Premam - 7 in Gujarati Love Stories by Ritik barot books and stories PDF | પ્રેમામ - 7

Featured Books
Categories
Share

પ્રેમામ - 7

*વર્તમાન*

તુજે મિન્નતો મેં માંગા થા કમબખ્ત! તેરે જાને સે ફકીર બન ગયાં. કહેવાય છે ને કે, એક ઉત્તમ શાયર અને ગાયક બનવા માટે પ્રેમમાં દગો ખાવો જરૂરી છે. એજ રીતે એક સારો વ્યક્તિ બનવા માટે જીવનમાં ઠોકરો ખાવી પણ જરુરી છે. વિધિ! નામ તોહ, મારા મુખે થી હજાર વખત નીકળ્યો છે. દિવસમાં ચોવીસ કલાક હોય છે. અને એ ચોવીસ કલાક પણ વિધિને યાદ કરવા માટે કાફી નથી. મારું જીવન એ વ્યક્તિને મેં સમર્પિત કર્યું છે. એજ છે મારૂ જીવ. પરંતુ, ન જાણે કેમ? પણ કેટલાક અજાણ્યા લોકો મારા પ્રેમના વિરોધીઓ બનવા માંગે છે. એમાની આ એક ડોક્ટર લીલી પણ છે. સાલું કેટલીક વાર કહ્યું બે! આને કંઈ સમજાતું જ નથી. બે નથી જોઈતું તારું પ્રેમ. તારી ટ્રીટમેન્ટ પણ નથી જોઈતી. તું જા અહીંથી. મેં કેટલીક વખત આવા શબ્દો તેને સંભળાવ્યા. પરંતુ, એ મને છોડવા તૈયાર જ નથી. ઔર ક્યાં કરું? ફિર જીના છોડ દુ? એ પણ પ્રયાસ કરી જોયું. પરંતુ, ન જાણે કેમ? પરંતુ હું બચી ગયો. મેં કેટલીક વખત પ્રયત્નો કર્યા આત્મહત્યા કરવાના. પરંતુ, સાલા કા તો મારા મિત્રો વરચે આવી જતાં. અને કા તો આ ડોક્ટર લીલી વચ્ચે આવી જતી. માટે આજે શાયરી લખવાનું મૂડ થઈ આવ્યું છે. મને ખરેખર શાયરીઓ કે, લેખનથી કંઈજ લેવુદેવુ નથી. પરંતુ, આજ ખબર નહીં કેમ? પણ મારા હાથ ખુદબખુદ કલમ તરફ વધી ગયાં છે. એ પણ વિધિ માટે. જીવવું અઘરું છે એના વગર. જેને મેં હદ અને જીવથી પણ વધારે ચાહ્યું છે. મારા જીવનમાં મારી માટે બેજ ચીજવસ્તુઓ ઈમ્પોર્ટન્ટ છે. એક મારી કે.ટી. એમ. અને બીજી વિધિ! ખરેખર મને સિગારેટનુ એક કશ લેતાની સાથે જ વિધિની યાદ આવી જાય છે. હું ક્યારેક એની સામે પી લેતો. અને એ મને વઢતી. આ બધું ન કરવાની સલાહ આપતી. અને ત્યારેજ હું સિગારેટ જમીન ફર ફેંકી દેતો. ખૈર છોડો યહ સબ બતાને કા કોઈ ફાયદા નહીં હૈ. આ બધું તમને જાણ કરવાથી બધું જ પહેલાં જેવું થઈ જવાનું નથી.

********

"હેલ્લો. વિધિ? તમે વિધિ છો?" લીલીએ વિધિને ફોન પર પ્રશ્ન કર્યો.



"યા! બટ તમે કોણ?" વિધિએ ઉત્તર આપ્યો.



"જી હું હર્ષની ડોક્ટર બોલી રહી છું. આપનો થોડો સમય લઈ શકું ખરી?"




"હર્ષની ડોક્ટર! પ્લીઝ તમે મારી હર્ષ સાથે વાત કરાવી શકો ખરા? મને હર્ષને મળવું છે. હું ક્યારે આવી શકું? પ્લીઝ મને હર્ષને મળવાની પરવાનગી આપો. હું એના પ્રેમને સમજી ચુકી છું. પ્લીઝ. એક વખત જોઈ લેવાની પણ પરવાનગી આપશો! તોહ, મારી માટે ઘણી મોટી વાત કહેવાશે."




