Astitvanu ojas - 7 in Gujarati Fiction Stories by Dharvi Thakkar books and stories PDF | અસ્તિત્વનું ઓજસ - 7

Featured Books
Categories
Share

અસ્તિત્વનું ઓજસ - 7

પ્રકરણ ૭


અચાનક જ રૂમનો દરવાજો ખુલવાથી રૂમમાં બેઠેલી ત્રણેય વ્યક્તિ ચોંકી. સામે સુમન બહેન પૂજા ની સાથે રૂમ માં પ્રવેશ્યા તેમને જોઈ રાધિકા અને નેન્સી ઊભા થયા. હજુ તે બંને કંઈ આગળ વિચારે તે પહેલાં રીંકલ વિઝળી ની ઝડપે ઊભી થઈ અને પૂજા ભેટી પડી.
“ ભાભી સોરી, મારાથી શું ભૂલ થઈ કહોને… તમે કેમ” તે પૂજા ને ભીંસી ને રડી રહી હતી. પૂજાની આંખ માંથી પણ બે આંસુ સરી પડ્યાં.
“ ભૂલ તારી નથી મારી છે બેટા હું જ મારા દુઃખમાં એટલી ખોવાઈ ગયેલી કે મને તારો વિચાર જ ના આવ્યો પૂજાએ તેની સાડીના પાલવથી રીંકલ ના આંસુ લૂછ્યા અને કહ્યું “ આઈ પ્રોમિસ, આગળથી આવું નહીં થાય”
રીંકલ એ પૂજા નો એ હાથ પોતાના એક હાથથી એમજ ગાલ પર પકડી રાખ્યા. તેણે પણ પૂજાના આંસુ લૂછ્યા. આ બધું ત્યાં ઊભેલ જોઈ રહ્યા હતા પણ તેને રોકવા કોઈની હિંમત ચાલી નહીં આખરે એ નેન્સી એ પૂજા તરફ જોઈને... પૂછ્યુ. “ભાભી ડોલ ક્યાં રાખી છે ?”

પૂજા તેની તરફ પ્રશ્નાર્થ નજરે જોઈ રહી.
“ ના આ તો ખાલી પૂછ્યું કે તમે બંને આટલું બધું રડવાના હોઈ તો પછી અહિંયા પૂર આવે એ પહેલાં ડોલ લઈ રાખું ને” નેન્સી ના આ મજાક થી વાતાવરણ થોડું હળવું બની ગયું.

સુમન બહેન એ પણ પૂજાના હસવાથી સહેજ રાહત થઇ.
“ હેં આન્ટી તમે કંઇક કહેતા હતાં ને..?” નેન્સી એ સુમન બહેન તરફ જોઈને પૂછ્યું
“ હા એ તારા માટે નથી ખાલી રીંકલ અને પૂજા બંને માટે છે” દિવ્યા બહેન પાછળ થી આવી અને બોલ્યા
“ પણ શું એ તો કહે મમ્મી”
“ રાધિકા રોજ તને ફોન કરીને ઉઠાવતી હતી કાલે તને રૂબરૂ ઉઠાવશે ” આટલું સાંભળી નેન્સી ઉછળી પડી.
" એનો મતલબ એમ કે હું અને રાધિકા બંને આજની રાત અહીંયા જ સૂવાના છીએ ... બરાબર "
તેણે તરત જ રાધિકાના ગળામાં હાથ પરોવી અને જોરથી બોલી
"તો... તો મજા પડશે ને આજની રાત જાગરણ એ પણ વગર જયા-પાર્વતીનું " રાધિકાના ચહેરા પર અનેક ભાવ ભેગા હતા તે સુમનબેન ની જોઈ રહી સુમનને પણ ઇશારાથી જ સહમતી આપી. તેથી રાધિકા પણ ખુશ થઈ આ સાંભળી પૂજા અને રીંકલ પણ ખુશ થઈ ગયા.

દિવ્યાબેન બોલ્યા “ ચાલો આપણે જઈશું મોટીબેન..?”
“ હા " તેમને દિવ્યા બહેનને ઉત્તર આપ્યો દિવ્યા બહેન ચાલતાં થયાં. સુમન બહેન એ પૂજાના ખંભે હાથ રાખતા કહ્યું

" પૂજા તબિયત સાચવજે તારી દીકરા અહીં જ હું પણ કોઈ પણ કામ હોય તો મને ફોન કરી દેજે."
" રાધિકા પ્રેમ નથી એટલે તને મૂકી જઉં છું ધ્યાન રાખજે બંનકંઈ પણ હોય તો તેને ફોન કરજે” સુમન બહેન રાધિકા તરફ જોઈએ આટલું બોલી પાછળ ચાલ્યા ગયા તેમના ગયા પછી રિંકી અને નેન્સી બન્ને હાથ પહોળા કરીને એકબીજાને ગળે લગાવ્યા.
“ રાધિકા દીદી તમને ફાવશે તો ખરા ને અહીં સૂવાનુ…?” હું ખરેખર દિલગીર છું આજ મારે લીધે તમારે …” હજુ એ આગળ બોલે તે પહેલાં જ રાધિકા એ તેમને અટકાવી દીધા.

