taras premni - 36 in Gujarati Love Stories by Chaudhari sandhya books and stories PDF | તરસ પ્રેમની - ૩૬

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

તરસ પ્રેમની - ૩૬


મેહા સવારે ઉઠી. મેહાને વિચાર આવ્યો કે "રજતને Sorry તો કહી દીધું છે એટલે હવે વાંધો નહીં. જો એ મારી પાસે આવશે તો ઠીક નહીં તો હું સમજી જઈશ કે મારે પણ હવે મુવ ઓન કરવું જોઈએ."

મેહા નાસ્તો કરી તૈયાર થઈ રહી હતી. મેહા અરીસામાં પોતાને જોય છે. મેહા મનોમન જ કહે છે
"હવે સિંગલ રહેવાનો જ નિર્ણય કરી લીધો છે તો મેક અપની શું જરૂર છે. પહેલાં હતી તેવી જ રહીશ સાદી અને સિમ્પલ." મેહાએ કપડા ચેન્જ કરી સિમ્પલ જીન્સ અને ટી શર્ટ પહેર્યાં.

મેહા કૉલેજ પહોંચી. હજી સુધી કોઈ આવ્યું નહોતું. રિહર્સલ રૂમમાં મેહા પ્રેક્ટીસ કરી રહી હતી.
મેહાના ફ્રેન્ડસ આવે છે. મેહા સાથે સાથે એના ફ્રેન્ડસ પણ પ્રેક્ટીસ કરવા લાગ્યાં. રજત અને રજતના ફ્રેન્ડસ પણ આવે છે. રજતને આજે મેહા પહેલાં જેવી લાગી. પ્રેક્ટીસ કરી બધાં ક્લાસમાં જાય છે.

રજત સાથે વાત કરવાની બંધ થઈ ગઈ ત્યારથી મેહાએ ઘણું વિચાર્યું હતું. અને આખરે આજે સવારે જ મેહાએ હવે સિંગલ રહેવાનો જ નિર્ણય કરી લીધો હતો. પહેલાં વર્ષે તો રજતને લીધે એક્ઝામમાં પાસિગ માર્કસ આવ્યા હતા પણ આ વર્ષે મેહાને પાસિંગ માર્કસ નહોતા લાવવા. એટલે મેહા જેમ બને તેમ લેક્ચર માં ધ્યાન આપવાની કોશિશ કરતી. લેક્ચર દરમ્યાન મેહાએ એકવાર પણ રજત તરફ નજર નહોતી કરી.

આજે પહેલી મુલાકાતમાં રજતને મેહા પહેલા જેવી તો લાગી પણ મેહાના વર્તનમાં થોડો બદલાવ આવ્યો હતો.

રજતે વિચાર્યું કે મેહાને શું થઈ ગયું છે. કેન્ટીનમા પણ મેહા એના ફ્રેન્ડસ અને રજતના ફ્રેન્ડસ સાથે વાતો કરતી પણ રજત સાથે વાત નહોતી કરી.

રજત મેહાને નોટીસ કરતો. અઠવાડિયું થઈ ગયું પણ મેહાના વર્તનમાં કોઈ બદલાવ નહોતો આવ્યો. મેહા ડાન્સમાં, અભ્યાસમાં ધ્યાન આપવા લાગી. અને આ બધાથી ફ્રી થતી ત્યારે લાઈબ્રેરી માં કોઈક નોવેલ વાંચી લેતી.

બધા રિહર્સલ રૂમમાં બધાં બેઠા બેઠાં વાતો કરતા હતા.

રજત:- "મેહા મારે તારી સાથે વાત કરવી છે."

મેહા:- "પણ મારે તારી સાથે કોઈ વાત નથી કરવી."

રજત કંઈ બોલવા જતો હતો કે મેહાથી હસી પડાયું.

મેહા:- "સૉરી હા... હું તો બસ મજાક કરી રહી હતી. તે દિવસે તે ગુસ્સામાં કહ્યું હતું ને તો મેં વિચાર્યું કે હું પણ તારી જેમ જ ગુસ્સામાં કહીશ કે 'પણ મારે તારી સાથે વાત નથી કરવી.' પણ મારાથી હસવાનું કંટ્રોલ ન થયું. મેહા પેટ પકડીને ખૂબ હસી. મેહાને જોઈને રજત સિવાય બધાં જ હસી રહ્યા.

મેહા:- "સૉરી રજત. બોલ શું વાત કરવી છે."

રજત:- "અહીં નહીં એકલામાં."

મેહા:- "કેમ અહીં નહીં?"

