સિદ્ધિ વિનાયક
આપણે આગળ જોયું કે વિનાયક રિદ્ધિ ને ગાર્ડન માં ફરવા લઈ જાય છે અને વિનાયક તેને તેની સાથે આવવાનું કહે છે રિદ્ધિ હા પણ કહે છે અને પછી બંને છુટા પડે છે ....
હવે આગળ જોઇએ......
થોડા દિવસો પછી
સમય બપોરે 2 વાગ્યા આસપાસ....
રિદ્ધિ તેના બેડ પર સૂતી છે અને પાછળ થી કોઈ અદ્રસ્ય શક્તિ તેને એકધારું જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે થોડી વાર માં તેના પર કોઈ મોટો જગ ભરી ને ફ્રીઝ નું ઠંડુ પાણી રેડે છે પાણી અડતાની સાથે જ રિદ્ધિ જાગી જાય છે અને સાથે ડરી પણ જાય છે.....
"કોણ છે.....મારી પર પાણી કોણે રેડયું.......?.....કોઈ છે .....અહીંયા.....".......
બોલતાની સાથે જ તે રૂમમાં ચારેય તરફ નજર ફેરવે છે પરંતુ આજુબાજુ એકદમ નીરવ શાંતિ છે કોઈ દેખાતું નથી માટે રિદ્ધિ વધુ ડરી જાય છે..........તે ફરી બોલે છે....
"કોણ છે......?જોવો....જે....હોય....તે...સામે આવે....હું.....કોઈ થી ડરતી નથી....મને આખી હનુમાન ચાલીસા આવડે..છે.....
રિદ્ધિ ચારેતરફ નજર ફેરવી રહી હોય છે ત્યાં જ તેને અજાણ્યો અવાજ સંભળાય છે તે ખૂબ જ ડરી જાય છે પેલો અવાજ ખૂબ જ ઘાતક રીતે કહે છે....
"હું શૈતાનો નો બાદશાહ છું મને તું બહુ ગમે છે હું તને મારી દુનિયામાં લઈ જવા આવ્યો છું..."
આટલો ઘાટીલો અવાજ કોઈ માણસ નો તો ના જ હોઈ શકે એવું રિદ્ધિ મનમાં વિચારે છે અને કહે છે....
"તું જે હોય તે હું તારી દુનિયામાં નહિ આવું તું જા અહીંથી નહિતર હું હનુમાન ચાલીસા બોલવાનું સ્ટાર્ટ કરી દઈશ તને ભસ્મ કરી દઈશ....."
રિદ્ધિ ની વાત સાંભળી ને ખડખડાટ હસતા અવાજ ફરી સંભળાયો....
"હનુમાન જી દાદા મારા ફેવરેટ છે મને પણ આવડે કે બોલું હનુમાન ચાલીસા...?"
આ વખતે બોલનાર થી એક ભૂલ થઈ ગઈ માટે રિદ્ધિ નો ડર અચાનક નીકળી ગયો તે ધીરે ધીરે બેડ પરથી નીચે ઉતરે છે અને ચારેય તરફ ફરી નજર કરે છે તે નીચે વળી ને બેડ ની નીચે જોવે છે તો તે સમજી જાય છે કે આ અવાજ નું શુ રહસ્ય છે તે હળવેકથી બેડ ની નીચે સુતેલ વ્યક્તિ પાસે જાય છે અને હળવેકથી તેના કાન માં કહે છે.....
"તારે મને લઈ જવી હોય તો લઈ જા તારી દુનિયામાં હું તૈયાર છું"
અવાજ તે વ્યક્તિ ના કાન ની નજીક આવતા તે બાજુ માં જોવે છે અને તેની નજર નીચે કરી દે છે રિદ્ધિ તેનો કાન પકડી ને તેને બેડ ની નીચે થી બહાર લાવે છે અને ઉભો રાખી ને કહે છે
"વિનાયક તું......સરસ પ્લાન હતો પણ હું ડરી નહિ"
વિનાયક તેના ખીચામાંથી ફોન કાઢતા કહે છે ...
"આતો એન્ડ ટાઈમે આ રેકોર્ડીંગ બંધ થઈ ગયું નહિતર ...."
"નહિતર....શું....."રિદ્ધિ એ કહ્યું
"કાંઈ નહિ....આજે તને ડરાવવાની બવું મજા આવત અને હવે તું મારો કાન છોડ ને પ્લીશ બવું દુખે છે...."
રિદ્ધિ વિનાયક નો કાન છોડે છે અને પૂછે છે....
"ખરી બપોરે મારી મસ્ત ઊંઘ બગાડવાનું કાંઈ કારણ...?"
"હમ્મ મેં તને કહ્યું હતું ને કે હું તને ક્યાંક લઈ જવા ઇચ્છુ છું"
"હમ્મ તે કહ્યું હતું પણ....."
