સ્ટેજ બાંધેલો જ હતો.જનતા પણ ગોઠવાયેલી હતી અને હું સ્ટેજ પર ચડ્યો અને માઇક હાથમાં લીધું.બોલવા જઇ જ રહ્યો હતો ત્યાં જ સામે ઉભેલી પબ્લિકમાંથી અમુક લોકોએ મારા તરફ પથ્થર ઘા કર્યો અને બોલ્યા,"અમારે આવો ખૂની નેતા નથી જોતો..આ તો ભ્રષ્ટાચારી છે...મારો આને"
અને અમુક લોકો પથરા ઉપાડીને મારા તરફ મારવા લાગ્યા..પહેલો પથ્થર જેવો લાગ્યો મારા માથામાં તેવું લોહી નીકળવા લાગ્યું...પોલીસ તરત જ મને રક્ષણ આપવા માટે આવવા લાગી..પણ ત્યાં સુધી માં તો ચાર પાંચ પથરા મને લાગી ચુક્યા હતા..લોહી નીકળતું હતું..મારુ દિમાગ અચાનક સુન્ન થઈ ગયું હતું.તે કઈ વિચારવા માટે અત્યારે તો સમર્થ નહોતું જ..
ટીવીમાં લાઈવ કવરેજ ચાલુ થઈ ગયું હતું...લોકોએ વિડિઓ ઉતારીને સોશિયલ મીડિયામાં મૂકી દીધા હતા.સનમ તો ટીવી સામે નહોતી બેઠી...એ તો અમારા ઘરના મંદિરમાં બેઠી હતી એટલે એ હાલ તો આ વાતથી અજાણ હતી કે મારા પર હુમલો થયો છે.
પોલિસ મને એમની જીપમાં ઘરે મુકવા આવી હતી....કારણ કે મારી કાર લોકોએ સળગાવી નાખી હતી....જે એટલી મોંઘી હતી કે ખેર જવા દો...સળગી ગઈ પછી શું વાત કરું એ કાર ની...ગમતી હતી મને એ કાર...
મારા ઘર તરફ રસ્તામાં જોયું તો શાંતિ થઈ કે હજુ કોઈ અહીંયા નથી આવી ગયું અને ત્યાં પાછો કેશવ વર્મા નો ફોન આવ્યો.
"કાર્તિક પક્ષમાં થી બધા તારું રાજીનામુ માંગે છે...અને.."
me : મારા પર પથ્થરમારો કર્યો લોકોએ...મારી કાર સળગાવી નાખી...હજુ મારા ઘરની શુ હાલત હશે એ મને ખબર નથી....અને તમે મારી ખબર પૂછવાની જગ્યાએ રાજીનામુ માંગો છો...
વર્મા : એક તો બધી ન્યૂઝ ચેનલમાં તારું જ દેખાડે છે...અને પક્ષ પર આરોપ લાગે છે કે પક્ષ આવા લોકોને સપોર્ટ કરે છે...આ બધું પક્ષની ઇમેજ ને ઠેસ લગાડે છે તું સમજ...
me : રાજીનામુ જ જોઈએ છે ને તમારે...હું હાલ જ મોકલાવું છુ...ભાષણ ના આપો...મને એમ પણ શોખ નથી કોઈના પક્ષમાં રહેવાનો...આ તો તમે જ કહેલું એટલે જ આવ્યો હતો અને હવે જતો પણ રહું છું....રાજીનામુ એક કલાકમાં આવી જશે...હવે ફોન ના કરતા...
એમ બોલીને કેશવ વર્મા કશું બોલે એની પહેલા જ મેં ફોન આપી નાખ્યો....અને પોલીસની જીપમાં બેઠા બેઠા જ રાજીનામુ લખીને ઓફિસરને આપીને કહ્યું કે કેશવ વર્માને આપી દેજો...અને લિફ્ટ દેવા માટે આભાર....
ઓફિસર બોલ્યો,"સર...એમાં શુ...હજુ થોડાક માણસોને ઘરની આસપાસ મૂકી દઉં છુ....તમારી ફેમિલીના રક્ષણ માટે..."
me : હવે હું કોઈ નેતા નથી રહ્યો...એટલે હવે એવી કોઈ જરૂરત નથી...હવે તમે લોકો જઇ શકો છો...
