vidhva hirali - 2 in Gujarati Fiction Stories by ભૂપેન પટેલ અજ્ઞાત books and stories PDF | વિધવા હીરલી ભાગ ૨

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

વિધવા હીરલી ભાગ ૨

(આગળ ના ભાગ માં જોયું કે વરસાદ ન પડવા થી આખું ગામ ચિંતિત છે અને મુખી ભગત ને બોલાવે છે તો ભગત માતા કોપાયમાન થઈ છે એવું કહે છે તો આખું ગામ વિધવા હીરલી ને દોષ આપે છે.......)

(૨) લાખાનુ બલિદાન....
ગુસ્સામાં લાલ ગુમ થયેલી આંખો થી અગનજ્વાળા વરસી રહ્યો હતો, લાકડી ની સાથે પગના એ પડગમ રસ્તા પર એવા પડતા હતા કે ધરતી ધ્રૂજતી હોઈ, સોમજીમુખી અને આખું ગામ હીરલી ના ઘર તરફ વાવાઝોડા ની માફક ધસી રહ્યું હતું.

" લાખો તો ગજાવાન હતો, ક બાપુ હામે, જરા પણ પાછી પાણી ન્હોતી કરી"
" લાખાની હિંમતની તો દાગ દેવી જોઈએ , એને જે ગામ માટે કર્યું એવું તો કોઈ ન કરી શકત"
પવનના મોજાં ની સમ વેહતા ગામના બે ચાર મનખો વાતો કરતા કરતા હાલી રહ્યા હતા.એમની ભેરુ હાલતાં છૂરાઓ ને લાખા વિશે વધુ જાણવાની જીજ્ઞાસા ઊભરાણી.
" બાપા લાખો કૂણ હતો? અન એમને હું કર્યું હતું ગામ માટ??? " ઊંડા શ્વાસ લઈ ને છોરું બોલ્યું.
" લાખાની વાત હજુ વધુ કો'ને , બાપા. "
એ છોરાની ટોળકી ને લાખા ની વાતો મા રસ જાગ્યો.ભીખો બોલ્યો,
" બધા કાન દઈન હાંભરો. આજ થી બાર વરહ પેલાની વાત સ. હમીરપુર માં જુવાનસિંહ નામના બાપુ એ આપની આજુબાજુ ના દહ ગોમ પર એનું રાજ સાલતું હતું.બાપુ એટલે મૂછો તો એમની લાજ હતી, માથે પાઘડી પગમાં મોજડી અને કેરી તો તલવાર લટકતી હોઈ. ઈમનો રૂઆબ તો એવો હતો ક ભલભલા એમની હામે થથડી જાય.બાપુ ની હામે દહ ગામ ના બધાજ મનખો એમની હામે બોલી તો શું માથું ઊંચું કરીને જોઈ પણ ન શક.

પેલા એવો નિયમ હતો ક આપના હેતર માં જે ધાણ પાક ઇમોથી ચોથો ભાગ બાપુ ને લાગો આપવો પડતો હતો.
' બાપા, આ લાગો વળી શું સ?'

' લાગો એટલ કર, વેરો . પણ બાપુ ચોથા ભાગ થી પણ સંતોષ નહોતો માનતો. બહુ લોભીઓ અને લાલસી હતો. એના ત્રાસ આખા દહ ગામમાં બહુ જ વધી ગ્યોતો. પણ, કોઈ મનખા ની મજાલ ન્હોતી કે બાપુ હામે બોલી શક. એમન એમ થોડા વરહ હાલતું રહ્યું.

