ અને ઉમંગ થી લોકો નાચી ઉઠે, પણ દર વર્ષે ક્યાં હોય વરસાદ! ખાવડા થી દૂર એક નાનકડા ગામ માં માંડ પંદર- સોળ માલધારી ઓનો ગામ. ઘેટાં બકરાં ઓના ઉછેર નો મુખ્ય ધંધો. રૂપા નો જન્મ થયો ત્યારે આખું ગામ ખુશખુશાલ ..... બે ભાઈઓ પછી તેનો જન્મ થયો એટલે બધાની લાડકી.. આંખું ગામ રૂપા ના નામ નું જાપ કરે..
જેમ સૂરજ અને ચંદ્ર અજવાસ અને અંધકાર ફેલાવે અને દિવસો નવા ઉગે તેમ તેમ રૂપા મોટી થતી રહી અને ક્યારે તે અઠાર વરસની થઇ ગઇ ખબર જ ન પડી. માતા પિતા જેવો નામ રાખ્યું હતું તેવોજ તેનું રૂપ. રંગે રૂપાળી, નમણું નાક, બે હોઠો ની વચ્ચે વ્યવસ્થિત ગોઠવેલાં દાંત, પાણીદાર આંખો અને હોઠો ની નીચે હડપચી પર ત્રણ ટપકાં વારું છૂંદણું તેના રૂપ ને ચાર ચાંદ લગાવી દેતું.

પણ આ વર્ષે પણ દુકાળ પડવાની શકયતા વધી રહી હતી. આ શુકી ધરા માં માણસો માટે માંડ એક ટક નું ખાવાનું મળે ત્યાં આ ઘેટાં બકરાં ની શી હાલ થાય એ તો રામ જાણે... એક દિવસ શહેર થી દુર ના કાકા ઘરે આવ્યા હતા બધા કોઈ ખાસ વિષય પર ચર્ચા કરતા હોય એવું લાગતું હતું. બીજા દિવસે રૂપા ને એના બાપા એ બોલાવી, ઘરના બધાં એકી શ્વાસે ટક ટક એક બીજા ને જોઈ રહ્યા હતા.. બાપા એ ઊંડો શ્વાસ લીધો પછી રૂપા ને પાસે બોલાવી તેના સગપણ ની વાત કરવા લાગ્યા હતા વાતો કરતા કરતા આંખો તેમની તરલ થઈ રહી હતી તે રૂપા ની સાથે ઘરના બધાં લોકો એ જોયા હતાં. ખૂબ મોટા મલધારી છે ઘેટાં બકરાં ના ઉછેર તો તેમના માણસો જ કરે હો.. વળી શહેર માં ક્યાં દુઃખ હોય અહી કરતાં તો ત્યાં સુખ મળશે દીકરી.. કહેતા કહેતા બાપા તો જાણે રૂપા ને ભેટી રડી પડ્યા ને આખા ઘર માં ઉદાસીનતા ફેલાઈ ગઈ. રૂપા પાસે કઈ કેહવા નું હતું જ નહિ એ તો ડોક નીચી કરી ઊભી રહી.