ઓફિસર : પણ લોકો હજુ તમારા ઘર સુધી પણ પહોંચશે...શહેરમાં દંગા ફાટી નીકળશે...તમને જરૂરત છે...અમારી ફરજ છે લોકોની રક્ષા કરવી..
me : મારુ દિમાગ હાલ તો કઈ વિચારવા માટે કેપેબલ જ નથી...અને હવે તો મેં રાજીનામુ આપી દીધું છે એટલે હવે કોઈ મને હેરાન નહિ કરે....
એમ બોલઈ હું જવા લાગ્યો..ત્યાં જ તે પોલીસ ઓફિસર બોલ્યો કે,"એક વાર રાજનીતિ માં ઉતર્યા પછી...કોઈ નિવૃત નથી થતું સાહેબ...નેતા નેતા જ રહેવાનો.."
હું સહેજ હસ્યો..ઘરમાં આવ્યો...
રૂમાલ લોહીથી નિચોવાય જ ગયો હતો...ચોકીદાર ગાયબ હતો..ખબર પડી ગઈ...કે આ ડરીને ભાગી ગયો હશે એને એમ હશે કે અહીંયા લોકો આવીને પથ્થર મારશે...
હું જેવો ઘરમાં દાખલ થયો..મારા આવવાના અવાજથી સનમ તરત જ ત્યાં આવી..હું સોફા પર થાકીને આડો પડ્યો..
સનમ લોહી નીકળતા જોઈ રહી હતી..તે તરત જ આવી..અને મારા હાથમાંથી રૂમાલ લઈને...બીજું સાફ કપડું લઈને...લોહી સાફ કરવા લાગી..તેની આંખોમાંથી આંસુ નીકળતા હતા...તે રડી રહી હતી..પણ કશું જ બોલ્યા વગર...તે અંદર દોડીને ગઈ...અને અમુક દવાઓ અને રૂ લઈ આવી...ઘાવ સાફ કર્યા..ડેટોલથી સાફ કરીને..મલમ લગાડ્યો..
હું એના ખોળામાં માથુ રાખીને એની તરફ જોતો પડ્યો હતો...અને એ ધીમે ધીમે આંસુ પાડતા પાડતા મારા ઘા સાફ કરી રહી હતી..
ધીમે રહીને બોલી,"થઈ ગયું..."
હું એના પડતા આંસુને મારી આંગળીથી હટાવતા હટાવતા બોલ્યો,"એમ નહિ બોલે કે મેં કહ્યું હતું ને કાર્તિક...ના જતો...છતાં પણ ગયો...તું આ જ ડીઝર્વ કરે છે..."
તેની આંખો બંધ જ હતી...તે કોશિશ કરતી હતી છતાંય રડતી બંધ નહોતી થઈ રહી...
me : મેં પક્ષમાંથી રાજીનામુ આપી દીધું છે...હવે કોઈ વિપક્ષ વાળો આવી રીતે આપણે ને હેરાન નહિ કરે...હવે તો ખુશ થા...
તે આંખો ખોલીને મારા તરફ જોઈને બોલી,"તારા સપનાઓનું શુ??તારે તો હજુ ઘણું આગળ જવાનું હતું રાજનીતિમાં..."
me : મારુ સપનું બસ એક જ છે કે આપણે બન્ને સાથે હોઈએ...બાકી...બધું બિનજરૂરી છે..
ત્યાં જ હર્ષ નો ફોન આવ્યો...
હર્ષ : કાર્તિક...ધ્રુવ પર હુમલો થયો છે....એને સીટી હોસ્પિટલમાં દાખલ કર્યો છે...ભાઈ..કંઈક તો કાળું ધોળું છે...તારા સમાચાર ચાલુ જ છે....જો અહીંયા..તું ઠીક તો છો ને...
હું સનમ તરફ જોઈને બોલ્યો,"હા...હું હવે ઠીક છુ...ચલ હું આવું છુ..."મેં ફોન કાપ્યો..
ત્યાં જ મારા જ એક ખબરીનો મેસેજ આવ્યો કે,"સાહેબ જેમ બને એમ જલ્દી ક્યાંક ભાગી જાવ તમે...ઉપરથી ઓર્ડર છે...તમને રિમાન્ડમાં લેવાના છે...અને તમારી બધી પ્રોપર્ટી જ્યાં સુધી સાબિત નથી થતું કોની છે...ત્યાં સુધી સીલ મારવાની છે...જો હાથમાં આવી ગયા તો જિંદગી આખી માટે ફસાઈ જશો...તમારા પાસે..બે કલાક છે...મોટાભાગની ફોર્સ આવી રહી છે..."
