way to right qualification in Gujarati Letter by pankti solgama books and stories PDF | સાચા શિક્ષણ ના રસ્તે

Featured Books
Categories
Share

સાચા શિક્ષણ ના રસ્તે


અથૅપધાન સમાજ માં આજે દરેક વ્યકિ્ત નુ લક્ષણ સામાન્ય રીતે અથોૅ પાજન રહ્યુ છે જો બાળક ને પુછવા માં આવે કે,"તારે શુ બનવુ છે" તો તે તરત જ જવાબ આપશે "ડૉક્તર" કારણ કે તેને ડૉક્તર ની વૌભવી જીંદગી જોઈ છે., જાહોજલાલી અને સુખસાહેબી જીંદગી જોઈ છે! વૈભવી જીવન જીવવુ તે કોઈ અપરાધ નથી, પરંતુ હા, ડૉક્તર બની ને ગરીબો ની સેવા થઈ શકે, દવા આપી દુવા મેળવી શકે, તેવા વિચારો બાળકો ના કુમળા માનસ માં ભાગ્યે જ રોપાયા છે! જેટલી વધુ ઊંચી ડિગી્ ઓ એટલી વધુ કમાણી એવુ આજનો વિઘૅાથી વિચારે છે એટલે આજના વિધાથીૅ ને મને કેળવણી એટલે "કમાણી" છે! જે વધુ સારુ ભણસે તે વધુ કમાણી કરશે વધારે સુખ સાહેબી ભોગવશે એવુ માની લીધુ છે.


આજે પુસ્તક ના બે પુષ્ઠ વચ્ચે ના પાનાં, વગૅખંડ ની ઉચ્ચીં દીવાલો વચ્ચે દેવાતુ જ્ઞાન કે કમ્પ્યુટર ના ટચૂકડા પડદા મારફતે અપાતુ શિક્ષણ એ માત્ર માહિતી છે. કેરીયર બનાવવા માટે તે માહિતી ને "કુરીયર" બનાવી ને રહે છે. આજ ના સમય માં અદદૄતન ટેકનોલોજી ને કારણે વિધાથી ઓ ઘર બેઠા શિક્ષણ મેળવતા થયા છે. અને બહાર ની વિશાળ દુનિયા સાથે સહેલાઈ થી સંપકૅ સાધી શકે છે. પરંતુ ઘર ના ચાર સભ્યો વચ્ચે અંતરનેટ કનેકશન નથી. પોપટીયા કે પુસ્તકિયા જ્ઞાન થી તે આજીવન માત્ર "momey making machine" બની ને રહે છે.
પહેલા ના જમાના માં ભણેલા ની સંખ્યા ઓછી હતી.પરંતુ ભણેલા ની સાથે સાથે એ લોકો "ધડેલા" હતા. ભણતર દરમિયાન એ લોકો નુ ઘડતર પણ થયેલુ હતુ. ઓછીજરૂરીસાત વચ્ચે તેઓ સંતોષી અને સુખી જીવન જીવતા હતા. ઈન્ટરનેટ કે મોબાઈલ ની સગવડો ન હતી. પરંતુ અંતર અંતર વચ્ચે સબંધ અંતરીયાળ હતા. લોકો જીવન ને સાચા અથૅ માં જીવતા હતા, સંયુક્ત પરિવાર માં એક જ ચૂલે પકાવેલી રસોઈ ધર ના બધા જ સભ્યો સાથે મળી ને જમતા અને તૃપ્તિ નો ઓડકાર ખાઈ શકતા હતા. સમાજ માં વૃધૄાશ્રમો કે નસૅરી ઓ ન હતી. શહેર કે ગામડા ના ધુળિયા રસ્તા પર વૃધૃો અને બાળકો ટહેલતા દેખાતા હતા.