રજત:- "અહીં મારા ફ્રેન્ડસ અને તારા ફ્રેન્ડસ છે એટલે."

મેહા:- "ઑહ તો તે દિવસે મેં તને સૉરી કહ્યું ત્યારે તો બધાની સામે બહુ ગુસ્સામાં હાથ છોડાવી દીધો હતો. ત્યારે ન યાદ આવ્યું કે અહીં તો તારા અને મારા ફ્રેન્ડસ છે એમ. તો જે વાત કરવી હોય‌ તે બધા સામે બોલ. એકલામાં શું કરવા. રાઈટ Guys..."

રજતે બધાને જવાનો ઈશારો કરી દીધો.

મેહા:- "ઑ હેલો તમે બધા ક્યાં ચાલ્યા? રજતે ઈશારો શું કર્યો તમે તો જવા જ લાગ્યા."

મિષા:- "I think મેહા સાચું કહી રહી છે. રજત બધાની સામે મેહાને કંઈ પણ કહી શકે તો મેહા પણ બધાની સામે વાત તો કરી જ શકે."

રજત:- "રૉકી મિષને અહીંથી લઈ જા."

રૉકી મિષાનો હાથ પકડી લઈ ગયો.

મિષા:- "રૉકી છોડ મને."

રૉકી:- "સાંભળ રજત અને મેહાને એકલામાં વાત કરવા દે. શું ખબર પેચ અપ થઈ જાય.

મિષા:- "ઑકે."

બધા રિહર્સલ રૂમની બહાર નીકળી જાય છે.

રજત:- "પેચ અપ કરી લઈએ?"

મેહા:- "રજત તે મને શું સમજી રાખી છે હા...મન ફાવે ત્યારે બ્રેક અપ અને મન ફાવે ત્યારે પેચ અપ... તને શું લાગે છે હંમેશા તું કહેશે એમ જ થશે? મારા દિલને રમકડાની જેમ રમવાનો બહુ શોખ છે ને તને?
પણ હવે બહુ થઈ ગયું...હવે મારે પેચ અપ નથી કરવું."

રજત:- "Are you sure ને કે તારે પેચ અપ નથી કરવું?"

મેહા:- "મારે પેચ અપ નથી કરવું."

રજત:- "ઑકે Bye..."

રજત નીકળી ગયો. મેહા રજતને જતા જોઈ રહી. મેહાને વિચાર આવ્યો કે ક્યાંક ફરી રજતની આંખમાં આંસું તો નથી ને.

મેહાએ રજતને બૂમ પાડી.

રજતે પાછળ ફરીને સ્માઈલ આપી અને કહ્યું "don't worry હું ઠીક છું."

મેહાના દિલને રાહત થઈ કે રજત ઠીક છે. ક્લાસમાં મેહાની નજર રજત તરફ ગઈ. રજત મેહાને નોટીસ કરતો રહેતો પણ મેહાને એનો જરા પણ ખ્યાલ ન આવવા દીધો. મેહા અવારનવાર રજત તરફ નજર કરી લેતી.

રાતે મેહા સૂવાની તૈયારી કરતી હતી કે રજતનો મેસેજ આવ્યો. મેહાએ વિચાર્યું કે મોબાઈલ સ્વીચ ઑફ કરી દઉં. સ્વીચ ઑફ કરવા ગઈ ત્યાં તો બીજો મેસેજ આવ્યો. મેહાએ મોબાઈલ જ સ્વીચ ઑફ કરી દીધો. મેહા ચૂપચાપ સૂઈ ગઈ. કલાક થઈ ગયો પણ ઊંઘ ન આવી. મેહાને રજતના જ વિચારો આવતા હતા. મેહાએ મોબાઈલ લીધો. મોબાઈલમાં જોયું તો રજત હજી પણ ઑનલાઈન હતો.

મેહાને ઑનલાઈન જોતા રજતે મેસેજ કર્યો.
"કેમ શું થયું ઊંઘ ન આવી ને?"

મેહાએ મેસેજ વાંચ્યો. પણ રિપ્લાય ન આપ્યો. રજતે ફોન કર્યો.

રજત:- "મેહા શું વિચારે છે?"

મેહા:- "કંઈ નહીં. પણ તને કેમ ખબર પડી કે હું વિચારું છું."

રજત:- "બસ ખબર પડી ગઈ."

મેહા:- "સારું. મને ઊંઘ આવે છે Bye. good night."

રજત:- "મારી સાથે વાત થઈ ગઈ હવે તો તને સારી રીતના ઊંઘ આવશે."

મેહા:- "bye..."

