premjal - 11 in Gujarati Fiction Stories by Parimal Parmar books and stories PDF | પ્રેમજાળ - 11

Featured Books
Categories
Share

પ્રેમજાળ - 11

પ્રેમજાળ (ભાગ ૨૦)

(આગળના ભાગમાં આપણે જોયુ કે સુરજ અને સંધ્યા રુમ પર પાછા પહોંચે છે સંધ્યાએ સુરજને ઘણાબધા સવાલો પછી જોબ માટેની પરમિશન આપી દીધી હતી સાથોસાથ પોતાના મનમાં થતી વ્યથા પણ સુરજને જણાવી હતી સુરજ સંધ્યાની જીંદગીમાં શ્વાસ બનીને આવ્યો હતો એવુ સંધ્યાનુ માનવુ હતુ સુરજ અને સંધ્યા જ્યારે ઘરે પહોચે છે ત્યારે રીના પણ ઘરે આવી પહોંચી હોય છે હવે બધાના મનમાં છુપાયેલા રહસ્યો બહાર આવી ચુક્યા હતા એટલે બધાય હળવા ફુલ બની ગયા હતા જેટલુ ટેન્શન સુરજ સંધ્યા અને રીનાને છેલ્લા બે દિવસથી હતુ એ બધુ દુર થઇ ચુક્યુ હતુ સવારે સંધ્યાને વહેલા જવાનુ હતુ છતાય રાતે મોડા સુધી બધાય જાગ્યા હતા)

હવે આગળ......

સંધ્યા સુરજને મળવા ફક્ત બે દિવસ માટે જ આવી હતી અથવા તો પરીક્ષા આપવા આવી હતી એવુ કહી શકાય પરંતુ છેલ્‍લા બે મહિનાથી તેઓ એકબીજા જોડે ચેટ પર મેસેજીસમાં અને કોલમાં ઘણાબધા સમય માટે વાતો કરતા હતા એટલે ઘણીબધી લાગણીઓ એકબીજાના હ્દય સાથે જોડાયેલી હતી. સંધ્યાથી છુટા પડતી વેળાએ સુરજ ઘણોબધો સ્ટ્રોંગ બનવાનો અભિનય કરી રહ્યો હતો, પરંતુ અંદરથી તુટી ગયો હતો કદાચ આંખોમા આવેલા આંસુને છુપાવવા જ કલરીંગ ચશ્મા આંખો પર પહેર્યા હતા.

ઘણાબધા સમય સુધી બંને મૌન બનીને જ બાંકડા પર બેસી રહ્યા. પ્લેટફોર્મ પર બીજા માણસોની થોડી ચહલ પહલ હતી પરંતુ એની કોઇપણ અસર સંધ્યા કે સુરજ પર થતી નહોતી. બંને જાણે ખુબજ ઉંડા વિચારોમા ઘેરાય ગયા હોય એવુ ચહેરો જોતા લાગી રહ્યુ હતુ.

છેવટે સુરજ પોતાનુ મૌન તોડતા બોલ્યો સંધ્યા તારા માટે શુ નાસ્તો લાવુ ? મુસાફરી દરમિયાન કામ લાગશે.

સંધ્યા થોડા સમય માટે બેધ્યાન જ રહી ને પછી કાઇપણ બોલ્યા વગર પોતાનુ માથુ નકારમાં હલાવ્યુ.

સુરજ થોડીવ‍ાર સંધ્યા તરફ જોઇ રહ્યો પછી સંધ્યાનો હાથ પોતાના હાથ વડે દબાવ્યો સંધ્યા પ્લીઝ આમ ઉદાસ ના થઇસ મને નહી ગમતુ તુ જરાપણ ઉદાસ થાય સુરજનો અવાજ પણ બોલતા બોલતા રડમસ થઇ ગયો સુરજ હિબકા ભરતા ભરતા બોલી રહ્યો હતો અવાજ પણ કયારેક કયારેક અચકાતો સંધ્યા સુરજની સામે જોઇને રડી પડી બંનેએ એકબીજાને ખુબજ લાગણીપુર્વક ગળે લગાવ્યા બંનેની આંખોમા અાંસુ હતા જેમ કૃષ્ણ સુદામાનુ મિલન વર્ષો પછી થતુ હોય એમ જ સંધ્યા અને સુરજ થોડીવાર માટે એકબીજાને ભેંટી રહ્યા.