' બાપા, પછી હું થ્યું? '

" સૂરજ પોતાના અંતિમ કિરણ થી ધરતી પર પ્રકાશ પાથરી રહ્યું હતું, પંખીઓ નભમાં કિલ્લોલ કરતા પોતાના માળા તરફ ભણી રહ્યા હતા, મંદિરમાં ભગવાનની ઝાલર વાગતી હતી, ગોવાળિયા ગાયો ભેહોં ને ખીલે બોધી રહ્યા હતા.તારી માં સંતુ ચૂલા પર આંધણ મૂકતી હતી, એવી જ વેરા એ પાદરમાં ઢોલ વગાડ્તો વગાડતો , જોર જોર થી બૂમો પાડતો આવતો હતો ક ,

'હમીરપુર ના બહાદુર, શૂરવીર અને પરાક્રમી બાપુ જુવાનસિંહ એ ઢંઢેરો પીટાવ્યો સ કે હવે લાગો , તળાવના પાણી નો પણ ભરવો પડશે.જે પાણી વાપરસે તેણે તળાવના વેરા સાથે , જે ધાણ પાકે એનો અરધો ભાગ બાપુ ના કોઠારે જમા કરાવવો અને જે નહિ આપે એને પાણી વાપરવા નહિ મળે. ......

આવું હાંભરીને આખું ગામ દોટે સર્યું અન ગામના ચોકમાં આવી ને ભેગુ થયું.બધા અંદરોઅંદર ચર્ચા કરી રહ્યા હતા એવામાં શિવો બોલી ઉઠ્યો,
" મથીન ખાવા જેટલું અનાજ પાક સ , વળી એમાંથી પણ બાપુ પડાવી લેવા માંગ સ."
' હા, હવ તો હદ વટાવી સ બાપુએ, પણ બાપુની હામે કોણ થાય? ' રામજી પણ પોતાની હૈયાવરાળ બહાર કાઢે સે.

' આંમ બધા અહીંયા હોબાળો કરો સો પણ બાપુના હામે તો જમીનમાં મૂઢું ગાલી ન ઉભા રહી જાવસો.' જુસ્સામાં લાખો બોલ્યો.....
' લાખાભઇ, બીવું જ પડ ક બાપુ થી, એ તો ગોળીએ દેતા ક્યાં વાર કર સ.?

' પોતાના હક માટ લડવામાં ગોળી ખાવી પડ તો ખાઈ લેવાની પણ હક લઈને જ રે ' વા નો ' લાખો ગામનું જોમ વધારવા સ.

' કાલ તળાવનું પાણી , આ લાખો કોઈ પણ જાત ના લાગો દીધા વીના જ વાપરહે. બાપુંને જે કરવું હોય તે કરી લે.' લાખો બોલી ને પોતાના ઘર તરફ વયો જાય સ.

લાખાની વાતને કોઈ કાન પર નહિ ધરતું, અન લાગો ભરવાનો નક્કી કરે છે.એવામાં એક ગુપ્તચર બાપુ સુધી વાત પોહચડી દે છે. બાપુ પોતાની મૂછ પર તાવ દેતા દેતા , "લાખો શેમનું પાણી વાપરસ એ હું પણ જોવું છું."......

આકાશના ઊંડાણમાં સૂર્ય આવવાના વધામણા કરી રહ્યા હતા, વાછરડાં પોતાની મા ને હાદ આપી રહ્યા હતા,પક્ષીઓ નભમાં લટાર મારી રહ્યા હતા, રાતની શીતર સમીર ની લહેર પરોઢિયામાં એનો સ્પર્શ તન ને ઊર્જા આપતો હતો.એવા માં લાખો અન પોતાની બાઈ હીરલી એક વરહના છોરા ન કેર માં બેહાડી ને ઢોર અને ધોરીદા હાથે તળાવ તરફ ભણી રહ્યા હતા. બાપુ ની તળાવ પર ઘુવડની જેમ નજર મંડાયેલી હતી.

લાખો અને હીરલી તળાવ નજીક પોહચ્યાં. બાપુ ને સંદેશો મળી જાય છે." જાવ આખા ગામ ને તળાવ પર ભેગુ કરો, અન કહેજો ક બાપુ લાખા ને ગોળીએ દેવાના છે ." રૂઆબ ભેર અટ્ટહાસ્ય કર્યું.

