Whom should I tell my grief - 3 in Gujarati Mythological Stories by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા books and stories PDF | હું મારી વ્યથા કોને કહું? ભાગ - ૩

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

હું મારી વ્યથા કોને કહું? ભાગ - ૩

ગંગા તેમના આઠમા પુત્રને પોતાની સાથે લઈ ચાલ્યા ગયા. પોતાના એકમાત્ર પુત્રનિ વિયોગ મહારાજ શાંતનુને કોરી ખાવા લાગ્યો. તેમને ક્યાંય ચેન પડતો નહોતો. નહોતો.પણ તેઓ એ વાતે ખુશ હતા કે અગાઉના સાત-સાત પુત્રોના મૃત્યુ બાદ મારો આઠમો પુત્ર જીવીત છે.

ગંગાએ મહારાજ શાંતનુને આપેલ વચન મુજબ તેમના આઠમા પુત્રને સૌપ્રથમ વશિષ્ઠ ઋષિ પાસેથી વેદોનું અધ્યયન કરાવ્યું. તે વેદશાસ્ત્રમાં પ્રવિણ થયો તેમજ તેની રાજનીતી બેજોડ હતી. ત્યારબાદ પરશુરામજી પાસે અસ્ત્ર-શસ્ત્રનું જ્ઞાન મેળવ્યુ. આમ તે શાંતનુ તથા ગંગાનો પુત્ર સર્વાંગસંપુર્ણ હતો. તે ઉત્તમ ધનુર્ધર હતો. તેની પાસે વિશ્વમાં ઉત્તમ કહી શકાય તેવા શસ્ત્રો તેના તુણીરમાં હતા. તે અજેય યોધ્ધા હતો.

એક દિવસ મહારાજ શાંતનું પોતાના રથમાં આરૂઢ થઈ નગરચર્યા માટે નિકળ્યા. રસ્તામાં તેમને જોયું કે ગંગાનદીના પ્રવાહમાં ખુબ જ ઓછૂં પાણી પ્રવાહિત થઈ રહ્યું છે. તેઓ આ દૃશ્ય જોઈ અચંબીત થઈ ગયા. તેઓ એ વિચારવા માટે વિવશ થઈ ગયા કે,

“આ વર્ષે વર્ષા તો ખુબ જ થઈ છે છતાંય હાલ ગંગામાં કેમ ખુબ જ ઓછા પ્રમાણમાં પાણી પ્રવાહિત થઈ રહ્યું છે? કે કોણ દુષ્ટાત્મા છે કે જેણે ગંગાનું પાણી રોકી રાખ્યું છે? હું તેને આ અક્ષમ્ય અપરાધ બદલ તેને દંડ આપીશ.”

આવા વિચારોમાં પિતાશ્રી પોતાના માર્ગમાં વધુ આગળ વધ્યા. રસ્તામાં જુએ છે કે એક કિશોર વયનો બાળક પોતાની ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હોય છે. પોતાના અભ્યાસ દરમ્યાન તે પોતાના તુણીરમાં રહેલા તીરોનો મારો ચલાવીને ગંગાના પ્રવાહને રોકી દે છે. જેથી ગંગાનું પાણી આગળ પ્રવાહિત થતું નથી. મહારાજ શાંતનું એ વાતથી અજાણ છે કે આ જે શ્રેષ્ઠ ધનુર્ધર તથા ઈન્દ્ર સમાન તેજ વાળો કિશોરા વયનો બાળક તેમનો પોતાનો જ પુત્ર છે.

મહારાજ શાંતનું તે બાળકને જોવામાં મગ્ન હોય છે એવામાં દેવી ગંગા ત્યાં પ્રગટ થાય છે.

“આર્ય તમે અહિં? આટલા દિવસો પછી મારી યાદ આવી?”