બંને છુટા પડ્યા બંને સ્વસ્થ થયા નજીકના સ્ટોલ પરથી સુરજ સંધ્યા માટે થોડા નાસ્તાના પેકેટ અને પાણીની બોટલ લઇ આવ્યો સંધ્યાએ પોતાનો ચહેરો પાણીથી સાફ કર્યો ને ફરી બંનએે બાંકડા પર સ્થાન લીધુ હવે બંનેના મનમાં આવેલા આવેગો શાંત પડી ચુક્યા હતા સંધ્યા અને સુરજે એકબીજા સામે જોઇને સ્માઇલ કરી બંને ફરી ભવિષ્યના સપનાઓ વિશે વાતો કરવા લાગ્યા ને એકમેકની વાતોમાં ખોવાઇ ગયા માણસનુ પણ અજીબ છે કયારેક અચાનક વિરહની વેદનમા સરી પડે તો કયારેક અચાનક ભુતકાળમા બનેલી મિઠી યાદોને વાગોળીને હસી પડે સંધ્યા અને સુરજ પણ જુની યાદોને તાજા કરી રહ્યા હતા.

અચાનક દુરથી ટ્રેનની વ્હીસલ સંભળાયી સુરજ બાંકડા પરથી ઉભો થયો પ્લેટફોર્મ પર પાટાની નજીક જઇને દુર નજર કરતા આગળ વળાંક પાસે ટ્રેનનું એન્જીન બતાયુ સંધ્યા પણ સુરજની પાછળ ઉભી થઇ ટ્રેન પ્લેટફોર્મ પર પ્રવેશવાની તૈયારીમાં હતી બંનેની આંખોમા લાગણીની ભીનાશ ફરી એકવાર છવાઇ ગયી આ વખતે રડ્યા નહી હેતથી એકબીજાને ભેંટ્યા ને ટુંક સમયમાં જ ફરી મળીશુ એવી કસમો ખાધી.

ટ્રેન સ્ટેશનમા પહોંચી એટલે સંધ્યા ચડી ગયી ટ્રેનમાં વધારે ભીડ નહોતી એટલે નજીકની વિન્ડો સીટ પર પોતાની બેગ મુકી અને ફરી બારણે સુરજને જોવા ઉભી રહી હજુય થોડો સમય વધારે રોકાઇ ગયી હોત તો કેવુ સારુ થાત જાણે સુરજ મનોમન બોલી રહ્યો હોય એવુ સંધ્યાને આભાસ થતો ને સામે સંધ્યા જવાબમાં સોરી સુરજ નહી રોકાઇ શકુ એવુ કહેતી હોય એવુ સુરજને લાગતુ બે વ્હીસલ વાગી ટ્રેનનુ એન્જીન ધક.....ધક.....ધક.....અવાજ સાથે રવાના થયુ સુરજ કયાંય સુધી સંધ્યાને પ્લેટફોર્મ પરથી પોતાનાથી દુર થતી જોઇ રહ્યો સંધ્યા પણ બારણેથી હજુય સુરજને નિરખી રહી હતી થોડીવારમાં સંધ્યા કયાંય દુર નીકળી ગયી.....ને સુરજ પણ.

***

મિસ્ટર રાઠોડ પોતાની કેબિનમાં બેસીને પોતાનુ કામ કરી રહ્યા હતા અલગ અલગ ડ્રગ્સ સપ્લાયર્સની મળેલી માહિતીના રિપોર્ટ ચેક કરી રહ્યા હતા હવે આગળ કઇ રીતે કામ લેવુ એ વિચારી રહ્યા હતા કઇ સુઝયુ નહી એટલે સિગારેટના પેકેટ માંથી એક સિગારેટ સળગાવી. સિગારેટની બે ત્રણ ઉંડી કસ લીધી માનસિક રીતે લાગેલા થાકમાથી શાંતિ મળી હોય એમ પોતાની ચેર પર માથુ ટેકવીને ધુમાડાના ગોટાળા બે અધર વચ્ચેથી કાઢતા રહ્યા મિ. રાઠોડને શારીરિક કામ ભાગ્યેજ કરવાનુ થતુ વધારે કામ નવા નવા મિશનના પ્લાન તૈયાર કરવાનાં ને પોતાના અલગ અલગ ઓફિસરોને કામ સોંપવાનુ હતુ જે માનસિક થાક અાપતુ.

થોડીવાર સુધી મિ. રાઠોડ એમનામ જ બેસી રહ્યા મનમાં જાણે કોઇ નવો પ્લાન ઘડતા હોય ચેયર પર ટેકો દઇને બેસેલા મિ. રાઠોડ ને જોઇને કોઇ બિઝનેસમેન પોતાના કામમાં કંટાળી ગયો હોય અને સાવ નિરસ થઇ ગયો હોય એવુ લાગતુ ચહેરા પર ચિંતાના આછા વાદળો દેખાતા છતાય જુવાનીયા ને પાછા પાડે એવુ ખડતલ શરીર ધરાવતા હતા.