આખું ગામ ઘરને તાળું મારી ને , લાખાનું શું થશે એની અટકળો લગાવતુ ઉતાવળા પગે તળાવ પર પોહચી ગયું. બાપુ બંદૂક તાણી ને ઉભા હતા, લાખા ની નજર બાપુ ના અભિમાન અને લાલચ ને જોઈ રહી હતી.

" લાખા તુ ભાન ભૂલી રહ્યો સે,લાગો નહિ તો પાણી પણ નહિ જ"

" બાપુ, તળાવ તો ગામનું જીવનદાતા સ.એ તો ભગવાન ની મહેર સ. એના પર આખા ગામનો નો હક સ એટલે લાગો તો નહિ મળ." લાખો બાપુને આંખથી આંખ મિલાવી ને કહે સે.બાપુ નો પિત્તો ખસી જાય સ , ગુસ્સા થી આખો લાલગુમ થઈ જાય છે. કેમ કે એમના અભિમાન ને લાખા એ ઠેસ મારી હતી.
લાખો પોતાના ધોરિદા ને પાણી પીવડાવવા માટે તળાવમાં જાય છે , ' લાખા , હજી કહું સુ , હમજી જા , એક પણ ડગલું ભર્યું સે તો ગોળીએ દેવાશે.'
' બાપુ, ભલે મને ગોળી મારજો, પણ પાણી તો ગામનું સે અન ગામનું જ રેહસે .' હિંમત અને સાહસ ભેર લાખો તળાવ તરફ આગળ વધ્યો , એટલા માં ધડાક ધડાક અવાજ થાય છે. ઝાડ પર બેઠેલા પંખી ઓ ઉડી જાય છે ને લાખો ચિચિયારી કરતો નીચે પડે છે.
' અનથ થઈ ગ્યો..... ભારે અનથ થઈ ગ્યો, મારા ધણી ને ગોળીએ દીધો .... " કાળજું કપાતા અવાજ માં હીરલી લાખા ને બાથે ભરી લે છે. લાખાના શ્વાસ રૂંધાઇ છે અને પરલોક વહી જાય છે. બાપુ હામે જોઈને હીરલી,
" તળાવના પાણી નો લાગો નહિ જ મળે એટલે નહિ જ મળે, મને અને મારા છોરાને પણ ગોળીએ દે. પ્રાણ નહિ રહે તો પછી પાણી કે જીવવા ની પંચાત ક્યાંથી રેસે. જીવ સ ત્યાં હુધી ખાવા પીવાના વલોપાત સ. "
તળાવ નું પાણી ભરતા ભરતા ચોધાર આહુડા વહાવી રહી હતી, પાસ બેઠેલું છોરું પોતાના બાપ ને જગાડવા માટે નો પ્રયત્ન કરતું હતું.ગામ આખું રડી રહ્યું હતું. જાણે કે આકાશમાંથી વરહાદ વરહ તો હોઈ એમ દૃશ્ય પેદા થઈ રહ્યું હતું. એ દુઃખના આક્રંદ થી બાપુનું હ્રદય પીગળવા લાગ્યું. ત્યાર પછી બાપુ એ બધા જ કર, લાગો લેવાનું બંધ કર સ.
ખમીરવંતા લાખાના બલિદાન થી આજ દિન સુધી લાગો નથી આપવો પડ્યો અન બાપુ એ હજુ સુધી આપના ગામ તરફ નજર ઊંચી કરીને પણ નથી જોઈ.એવો હતો આપનો લાખો...

' બાપા, લાખો તો બહુજ બહાદુર અન સાહસી હતો, આપના ગામ માટે તો બહુ હારું કર્યું સ, તો કેમ એની બાઈ ને દંડ આપવા માટે આખું ગામ ત્યાં જઈ રહ્યું સ.' છોરાના દિલમાં સમાયેલું નિર્દોષ સત્ય બહાર નીકળી આવે છે. સામે હીરલી નું ઘર પણ દેખાય છે.
ક્રમશઃ. .............

________----------_________---------______