“ ભાભી તમે મને બહેન ગણો છો તો પછી શું કામ દિલગીરી અનુભવો છો. પ્રેમ મારા પણ ભાઈ છે હું એમજ એમને ભાઈ નથી કહેતી માનું પણ છું તો પછી તમે તો મારા ભાભી થયાં ને અને રહી વાત સૂવાની તો તમારા જેવા ભાભી અમારી પાસે હોઈ તો પછી મને શેની ખોટ” રાધિકાએ પૂજા તરફ જોઈને કહ્યું
“ ભાભી તમે રાધિકા ને અગવડ નું પૂછ્યુ ... મને નહી હં” નેન્સી એ કહ્યું
“ ના નેન્સી દીદી તમે પણ કહોને તમને ફાવશે અહીં સૂવાનું નહીતો ચાલો અમારા બેડરૂમ માં ત્યાં ડબલ બેડ છે તમને એ.સી. ચાલુ કરી આપું ..?”

“ અરે બસ બસ ભાભી ચિંતા નહિ કરો આટલી હું તો એમ કહેતી હતી કે… આજની રાત અમારા ત્રણ માંથી કોઈ પણ સૂવાનું નથી. હેં ને રાધી ...?" તેણીએ રાધિકા સામુ જોયું સામે રાધિકાએ પણ હકારમાં માથું હલાવ્યું. તેણી એ રીંકલ સામે જોયું અને બંને એક જ સૂર માં બોલ્યાં “ આજની રાત મોજની રાત” આટલું સંભાળ્યા પછી પૂજા ના ચહેરા પર રાહત નું સ્મિત આવ્યું.
મને તો એમ કે…
" ભાભી તમે આરમ કરો હવે થાક્યા હશો" રાધિકા એ બંનેને વરચે જ અટકાવીને કહ્યું

"હા દીદી પણ રીંકલના થોડાં દાખલા બાકી છે. કાલે આમ પણ એ લોકોને સ્કૂલે બોલાવ્યા છે" પૂજા એ કહ્યું

“ભાભી હવે તમે ચિંતા નહિ કરો હું કરી લઈશ” રીંકલ બોલી.

“ યેસ ભાભી …, આજ કી રાત હોના હૈ ક્યા લિખના હૈ સબ સૌના નહિ. આમ પણ રાધિકા અહીંયા જ છે બધું એની પાસે જ ભણી લઈશું "

“ તો હું પણ જાગીશ રાધિકા દીદી થોડી રોજ રોજ હાથ માં આવના છે... આજ ની રાત પાર્ટી બરાબરને ... ” પૂજા એ તેની હથેળી સામે ધરી ત્યાર પછી નેન્સી એ તેની પર હથેળી મૂકી ત્યાર પછી રીંકલે તે ત્રણેય રાધિકા ને જોઈ સામે જોઈ રહ્યાં.
“ અરે હું તો હોવાની જ ને " તેને પણ એમાં હાથ મૂક્યો.

" પણ ભાભી મને તો પહેલાં ભૂખ લાગી છે... મે સાંભળ્યુ છે કે અમારા ટીચર ને એકાઉન્ટ ની સાથે સાથે નૂડલ્સ પણ સારા બનાવતાં આવડે છે ... " નેન્સી એ કહ્યું

" નેન્સી નૂડલ્સ તો મારા ભાભી પણ બહું ટેસ્ટી બનાવે છે હાં ... હેં ને ભાભી" રીંકલ એ કહ્યું

" તો હો જાયે ... આજ " રાધિકા અને પૂજા બંને એક બીજાની સામે જોઇને હસી પડ્યા.