અચાનક મિ. રાઠોડના ફોનની રીંગ રણકી જો મેસેજીસ ની રીંગ સામાન્ય હોત તો કદાચ સર મેસેજ ન જોવેત પણ આ રીંગનો ટોન કઇક અલગ જ હતો એટલે સર એકાએક ખુરશીમાં સ્વસ્થ થયા કઇક નવુ જાણવા મળશે એવા ઉત્સાહ થી ફોન હાથમાં લીધો સરનો પ્રાઇવેટ નંબર અમુક જાસુસ અને ઓફિસર સિવાય કોઇ પાસે નહોતો એટલે કદાચ કોઇક નવી માહિતી મળી હશે એવુ લાગ્યુ સ્ક્રીન સિક્યુરિટી પાસવર્ડથી ખોલી કોઇ અજાણ્યા નંબરમાથી મેસેજ આવેલો બતાવી રહ્યા હતા.

Dear sir,

વો સિક્રેટ એજન્સી કે લીયે કામ કરતી હે વહ બાત શાયદ ઉન લોગો કો પતા ચલ ગયા હે વહ લોગ ઉસ પર કભી ભી હમલા કર શકતે હે આપ જલ્દ સે જલ્દ ઉસકે બારે મે એક્શન લે ઓર અપને એજન્ટ કો ભી સાવધાન રહને કે લીયે સુચિત કરે મુજે વહા રખે અપને લોગો કે ઝરીયે યે બાત પત‍ા ચલી હે પ્લીઝ ટેક એક્શન સુન અધરવાઇઝ સમથિંગ હોરિબલ હેપ્પન.

ઓવર.

મિ. રાઠોડે મેસેજ વાંચ્યો પરંતુ કોઇ ખાસ અસર થયી નહી કદાચ એનુ કારણ દરરોજ આવતા આવા મેસેજીસ હોઇ શકે મિ. રાઠોડ હવે આવી બધી ઘટનાઓથી ટેવાય ગયા હતા એટલે કાઇ બન્યુ જ ના હોય એમ ફોન પાછો ટેબલ પર મુકીને આરામ ખુરશીમાં લંબાવ્યુ ને મેસેજ વિશે વિચારવા લાગ્યા કઇ રીતે એ લોકોને જાણ થઇ હશે ? અત્યાર સુધી એમના વિશે હંમેશા પોઝીટીવ મેસેજીસ આવતા આજે કેમ નેગેટીવ ? ભુલથી મેસેજ જુદી જગ્યાએ નથી આવી ગયો ને ? તરત જ એમણે ફોન હાથમાં લીધો ને આવેલા મેસેજનો નંબર પોતાની ટેક્નીકલ ટીમને મોકલવાનુ વિચાર્યુ ત્યા બીજો પણ મેસેજ આવ્યો

સર,

અગર મેરા શક સહી હે તો વે લોગ કહી દીનો સે ઉસ પર નજર રખ રહે થે લેકીન કોઇ પુખ્તા સબુત ઉન લોગો કો મીલા નહી હોગા લેકીન પીછલે દો દિનો સે ચહલ પહલ બઢ ચુકી હે વે લોગ શાયદ ઓફિસર કા પીછા ભી કર શકતે હે ઉનકી ટીમમે કીતને આદમી હે ઉસકા કોઇ અંદાજા નહી લગા શકતા લેકીન સબ સે પહેલે આપ ઓફિસર કો ઇન્ફોર્મ કરે કી વો અલર્ટ હો જાયે ઓર અપને નજદીક હો રહી હિલચાલ કો મહસુસ કરે વરના ખતરા ઓર ભી બઢ સકતા હે ઔર જાન કી બાજી ભી લગાની પડ સકતી હે

ઓવર.

અાગળનો મેસેજ વાંચીને મિ. રાઠોડને ટેક્નીકલ ટીમની મદદ લેવાની જરુર ન પડી તેઓ સમજી ચુક્યા હતા કોણ મુશ્કેલીમાં છે ને કોણે મેસેજ કર્યો છે છતાય ચહેરાના હાવભાવમા તલભાર પણ ફેર ન પડ્યો થોડા સમય સુધી વિચારતા રહ્યા ચહેરા પર થોડી સ્માઇલ આવી એક નવુ મિશન મળી ગયુ હોય એવુ એમના ચહેરા પરથી લાગી રહ્યુ હતુ હવે તેઓ ઉદાસ નહોતા ચહેરાના ભાવ અને બદલાઇ ચુક્યા હતા શરીરમાં ફરી સ્ફુર્તી આવી ગયી હોય એમ લેપટોપમાં કાઇક શોધવા લાગ્યા