રજતની વાત સાચી હતી. મેહા અત્યાર સુધી મૂંઝવણમાં હતી અને રજત વિશે વિચારી રહી હતી. રજત સાથે વાત થતા જ મેહાના મનને થોડું બેટર ફીલ થયું. પાંચ જ મિનીટમાં મેહાને ઊંઘ આવી ગઈ.

બીજા દિવસે કૉલેજમાં રજત મેહાની રાહ જોઈ રહ્યો. મેહા ક્લાસમાં એન્ટર થઈ કે રજતે Hi કહ્યું.

મેહા:- "Hi...હજી કોઈ આવ્યું નથી?"

રજત:- "હું છું ને?"

મેહા:- "મતલબ કે આપણા ફ્રેન્ડસ."

રજત:- "ફ્રેન્ડસને પછી મળી લઈશું. અત્યારે તો હું છું ને તું છે તો થોડી પર્સનલ વાત કરીએ.

મેહા:- "રજત હવે તારી અને મારી વચ્ચે કંઈ નથી રહ્યું તો હવે..."

રજત:- "હવે શું?"

મેહા:- "મતલબ કે આપણી વચ્ચે હવે ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ જેવા સંબંધ નથી. ઑકે?"

રજત:- "ઑકે મેડમ સમજી ગયો."

મેહા મોબાઈલમાં વ્યસ્ત થઈ ગઈ. રજત ચૂપચાપ મેહાને જોઈ રહ્યો. રજતની નજર મેહાના શરીર પર ફરે છે. મેહા નું ધ્યાન મોબાઈલમાં હતું છતા પણ મેહાની શ્વાસ લેવાની પ્રક્રિયા ઝડપી બની. રજતને ખ્યાલ આવી ગયો કે હું મેહાને આ રીતે જોઉં છું એટલે ઝડપથી શ્વાસ લઈ રહી છે. પણ મેહાને કંઈ રીતે ખ્યાલ આવ્યો કે હું એને જોઉં છું. મારી તરફ તો એણે એક નજર પણ નથી કરી.

મેહા:- "રજત મારું ધ્યાન ભલે મોબાઈલમાં હોય પણ તું મને આવી રીતના જોય તો ખ્યાલ તો આવશે જ ને. હવે મને આ રીતે ન જોતો સમજ્યો?"

રજત:- "તો હવે મારા મનની વાત જાણવા લાગી છો એમ."

મેહા:- "હાસ્તો વળી."

પણ રજત મેહાની વાત માને એમ ક્યાં હતો. રજતની નજર તો મેહા પર જ હતી.

મેહા:- "રજત બસ કર. પ્લીઝ... મને શરમ આવે છે."

રજત:- "મેહા નજર કરું છું તો તારા આ હાલ છે તો વિચાર કર હું તને ટચ કરીશ તો તારી હાલત શું થશે?"

મેહા:- "રજત હમણાં જ તો કહ્યું ને કે તારી અને મારી વચ્ચે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ જેવા સંબંધ નથી તો પછી શું કરવા મારી સાથે આવી વાત કરે છે."

રજત:- "મેહા મારાથી નહીં રહેવાય તારા વગર. હું તને ચાહું છું. તો મારો તો તારા પર હક્ક છે."

મેહા:- "પણ રજત હું મુવ ઓન કરવા માંગુ છું."

રજત:- "હા તો કર ને. મેં તને ના પાડી? નહીં ને. તો પછી મુવ ઓન કરને. પણ હું તો તને જ ચાહતો રહીશ."

મેહા રજતને જોઈ જ રહી. મેહાને એમ લાગ્યું કે રજતને ગળે વળગી પડું. એટલામાં જ રજત અને મેહાના ફ્રેન્ડસ આવ્યા.

ઘરે જઈને પણ મેહા રજત વિશે વિચારે છે. "Oh God હું કેમ કેમ રજતની વાતમાં આવી જાઉં છું અને ઈમોશનલ થઈ જાઉં છું. એની વાત કરવાના અંદાજમાં, એના અવાજમાં કંઈક તો એવું છે જે મને એના તરફ ખેંચે છે. રજત તારામાં તો એવું તે શું છે કે તારા વગર હું રહી નથી શકતી. કેટલી મુશ્કેલીથી મેં મુવ ઓન માટે પોતાની જાતને સમજાવી હતી. રજત તે મને હેરાન પરેશાન કરી મૂકી છે."
રજતે મેસેજ કર્યો. મેહાએ મેસેજ વાંચીને મોબાઈલ મૂકી દીધો.મેહા વિચારે છે કે "મુવ ઓનનો નિર્ણય લઈ લીધો છે તો મેસેજનો રિપ્લાય આપવાની શું જરૂર છે. પણ પછી વિચાર આવ્યો. મુવ ઓનનો મતલબ એવું થોડી છે કે મેસેજથી વાત ન થાય. પણ મેસેજથી વાત કરીશ તો રજત સાથે વાત કરવાની ટેવ પડી જશે. ધીરે ધીરે રજત પ્રત્યે લાગણી વધી જશે. પછી એવું ન બને કે હું રજત વગર રહી જ ન શકું. તેના કરતા બેટર છે કે અત્યારથી જ રજતથી દૂર રહું." મેહા રજતના વિચારો કરતાં કરતાં જ સૂઈ જાય છે.

