An untold story - 9 in Gujarati Love Stories by Palak parekh books and stories PDF | એક અનામી વાત - 9

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

એક અનામી વાત - 9

એક અનામી વાત ભાગ-૯

એક સફરની શરૂઆત...

મૂમ્બાઇનો પાલીહિલ વિસ્તાર જે ધનાઢ્ય લોકોનો વિસ્તાર કહેવાય છે, અને જ્યાં સવારના મુંબઈનો કોઈજ શોરગુલ આવી શકતો નથી ત્યાં એક શરીરે સપ્રમાણ અને થોડો ધૂની જેવો લાગતો એક યુવાન હાથમાં જુના જમાનાના રેડિયોને પકડીને ચાલી રહ્યો છે. સાથે-સાથે તેમાંથી વાગતા જુના ગીતોને પણ ગણગણી રહ્યોછે. ત્યાજ તેના ફોનની રીંગ વાગે છે, સ્ક્રીન પર પલાશ નામ વાંચતાજ તે જટકા સાથે ફોન ઉઠાવે છે.

હેલ્લો, પલાશ પ્રાષા મળી ગઈ? How’s she? I mean is she alright? Where is she? Yaar I’m waiting for your call.

રીલેક્સ રવિ. રીલેક્સ... પ્રાષા મળી ગઈ છે અને... અને બીજું તો તને વધુ નહિ કહી શકું પણ એટલું ચોક્કસ કહીશ કે, ભૂતકાળમાં જે કઈ પણ બન્યું તેનો સંપૂર્ણ જવાબદાર પ્રાષા મને માને છે.યાર તે મને સાંભળવા જ તૈયાર નથી. સતત મને...મને નકારે છે. હવે મને એક જ હોપ દેખાય છે યાર. અને તું એ જાણે છે હું શેના વિષે વાત કરી રહ્યો છુ. પ્લીસ જડપી તું એ બધાને લઈને આવીજા .પલાશ બોલ્યો.

ઓકે. હું આજેજ નીકળું છુ,બધાને લઈને પણ યાર, શું તેઓ આવશે? રવિ બોલ્યો.

હા, તેમને આવવુંજ પડશે. મારા માટે, ન્યાય માટે. અને મને વિશ્વાસ છે કે તેઓ આવશે. પલાશ બોલ્યો.

ઓકે હું તેમને પણ સાથે લઇ લઈશ.રવીએ કહ્યું અને હજી આગળ કઈ વાત થાય તે પહેલા પલાશનો ફોન કપાઈ ગયો.

રવિ ત્યાંથી દોડતો પોતાના ફ્લેટ પર આવ્યો અને આવીને તુરંત સવારના સવા પાંચે પોતાના કામે લાગી ગયો. તેણે સૌપ્રથમ મિસિસ સત્યા મેહતાને ફોન જોડ્યો. સત્યા મેહતા હાલની એક મોટી સત્યમ ઇન્સ્ટીટયુટ અને ઇન્ડસ્ટ્રીઝ ના માલિક શ્રી શરદ મેહતાના પત્ની અને પલાશના માતા હતા. તેઓ પોતે ભૂતકાળમાં કરેલી અમુક ભૂલોનું પ્રાયશ્ચિત અત્યારે કરી રહ્યાં હતા. પોતે અસ્થમાના પેશન્ટ હતા અને એ એક ભૂલના કારણે તેઓ હાઈપર ટેન્શન અને બી.પી.ના પણ. અને સાથે-સાથે બીજી પણ નાની મોટી બીમારીઓના શિકાર હતા.

જુહુ બીચ પાસેના એક ભવ્યાતિભવ્ય બંગલોના એક રૂમમાંથી સતત કોઈના કણસવાનો અવાજ આવી રહ્યો હતો,એક સ્ત્રી રૂમના પલંગ પર પડી-પડી ધીમે શ્વાસે ઉપર છતને જોઈ રહી હતી. છત પર લાગેલું જુમ્મર અને તેમાંથી આવતો આછો પીળો પ્રકાશ તેમના ચહેરા પર રેલાતા તે ચહેરો વેદનામાં ઓર પીળો લાગતો હતો.તેઓ પોતાને સામે દેખાતા અરીસામાં જોઈને પોતાની જાત પર જાણે ગ્લાની ઉપજી અને સાથે એક ની:સાસો પણ.

ટ્રીન..ટ્રીન..ટ્રીન.. હેલો પલાશ દીકરા... તે સ્ત્રીએ ફોન ઉપાડીને કહ્યું.

જી હું પલાશનો મિત્ર રવિ બોલું છુ.