***
સંધ્યા એકાદ બે સ્ટેશન તો વટાવી ચુકી હતી વઢવાણસીટી આવ્યું ત્યારે ટ્રેનનું ક્રોસીંગ હતુ સંધ્યા હજુય વિન્ડો સીટ પર બેસી હતી ડબ્બામાં અનેક પ્રકારના અવાજ આવી રહ્યા હતા અમુલ કેનમાંથી ચા વેચી રહ્યા હતા તો કોઇન ચનાદાલ તો કોઇસ શિંગ રેવડીના પેકેટ સંધ્યા હજુય સુરજ વિશે વિચારી રહી હતી ચહેરા પર મોહક સ્મિત રેલાતુ હતુ સુરજ કેવા ટાઇપનો માણસ હશે એવુ ફક્ત સંધ્યાએ ચેટીંગના મેસેજ દ્વારા પોતાના મનમાં કલ્પયુ હતુ પરંતુ હવે સુરજને મળીને સુરજ કેવો હતો એ મહેસુસ કરી રહી હતી માણસની આ વાત સામાન્ય છે જે માણસ જોડે થોડો સમય પસાર કરી લે પછી થોડા સમય માટે એના વિશે ખ્યાલ બાંધવા માંડે છે સંધ્યાએ પણ અલગ અલગ ખ્યાલો બાંધેલા હતા પરંતુ સુરજની ડિફેન્સ જોબ વિશે સાંભળીને ચોંકી ગયી હતી સંધ્યાના ખુલ્લા વાળ પવનની લહેરો સાથે લહેરાતા હતા સંધ્યાનુ મોહક સ્મિત અને ખુલ્લા લહેરાતા વાળ કોઇનુ પણ ધ્યાન આકર્ષિત કરવા પુરતા હતા સંધ્યાને અચાનક યાદ આવ્યુ સુરજે પાછા વળતી વખતે એની અમુક ડાયરીઓ મને આપી છે ફટાફટ બેગ ખોલીને ડાયરીઓ કાઢી ચાર પાંચ ડાયરીઓ હતી એમાં સુરજની જિંદગીની કહાનીઓ લખી હતી પુઠા પર સરસ મજાની ડિઝાઇનો બનાવીને ડાયરીને અલગ શણગાર સજાવ્યો હતો સંધ્યાને સમજાઇ રહ્યુ હતુ કે સુરજ શુ કામ રાઇટર છે ને પોતાની લખેલી ડાયરીઓની કેવી રીતે જાણવણી કરે છે આમ તો સુરજ કોઇને પોતાની પર્સનલ ચીજવસ્તુઓ આપતો નહી પરંતુ હવે રીના જોડે ટ્રેનીંગ માટે જવાનુ હતુ એટલે પોતાની ડાયરીઓ સંધ્યાને વાંચવા માટે અને સાચવવા આપી હતી જેથી સંધ્યા સુરજનો સ્વભાવ સારી રીતે જાણી શકે ને સંધ્યા સિવાય સુરજનુ હતુ પણ કોણ ? જે સુરજની પર્સનલ વસ્તુઓ સાચવી રાખે માસી તો હવે કેટલાય દુર જતા રહ્યા હતા ને હવે તો માસીના ભરોસે બેસી રહેવુ પણ ઠીક ન કહેવાય એવુ સમજીને જ સુરજ કોલેજ કરવા સુરેન્દ્રનગર આવતો રહ્યો હતો. સંધ્યા કયાંય સુધી સુરજ વિશે વિચારતી રહી ને મનોમન હસતી રહી ફરી એકવાર ટ્રેન ધક.....ધક....ધક.....અવાજ સાથે ઉપડી ને સંધ્યા સુરજથી વધુ ને વધુ દુર થતી ગયી.

***

સુરજ પણ સંધ્યાને મુકીને રુમ તરફ રવાના થયો હતો સાઇડ મિરર મા કોઇ પોતાની પાછળ આવતુ હોય એવુ લાગી રહ્યુ હતુ પણ સુરજે એ બાબત પર ધ્યાન ન આપ્યુ પોતાનો પીછો કોઇ માણસ શા માટે કરે એવુ વિચારીને સુરજ આગળ ચાલતો રહ્યો કદાચ આ જ સુરજની ભુલ હતી સુરજ જ્યારે રુમ તરફ જતી ગલીએ વળ્યો ત્યારે પાછળથી આવતા બાઇક પર બંને માણસો સીધે સીધા ચાલ્યા ગયા એવુ સુરજે નોટ કર્યુ પોતાની જાત પર સુરજ હસ્યો શુ તુ પણ યાર સુરજ ડિફેન્સમાં જોબ મળી ગયી એટલે ગમે તે લોકો પર શક કરવાનુ મનોમન બબડ્યો ને ફરી હસતો હસતો રીનાની રુમ તરફ ચાલતો થયો.