બીજા દિવસે સવારે મેહાની આંખ ઉઘડે છે તો સૌથી પહેલાં રજતનો જ વિચાર આવે છે. મેહા નું દિલ રજતને જોવા માટે, રજત સાથે વાત કરવા બેચેન બની ગયું. ગઈકાલે પણ રજતને મેસેજનો રિપ્લાય નહોતો આપ્યો એટલે મેહાને રજતને મળવાની ઉતાવળ હતી. મેહા તૈયાર થઈ કૉલેજ પહોંચે છે. ક્લાસમાં જઈને જોયું તો રજત હજી સુધી આવ્યો નહોતો. મેહા રિહર્સલ રૂમમાં જઈને જોઈ આવી તો રજત ત્યાં પણ નહોતો.

મેહા રજતની રાહ જોતી ક્લાસમાં બેસી રહી. થોડી જ વારમાં રજત અને મેહાના ફ્રેન્ડસ આવ્યા.

મેહા:- "તમારો ફ્રેન્ડ ક્યા છે?"

રૉકી:- "કોણ?"

મેહા:- "રજત ક્યાં છે?"

રૉકી:- "અરે હા રજત આજે નહીં આવે. એને થોડું કામ છે એટલે."

મેહાને અત્યારે રડવાનું મન થયું. અને સાથે સાથે રજત પર ગુસ્સો પણ આવતો હતો કે એવું તે શું કામ આવી પડ્યું કે કૉલેજમાં રજા પાડવી પડી. રજત પ્લીઝ આવી જા ને.

મેહા નું ધ્યાન લેક્ચર માં બિલકુલ નહોતું. મેહાની નજર વારંવાર રજતની બેન્ચ પર જતી. રજત ક્યાં છે તું? પ્લીઝ આજના દિવસે તારી એક ઝલક તો બતાવી દે.

બપોર પછી રૉકીએ બધાને રિહર્સલ રૂમમાં ડાન્સની પ્રેક્ટીસ માટે બોલાવ્યા. રૉકીએ Song ચાલું કર્યું અને બધા ડાન્સ કરવા લાગ્યા.

हु रारा हुइया रारा
हु रारा हुइया रारा
हु रारा हुइया रारा

ओले ओ
ओले ओ..

आया हूँ आज मैं
लेके जाउँगा दिल तेरा
रोके कोई मुझे
टोके कोई मुझे
दूँगा उसे जहाँ से मिटा

ओले ओ..

मुक्काला मुकाबला.. लैला
ओहो लैला
मुकाबला सुभानल्ला.. लैला
ओहो लैला

मैं हुआ तेरा मजनू
तू बनजा मेरी लैला
आज चलेगा जादू
तेरा मेरा पहला-पहला

सुनके तेरी बातें
डरता है मेरा जिया
तू ही बता दे ज़रा
क्या है इरादा तेरा

આટલેથી મેહાએ Song સ્ટોપ કરી દીધું.

મિષા:- "કેમ Song બંધ કરી દીધું?"

મેહા મિષા પાસે જાય છે અને કહે છે "અહીં થી ડાન્સ કરવાનો મારો અને રજતનો વારો છે. પણ રજત તો આવવાનો નથી." એટલામાં જ Song ચાલું થયું. મેહાએ પાછળ ફરી જોયું.

दिल को सम्भाल तू
हीरो मैं ही तो हूँ तेरा
तेरी ही बातों ने
दो मुलाकातों ने
छिना मुझसे मेरा ही जिया

ओले ओ..

રજત ડાન્સ કરતા કરતા મેહા પાસે આવ્યો.

મેહા તો પહેલાં રજતને જોઈ શોક્ડ જ થઈ ગઈ. પછી મેહા દોડીને જ રજતને ગળે વળગી પડી. રજતે પણ એની કમર પકડી ઉંચકી લીધી.