મેં મેસેજ જોયો...મગજમાં ગુસ્સો આવ્યો કે આ બધું કેમ અચાનક થઈ રહ્યું છે...અને અચાનક જ મેં ગુસ્સામા ફોનનો દીવાલ પર ઘા કર્યો...અને ફોન તૂટી ગયો...
સનમ મારા પાસે આવી...અને એના ચહેરા પર સવાલ લખ્યો હતો કે શું થયું....
મેં તરત જ એના પાસે એનો ફોન માંગ્યો...હર્ષને ફોન કર્યો અને કીધુ," ધ્રુવ ને લઈને તું અને નૈતિક જેમ બને એમ જલ્દી સોનગઢ માટે નીકળો....શુ થયું એ કહેવાનો સમય નથી..."
મેં સનમને વાત કરતા કરતા મારો જરૂરી સમાન પેક કરવા લાગ્યો...અને સનમને બીજા બેગ્સ પેક કરવા માટે કહ્યું...પેલું લેપટોપ કે જેનાથી હું એ બેન્ક એકાઉન્ટને એક્સેસ કરી શકતો હતો...એને પણ સાવચેતી પૂર્વક લીધું...
બધા બેગ્સ એક મોટી બ્લેક કારમાં મૂકીને...મેં જેમબને એમ જલ્દી કારને સોનગઢ તરફ ભગાવી...
હું સનમને સમજાવી રહ્યો હતો કે...કઇ પણ થઈ જાય...હું તને કશું જ નહીં થવા દઉં...અને મને ખબર છે તને મારી ચિંતા છે પણ એ વાતે પણ તું ચિંતા ના કર..હું તારા માટે હું ખુદને પણ કશું નહીં થવા દઉં...
ભારે મનાવ્યા પછી સનમને વિશ્વાસ અપાવ્યો કે હું બધું સરખું કરી દઈશ...જે એને હતો જ કે હું બધું સરખું કરી દેવાનો છુ...
હું અને સનમ જ્યારે સોનગઢ પહોંચ્યા...મારા મિત્રો તો આવી જ ગયા હતા.પેલા ડોશીમા અને એમના પતિ હવેલીની દેખભાળ રાખતા હતા.
હજુ તો હું આવીને બેઠો ત્યાં જ હર્ષ ,નૈતિક ને ધ્રુવ મારી આજુબાજુ આવીને બેસી ગયા...અને સવાલ જવાબ પૂછવા લાગ્યા...
હર્ષ : તો એમાં અમને બોલાવી લેવાનો શુ મતલબ??ભાઈ કાઈ સમજાયું નહીં..
me : એ જ તો વાંધો છે તમારા લોકોનો કે તમે લોકો સમજતા નથી...મારી પાસે આટલા રૂપિયા છે એમને એ ખબર પડી ગઈ...તો બહુ સિમ્પલ છે કે તમારી પણ ખબર પડી જ ગઈ હોય...અને ધ્રુવ તારા પર હુમલો કાઈ ઇત્તેફાક નથી...
ધ્રુવ : અરે એટલો પણ ઝખમી નથી થઈ ગયો...હું..જરાક લોહી નીકળ્યું અને હાથ માં સોજો આવી ગયો હતો બસ..
me : મને એમ લાગતું હતું કે વિપક્ષ વાળા છે...પણ એ લોકો રાજીનામુ આપ્યા પછી પણ આવી રીતે મને હેરાન ના કરી શકે...
ધ્રુવ : તારા મહેલ જેવા ફાર્મ હાઉસને એ લોકો લઈ લેશે...તારો જીવ બળશે...
હર્ષ : પણ આપણી ફેમિલીનું શુ??એને કોઈ હેરાન નહિ કરે આપણે નથી ત્યાં તો...
me : ના...એવું ના કરી શકે...આપણે નથી તો આપણેને ગોતે...જે પણ હશે એનો આશય મને હેરાન કરવાનો હશે..બીજા કોઈને નહિ...
નૈતિક : ગમે એ કરીએ...પકડાઈ તો જવાના જ ...આ તો યાર પહેલા હતી એ જ મુસીબત પાછી ઉભી થઇ...કેટલી વાર બચવું એમાંથી...