પૂજાને જોઈને રીંકલ ખૂબ ખુશ હતી. હવે તેમને જોઈને એવું લાગતું ના હતું કે તે અનહદ રડી હશે.
“ રીંકલ નેન્સી દીદી તારો નાઈટ શૂટ આપી દે તમે બંને ચેન્જ કરો હું રાધિકા દીદી માટે કાઢી આપું અને હા ત્યાર પછી ભણવા બેસો હું ત્યાં સુધીમાં નૂડલ્સ બનાવી આપું

“ ભાભી તમે ચેન્જ કરીલો મને ચાલશે... ચાલો, હું પણ તમને મદદ કરવું બનાવવામાં ”

“ ઓ હો તો તો ડબલ ટેસ્ટ આવશે આજ તો બે બે કિચન સ્ટાર અમારા માટે નૂડલ્સ બનાવવાના છે”

“ નેન્સી હવે તમે બંને જલ્દી કરો અને બુક્સ કાઢો” રાધિકા એ તેના ચોટલાનો અંબોડો વળતાં કહ્યું અને તે પૂજા અને પૂજા રસોડાં તરફ ચાલવા લાગ્યા આ બાજુ જોર શોર થી રાત ની પાર્ટી ની તૈયારીઓ ચાલી રહી હતી બીજી બાજુ દિલ્લી માં એક છોકરો પલંગ ની ધાર પર લમણે હાથ દઈ અને બેઠો હતો. બીજા ચાર છોકરા તેને ૨ કલાક થી સમજાવા મથી રહ્યા હતાં. અંતે તે કંટાળી અને જોર થી બોલ્યો “તમે લોકો જાવ હું નથી જ આવનો”
“ ઓહ્ કમ ઓન રેયાંશ તને વાંધો શું છે આપણે ખાલી ત્યાં થોડી મસ્તી કરવા જ જઈએ છીએ અને આમ પણ રેગીંગની શરૂઆત એમણે જ કરેલી… ખોટા લેક્ચર નું બહાનું કાઢીને આપણને કેવા ભોંઠા પાડ્યતાં ભૂલી ગયો તું ? સિનિયર આપણે છીએ... એ લોકો નહિ... તેનું ભાન તેમને કરાવું જોશે” સમીર રેયાંશ ને આગ્રહ કરતો રહ્યો અંતે તેને હા પાડવી જ પડી

“ હા સારું પણ મારૂ નામ ક્યાંય પણ આવવું જોઈએ નહિ હું પરવાનગી અપાવા સિવાઈ ના કોઈ પણ પ્લાન માં તમારો સાથ આપવાનો નથી. આટલું બોલી અને તે ચેન્જ કરવા જતો રહ્યો." સમીર એ રૂમ ની બહાર આવ્યો અને વિજય નું સ્મિત ફરકાવ્યું તેમના રૂમ ની બહાર ૨૦ થી ૨૫ જણા નું ટોળું ભેગું થયેલું સમીર ના બહાર આવતાં જ તે ટોળા એ સમીર ને તેડી લીધો. રેયાંશ પણ બહાર નીકળ્યો તેને જોઈ ટોળાં નો ચિચિયારીઓ શમી ગઈ. વ્હાઈટ શર્ટ અને બ્લ્યુ ડેનિમ માં તે હેન્ડસમ લાગી રહ્યો હતો. તે પાછો ફર્યો અને રૂમનો દરવાજો બંધ કર્યો અને ફરી ચીસો શરૂ થઈ ગઈ. ચાર માળ નું આ હોસ્ટેલ માં આમ તો કોઈ એક બીજાને ઓળખતું પણ નહિ પરંતુ અહીંનો બીજો માળમાં બધાં એક બીજાને સારી રીતે ઓળખતાં. આ ફ્લોર પર આઠ રૂમ હતા અને બધાં રૂમ માં બે છોકરા રહી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તે ફ્લોર પર રહેતા બધાં છોકરાઓ માસ્ટર ડીગ્રી ના છેલ્લાં વર્ષ માં હતા કદાચ એટલે જ આટલી મૈત્રી બાંધણી હશે. તે બિલ્ડિંગ થી દસેક ફૂટ છેટું બીજું બિલ્ડિંગ હતું. જે છોકરીઓ માટેનું હોસ્ટેલ હતું તેમનો આ વર્ષ નો નવો બેચ આવ્યો ત્યારે તો છોકરાઓ એ શરૂ શરૂ માં બહું હેરાન કર્યા હતા. તેનો બદલો લેવા છોકરીઓ એક આખા દિવસની ગેર હાજરી પુરાવી હતી તેમનાં સિનિયરઓ ની તેનો બદલો લેવા અત્યારે તેઓ બધાં ગર્લ્સ હોસ્ટલમા જઈ રહ્યા હતા. બધાં એ તેમની બેડ શીટ્સ બેગ માં છુપાવી લીધી હતી જેથી ત્યાં કોઈ ઓળખે નહિ આ પ્લાન નો માસ્ટર માઈન્ડ કાર્તિક હતો પરંતું તે સમીર ના સાથ વગર કશું જ કરી શકે તેમ ના હતો. ચાલતાં ચાલતાં તેણે તરત જ સમીરને કોણી મારી અને ધીમેથી કહ્યું.