રીના પણ હવે રુમની સાફ સફાઇમાં લાગી ગયી હતી બે દિવસથી રુમને કોઇએ સાફ નહોતો કર્યો એટલે રીના રુમમાં કચરો વાળી રહી હતી રીના પણ હવે ખુશ હતી ખુશ તો હતી જ પરંતુ હવે મનથી ખુશ હતી ખોટો દેખાવ નહોતી કરતી જે બાબત માટે અહીયા છેક આવી હતી એ બધુ પુરુ થઇ ચુક્યુ હતુ સુરજને જોબ માટે લાયક ઠેરાવી દીધો હતો હવેનુ કામ સુરજને તૈયાર કરવાનુ હતુ આર્મીમેન ના ઢાંચામા સુરજને ઢાળવાનુ કામ રીનાએ કરવાનુ હતુ સુરજ રુમમાં પ્રવેશ્યો

મુકી આવ્યો સંધ્યાને રીનાએ કચરો વાળતા જ પુછ્યુ

હા છેક ટ્રેનમાં ચડાવીને આવ્યો યાર 😃😃 (સુરજ)

હા એ તો ખબર જ હતી તુ એક મિનિટ પણ એને છુટી નહોતી મુકવાનો કદાચ હુ રુમ પર ન હોત તો શુ થાત....હે ભગવાન !!! 😜😜😜 રીનાએ ફરી એકવાર સુરજને ટોન્ટ માર્યો

બસ...બસ...મેડમ કન્ટ્રોલ કરો તમે ઘણુબધુ આગળ વિચારી લીધુ છે હો અમારી વચ્ચે ફક્ત પ્રેમ છે હો બીજુ કશુય નહી સુરજે સહેજ ઉંચા અવાજે જવાબ આપ્યો કદાચ રીનાની મજાક નય ગમી હોય

રીના હજુય સુરજને ચિડવવા ઇચ્છતી હતી એટલે ફરી કહ્યુ હા....હા....જોયો...કળીયુગ નો તમારો પ્રેમ પણ જોયો હો મારી નજરથી એકેય નથી બચ્યા હો ને એટલે કશુય બોલવુ નહી😂😂😂

સુરજ એક મિનિટ માટે તો ચોંકી ગયો રીનાએ શુ જોયુ હશે ? કદાચ પેલા દિવસે હુ સંધ્યાને તાકી તાકીને જોઇ રહ્યો હતો એ બેડમાંથી જ કદાચ જોઇ લીધુ હશે

સારુ.....ભલે જોયુ ચલ હુ મારી રુમે જાવ છુ સુરજ અવાજ ઠીક કરતા કરતા અપરાધભાવે બોલીને નીકળી ગયો

રીના સુરજ ગયા પછી પણ ક્યાંય સુધી હસતી રહી

***

મિસ્ટર રાઠોડ કયાંય સુધી વિચારતા રહ્યા કઇ રીતે એ લોકોને જાણ થઇ હશે શા માટે એ લોકો એનો પીછો કરતા હશે મારા માણસે કાઇ ભુલ કરી હશે ? ઘણાબધા વિચારો એકસાથે મનમાં થવા લાગ્યા છતા પણ ચહેરો હસતો દેખાઇ રહ્યો હતો કાલે સવારે એ લોકો જોડે વાત કરીને આ પીછો કરવાની વાત જણાવવાનુ મનોમન નક્કી કરે છે

સવાર થતા ની સાથેજ સુરજ અને રીના વહેલા ઉઠીને કોલેજના ગ્રાઉન્ડ પર રનિંગ કરવા નીકળી ગયેલા કારણકે સુરજને પણ હવે દરરોજ દોડવાની આદત પાડવાની હતી જો કે રીના તો સુરજને કંપની આપવા ગયેલી ને સાથોસાથ સંધ્યાને પણ કોલ કરીને વહેલા ઉઠાડેલી એટલે એ પણ ઘરની નજીક આવેલા ગ્રાઉન્ડ પર પહોંચી ગયેલી કારણ કે એને પણ પોલીસના મેરિટમાં નામ આવવાની શક્યતા હતી.