હું કઈ બોલ્યો નહિ...બસ ચા ની ચુસ્કી મારતો બહારની તરફ જોઈ રહ્યો હતો...ત્યાં જ કાનાને કોઈએ સમાચાર આપ્યા હશે..એટલે એ આવ્યો મારા પાસે...
કાનો : કાલે પંચાયત ભરવાની છે...લોકો તમારી બહુ રાહ જોઈ રહ્યા હતા..હવે તો ફેંસલો થઈ જ જવો જોઈએ..
me : જોઈએ...કાલે સવારે ભરી લેજો પંચાયત...અત્યારે જા...મારે બીજી ચિંતાઓ પણ છે...
કાનો : અમને બોલો...મુખી ને કામના આવીએ તો અમે લોકો ગામવાળા શુ કામ ના..
મેં એને બધી વાત કહી...એને મારા તરફ જોઈને પૂછ્યું કે ખરેખર મારી પાસે એટલા રૂપિયા છે..મેં હા પાડી..એ ચોંકી ગયો...
me : તો તને શું લાગે છે...આ સનમની મામી મીનળબેનને દસ કરોડ ક્યાંથી કાઢ્યા મેં??બહુ ભેગા કર્યા છે...પણ ખબર નહિ...કેમ મને એક શક છે કાના...
કાનો : હુકમ કરો ખાલી....
me : સોનગઢની આસપાસ આખા પંથકમાં શુ થાય છે...શુ નવીનમાં છે...શુ બદલાવ છે??બધુ મને જણાવતો રહેજે...
કાનો ગયો...હવે તો મુસાફરીનો થાક...અને આટલી ચિંતા..અમે લોકો પોતપોતાના રૂમ જઈને સુઈ ગયા...પણ સુતા સુતા પણ મગજમાં ફરતું હતું કે જે પણ છે એ આવું કેમ કરે છે..અને છે કોણ...
ત્યાં જ છેલ્લે એક નિર્ણય પર આવ્યો કે જે પણ છે બધું પૈસા માટે કરે છે...અને એને ખબર છે કે પૈસા મારા પાસે છે...પણ છેલ્લે હું એ વિચારી હસ્યો કે જે પણ હશે..સોનગઢ વિશે નહિ જાણતો હોય...એ મને શહેરમાં ગોત્યા રાખશે..અને હું અહીંયા મારી લાઈફ જીવીશ...
હું મારી જાતને આશ્વાસન આપતો રહ્યો...સવારે તૈયાર થઈને પંચાયત ભરીને બેઠો...આજુબાજુ કેટલાય ગામલોકો હતો...હું હોકો ગગડાવતો બેઠો હતો..કારણ કે બીજું કામ જ શુ હતું હવે...
ત્યાં એક વડીલે ગામલોકો વતી સવાલ રજૂ કર્યો કે,"આ અમારી બદનામી થાય છે....આખા પંથકમાં લોકો એમ બોલે છે કે સોનગઢની દીકરી ને કોક બીજા ગામનું માણસ ઉપાડી ગયું...તો સોનગઢમાં પાણી નથી કે...ત્યાં કોઈ એવા મરદ જ નથી કે પોતાના ગામની છોરીઓ ની રક્ષા કરી શકે.."
me : તો તમે લોકો શુ ઇચ્છો છો??
એ વગર વિચાર્યે બોલ્યા કે,"કા તો એ છોકરાને મારી નાખીને એનું માથું અહીંયા લઈ આવો કા તો એ છોકરીને મારી નાખો...છોકરી અહીંયા ગામમાં જોઈએ એટલે અમારું નાક આવી જાય...ગામની દીકરીઓ અમારી ઈજ્જત કહેવાય..."
મેં ઊંડો શ્વાસ ભર્યો...હોકો થોડીક વાર સાઈડમાં મુક્યો...માથા પરની પાઘડી સરખી કરીને...કંઈક બોલવા જાવ...એની પહેલા જ મારી નજર એક સ્ત્રી પર પડી...બંદૂક લઈને ધસી આવતી હતી મારા તરફ...
મેં કાના તરફ જોઈને ઈશારો કર્યો...તો એને તરત જ તે સ્ત્રી પાસે ઉભેલા લોકોને તેની બંદૂક લઈ લેવા કહ્યું..તે સ્ત્રી જોર જોરથી ગુસ્સામાં બૂમો પાડી રહી હતી કે,"તું ખૂની છો...તે અમારી જિંદગી બરબાદ કરી.."..તે રડી રહી હતી..અમુક સ્ત્રીઓએ તેને શાંત પાડી....આશ્વાસન આપ્યું..