"તે રેયાંશને કહ્યું તો છેને કે વોર્ડન સાહેબ ને શું કહેવાનું છે "

“ તું ચિંતા નહિ કર આપણો હીરો ક્યાંય પાછો પડે એમ નથી, તું જોતો જા હમણાં આપણો ચોકલેટી બોય કેવી રીતે પીગળાવશે ” સમીર એ કહ્યું
“હા પણ બારે કેવી રીતે કાઢશે તે બધું કીધું છે “ તે હજી આગળ પૂછે તે પહેલા રેયાંશ વોર્ડન સાહેબ પાસે પહુંચી ગયો હતો.

“ મે આઈ કમ ઈન સર “ કાચ નો દરવાજો ખોલી અને રેયાંશ બોલ્યો. વોર્ડન સાહેબની ઓફિસ અંદર પ્રવેશ્યો.તે ઑફિસ ની અંદર પ્રવેશતાં જ સામે એમનું ટેબલ દેખાઈ રહ્યું હતું અને તેની સામી બે પ્લાસ્ટિક ની ખુરશીઓ ગોઠવેલી ટેબલ ની પેલી બાજુ એ લાકડાની ખુરશી પર એક જણ બેઠો હતો. તેની ફાંદ ને જોતાં એવું લાગતું કે શર્ટ ના બટન ગમે ત્યારે ફાટશે, રેયાંશ અંદર ગયો. તેને ફરી કહ્યું “ સર” રૂમ માં તેના નસકોરાં ચારે બાજુ ગુંજતા હતા તેટલી નીરવ શાંતિ હતી જો કે ટેબલ ખુરશીઓ અને એક લોખંડના કબાટ સિવાય અહીંયા કોઈ ફર્નિચર ના હતું. બહાર આખું ટોળુ રાહ જોઈ રહ્યું હતું. કાર્તિક અને સમીર પણ રેયાંશની પાછળ અંદર આવ્યા કાર્તિક તેને જોઈને હળવેથી બોલ્યો
“ જાડિયો ઊંઘે છે તો હાલોને” રેયાંશે તીખી નજરે તેની સામે જોયું અને તે દાઢી ખંજવાળતા ખંજવાળતા આમ તેમ જોવા લાગ્યો. સમીર રેયાંશ ના ખંભે હાથ રાખ્યો ને અને એનું કામ કરવાનું કહ્યું.
“ ચૂપ મરને કતિયા “ સમીર કાર્તિક તરફ જોઈને કહ્યું. રેયાંશે આજ વખતે થોડા ઊંચા અવાજે કહ્યું “સર”
ખુરશી પર બેઠેલો માણસ ઊંઘ નથી જાગ્યો તેનાં જાડા કાચ ના ચશ્માં ઠીક કર્યા અને રેયાંશ સામે નીરખીને જોઈ રહ્યો પછી થોડું ગળુ ખંખેરી ને બોલ્યો “ ક્યાં કામ હે તેરેકો”

“કુછ નહીં સર ગુપ્તા સર ને બુલાયા થા આજ રાત કો, ડીફીકલ્ટી સોલ્વ કરને કે લિયે”

“ અરછા ઠીક હે તો ફિર જાઓ” એટલું કહ્યું અને ત્રણેય ત્યાં થી ચાલતાં થયાં. ફરી કશુંક પૂછવાનું રહી ગયું હોય તેમ તેણે કહ્યું “ તુમ સબ જા રહે… હો ? “

રેયાંશે પેલા સાહેબ તરફ મોં ફેરવ્યું અને કહ્યું “ હાં સર “

“ ઠીક હૈ તું સાથ મે હો ઇસી લિયે હાં બોલ રહાં હું” તે આટલું કહી અને ફરી નસકોરાં બોલાવવા માંડ્યા. તે ત્રણેય જણાં બહાર નીકળ્યાં ત્યારે આખા ટોળાં ને હાશકારો થયો બધાં ની વરચે જઈ રેયાંશે કીધું “ તમે લોકો પહુંચો હું ગુપ્તા સર પાસે જઈ અને આવું છું હું ત્યાં પેલી પાછળ ની દીવાલ પાસે જ ઊભો રહીશ.”