સુરજ અને સંધ્યા કાનમાં હેડ્સ ફ્રી લગાવીને વાત કરી રહ્યા હતા ને રીના દોડતા પહેલા વાર્મઅપ કરી રહેલી બીજા ઘણાબધા લોકો પણ ત્યા જોગીંગ કરી રહ્યા હતા પણ સુરજ અને સંધ્યા બંનેને ટાઇમીંગ પર દોડવાનુ હતુ સંધ્યાને આઠ મિનિટમાં સોળ સો મીટર દોડવાનુ હતુ જ્યારે સુરજને પચીસ મિનિટમાં પાંચ કિલોમીટર એટલે કે ગ્રાઉન્ડના બાર ચક્કર લગાવવાના હતા કોલ કટ થયો રીનાના થ્રી, ટુ, વન એન્ડ સ્ટાર્ટ શબ્દ સંભળાતા જ બંને દોડી પડ્યા કદાચ સંધ્યાએ પણ એ ટાઇમે દોડવાનુ શરુ કર્યું હશે એવુ માની શકાય સુરજ શરુઆતમાં લાંબી ફલાંગ ભરતો રહ્યો એટલે રીના કરતા થોડોક આગળ નિકળી ગયેલો પાછળ ફરીને ગર્વ લેતો હોય એમ એ રીના તરફ નજર કરતો પણ થોડા સમય માટે જ પોતાનો ગર્વ ટક્યો ગ્રાઉન્ડનુ એક ચક્કર પુરુ કરતા હાંફ ચડી ગયો દોડવાની ઝડપ ધીમી થઇ રીના ટ્રેઇન થયેલી હતી એટલે શરુઆતની દોડ ધીમા પગલે શરુ કરેલી ને પછી થોડી સ્પીડ પકડેલી એટલે એને હાંફ ચડ્યો નહોતો ને આમપણ દરરોજ દોડવા માટે ટેવાયેલી હતી એટલે એના માટે કશુય નવુ નહોતુ સુરજ ત્રણ ચક્કર માંડ માંડ લગાવી શક્યો ને પછી ગ્રાઉન્ડની રેલીંગ અંદર આવીને પરસેવો લુછતો રહ્યો ઘડીયાળ સામે નજર કરી તો નવ મિનિટમાં બાર સો મિટર અંતર કાપેલુ હતુ જે ડિફેન્સની નજરે સાવ ઓછુ કહેવાય રીના હજુય દોડી રહી હતી થોડીવાર પછી એ પણ અટકી ને ગ્રાઉન્ડ અંદર આવી

કેમ, થાકી ગયો ? પાછળ ફરીને મને જોતો'તો ને 😂😂
(રીના)

હા યાર, ત્રણ ચક્કરમાં તો પરસેવો છુટી ગયો હજુય સુરજ હાંફતો હતો (સુરજ)

રનિંગ કરવાની અલગ અલગ ટ્રીક હોય એ ફોલોવ કરવી પડે તો વધારે દોડી શકાય નહીં તો આવુ જ થાય ખડુસ (રીના)

તમને તો ટ્રેનિંગમાં આવુ બધુ શીખવ્યુ હશે ને ? સુરજ આંખો જીણી કરીને રીનાને તાકી રહ્યો

હા યાર વહેલા સવારે ચાર વાગે જગાડીને દોડાવતા ને પાછળ સર પણ દોડતા જેની સ્પીડ ઓછી હોય એને સરના દંડા ખાવા પડતા ને વધારે ઝડપથી દોડવુ પડતુ 😅😅😅 (રીના)

એટલે તુ આટલુ ઝડપી દોડી શકે એમને (સુરજ)

હાસ્તો તુ પણ દોડતો થઇ જઇસ થોડી મહેનત અને પ્રેક્ટિસ કરીશ એટલે નહીંતો છેવટે હુ તો છુ જ તારી ટ્રેઇનર😉😉😉

અચ્છા તો તુ પણ મને મારીશ 🙄🙄 (સુરજ)

હાસ્તો રુલ્સ અેન્ડ રેગ્યુલેશન બધા માટે સરખા ગમે તેવો દોસ્ત હોય પણ ત્યા તો બધાય સરખા મારા માટે (રીના)

ઓકે 😏😏 સુરજ મોઢુ બગાડતા બોલ્યો

બરાબર એ જ સમયે સંધ્યાનો કોલ આવ્યો

હેલ્લો !

બોલ સંધ્યા (સુરજ)

કેટલુ દોડાયુ (સંધ્યા)

નવ મિનિટમાં ત્રણ ચક્કર માર્યા ગ્રાઉન્ડના અને તે ?