તે સ્ત્રીને લોકો એ એમ કહ્યું કે જોઈ કોઈ દુઃખ હોય તો ગામ વચ્ચે મુખી સામે બોલે....એનો નિરાકરણ કરવામાં આવશે..
" જેના લીધે આજે અમારા ઘરની આવી હાલત છે એ જ માણસ જો હવે ફેંસલો કરશે તો હું કેવી રીતે જોઈ લઉં...અમારા ઘરના બધા મર્દ આના લીધે સ્મશાન ભેગા થઈ ગયા...અને આ માણસ અહીંયા મુખીપણા નિભાવવાની વાતો કરે છે...."
મને હજુ નહોતી ખબર કે આ સ્ત્રી કોણ છે...ત્યાં જ કાનો મારી પાસે આવ્યો અને ધીરેથી બોલ્યો,"આ ધનજીના ઘરેથી છે...કાઢી મુક હું તો કવ છુ...બધાને હું કહી દઈશ...કે ગાંડી છે..બીજી વાત ના ઉખાડતો....નહિતર...જો અમુક લોકો તને ઉતારી પાડવા માટે રાહ જ જોઈ રહ્યા છે..હું નહિ બચાવી શકું..."
me : તમે કોણ છો??બધી વાત વિગતે કરો....હું વચન આપું છુ કે હું ન્યાય આપીશ જ....મુખીપદે બેસીને હું પાખંડ નહિ આચરુ...
તે સ્ત્રી બોલે એની પહેલા જ ગામમાંથી બીજું કોઈ એના વતી બોલવા લાગ્યું કે,"આ ભૂમિબેન છે...ધનજીબાપા ના ઘરેથી...એમના ઘણી એક્સીડેન્ટમાં મરી ગયા..ધનજીબાપાની તો ખબર જ છે બધાને..એમને પણ મોત વ્હાલું કર્યું...અને એમના દીકરા સૂર્યા કે જેને બધા ઓળખે જ...એને તો આપણા મુખીબાપાએ જ પતાવી નાખ્યો..અને એટલે આમના ઘરે એકેય મર્દ બાકી જ ન રહ્યો...અને પહેલેથી જ ધનજીબાપાની બહુ દુશમની હતી ચારેબાજુ...એ મરી ગયા અને સૂર્યો પણ એટલે લોકોને ફાવટ આવી ગઈ...અને એ લોકો આમની દીકરી પ્રિયંકાને જબરદસ્તી ઉપાડીને લઈ ગયા...નાની ઉંમરમાં જ એના પર ખોટું થયું...આ વાતને લગભગ ત્રણ કે ચાર મહિના માથે થયું હશે..યાદ નહિ...પણ અમને તો આમાં મુખીનો જ વાંક લાગે છે...."
એના આમ બોલવાથી...બધા લોકોએ પોતાના રીતે વિચાર્યું તો ખબર નહિ બધાએ કેવી રીતે વિચાર્યું કે બધાને મારો જ દોષ લાગ્યો...કે આ બધા પાછળ કારણ તો હું જ છુ....
ભૂમિબેન બોલ્યા,"મારી પિયુ નિર્દોષ હતી...છતાંપણ તે એને આમાં સંડોવી...આજે જો સૂર્યો પણ જીવતો હોત તો કોઈની હિંમત નહોતી કે આવી રીતે આવું કામ કરી જાય.....અને હવે ન્યાય કોણ કરશે??."
સનમ તો બધાને કહી રહી હતી કે કાર્તિક નિર્દોષ છુ...પણ મને આજે ગામલોકો અલગ જ મૂડમાં લાગ્યા...હર્ષ અને નૈતિક અંદરોઅંદર વાત કરી રહ્યા હતા કે કાર્તિકના નસીબ માઠા ચાલે છે કે કોઈ હાથ ધોઈને પાછળ પડ્યું છે આની..બે માંથી એક વાત તો નક્કી જ છે..ધ્રુવ ડરી રહ્યો હતો કે ગામલોકો ભેગા થઈને ઢીબી ના નાખે...
હું એક તો પહેલેથી જ શોકમાં હતો....હવે આ પિયુની મમ્મીએ આવીને શોકની જગ્યાએ ભૂકંપ જ આપી દીધો.
