teacher - 18 in Gujarati Fiction Stories by Davda Kishan books and stories PDF | ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 18

Featured Books
Categories
Share

ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 18

ભૂમિ મેડમ અને દેવાંશી હવે સાથે રહેવા લાગ્યા હતા. બંનેને એના હૃદયના ટુકડાઓ મળી ગયા હતા. આ વિરહનો અંત આવ્યો હતો. બંનેએ એકબીજાને માફ કરી દીધા હતા. દેવાંશી હવે ખુશ હતી, કદાચ પહેલાં જેવું વર્તન હવે દેવાંશી માં જરા પણ નહોતું દેખાતું. દેવાંશી ના મુખ પર સ્મિત અને હરખ જોઈ અક્ષર પણ હવે ખુશ હતો. અક્ષર અને દેવાંશી પાક્કા મિત્રો તો ખરા જ. ધારા અને કિશન અક્ષરને આ વાતે ચીડવતા પણ હતા.

"અક્ષર, જ્યારથી તારી લાઈફમાં પેલી દેવાંશી આવી છે ને ત્યારથી તું તો અમને સાવ ભૂલી જ ગયો છે." ધારાએ પોતાનું મોઢું ફેરવીને રિસાઈને કહ્યું.

"હા ધારા, સાચી વાત છે. આપણને તો એ સાવ ભૂલી જ ગયો છે." કિશને ધારાની હા માં હા મિલાવતા કહ્યું.

"અરે યાર, એવું કશું જ નથી, તમે બંને કેમ આમ વિચારો છો?"

"એવું જ છે અક્ષર, હવે તો દેવાંશી આવી ગઈ છે ને, એટલે હું અને કિશન તો ક્યાં તને યાદ જ આવવાના!"

"એવું નથી મિત્રો, તમે સમજો. તમને તો ખબર છે ને, દેવાંશીની લાઇફમાં હમણાં શું ચાલે છે એ. એને એકલું ના લાગે એટલે હું તેને થોડો વધુ સમય આપું છું."

"હા કિશન, હશે હશે. આ હવે પહેલાં જેવો નથી રહ્યો યાર."

"બંને રિસાયેલા છો મારાથી? ચાલો તમને આજે વડાપાવ ની ટ્રીટ આપું."

"ઓ મિસ્ટર અક્ષર, તને શું લાગે છે કે તારી વડાપાવ ની ટ્રિટથી અમે બંને માની જશું એમ?"

"તો તમે જ કહો, તમને શેની પાર્ટી આપું?"

"તારે અમને પીઝા અને આઈસક્રીમ ટ્રીટ આપવી પડશે."

"ઓકે ડિયર, તમારા માટે તો જીવ પણ હાજર છે. તમે લોકો કાલે ફૂડ પાર્કમાં સાંજે સાડા છ વાગ્યે પહોંચી જજો. હું અને દેવાંશી તમને ત્યાં જ મળીશું." અક્ષરે મલકાતાં કહ્યું.

"જા..., નથી જોઈતી તારી કોઈપણ ટ્રીટ, અહીંયા પણ દેવાંશી! હા અક્ષર હા, હવે તો તને બધી જ જગ્યાએ દેવાંશી જ દેખાશેે."

"હા ધારા, કોઈ જ ટ્રીટ નથી જોઈતી આપણે અક્ષર પાસેથી, હંહ....!"

"તું દેવાંશી સાથે જ રહે હો, બાય."

"હે પ્લીઝ, તમે લોકો તો રિસાઈ ગયા. આ તો મેં જસ્ટ એમ જ કહ્યું. ઠીક છે બસ, નહીં બોલાવીએ દેવાંશીને."

"ના ના, તું અને દેવાંશી જ સાથે જજો. અમારે કોઇ જ ટ્રીટ નથી જોઈતી."

"બસ ને કિશન, તમારા લોકો સિવાય મારું બીજું છે કોણ? હા વાંધો નહીં, મને મારા પોતાના જ છોડીને જાય છે. ભગવાન શું આ મારા જ મિત્રો છે?"

"એ ઓવર એક્ટીંગનો શોપિંગ મોલ, તારી ઓવર એક્ટીંગ બંધ કર. હું અને ધારા તો જસ્ટ મજાક કરીએ છીએ. લાવજે દેવાંશી ને હવે. પણ જો અમને ભૂલ્યો છે ને, તો તારી ખેર નથી યાદ રાખજે."

