તેવો અવાજ ફરીથી અથડાયો પણ વિજય હવે કશું સાંભળવા માગતું નહોતું તે તો દોડ્યું દમ લગાવીને રખે ને પાછળથી કોઈ પકડે અને આવી બને....
થોડીક વારમાં હું તો તે મહુડાના ઝાડ થી ઘણો દૂર નીકળી ગયો. પાછળ વળીને જોવાની તેનામાં થોડી પણ હિંમત ન હતી.
એટલામાં સાયકલની ચેન ઉતરી જાય છે અને સાયકલ દોરી ને વિજય દોડવા લાગ્યો કારણ કે તેની ત્યાં રોકાવું ન હતું તે ખૂબ ગભરાયેલો હતો તે જાણતો હતો કે એક વખત કોઈક પાછળ પડી જાય તો શું અંજામ થાય.
તેની હિંમત એટલી જ હતી કે તે રસ્તે એકલો દિવસે પસાર થઈ શકે. ઘેર જઈને તેણે આંગણામાં જ સાયકલ ફેંકી દીધી અને રસોડામાં મમ્મી પાસે જઈને બેઠો.
"શું થયું વિજય કેમ આટલો હોફે છે."
કંઈ નહીં મમ્મી એ તો મારી સાયકલ ની ચેન ઉતરી ગઈ હતી એટલે હું તેને દોરી ને લાવ્યો એટલે થાક લાગ્યો.
તને વાગવાનું નિશાન જોયું અને તે ચિંતાથી પોતાના દીકરા ને વાલ કરવા લાગી, મલમપટ્ટી કરી અને સલાહ પણ આપી કે આ રીતે સાયકલ ચલાવવાય બેટા ......
વિજય ઘણું કહેવા માગતો હતો તે આંબાના વૃક્ષ વિશે પણ તેની માને તે કહી શકતો ન હતો આવા અનુભવ તેને બાળપણ માં કેટલાય થઈ ગયા હતા. વિજયના જીવન માં એટલો ફરક હતો કે એક દુનિયામાં તે જીવતો અને બીજી દુનિયામાં તે અનુભવતો.
આ એક એવી દુનિયા હતી કે તેનો ઉપયોગ ભુતાવળ કરી રહી હતી.વિજય આરામથી ટીવી ના ડબ્બા ની આગળ બેઠો તેને તે જોવું ન હતું અને એમાં કોઈ રસ પણ નતો પેલી વાત ભૂલવાને અમસ્તા જ રિમોટ ને મચડતો જતો તેના મનને તે ફક્ત શાંત પડતો હતો જેમ પાણી વલોવ્યા પછી કેન્દ્રત્યાગી બળ મળે તેમ પોતાના મન ને શાંત કરી રહ્યું હતું.
તે ચાહતો હતો કે કોઈની સાથે તે વાત કરે મમ્મી રસોડામાં હતી અત્યારે કોઈ નથી આ ભાઈ ની સાથે વાત કરનારું.... કોઈ ન હતું સવારે તો મૂછનો દોરો ફૂટયો તે જોઈને ખુશ થયેલો અને જીવનના બીજા પરિણામો પહોંચવાની તેની તાલાવેલી સાંભળી રહી હતી નાનપણની એ ભૂલ તેની સતત યાદ આવ્યા કરતી હતી.
આ બાળપણ ના વિચારો માં તે હંમેશા ખોવાયેલો રહેતો. આમાંથી નીકળવા માટે તેની પાસે કોઈ ઉપાય હતો નહીં. વિજય એકલો પડી જાય છે.
એક તો તેના મિત્ર કેતન પણ ક્યાં ગયો હતો તેની ખબર ન હતી અને બીજી બાજુ નોકરીની વેળા એ મનજીત પણ તેને યાદ આવી ગયો હતો. ઘરના સંબંધોમાં કેતન તું ક્યાં ખોવાઈ ગયો હતો અને વિજય તેને શોધવા માટે સતત પ્રયત્ન કરી રહ્યું હતો.
આમ બાળપણની વાતો યાદ કરીને પોતાના મન સાથે ગડમથલ કરી રહ્યો હતો તે ભૂતકાળ ભૂલવા માટે અનેક પ્રયત્નો કરતો પણ એકય નુકશો કામ ન લાગ્યો. એક બાજુ કેતન ખોવાનો ડર અને બીજી બાજુ ભૂત.
આ બંને વિજય ના મન ને કોરી ખાતા હતા પણ વિજય કરે તો શું. હવે તો આ બધું દુઃખ સાંભળવા માટે તે નોકરી નો સાથીદાર મનજીત જ બચ્યો હતો.
રાત્રે વિજય થાક્યોપાક્યો ઊંઘવાનો પ્રયત્ન કરે છે પણ ઊંઘ આવતી નથી. ટીવી જોતા જોતા તેને ઊંઘ આવી ગઈ. વિજય ની મમ્મી આવીને તેના દીકરા પર ચાદર ઓઢાડી.
બધા ઊંઘવા ચાલે છે બહાર ચોપળ માં સુતા હતા.અને વિજય પલંગમાં એ જ પલંગ એ જ ભયાનક પલંગ એ જ ભયાનક પલંગ જેમાં સૂવું એટલે મોતને ભેટવું જાણે.....
અઢળક માનસિક યાતનાઓ આપતો અત્યાચારી ખાટલો વિજયને ક્યારેય તેમાં સૂવાનું મળ્યું ન હતું અને તે એકલો સુઈ ગયો હતો.
વધુ આવતા અંકે.......