"જુઓ હું તમારી ભાવનાને સમજુ છું. પરંતુ, આ બાબત અશક્ય છે. કારણ કે, હર્ષની મેન્ટલ કંડીશન એકદમ નાજુક છે. તેને કોઈ પણ પાસ્ટની વાત યાદ દેવડાવવી એના જીવ માટે હાનિકારક સાબિત થશે. અને હું તોહ તેના મિત્રોને પણ અહીં આવવાની પરવાનગી આપતી નથી. અને તમે તો હર્ષના પ્રેમીકા છો. અને એની હાલત તમારા લીધે જ આવી બની છે. સો પ્લીઝ એક ફેવર કરો. હર્ષથી જીવનભર માટે દુર થઇ જાઓ. એ ફરી રિકવર કરી રહ્યો છે. અને જો તમે અહીં આવ્યા તોહ, એ તબાહ થઈ જશે. એ અંદરથી હચમચી જવાનો છે. પ્લીઝ એની ખાતર આ બધું કરો. પ્લીઝ."




"તમે આ શું કહી રહ્યા છો? એ મારી માટે કેટલો ઈમ્પોર્ટન્ટ છે એ તમને ખબર પણ છે? એની માટે હું તડપી રહી છું. હવે જો એની સાથે મારી વાત ન થઈ તોહ, હું મારું જીવ આપી દઈશ. પ્લીઝ મને હર્ષને મળવાની પરવાનગી આપો. જો એ શક્ય ન હોય તોહ, ફોન પર પણ વાત કરાવી દો. મને હર્ષનું અવાજ સાંભળવું છે. મારી માટે એ પણ મોટી બાબત બની જશે."



"જુઓ! હું તમારી ભાવનાઓ ને સમજુ છું. પરંતુ, આ શક્ય નથી. પરંતુ, એક કામ હું કરી શકું છું. તમે હર્ષને પત્ર લખીને મોલકી દો. એ પત્ર હું એને વંચાવી દઈશ. પરંતુ, હું જે કહું એજ પત્રમાં લખવાનું છે. જો તમને હર્ષની ખરેખર ચિંતા હોય તોહ, મારી વાત માનજો."


"ઠીક છે. હર્ષ એટલીસ્ટ મારા શબ્દોને વાંચશે! એ વિચારથી જ હું જીવી જવાની છું."



"તોહ, મારી વાત સાંભળો બરાબર. તમને હર્ષ સાથેનો સંબંધ તોડવા નો છે."



"આ તમે શું કહી રહ્યા છો? હર્ષ મને ચાહે છે. હદથી વધારે ચાહે છે. અને તમે? તમે સંબંધ તોડવાની વાત કરી રહ્યા છો? આ તમે શું બોલી રહ્યા છો?"



"મેં કહ્યું ને? હર્ષની હાલત ખરાબ છે. આ હર્ષ હવે એ હર્ષ રહ્યો નથી. એ તમારાથી નફરત કરે છે. અને એનું કારણ તમે જ છો. સો પ્લીઝ એને જીવવા દો. અને પત્રમાં હું સંબંધ તોડી રહી છું! એવું લખી કાઢો. જેથી એ ગુસ્સે થઈ અને તમને એના દિલમાંથી બહાર ફેંકી કાઢે. એક પ્રેમીકા એના પ્રેમી માટે આટલું તોહ, કરી જ શકે છે."




"હું...હું.. આ કઈ રીતે કરી શકું? હર્ષ! હર્ષ મને ભૂલી ગયો છે? મને માનવામાં પણ નથી આવતું. પરંતુ, તમે એના ડોક્ટર છો. એની સાથે જ રહો છો. તમે એની પરિસ્થિતિ વિશે વધું જાણો છો. હું તૈયાર છું. હું આ બધું જ કરવા માટે તૈયાર છું. હર્ષ માટે કંઈ પણ. આખું જીવન એના વિના એની યાદો સાથે વીતાવી લઈશ."



ખરેખર શું હર્ષની હાલત આટલી ખરાબ છે? કે પછી લીલીનું આ કોઈ કાવતરું છે? શું હર્ષ અને વિધિ મળવાના છે? કે પછી ડોક્ટર લીલી જ આ બાજી મારી જવાના છે. આ બધું જ જાણવા માટે બન્યા રહો.

ક્રમશઃ