paheli najarthi panetar sudhi ni safar - 25 in Gujarati Love Stories by Parekh Meera books and stories PDF | પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 25 - અંતિમ ભાગ

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 25 - અંતિમ ભાગ


" મને જે ગમે છે એ મળ્યું એટલે હું ખુશનસીબ છું, પણ જે નહોતું જોતું એ મળ્યું એટલે હું શું બદનસીબ પણ છું.....?????

મારી જે ઈચ્છા હતી એ પુરી થઈ એટલે હું ખુશનસીબ છું, પણ જે વિચાર્યું પણ ન હતું એ થઇ ગયું એટલે શું હું બદનસીબ પણ છું ..??

મે ધાર્યું હતું એવું બધું જ થયું એટલે હું ખુશનસીબ છું, પણ જે અણધાર્યું બધું જ મારી સાથે થયું એટલે શું હું બદનસીબ છું...???"

( આપણે આગળના ભાગમાં જોયું કે, વિરાટ મિશા સાથે વાત કરતો કરતો ઘરે આવે છે મિશાને સરપ્રાઈઝ આપવા અને મિશાને એના બર્થ ડે ના આગલે દિવસે રાતે 10 વાગ્યામાં બહાર લઈ જાય છે.)

બહાર લઈ જઈને બંને એક બગીચામાં બેઠે છે. રાતના બાર વાગ્યા સુધી વિરાટ મિશાને ત્યાં જ બેસાડી રાખે છે. બાર વાગતા જ વિરાટ મિશાને એના ઘરે લઈ જાય છે. ઘરે જઈને જોવે છે તો, વિરાટના મમ્મી પપ્પા મિશાના મમ્મી પપ્પા અને મિશાની બંને બહેનો ત્યાં જ હોય છે. આ જોઈને મિશાને ઘણી નવાઇ લાગે છે, અને બધાને પૂછે છે પણ કોઈ કંઈ જવાબ આપતું નથી. અને વિરાટ મિશાની આંખ પર રૂમાલ બાંધી દે છે અને એને ઉપરના રૂમમાં લઈ જાય છે, બધાજ એની સાથે જાય છે. ઉપર જઈને જેવો રૂમ ખોલે છે એવી જ મિશા તો ખુશખુશાલ થઇ જાય છે. આખો રૂમ મસ્ત શણગાર્યો હોય છે, અને ચારેય બાજુ મિશાનાં ઘણા બધા ફોટા અને મિશા અને વિરાટના પણ ઘણા બધા ફોટા હોય છે. અને મિશા માટે એના ફોટા વાળી કેક પણ હોય છે, અને કેકની આસપાસ નિશાની ફેવરિટ ઘણી બધી ચોકલેટ્સ હોય છે. આ બધું જોઈને મિશાતો એકદમ ખુશ થઈ જાય છે. અને પછી મિશા પાસે કેક કટીંગ કરાવે છે, ત્યારબાદ વિરાટ નિશાને ગિફ્ટ આપે છે. ગિફ્ટ ખોલે છે તો મિશા વધુ ખુશ થઈ જાય છે, એમાં મિશાના નાનપણથી લઈને સગાઈ સુધીના ફોટા હોય છે. અને પછી નીચે આવીને મિશાને એના મમ્મી પપ્પા ગિફ્ટમાં સાડી આપે છે, એ જોઈને મિશાની ખુશી સમાતી નથી. ત્યારબાદ બધા કેક ખાઇને છૂટા પડે છે. ઘરે પહોંચતા જ નિશાને વિરાટનો ફોન આવે છે.

વિરાટ: "હેપ્પી બર્થ ડે મારી બર્થ ડે ગર્લને, કેવું લાગ્યું સરપ્રાઈઝ....????"

મિશા: " બહુ જ મસ્ત સરપ્રાઈઝ છે, મજા આવી ગઈ. ચોકલેટ્સ તો એટલી બધી છે ને જોઈને જ મજા આવી ગઈ અને ફ્રેમ તો બહુ જ મસ્ત છે."

વિરાટ: " તને મજા આવી ગઈને...???"

મિશા: " હા, બહુ જ મજા આવી ગઈ પણ એ તો કહે તે મારા ઘરના ને પણ ત્યાં બોલાવ્યા કેમ....????"

વિરાટ: " તારા બર્થ ડે મા જો તારા ઘરે આવું પ્લાનિંગ કરું તો તને ખબર પડી જાય, અને મારા ઘરે કરું તો તારા ઘરના એ તો આવવું જ જોઈએ ને એટલે મે બધાને બોલાવી લીધા, તને બધું ગમ્યું ને....???"