મિત્રો, આપણે જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે છે. આ દરેક મુશ્કેલીઓમાંથી આપણે પસાર થવું જ પડે છે. ક્યારેક મિત્રના સહકારથી તો ક્યારેક પરિવારના સથવારા થી. ભૂમિ મેડમ શિક્ષક તરીકે તો પોતાની ફરજ બજાવી રહ્યા હતા, પરંતુ મા તરીકેની પોતાની ફરજ બજાવવામાં ક્યાંક પોતાના પતિને આપેલા વચનને લીધે ચૂકતા હતા. આમ તો ભૂમિ મેડમ માટે શિક્ષક બનીને રહેવું કદાચ સહેલું હતું. "મા તે મા, બીજા બધા વગડાના વા." આ કહેવત અમથી જ નથી કહેતાં લોકો. આ કહેવત જીવનના તમામ કિસ્સાઓમાં સાર્થક છે. પોતાની દીકરી થી આટલા દુર રહીને પણ તેઓ માની ફરજ બજાવવાની ભૂલ્યા નહોતાં. દીકરીથી દૂર રહીને પણ તેમને દેવાંશીની જ ચિંતા થતી હતી. તેમની દીકરી ક્યા હાલ માં હશે, શું ખાતી હશે, માનું મન પોતાના સંતાનો પ્રત્યે હંમેશા ચંચળ જ હોય છે. ક્યારેક પ્રેમનો ઊભરો આવી જાય, તો વળી ગરમ મગજમાં સંતાનને એકાદ બે ઠપકા પણ આપી દે.

માતા-પિતા પછી શિક્ષક એ ત્રીજો એવો વ્યક્તિ છે, જે બાળકના ભવિષ્ય માટે ચિંતિત હોય છે. કોઈપણ બાળક કદાચ પોતાના માતા-પિતા સાથે કોઈ વાત શેર કરતા અચકાતો હશે. પરંતુ ટીચર સાથે કોઈ વાત કરતાં ખચકાશે નહીં. એ બાળકને એવો ભરોસો છે કે મારી વાતને મારા ટીચર સારી રીતે સમજી શકશે. આપણને ખ્યાલ જ હશે કે પ્રાથમિક શાળાઓમાં મોટાભાગે મહિલા શિક્ષકો જ વધારે હોય છે, એટલા માટે કે મહિલા શિક્ષક બાળકને વધારે સારી રીતે સમજી શકે છે. પ્રાથમિક શિક્ષણ મેળવતી વખતે બાળકનું ભવિષ્ય ઘડાતું હોય છે. પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષણ જ આપવામાં આવે તેવું નથી હોતું, પરંતુ શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન પણ કરવામાં આવે છે. પ્રાથમિક શાળામાં શનિવારના સંસ્કૃતિક કાર્યક્રમ કે પછી બાળ સભાઓ જ બાળકનો સ્ટેજ ફિયર દૂર કરે છે. વિદ્યાર્થી પોતાના મનની વાત બધા લોકો સામે કરી શકે માટે તેઓને આવા કાર્યક્રમો દ્વારા તૈયાર કરવામાં આવે છે. વિદ્યાર્થીઓના મનની મૂંઝવણ હોય કે કોઈ વાત કેવી રીતે રજૂ કરવી, ઘણા વિદ્યાર્થીઓને શાળામાં જ પૂરતું માર્ગદર્શન મળી રહેતું હોય. તેઓનો સ્ટેજ ફિયર ત્યારે જ દૂર થઈ જાય છે. અમુક વિદ્યાર્થીઓ પોતાના મનની વાત સમૂહમાં કહેવા માટે ખચકાતા હોય છે. તેઓ કોઈ વાતને બધાની સામે રજુ કરવા થી ડરતા હોય છે. જો વિદ્યાર્થી સહકાર આપે તો શિક્ષક પોતાનો પૂરતો પ્રયત્ન કરશે વિદ્યાર્થીની કળાઓને બહાર લાવવા માટે.

શિક્ષકને વધારે સમજવા માટે થોડું આગળ જવું પડશે. આ નવલકથામાં લેખકના વ્યક્તિગત અનુભવો તેમજ નિરીક્ષણ આ બંનેના મિશ્રણ દ્વારા પ્રસંગો તૈયાર કરવામાં આવેલ છે. સાથે સાથે શિક્ષકોનું માર્ગદર્શન તો ખરું જ.

આગળની વાર્તામાં વિદ્યાર્થી જીવન અને શિક્ષક જીવનને વધુ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.

આગળ જાણવા માટે વાંચતા રહો....

ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી

ig:- @author.dk15

FB:- Davda Kishan

eMail:- kishandavda91868@gmail.com