મારે તો માંડ એક પુરુ થયુ ત્યા તો બેસી જવુ પડ્યુ 😅😅😅

ઓકે થોડો આરામ કર કાલે થોડુ વધારે દોડજે

સારુ ચલ બાય

બાય

***

મિસ્ટર રાઠોડ હજુ પણ કાઇ સમજી શક્યા નહોતા હજુય કોણ રીનાનો પીછો કરતુ હશે એ નક્કી કરી શકતા નહોતા અગાઉ પાર પાડેલા મિશનની બે ત્રણ ફાઇલ ખંખોળી નાખી છતાય કોઇ નજરે ચડ્યુ નહોતુ એટલે કેસ થોડો વધારે ગંભીર બની રહ્યો હતો ખબરી ને કોઇ ભુલ તો નહી થઇ હોય ને ? રીનાનો પીછો કોઇ શા માટે કરે ? રીના વિશે કોઇને જાણ થઇ ગય હશે ? રીનાએ કાંઇ ભુલ કરી હશે ? એકીસાથે ઘણાબધા સવાલો પવનની ગતીએ મિ. રાઠોડના મનમાં થવા લાગ્યા પણ એકેય સવાલનો જવાબ મળી રહ્યો નહોતો છેવટે મિ. રાઠોડે રીનાને અલર્ટ કરવાનુ નક્કી કર્યુ. રીનાના પ્રાઇવેટ નંબર પર મેસેજ ટાયપ કર્યો

BE ALERT !! (સાવધાન રહેજે)

SOMEONE BEHIND ON YOU ( કોઇ તારો પીછો કરી રહ્યુ છે )

TAKE CARE ( ધ્યાન રાખજે)

અામ તો મિ. રાઠોડ ગુપ્ત માહિતી મેઇલ દ્વારા અથવા તો સેલફોન દ્વારા મોકલતા પણ રીના એમની દિકરી જેવી હતી એટલે બધી માહિતી કોલ પર જ જણાવી દેતા કાં તો મેસેજમા કહી દેતા રીના પર પુરતો ભરોસો હતો ને આમપણ રીનાને પોતાના હાથ વડે ટ્રેઇન કરી હતી વ્હાલ પણ એ જ હાથે કરતા ને સજા પણ એ જ હાથો વડે કરેલી હતી મિ. રાઠોડને અગાઉ બની ગયેલી ઘટનાઓના દ્રશ્યો આંખ સામે ફરી આવી ગયા ને હળવા સ્મિત સાથે ભુતકાળમાં ખોવાઇ ગયા

***

રીનાને પહેલીવાર મિસ્ટર રાઠોડે સ્પોર્ટસની એક સ્પર્ધામાં જોઇ હતી એની રમતગમત પ્રત્યેની રુચિ જોઇને મિ. રાઠોડ નવાઇ પામ્યા હતા દોડની ત્રણેય સ્પર્ધામાં રીના અવ્વલ હતી એટલે રીના વિશે જાણવામાં એમને રસ દાખવ્યો રીના એક અનાથ છોકરી છે એ જાણીને દુખ થયુ ત્યારબાદ હિરાલાલ શેઠની મંજુરીથી રીનાને પોતાની સાથે હૈદરાબાદ કવાર્ટરમાં લઇ આવ્યા રીના ત્યારે લગભગ સતર વર્ષની કુમળી વયની છોકરી હતી મિ. રાઠોડનો પરિવાર પણ એમનાથી છુટો થઇ ગયો હતો સિક્રેટ એજન્ટની નોકરી કરતા એટલે પરિવાર માટે ઓછો સમય મળતો કદાચ એ જ કારણે એમની પત્નીએ ડીવોર્સ આપ્યા હતા ને આમપણ એમને એકેય દિકરી નહોતી એટલે રીનાને દિકરીની જેમ સાચવતા રીના હૈદરાબાદમાં નવી હતી અહીંની ભાષાને રહેણીકરણી ગુજરાત કરતા અલગ હતી પણ રીનાની રગોમાં પણ દેશમાટે કાઇક કરી છુટવાની ધગસ હતી કદાચ એ એના માતા પિતા ના લોહીની દેન હશે એના પિતા પણ કદાચ આવુ જ કામ કરતા હોવા જોઇએ એવુ મિ. રાઠોડ વિચારતા કારણ કે ખાનદાની અને ખુમારી લોહીમાં હોય એ કોઇ તમને શિખવાડી કે આપી ન શકે એવુ એમનુ માનવુ હતુ સમય પસાર થતો ગયો એમ રીનાને વધુ ને વધુ ટ્રેઇન કરતા ગયા રીનાને પહેલા એકલવાયુ લાગતુ પરંતુ ધીમેધીમે ત્યાના બીજા લોકો સાથે (એજન્ટ) ભળતી ગયી ને બધા જોડે હળવા મળવા લાગી હતી મિ. રાઠોડે ત્રણ ચાર અલગ અલગ ભાષાઓ શિખવી હતી કોડમાં કઇ રીતે વાત કરવી એ પણ શિખવેલુ સમયની સાથોસાથ રીના ઘણુબધુ શિખવા લાગી અલબત્ત ઘણાબધા મિશન સફળતાપૂર્વક પાર પાડ્યા ને છેવટે મિ. રાઠોડની સૌથી વધારે ચહીતી બનેલી મિ. રાઠોડે આખાય બે વર્ષના દ્રશ્ય આંખો સામે જોતા હોય એવુ લાગી રહ્યુ હતુ