ત્યાં જ અંદરોઅંદર વાત ચાલી અને અમુક વડીલોએ ફેંસલો પણ કરી દીધો મારી માટે...અને બોલ્યા કે,"મુખી પોતે જ જાય એને ગોતવા એકલા...કોઈ પણ મદદ વગર...અને ગામની દીકરીને લઈ આવે પાછી..અથવા તો એમને આપણા ગામની ઈજ્જત પર ડાઘ લગાવવાના આરોપમાં મારી નાખવુ જ સારું રહેશે....કાલ સવારે મુખીને તડીપાર કરવામાં આવે..જ્યાં સુધી એ ગામની ઈજ્જત પાછી નથી લઇ આવતા પ્રિયંકાના રૂપમાં.."
"બોલો કેટલા લોકો સહેમત છે...."
અને એ બોલ પર તો બધા લોકો બોલી ઉઠ્યા...
હા...સાચી વાત છે...ભૂલ કરી છે તો ભૂલ સુધારી પણ દેવી જ જોઈએ...
આપણું નાક કપાઈ ગયું મુખીના લીધે..
બરાબર સજા આપી છે..આ આને જ લાયક છે...મુખી બનવું છે ને બોવ...હવે બને મુખી અને કરે મુખીવટુ..
અરે આ મુખી તો શહેરમાં પણ નાક કપાવીને ભાગી આવ્યા છે...
ચારેબાજુ અચાનક મારા નામની ટીકા થવા લાગી... જ્યાં કાલ સુધી મારા નામની વાહવાહ થતી હતી ત્યાં આજે આવી રીતે તડીપાર કરવાની વાતો કરે કરે છે...
કાનો બધાને સમજાવતો હતો પણ કોઈ ના માન્યું..અને ગામવાળાઓએ મુખી વિરુદ્ધ બળવો પોકાર્યો....
એમ પણ જ્યારે ગામલોકો પાસે ઈજ્જત પર આંગળી ચીંધવામાં આવે તો એ લોકો કોઈ પણ હદ સુધી જઇ શકતા હતા...અને એ લોકોએ અત્યારે એ જ કર્યું....હદ બહાર ગયા...ઈજ્જત માટે...
મેં હોકો ત્યાં જ મૂકી દીધો...મેં પાઘડીને નીચે મૂકી દીધી અને બોલ્યો,"મને સજા મંજૂર છે....હું કાલે સવારે નીકળી જઈશ...અને ગમે એમ કરીને પિયુને ગોતીને લઈ આવીશ..મારા લીધે જ જો એના પર આવું થયું હોય તો હું એને લઈ આવીશ...મારા જીવના જોખમે પણ લઈ આવીશ...."
વડીલ બોલ્યો,"અને તમને કોઈ મદદ નહિ કરે...જાતે જ બધુ કરવું પડશે...પાઘડી પર હાથ મૂકીને વચન આપો...મરદ ના વચન ના તૂટે...એના પ્રાણ ભલે છૂટે.."
હું પાઘડી પર હાથ મૂકીને બોલ્યો,"પ્રિયંકાને પાછી ગામમાં લઈ આવીશ....નહિતર હું નહિ આવું..."
ભૂમિબેન જોઈ રહ્યા હતા...તેમને સનમ તરફ જોયું...તે ગુમસુમ બનીને ઉભી રહી ગઈ હતી...મારા મિત્રો તો શું કરવું એ વિચારી રહ્યા હતા...પણ મને વચન આપ્યા પછી પણ સૌથી વધારે ખોટું સનમ માટે લાગી રહ્યું હતું...શાંતિ નથી લેવા દેતું કોઈ જીવનમાં...
હવે પિયુ કયા છે તે જ ખબર નથી....અને ગોતવા નીકળવાનું વચન આપ્યું છે મેં...એમાંય આ બધું અચાનક આવી રહ્યું છે...પાર્ટીમાંથી કાઢી મુક્યો...શહેર મૂકીને ભાગવું પડ્યું...કાનો કંઈ ગોતી શકશે કે નહીં સોનગઢ વિશે કે શું અજુગતું ચાલે છે??હવે સોનગઢ તો ત્યાં પણ આ લોકોએ જીવનમાં શાંતિના લેવા દીધી....જોઈએ અચાનક મારા સામે વિરુદ્ધ પડતા પાસા સામે હું કેટલોક સંઘર્ષ કરી શકું છુ જોઈએ...બહુ જલ્દી..
*
💜💜JUST KEEP CALM ND SAY RAM💜💜
On insta : @cauz.iamkartik