“ હા એબસન્ટ તો અમારી પુરાણી છે તારા પર તો આમ પણ બધાં પ્રોફેસરો ખુલ્લા દિલે માર્ક્સ વર્ષાવે છે તારે અમારી સાથે આવવાની શી જરૂર” કાર્તિક એ સહેજ દાણો દબાવી જોયો અને પણ ખબર હતી કે જે કામ માં રેયાંશ સાથ આપે છે તે કામ બહુ સારી રીતે થાય છે તે પછી ભણવાનું હોઈ કે રખળવાનું. રેયાંશ ના પ્લાન આજ સુધી ફેલ નથી ગયાં.

“મને છોકરીઓ ના લફરાં માં પડવું પોસાય એમ નથી. સમજાયું... “ તે એટલું બોલી અને ત્યાંથી એવી રીત ચાલ્યો જેમ તેને કોઈ સાથે નિસ્બત જ ના હોય.
" ગજબ નો માણસ છે નહિ " ટોળાં માંથી કોઈ એક જણ બોલ્યો કાર્તિક એ તેનો વળતો જવાબ આપતા કહ્યું “ આજ ભી તો કાલ આના માટે બૈરું તો હું જ શોધીશ” તેને સમીર સામે જોઇને આંખ મારી. "તું એનું બ્રહ્મચર્ય પછી તોડાવજે પેલા અત્યારે બધાં એ રૂમ માંથી ચાદર લીધી છે કે નહિ એ પૂછ બાકી ઓળખી લીધા કે આપણે લોકો છીએ તો આવી બનશે."

“ લઇ જ લીધી હશેને” હેં ને ભાઈ લોગ …? કાર્તિક એ બધાંને અંગૂઠો બતાવ્યો સામે જવાબ માં પણ બીજા. બધાં એ અંગૂઠો બતાવ્યો. સમીર એ ટિપિકલ અમદાવાદી સ્ટાઈલ માં કહ્યું “ હેંડો ત્યારે પાછળ ની પાળી ઠેકી ને જવાનું છે હોં કે “ તે બધાં મેઈન ગેટ તરફ થી નીકળી અને પાછળ ની ગલી તરફ ચાલતાં હતા.

બહુ મોટું કેમ્પસ હતું ડી.જે. કોલેજનું જેમા ઇજનેર શાખાનું દરેક પ્રકારનું ભણતર શીખવવા માં આવતું તે સિવાઈ ૨ વર્ષ માટેના ફેશન ડીઝાઈનીંગ કોર્સ પણ ચાલતાં હતા. ખાલી વિદ્યાર્થીઓ માટે નહિ પરંતુ પ્રાધ્યાપકોના રહેવા માટે પણ અહીં અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી. કોલેજ આગળ ના ભાગ માં હતી અને પાછળ ના ભાગમાં આ બંને હોસ્ટેલો બાંધવા માં આવ્યા હતા કૉલેજ અને હોસ્ટેલની વરચે ખાસ્સુ મોટું મેદાન રાખવામાં આવેલું હતું. આ બંને હોસ્ટેલ થી થોડાં અંતરે પ્રાધ્યાપકો માટે ક્વાર્ટર બાંધવામાં આવ્યા હતા અને તેની જ બાજુમાં બે નાના એવા હોલ બનાવવામાં આવ્યા હતા જોઈ કોઈ પ્રાધ્યાપક રાતના ભણાવવા ઇરછે તો તે ભણાવી શકે. જો કે તેનો ઉપયોગ ગુપ્તા સાહેબ સિવાઈ કોઈ કરતું નહિ. અત્યારે પણ તેઓ તે હોલ માં બેસી અને ચોપડીઓ વાંચી રહ્યાં હતાં.

રેયાંશે હોસ્ટેલ છોડતાં પહેલાં જ તેમને ફોન કરેલો. માટે ગુપ્તા સાહેબ એ પહેલે થી જ બે કપ ચા નો ઓર્ડર આપી દીધો હશે એવું રેયાંશે ટેબલ તરફ આગળ વધતાં વિચાર્યું. આ બધું ચાડી ખાતું હતું કે પોતે સાહેબ નો કેટલો લાડકો છે.

“ સર વો “

“ પહેલે તું બેઠ તો સહી ચાય પી ફિર આરામ સે બાત કરતે હૈ” રેયાંશે ચા નો કપ મોઢે માંડ્યો અને ગુપ્તા સાહેબ પણ ચા પી રહ્યા હતા એમની ધ્યાન હજીએ બુક્સ માં જ હતું.


( ક્રમશઃ )