મિશા: " હા, બકા હા બહુ જ ગમ્યું મને મજા આવી ગઈ બહુ જ જોરદાર થઈ ગયો મારો બર્થ ડે, મારું સપનું આવા બર્થ ડે નું હતું જે મે તને કહ્યું પણ ન હતું ને તે પૂરું કરી દીધું. આજે માટે તને શું કહેવું અને શું ન કહેવું એ જ કંઈ ખબર નથી પડતી."

વિરાટ: " બસ બસ ઘણું બધું કહી દીધું તે તારા ચહેરા પરની ખુશીથી જ અને તું ખુશ હોય પછી મારે ધન્યવાદ સાંભળવાની પણ જરૂર ન પડે. તારી ખુશી જ જોઈએ પછી તું આભાર કહે એ ન જોઈએ મને હવે એ કહીશ કાલનો શું પ્લાન છે....???"

મિશા: "કાલે સાંજે આપણે બધા એ તારા ઘરના એ અને મારા ઘરના એ બધાએ બહાર જમવા જવાનું છે, અને હા આ પાર્ટી હું મારા તરફથી આપુ છું હો ને. તું ઘરે ભૂલ્યા વગર કહી દેજે હું પણ કાલે સવારે ફોન કરી દઈશ "

વિરાટ: " ઓકે, હવે સુઈ જવું છે કે વાત કરવી છે આજે આખી રાત ..???"

મિશા: " બકા કાલે તારે જોબ છે ને...??? તો પણ જાગવું છે...???"

વિરાટ: " હા, તો શું થઇ ગયું...???? તને ગમે છે ને મોડે સુધી વાત કરવી એટલે કરીએ આજે તને ગમે છે ને અને આજે તારું ગમતું બધું જ કરવાનું આ તારો દિવસ કહેવાય બેટા એટલે હો ને."

મિશા: " અરે વાહ! શું મસ્ત વાત કહી તે તો પણ વિરાટ મારે તારું પણ વિચારવું જોઈએ ને...??? હું તો બપોરે આરામ પણ કરી લઈશ ને પણ તારે તો કાલે આખો દિવસ જોબ હશે અને પછી ખોટી તારી તબિયત ખરાબ થાય એના કરતાં આપણે એવું કરીએ ત્રણ વાગ્યા સુધી જાગશું એટલે મારું ગમતું પણ થઈ જાય, અને તારી ઊંઘ પણ પૂરી થાય જાય બરોબર ને....?????"

વિરાટ: " મારે મિશા મેડમ કહે એ વાત હંમેશા બરોબર જ હોય છે, કોઈ દિવસ ખોટી હોય જ નહિ હે ને.. .???"

મિશા: " હા, પણ કોઈ સમજે તો ને બધા બુદ્ધિ વગરના જ છે."

વિરાટ: " હું..??"

મિશા: " તું નહિ તું મારી વાત સમજે છો ને એટલે તું ડાયો હો ને."

વિરાટ: " અને ન સમજી શક્યો તો....??? તો હું પણ બુદ્ધિ વગરનો જ હે ને...??"

મિશા: " હા, ન સમજે તો તું પણ બુદ્ધિ વગરનો જ પણ મને ખબર છે તું એવું નહિ કરે ક્યારેય, તું મારી વાત સમજવાની કોશિશ તો કરીશ જ એને તો પણ નહિ સમજાય તો મને પૂછીશ તો ખરા જ મને આ પાક્કી ખબર છે."

વિરાટ:" ના રે, હું શું કામ એવું કરું...??"

મિશા: કેમકે, તું મને પ્રેમ કરે છો ને એટલે, મે એવું સાંભળ્યું છે કે, જેને પ્રેમ કરતા હોયને એનો સાથ ક્યારેય ન છોડાય, નહિ તો એ પ્રેમ કામનો શું. .????"

વિરાટ: " તો એક સવાલ થાય છે મને કે જો પ્રેમ ખોટો હોય તો શું કરવાનું...????"

મિશા: " મસ્ત સવાલ કર્યો તે એનો જવાબ એવો છે કે, એક પ્રેમ કરનારે બીજા પ્રેમ કરનાર માટે લીધેલો નિર્ણય ક્યારેય ખોટો હોય જ નહિ અને હોય તો પણ સાથ આપવો જ જોઈએ."

વિરાટ: "પણ પ્રેમ ખોટો હોય તો શું કામ સાથ આપવાનો..??? એ તો ખોટું કહેવાય ને...??"