"રજત મને નથી લાગતું કે હું તારા વગર રહી શકું.
I love you..." આટલું કહેતા કહેતા મેહાની આંખમાં આંસું આવી ગયા.

રજત:- "I love you too."

સાંજે મેહા રજત સાથે ક્લાસમાં બેઠાં બેઠાં વાતો કરતા હતા.

મેહા:- "એવું તે શું કામ હતું કે તું કૉલેજ પણ નહોતો આવવાનો?"

રજત:- "સોસાયટીમાં એક ફ્રેન્ડ છે. તેનું નાનું એક્સીડન્ટ થયું હતું એટલે હોસ્પિટલ ગયો હતો.
જો કે ગંભીર નહોતું એટલે સારું છે."

મેહા:- "તને જોયો નહીં તો હું કેટલી બેચેન થઈ ગઈ હતી."

રજત:- "બેચેન તો હું પણ છું તારી આઘોષમાં આવવા. તો રવિવારે ફાર્મ હાઉસ જઈએ?"

ફાર્મ હાઉસનુ નામ સાંભળતા જ મેહા સમજી ગઈ કે રજત શું કરવા પોતાને ફાર્મ હાઉસ લઈ જવા માંગે છે તે. મેહા થોડી અપસેટ થઈ પણ રજતને ખ્યાલ ન આવવા દીધો.

રજત:- "શું વિચારે છે? લાગે છે તને મારા પર વિશ્વાસ નથી."

મેહા:- "સારું આપણે જઈશું."

રજત તો ખૂબ ખુશ થઈ ગયો.

મેહા ઘરે પહોંચે છે. જમીને શાંતિથી બેઠાં બેઠાં વિચાર કરે છે કે "મારે ફાર્મ હાઉસ પર જવું જોઈએ કે નહીં? ક્યાંક રજત સાથે ફાર્મ હાઉસ પર જવાનું હા કહી હું કંઈક ખોટું તો નથી કરી રહી ને. સર્વસ્વ સોપ્યા બાદ ક્યાંક રજત મારો ગેરફાયદો તો નહીં ઉઠાવે ને? રજત સાથે મેં ઘણું ખોટું કર્યું છે. મેં એના પર વિશ્વાસ ન કર્યો. પછી Molestationનો આરોપ લગાવી દીધો. છતાં પણ રજત મને ચાહે છે. આટલું બધું થવા છતાં પણ રજત મને કેવી રીતના ચાહી શકે. ક્યાંક રજત મારી સાથે આ બધાનો બદલો લેવા માટે તો ફાર્મ હાઉસ નથી બોલાવી રહ્યો ને." આવો વિચાર આવતાં જ મેહા ડરી ગઈ હતી.
પણ પછી વિચાર્યું કે "નહીં રજત ક્યારેય મારી સાથે આવું નહીં કરે. રજત પર મને વિશ્વાસ છે."

બીજા દિવસે રજત અને મેહા રિહર્સલ હૉલમાં બેઠા હતા. રજતની નજર મેહા પર હતી. રજત મેહાની બાજુમાં જઈ મેહાની કમર પર હાથ રાખી બેસી ગયો. રજત જ્યારે પણ મેહા પર નજર કરતો કે મેહાને ટચ કરતો ત્યારે મેહા ઝડપથી શ્વાસ લેવા લાગતી.

રજત:- "હું ફાર્મ હાઉસ જવા માટે બહું એક્સાઈમેન્ટ છું. ખબર નહીં ક્યારે રવિવાર આવશે અને ક્યારે હું તારા શરીરના દરેકેદરેક અંગને સ્પર્શ કરીશ."

મેહા:- "રજત..."

રજત:- "શું થયું? શરમ આવે છે?"

મેહા રજતને વળગી પડે છે. રજત પણ મેહાને પોતાની બાહોમાં લઈ લે છે.

મેહા:- "રજત એક વાત પૂછું?"

રજત:- "બોલ..."

મેહા:- "ધારો કે હું તને મારું સર્વસ્વ ન સોંપી શકું તો?"

રજત:- "તો હું માની લઈશ કે તું મને લવ નથી કરતી."

મેહા:- "રજત મને તારી આવી વાતોથી હર્ટ થાય છે."

રજત:- "મને પણ હર્ટ થાય છે જ્યારે તું મારા પર વિશ્વાસ નથી કરતી."

મેહાને આગળ શું બોલવું તે સમજમાં ન આવ્યું.

થોડીવાર પછી રજતે કહ્યું "ચલ હવે જઈએ. લેક્ચરનો ટાઈમ થઈ ગયો છે."

બંને ક્લાસમાં જાય છે.

ક્રમશઃ