"પણ નહીં આજે સાંજે સાત વાગે તૈયાર રહેજે મેં બધી તૈયારી કરી રાખી છે"
"આપણે ક્યાં જઈશું"
"સરપ્રાઈઝ છે મેડમ સાંજે જ કહીશ"
"આઈ હેટ સરપ્રાઈજીસ"
"તો પણ તારે સાંજ સુધી રાહ જોવી પડશે"
"પપ્પા નહિ માને"
"અંકલ પાસેથી મેં પરમિશન લઈ લીધી છે....અને તું આવે છે ઓકે"
"આ વાત તું ફોન માં પણ કહી શકતો હોત ને એક તો ઊંઘ બગાડી અને ડરાવી અલગથી"
"મતલબ તું ડરી ગઈ સાચી વાત ને"
"ના હવે હું નથ ડરતી તું જા હવે સાંજે ક્યાં આવવાનું છે મેસેજ કરી દે જે "
"મેસેજ નહિ જાવેદભાઈ લેવા આવશે તને ફરારી લઈ ને"
"એ પણ આવવાના છે....?"ઉત્સુકતા થી પૂછે છે
"એ .....સાંજે ખબર પડે .....એ પણ સરપ્રાઈઝ માં જ રાખ"
"તું ને તારી સરપ્રાઈઝ.... સારું આટલું જ હતું ને હવે હું સુઈ જાવ....?...બવું ઊંઘ આવે છે"...રિદ્ધિ એ બગાશું... ખાતા કહ્યું....
"એક મિનિટ ઊંઘણસી.... હું આવું છું..."
"બે મિનિટ ઉભો રે તે મને શું કહ્યું હમણાં"
"ગુડ ગર્લ કહ્યું મેં તને હમણાં"
"ના મને ઊંઘણસી સંભળાયું...."
"સાચે એવું સંભળાયું....?"
"હમ્મ એ જ સંભળાયું ...."
"તો પૂછયુ કેમ મેં તને એ જ કહ્યું ઊંઘણસી"
"વિનાયક ઉભો રે તું"
રિદ્ધિ બેડ પરથી ઓશીકું લઈ ને સીધું વિનાયક ના મો તરફ મારે છે વિનાયક તેણે કેચ કરે છે અને દોડીને દરવાજા ની બહાર નીકળી જાય છે ......જતા જતા તે કહેતો જાય છે....
"સોરી સોરી બે મિનિટ માં આવું હું તારા માટે ગિફ્ટ લાવ્યો તો તું ગુસ્સો ના કર હું હમણાં આવ્યો"
વિનાયક ઘર ની બહાર નીકળે છે રિદ્ધિ બેડ પર થોડા ગુસ્સા સાથે બેસી રહે છે અને તેનો ગુસ્સો ખોળામાં તકિયો મૂકીને તેને દબાવતા કાઢે છે એકદમ ખુલ્લા અને અડધા પાણી માં ભીના વાળ તેના ગોળ ગોળ ચહેરા પર વચ્ચે આવતી સાઈડ ની બે ઝાડી લટો અને નાઇટી વાઈટ ડ્રેસ માં રિદ્ધિ એકદમ સિમ્પલ અને નટખટ લાગી રહી છે તે બેડ પર બેઠી છે અને તેનું બધું જ ધ્યાન તકિયા ને મારવામાં છે....
રૂમમાં જે ઓશીકું પકડી ને તેને વિનાયક ને માર્યું હતું તે ઓશીકું હવામાં ઉછળે છે જેની રિદ્ધિ ખબર જ નથી તે ઓશીકા ને બે ભાગ માં કોઈ અદ્રશ્ય શક્તિ ચીરતી હોય તેવું દ્રશ્ય ઉભું થાય છે બે પળ માં ઓશીકા માંથી બધું રૂ બહાર ઉડતું થઈ જાય છે વિનાયક રૂમમાં આવે છે...ત્યારે તે નીચે વિખરાયેલું રૂ જોવે છે અને કહે છે
"આખરે મારો ગુસ્સો તે આ ઓશીકું ચીરી ને કાઢ્યો ને (હળવું હસતાં)સારું કર્યું હું બચી ગયો"
રિદ્ધિ નીચે જોવે છે તો ઓશિકા ના લીરેલીરા થયેલા હોય છે અને તેને આશ્ચર્ય થાય છે તે કહે છે
"મેં નથી કર્યું આ બધું"
"સારું છોડ આ બધું આજો હું તારા માટે આ ડ્રેસ લાવ્યો છું"
વિનાયક રિદ્ધિ માટે જે ડ્રેસ લાવ્યો હોય છે તે પ્લાસ્ટિક બેગ માંથી કાઢીને તેને બતાવે છે અને કહે છે
"આજે સાંજે મારી સાથે આ જ અનારકલી ડ્રેસ પહેરીને આવજે સાથે તારા જાવેદભાઈ એ આપેલા ઝૂમખાં પહેરવાનું ભૂલતી નહિ મસ્ત લાગીશ તું એમ"
"વાઉ આ ડ્રેસ સાચે જ સરસ છે....આપણે ક્યાં જઈશું સાંજે......?"
"તને ડ્રેસ ગમ્યો ને એમ સરપ્રાઈઝ પણ ગમશે જ"
"મતલબ તું ક્યાં લઈ જઈશ એ તો નહીં જ કે ને"
"બાય હાલ સુઈ જા સાત વાગે તૈયાર રહેજે બધું કહીશ ત્યારે"
વિનાયક રિદ્ધિ કાંઈ બોલે તે પહેલાં જ નીકળી જાય છે....
શું વિનાયક રિદ્ધિ ને સરપ્રાઈઝ સારી રીતે આપી શકશે....?
કે પછી.....કોઈ નવો વળાંક આવશે..
બવું જલ્દી મળીએ નવા ભાગ માં.....