રવિ... તો શું.. પ્રાષા મળી ગઈ?

હા આંટી. પલાશે મને હમણાજ કોલ કરીને કીધું કે તે મળી ગઈ છે. આંટી પલાશે તમને ત્યાં સાથે લઇ જવાનું કહ્યું છે. હું હમણાં આઠ વાગે તમને લેવા આવીશ. જો તમે આવવા તૈયાર હોવ તો...

હું હમણાજ તૈયાર થઇ જાઉછું. તું..તું..જલ્દી આવ હવે...હવે... આ અપરાધનો બોજ વધારે સમય સહન નહિ કરી શકું હું. તું જલ્દી આવ બેટા. અને એટલું કહેતાજ સામેથી ફોન મુકાઈ ગયો.

રવિ ક્યાય સુધી રિસીવરને હાથમાં પકડીને બેસી રહ્યો અને જાણે ભગવાનને સવાલ કરતો હોય તેમ ઉપર છત પર જોઇને મનમાજ બબડ્યો, વાહ રે કુદરત...વાહ... શું નિરાળો ખેલ ખેલ્યો તે.. એકી ઝાટકે પુરા હસતા રમતા બે પંખીડાઓને વીંખી નાખ્યાં. થોડી તો દયા રાખવી હતી....

……………………………………………………………………………………………………….

હેલ્લો ગાઈસ સોરી આજે આટલા વહેલા વોઈસ મેસેજ સેન્ડ કરુછું. તમને જાણીને ખુશી થશે કે દુઃખ તે નથી જાણતો પણ એક વાત ચોક્કસ કહીશ કે, તે મળી ગઈ છે. અને જો કોઈને તેને મળવા આવવું હોય તો આજે સવારે આઠ વાગે જુહુ રોડ પર રેડી રહે. બાકી બધા સવાલોમાં ટાઈમ પાસ ના કરતા કારણકે આપણે ઘણી લાંબી મઝલ કાપવાની છે. અને તે માટે પુરતો સામાન પણ લેવાનો છે. એટલે બાય. See you at eight. Ravi.

આ મેસેજ તેણે રેકોર્ડ કરીને મેક્સ, પ્રિયંકા, હેલી, અને મિશાને ફોરવર્ડ કર્યા અને ત્યાંથી ઉભો થઈને ચાલ્યો પેકિંગ કરવા.

રવિ જ્યાં પોતાના ક્લોસેટ માંથી કપડા કાઢી રહ્યો હોયછે ત્યાંજ તેના કપડાની થપ્પીમાંથી તેની જૂની યાદો મળેછે. તે યાદો જેમાં ખુશી હતી અને ઓચિંતું કૈક મળ્યાનો

આનંદ હતો. તો ઓચિંતું કૈક ગુમાવ્યાનો પણ. આ ફોટો મેક્સે ખેંચેલો તેના બર્થડે પર. ફોટોમાં જ્યાં એક તરફ પ્રાષા હતી લેફ્ટ સાઈડની જીભ બહાર કાઢીને ઇમોજી ફેસ બનાવી તો બીજા છેડે પલાશ હતો રાઈટ સાઈડ સેમ એવો ઇમોજી ફેસ બનાવીને. અને વચ્ચે હતા ચિત્ર વિચિત્ર ચહેરા બનાવીને ઉભેલા તે, પ્રિન્કા ,હેલી અને મિશું. મેક્સ ફોટા પાડવામાં હતો તેથી એ ફોટોમાં તે નહોતો. કેટલો મઝાનો દિવસ હતો તે જ્યારે બધા ખુશ હતાં. કોઈના પડછાયા પર પણ ક્યાય દુઃખ નો ઓછાયો નહોતો. પ્રાષા જે દરેકને ખુશી વહેચતી હતી, ક્યાય પણ કોઈ પણ જગ્યાએ બસ ખુશ રહો અને રહેવાદો નો એક નવો જ નિયમ બનાવવા વાળી કોઈ જાણી પણ ના શકે કે તે છોકરી અંદરથી કેટલી દુ:ખી હતી. તેના અમાપ હાસ્ય પાછળ એક દુઃખ હતું જેનો ખ્યાલ રવિને ત્યારે આવ્યો જ્યારે તેને ખબર પડીકે જે શિખા મેમને તે માતૃત્વ અને વાત્સલ્યની મૂર્તિ ગણતો હતો તે શીખામેમ એ પોતાની સગ્ગી દીકરીને ક્યારેય વહાલ નહોતું કર્યું, વહાલ તો ઠીક પણ ક્યારેય તેને પોતાની દીકરી હોવાનો હક પણ નહોતો આપ્યો. તેઓ તેને નફરત કરતા હતા. અને કેમ તે તો તેઓજ જાણે!