શ્રાવણ માસ માં ગોકુળિયા લગન થયા હતા રૂપા ના. દીકરી ની વિદાય થી ધર ની સાથે આખું ગામ શોક માં ડૂબી ગયું. નાનકડા ગામ થી આવેલ રૂપા ને આ નાનકડા શહેરમાં સ્વાગત થયું હતું ઘર આખું આ રૂપાળી લાડી ને જોવા ઉત્સુક હતું. અને શ્યામ તો જાણે આજે આકાશ માં ઉડતો હતો જેવું નામ તેવો જ તેનો રૂપ શ્યામ વર્ણ પણ નેણ નકશે નમણો હતો તેને આવી રૂપાળી છોરી મળી હતી જે તેનાથી ચાર- પાંચ વરસ નાની હતી. શ્યામ ના મોટા ભાઈ ભાભી પણ બહુ ખુશ હતા. અને તે ટીનિયો મારા નવા કાકી આવ્યા ની તાલે આંખુ ઘર માથે લીધું હતું. જેમ દિવસો પસાર થતા ગયાં રૂપા આ ઘરની લાડકી વહુ રાણી બનતી ગઈ. શ્યામ અને રૂપા નો સંસાર સુખ પૂર્વક વીતતો ગયો. વરસ વીતી ગયો. ચૈત્ર, વૈશાખ અને જેઠ ના આકરા તાપ પછી બધાની નજર આકાશે રેહવા લાગી હતી. અને આ વર્ષે જાણે ભગવાને કચ્છ વાસી ઓ ને યાદ કર્યા હોય તેમ શ્રાવણ માસમાં વરસાદ વરસ્યું. ચારે બાજુ આનદ અને ઉલ્લાસ, લોકો ઘર ની બહાર નીકળી વરસાદ માં પલળીને એક્બીજા સાથે મોજ કરવા લાગ્યા હતા. રૂપા અને શ્યામ એ દિવસે ખૂબ મોજ કરી. તન અને મન થી પહેલા વરસાદ ને ખુબ માણી હતી. દિવસો વિતતા ગયા. માં બાપુ, મોટા ભા અને ભાભી બધાં ને નવા મેહમાન આવે તેની રાહ જોવા લાગ્યા હતા.. ખૂબ દવા અને દુઆ કરી પણ રૂપા નો ખોળો ખાલી રહ્યો મોટી બીમારી બાદ માં અને બાપુ વાર ફરતી સ્વર્ગે સિધાવ્યા. થોડાક વર્ષો પછી એક અકસ્માત માં મોટાં ભા અને ભાભી એ પણ રૂપા અને શ્યામ ને પોતાના ટીનીયા ને સોંપી ને સ્વર્ગે સિધાવ્યા. રૂપા અને શ્યામ પોતાના પશુ ઓ ના ઉછેર માટે સેવકો ને સોંપી ટીનીયા ને લઇ મોટા શહેર આવી ગયા. રૂપા અને શ્યામ ના સંબંધો માં પણહવે ધીરે ધીરે શૂન્યતા છવાઈ ગઈ હતી. રૂપા બારી પાસે ઊભી ઊભી ભીતર વરસતું વિચારો ના વરસાદ થી ભીંજાઈ રહી હતી ત્યાં તો ટીનીયો પલરતો પલરાતો ઠેઠ રૂપા ના રૂમે આવી પહોંચ્યો અને રૂપા નો હાથ પકડી બહાર ખેચી ને લઇ જવા લાગ્યો.. કાકી માં ચાલો ને ભીંજાવા ખૂબ મજા આવે છે. બાર વર્ષ નો ટીનિયો પોતાની મોજ માં વ્યસ્ત હતો એને ક્યાં થી ખબર કે રૂપા તો ક્યારથી આ પહેલા વરસાદ માં પલળી રહી છે. રૂપા તેની પાછળ પાછળ બહાર નીકળી
અચાનક ટિંનિયો રૂપા નો હાથ પકડી ફૂદડી ફરતો ફરતો કાકી માં મજા આવે છે ને..કહેતા કહેતા રૂપા ને ગોળ ગોળ ફેરવવા લાગ્યો. રૂપા આ પહેલા વરસાદ માં બધુજ ભૂલી ને ટીનિયા ને હરવેક થી કહેવા લાગી. કાકી માં નહિ માં.. હું ટીનિયા ની માં !
ટીનિયો ને વધુ કંઈ સમજ ના પડી પણ રૂપા ની પલરતી આંખો માં પણ તેને માં ની મમતા નો અનુભવ થયો હતો. દૂર ઉભેલો શ્યામ પણ આ માં- દીકરા સાથે વરસાદ માં પલળવવા ક્યારે પહોંચી આવ્યો તે ખબરજ ન પડી.

આ પહેલા વરસાદ ના આગમન સાથે રૂપા અને શ્યામ ના નવા ગૃહસ્થ જીવન નો શુભમંગલ શરૂઆત થઈ ગઈ.

જય શ્રી કૃષ્ણ

Thank you