આજે સાક્ષરો ના બનેલા સમાજ માં લગબગ છેદ જ ઊડી ગયો છે! અવિવેકી કે તોછડુ વતૅન કરવુ, જાહેર માં થૂકવુ, પડીકી ખાઈ મે કચરો ગમે ત્યાં ફેકવો, ડીસ્કો, ડી્ન્ક અને ડ્‍ગ્સ લઈ ને "ઉંચે લોગ ઉંચી પસંદ" માની વ્યવહાર માં વણી લીધી છે. આજે સમાજ ની ફોટોગા્ફી જ સુંદર છે, પરંતુ સમાજ ની સોનોગા્ફી એટલી ભયંકર બિહામણી અને શરમજનક છે! સમાજ માં જે રીતે અપમૃત્યુ ના બનાવો, છૂટાછેડા ના કિસ્સા, બાળલગ્નો, દીકરા દીકરી વચ્ચે નો ભેદ દહેજ, વહેમો, અંધૃશ્રદૄા, ભ‍્ષ્ટાચાર જોવા મળે છે તો શિક્ષણ ના ફેલાવા સામે પડકાર ફેકે છે સમાજ માં Knowledge based Education, Information based Education, કે Memory based Education ને સ્થાને Understanding based Education, Values based Education, Quality based Education ની જરૂરીયાત ને વાંચા આપે છે,
ગાંધીજી ના મતે-
સિંદૅાત વિહીન રાજકારણ,
વિવેક વિહીન સુખ,
ચરિત્ર વિહીન શિક્ષણ,
સંવેદન વિહીન વિજ્ઞાન,
વૈરાગ્ય વિહીન ઉપાસનાય,
સદાચાર વિહીન વેપાર,
આ સાત સામાજીક પાપ છે કેળવણી ના ઘાટ પર જ્ઞાનગંગા માં ડૂબકી મારી ને જ આ પાપ ને ધોઈ શકાય છે. કેળવણી જ તન અને વતૅન નુ જતન કરવાનું શીખવાડે છે, વતૅન માં પરિવતૅન લાવે છે, કેળવણી પ‍્કૃતિ ને પ‍્સરાવે છે. વિકૃતિ ને વિસરાવે છે અને સંસ્કૃતિ ને સાચવે છે કેળવણી જ સદગુણો ને ખિલવે છે, કેળવણી થી જ "સૌજન્ય ના પરબો" બંધાય છે "માણસાઈ ના દીવા" પ‍્ગટે છે, "માનવતા ની મહેક" પ‍્સરે છે.
માનવી જે સાધન પ‍્ણાલી થી જ્ઞાન પા્પ્ત કરે છે તેનુ નામ જ શિક્ષણ છે....? માનવી ને માનવતા ના બિજ શિક્ષણ દૄારા જ રોપવા માં આવે છે અને શિક્ષક વિધૄા અને સત્કાયૅ ની પે્રણા આપનાર છે. સાચા અને શ્રેષ્ઠ શિક્ષકો જ વિધૄાથૅી ઓ ના જીવન વિકાસ ના પ‍્ણેતા હોય છે. એનુ શ્રેષ્ઠ ઉદાહરણ પણ આપણા પાસે છે, "વિષ્ણુગુપ્ત (ચાણ્કય) એ ચંદૄગૃપ્ત ને શ્રેષ્ઠ કેળવણી, ઘડતર અને જ્ઞાન થી સમા્ટ બનાવ્યો. જ્ઞાન નુ પરિણામ ગુણ કે ચરિત્ર્ય માં આવવુ જોઈએ. એવુ ગી્ક ના એક તત્વ ચિંતક સોકેટિસ કહે છે-
"જ્ઞાન એ જ સદ‍્ગુણ છે, સાચુ જાણનારો માણસ સારુ જ વતેૅ સારુ વતૅનારો માણસ જ સૌને પિ્ય હોય છે."
ઉકરડો આપોઆપ વઘે છે,અને બગીચા ને વિકસાવવા મહેનત કરવી પડે છે. એમ કુંસંસ્કાર તો આપોઆપ વધે છે ખરી મહેનત તો સુસંસ્કારો ને વિકસાવવા માં પડે છે. કેળવણી, ધડતર, અથૅપ‍્ધાન અને અથૉપાજન ના સંયોગ થી જે જ્ઞાન આપવા માં આવે તે જ સાચુ શિક્ષણ!
-પંકિત સોલગામા