રવિ ઉતાવળમાં સામાન પેક કરતોજ હતો કે તેના બારણે ટકોરા પડ્યા.

યાર કોણ છે અત્યારે સવાર..સવારમાં.. એકતો કેટલું પેકિંગ કરવાનું બાકીછે અને ઉપરથી.... આવું છુ.. ત્રાસ છે યાર..ચીડ સાથે રવિ બોલ્યો.

બારણા પર સતત ટકોરા પડી રહ્યા હતા અને એ પણ એટલી તીવ્રતાથી કે આસપાસના લોકો જાગી જાય. રવીએ ફટાફટ બારણું ખોલ્યું અને ચીડ સાથે ખોલતાજ બોલ્યો,

“ હવે તને નથી જ લઇ જવાનો ચીબડી.”

સા..લા.. ખોલતા આટલી વાર કેમ કરી? ખબર નથી પડતી, એક ગર્ભવતી સ્ત્રીને વધારે સમય સુધી આમ સસ્પેન્સમાં ના બાંધી રખાય. અરે એકતો પેટમાં ઓલરેડી વજન હોયને ઉપરથી આ સસ્પેન્સ નું કેટલું સહન કરે યાર માણસ શરમ નથી આવતી તને. બોલ ક્યા છે પ્રાષાડી? અ]એને જઈને એવો તમાચો મારવો છેને કે...કે..

કે શું પ્રીન્કું? રવિ પ્રિયંકાની સામે ખુરશી ખેંચીને બેસતા બોલ્યો. બોલને ,કે પછી શું?

પછી તે આમ આપણને છોડતા પહેલા દસવાર નહિ પચીસવાર વિચાર કરે. રડતા રડતા પ્રિયંકા બોલી.

હમમ. રાઇટ અને..એક મારા તરફથી વધારાનો લાગાવજે. ઓકે. તે બંનેની વાતચીત ચાલતી જ હતીકે પાછળ કોઈનો ધબ દઈને પડવાનો અવાજ આવ્યો.અને પ્રિયંકા એકદમ બુમ પાડીને બોલી,

અરે..આટલું સાથે શીદને ઉચકેછે? પડી ગયોને!

તો શું કરું? આ તારા થેલા તો જો લાગેછે જાણે બે મહિનાની જાત્રાએ જવાની હોય? ઉપર આવતો પછડાતો પંકિત બોલ્યો.

બિચારો...પરાણે હસવું રોકતા રવિ બોલ્યો..

અરે, મારે ઠીક પંદર મીનીટે જમવા જોઈએ છે ખબર નથી પડતી તને. અને નાસ્તો રસ્તામાં ક્યાય નાં મળ્યો તો હું અને આપણું બેબી ક્યા ખાઈશું બેબી? રડવાની એક્ટિંગ કરતા પ્રિયંકા બોલી.

એક મિનીટ હું તને મારી સાથે લઇ જવાનો નથી. અરે તારી હાલત તો જો, પુરા સાત મહિનાથી પ્રેગનેન્ટ છે અને આટલું લોંગ ટ્રાવેલિંગ નાં હું આ જોખમને સાથે નાં લઇ શકું.

વ્હોટ ડૂ યુ મિન? મારી જવાબદારી હું ખુદ ઉઠાવીશ ઓકે. અને જોખમ કોને કે છે, મારી જેમ મારું બેબી પણ મજબુત છે. તે કઈ ઢીલું પોચું નથી.સમજ્યો. અને જો તારે ના લઇ જવી હોયને તો હું જાતે જઈશ મને ડ્રાઈવિંગ આવડે છે. પ્રીયાન્કા બોલી.

અરે યાર લઇજાને...આમે એક કે બે દિવસની જ વાત છેને. અને જો એવી કઈ ઈમરજન્સી હશે તો હું તે જગ્યાના ડોક્ટરને વાત કરી લઈશ ઓકે...

Soo.. there is no tension at all. And guys we almost have good mobile connections all over the country. Right so please take her with you.please…

અરે યાર એ બધું તો ઠીક પણ...પણ..

પણ..બન કઈ નઈ હું આવું છું એ ફાઈનલ છે.પ્રિયંકા સત્તાવહી સ્વરે બોલી અને તેની જીદ આગળ રવીએ જુકવું પડ્યું. અને તેઓ બંને રવિની ફોર્ચુનરમાં જુહુ તરફ રવાના થયા.