મિશા: હા, ખોટું કહેવાય પણ સાથ આપવાનું નક્કી કરી જ લીધું હોય એકવાર તો પછી કોઈ પણ પરિસ્થિતિમાં સાથ છોડી તો ન દેવાય ને. સાણસી પાસેથી શીખવાનું પ્રેમનું ગમે એટલું પાત્ર ગરમ હશે ઉપાડ્યા પછી છોડે છે નહિ ને...??? અરે આપણી આંખો જો ખરાબ જોશે તો પણ સાથે જોશે, સારું પણ સાથે જોશે, સુખમાં પણ સાથે હસે, અને દુઃખમાં પણ સાથે જ રોવે બસ આવો જ સાથ હોવો જોઈએ પ્રેમમાં કોઈ કારણ કે કોઈ સવાલ વગર બસ ખાલી સાથ અને સમર્પણ જ હોય છે, કારણકે જો પ્રેમમાં સવાલ ઊભા થાય તો સારું ખરાબ જોવામાં આવે અને એ જોવામાં આવે ત્યારે કરવા ન કરવાનો વિચાર આવે અને એ વિચાર અમલમાં મુકીએ એટલે સામેની વ્યક્તિની વાતની અવગણના થઈ કહેવાય. એટલે ના કોઈ ચર્ચા વિચારણા કે ન કોઈ સવાલ બસ સાથ જ હોય."

વિરાટ: વાહ! વાહ! મસ્ત વાત કહી તે ખરેખર એવું જ હોવું જોઈએ કે, તું કંઇ પણ કહે મારે માની જવાનું, અને હું કઈ પણ કહું તારે માની જવાનું."

મિશા: " હા, એમ કરવાથી આપણી વચ્ચે પ્રેમ પણ વધે અને આપણા મનમાં એકબીજા માટે માન પણ વધે. હવે વિરાટ એક વખત તું સમય જોઇશ....???"

વિરાટ: "ઓહો! સાડા ત્રણ થઇ ગયા...???"

મિશા: " હા, હવે સુઈ જા હો ને, હું પણ સુઈ જાઉં. હવે આપણે કાલે વાત કરશું હો ને."

વિરાટ: "એ હા, જય શ્રી કૃષ્ણ, તું તારું ધ્યાન રાખજે હો ને."

મિશા: " એ હા, તારે પણ તારું ધ્યાન રાખવાનું છે, જય શ્રી કૃષ્ણ."

આમ બંને ઘણી બધી વાતો કરીને સુઈ જાય છે. બીજા દિવસે સવારે વિરાટ ફોન કરીને ફરીથી નિશાને બર્થ ડે વિશ કરે છે. એટલે મિશા વિચારે છે કે, હે ભગવાન મે તમારું વ્રત કર્યું આ એનું જ ફળ છે ને...??? કે મને આટલો સારો લાઈફ પાર્ટનર મળ્યો, જે હંમેશા મને ખુશ રાખવાના જ પ્રયત્નો કરતો હોય છે. બસ અમારી વચ્ચેનો આ પ્રેમ પ્રભુ હમેશા વધારતો રહેજે પણ, ક્યારેય ઓછો ન થવા દેતો. પછી મિશા પોતાના કામે લાગી જાય છે, સાંજે મિશા તૈયાર થાય એટલે વિરાટ એને લઈ જાય છે અને બંને ઘણા ફોટા પડાવે છે વિરાટના ઘરે અને પછી બધા જમવા માટે નીકળે છે. ત્યાં આગળ બંનેના પરિવાર ભેગા મળીને ખૂબ જ જલસા કરે છે અને ઘણા બધા ફોટા પાડે છે અને મિષાનો બર્થ ડે વિરાટ યાદગાર બનાવી દે છે. મોટા મોટા જમીને અને ફોટા પાડીને જતા રહે છે. પછી મિશા અને એનો બંને બહેનો અને વિરાટ હજુ ઘણા ફોટા પાડે છે અને બહુ મસ્તી કરે છે. આમ કરતાં કરતાં વિરાટ બાર વગાડી દે છે, કેમકે એણે ખબર છે કે, નિશાને બાર વાગ્યા સુધી એની સાથે રહેવું હોય છે. અને પછી વિરાટ ત્રણેયને ઘરે મૂકવા જાય છે. અને પછી ઘરે જઈને બંને ઘણી બધી વાતો કરીને સુઈ જાય છે.