“દેવી! યાદોનું ના પુછો તો સારૂ. તમે તથા આપણા પુત્રના ગયા બાદ મારૂં જિવન દુષ્કર થઈ ગયું છે.”

“આર્ય! પણ વચનભંગ બદલ મારે તેમ કરવું જ રહ્યું. પરંતુ તમારાથી દુર થયા બાદ મને પણ દુ:ખ થયું છે.”

“પરંતુ દેવી આપણો પુત્ર હવે કેવો લાગે છે? એની કદ કાઠી કેવી હશે? કોના જેવો દેખાતો હશે? તમારા જેવો કે મારા જેવો? મારૂં મન તેને જોવા માટે કેટલાય વર્ષોથી તડપી રહ્યું છે.”

“આર્ય! તેને જોવા માટે આપે દુર ક્યાંય જવાની જરૂર નથી. તે આપની સમક્ષ જ છે તથા તે પોતાની ધનુર્વિદ્યાનો અભ્યાસ કરી રહ્યો છે.”

“કોણ છે તે? ક્યાં છે તે? મને કેમ દેખાતો નથી.”

“અરે આર્ય! આમ ઉતાવળા ન થાવ. આ પેલો રહ્યો કે જેણે પોતાના તીરોની વર્ષા કરીને ગંગાનો પ્રવાહ રોકી રાખ્યો છે.”

“અરે આ પ્રવાહ તેણે રોકી રાખ્યો છે. હું તો તેને દંડ અપવાનું વિચારી રહ્યો હતો.”

“અરે આર્ય! આ આપણો પુત્ર એક શ્રેષ્ઠ ધનુર્ધર છે. તેણે શાસ્ત્રનું જ્ઞાન ઋષિ વશિષ્ઠ પાસેથી તેમજ શસ્ત્રનું જ્ઞાન ઋષિ પરશુરામ પાસેથી મેળવેલ છે.”

“આવા મહાન ગુરૂઓનો શિષ્ય છે મારો પુત્ર. હું તેને પામીને ધન્ય થઈ ગયો. પણ એક વાતનું દુઃખ છે. તે ફરી આપની સાથે જતો રહેશે.”

“નહિં આર્ય. મે આપેલા વચન મુજબ તે શિક્ષણ મેળવીને યોગ્ય થઈ જાય ત્યાં સુધી જ મારી સાથે રહેશે. હવે તેની શિક્ષા પુરી થઈ ગઈ છે. માટે હવે તે આપની સાથે જ રહેશે.”

“પુત્ર દેવવ્રત! તું વારંવાર જે મહાન હસ્તિનાપુર સામ્રાજ્યના નરેશ તથા તારા પિતા વિષે જાણવા ઈચ્છતો હતો તેને મળવાનો સમય આવી ગયો છે.”

“હે માતે! છેવટે આપ મારી એ માંગણી માટે તૈયાર થયા ખરા. આપ શિઘ્ર મને જણાવો કે મારા પિતા કોણ છે. હુ પણ તેમને મળવા માગું છું. હું તેમના ચરણસ્પર્ષ કરવા ઈચ્છું છૂં.”

“તો રાહ કોની જુએ છે પુત્ર. આ સામે જ છે તારા પિતા. હસ્તિનાપુર મહારાજ શાંતનું.”

“ઓહ! પિતાશ્રી હું તમને મળીને ધન્ય થયો. મને આશિર્વાદ આપો.”

“આયુષ્યમાન ભવઃ પુત્ર! ચિરંજીવી ભવઃ પુત્ર! પુત્ર તારી જગ્યા મારા ચરણોમાં નહી મારા હૃદયમાં છે. મારા ગળે લાગી જા.”

માતા આ મધુર મિલન જોઈ આંખોમાં આંસુ સાથે અચાનક જ વિદાઈ થઈ ગયા.

(આવતા અંકે મારા જીવનમાં નવા વળાંકો આવશે જે મારા જીવનને સંપુર્ણ બદલી નાખશે.)