***
દોડવા ગયા હયા એટલે કપડા પરસેવાથી ભીંજાઇ ચુકેલા હતા રીના નાહીને તૈયાર થઇ એ નવા કપડા પહેર્યા ફોન હજુ ચાર્જમાં હતો એટલે ભલે થોડીવાર વધુ ચાર્જ થાય એવુ વિચારીને નાસ્તો બનાવવા લાગી સુરજ પણ પોતાની રુમ પર જઇને આરામ ફરમાવતો હતો પહેલીવાર રનિંગ કર્યુ એટલે થાકવુ સહજ હતુ હજુય એ બેડ પર પગ લાંબા કરીને સુતેલો ને સંધ્યા જોડે ચેટીંગ કરતો હતો બધા ખુશ દેખાઇ રહ્યા હતા આમેય સવારે જોગીંગ કરવા જઇએ એટલે શરીરમાં સ્ફુર્તી આવી જાય

રીના નાસ્તો પતાવીને ફોન હાથમાં લે છે પ્રાઇવેટ નંબર પરથી મેસેજ આવ્યો હતો એટલે થોડી ગંભીર બની કલાક પહેલાનો મેસેજ બતાવી રહ્યા હતા મેસેજ સર નો હતો ને સાવધાન રહેવા કહેલુ કોઇ તારો પીછો કરી રહ્યુ છે એ જોઇને રીના ચોંકી ગયી સ્તબ્ધ થઇ ગઇ મગજ વિચારોના વંટોળમાં ચકરાવા લાગ્યુ કોણ પીછો કરતુ હશે ? મે તો કોઇને કાઇ નુકશાન નહી પહોંચાડ્યુ તો શા માટે પીછો કરતા હશે સિક્રેટ એજન્ટ છુ એટલે ? મારા વિશે એમને કોણે જણાવ્યુ હશે ? સુરજ ??

ના ના સુરજ તો ના હોઇ શકે એને તો હજુ બે દિવસ પહેલા જ મારા વિશે જાણ થઇ અને એ શામાટે કોઇ આગળ મારી વાત કરે પોતે પણ તો સિક્રેટ એજન્ટ બનવાનો છે મનમાંથી બીજી રીના બોલી ઉઠી તો શુ સંધ્યા આ બધુ કરી રહી છે ? તરત બીજો સવાલ ઉભો થયો ના સંધ્યા પણ ન હોઇ શકે સંધ્યા શા માટે મારો પીછો કરાવે ? એ મારા ને સુરજ વિશે કાઇ ગલત તો નહી વિચારતી હોય ને ? કદાચ એ ધ્યાન રાખવા માટે કોઇને કહ્યુ હોય.... ના....ના ....સંધ્યા પણ ના હોઇ શકે એ તો મારી સાથે પણ ખુશ જ હતી તો કોણ મારો પીછો કરતુ હશે ?

રીનાનુ મગજ એક પછી એક નવા વિચારો કરવા લાગ્યુ હતુ પહેલુ શક સુરજ અને સંધ્યા પર હતુ પરંતુ મનમાં પુરી ખાતરી હતી કે એ લોકો ના હોઇ શકે કારણ કે બંને જોડે સમય વિતાવ્યો હતો ને બંને વિશે રીના જાણતી હતી જો એ સમયે એને યાદ આવ્યુ હોત કે કોલેજના પહેલા દિવસે જ એણે કોઇ છોકરાને સટ્ટાક કરતો લાફો ઝીક્યો હતો તો કદાચ આ બધુ વિચારવુ ન પડેત

સાથોસાથ મિસ્ટર રાઠોડના જાસુસ પર ગર્વ થવા માંડ્યો પોતે સિક્રેટ એજન્ટ હતી છતાય પોતાની પળપળની ખબર કોઇ મિસ્ટર રાઠોડને આપી રહ્યુ છે એ જોઇને રીના પણ નવાઇ પામી એટલો જ ગર્વ પોતાના પિતા સમાન મિ. રાઠોડ પર પણ થયો જે પોતે કુશળ છે કે નહી એની ખાતરી કરવા ખબરીને રાખ્યો હતો રીના હસવુ કે ગંભીર બનવુ એ નક્કી કરી શકતી ને હજુય કોણ પીછો કરે છે એ વ્યથા મગજમા વંટોળના ચક્કર જેમ ચાલી રહી હતી

***

(ક્રમશ:)