મિશા અને વિરાટ વચ્ચે હવે પ્રેમ બહુ વધતો જાય છે. પ્રેમ હોય ત્યાં નજર ન લાગે એવું તો બની જ ન શકે. મિશા અને વિરાટ એકબીજાને કે એકબીજાના ઘરે જણાવ્યા વગર ગમે ત્યારે એકબીજાના ઘરે આવતા જતા રહે છે. અને પ્રેમ વધ્યા પછી આ બહુ વધી જાય છે. બંનેને એકબીજા વગર મજા નથી આવતી એટલે કોઈને કોઈ બહાનું શોધીને બંને મળતા રહે છે. મિશા જ્યારે જ્યારે અચાનક વિરાટના ઘરે જાય છે તો વિરાટ જોવે છે કે, એના મમ્મી પપ્પાનો વ્યવહાર મિશા સાથે સારો નથી. આ વાત પર મિશા તો કંઈ બોલતી નથી, અને એ કંઈ ધ્યાન પણ આપતી નથી. પરંતુ આ વાતનું વિરાટને ઘણું દુઃખ લાગે છે. એક - બે વખત આવું થયું એટલે એને પણ જવા દીધું પણ, પછી તો મિશા ઘરે આવે એટલી વાર આવું થવા માંડ્યું એટલે વિરાટને ખુબ ગુસ્સો આવી ગયો. એક વખત મિશા ઘરે આવીને જ એની સાથે ફરીથી એ જ ઘટના બનીને એટલે વિરાટનો મગજ ગયો. અને એ એના મમ્મી સાથે ખૂબ બાધ્યો. અને એના મમ્મીને રોવડાવી દીધા. ત્યારબાદ એના પપ્પા આવ્યા એટલે એની સાથે પણ ખૂબ બાઘ્યો. અને એના પપ્પા એ જોયું કે, મિશા માટે થઈને વિરાટે એના મમ્મીને રોવડાવી દીધા, તો આગળ જતાં તો એ આ છોકરી માટે શું શું કરશે...??? એટલે એ દિવસે વિરાટ ઘરે મૂકી ગયો.

બે - ત્રણ દિવસ પછી મિશા વિરાટને મળવાનું કહે છે. એટલે બંને મળે છે.

મિશા: " બોલ ને, વિરાટ શું કામ હતું ..??? અને તું આટલો ચિંતામાં કેમ છો...???"

વિરાટ: " મિશા મારા ઘરેથી બધા સગાઈ તોડવાનું કહે છે."

મિશા: ( ખૂબ આશ્ચર્ય સાથે) "પણ કેમ વિરાટ...???? મે શું કર્યું...???? આપણી સગાઈને છ મહિના થશે અને હવે એ લોકો તોડવાનું કહે છે શું કામ...???? અને તે શું કહ્યું વિરાટ એ લોકો એ આવું કહ્યું તો...????"

વિરાટ: " તે દિવસે મે તારી માટે થઈને ઝઘડો કર્યો ને એ નથી ગમ્યું. અને મને કહેતા હતા કે, મિશા તો કંઈ બોલતી નથી તું શું કામ બોલે છો...??? મે કહી દીધું એ હજુ આવવાની છે આ ઘરમાં અત્યારથી થોડી બધા સાથે બોલે એ તો સહન જ કરે ને એને તો અહીંયા રહેવાનું છે. અને ને કહી દીધું અમે તો લગ્ન કરશું જ. એ મને ગમે છે, તમને કોઈને ન ગમતી હોય તો કંઈ નહિ પણ અને બંને તો લગ્ન કરવાના જ. છ મહિના પછી કોઈ છોકરીની આમ જિંદગી થોડી ખરાબ કરાય. એટલે હું તો એની સાથે જ લગ્ન કરીશ. તમને ગમે તો તમે આવજો નહિ તો ન આવતા."

મિશા: " તો વિરાટ શું કહ્યું એ લોકો એ હા પાડીને લગ્ન કરવાની...????"

વિરાટ: " હા હા તો પાડી પણ એમ કહ્યું હું એક પણ રૂપિયો તારા લગ્નમાં નહિ આપુ."

મિશા: " પણ કેમ વિરાટ આવું કહ્યું...???"

વિરાટ: " એ એમ કહે છે કે, મારી પાસે તમારા લગ્ન કરાવવાના પૈસા નથી, એટલે તમે બંને કોર્ટ મેરેજ કરી લેજો."

મિશા: અરર! વિરાટ કેમ આવું કરે છે....???? તને ખબર છે ને અમારે બધી ખરીદી થઈ ગઈ છે...??? એ પણ બધા ફાંકશન મુજબ તો હવે અમે એ કપડાંનું શું કરશું.. ???? અમે જે બધું વિચારી રાખ્યું હતું એનું શું કરશું...???? એ તો ઠીક પણ ચલો મારી સાથે આવું કરે ઠીક છે, તારી સાથે કેમ આવું કરે છે...???"

વિરાટ: " મે કીધુ ઘરે કે, એ લોકોને બધી ખરીદી થઇ ગઇ છે. હું સામું બોલ્યો કે ને ઝઘડો કર્યો એની સજા મિશા કે એના પરિવારને શું કામ આપો છો...???? એ લોકોનું તો વિચારો."

મિશા: "તો શું કહ્યું...???"

વિરાટ: " તો કે આપણે કહ્યું હતું કે વહેલા ખરીદી કરી લ્યો એમ...???? આપણે પણ ખરીદી કરી જ છે ને ..???? પણ હવે પૈસા નથી તો તમે બંને કોર્ટ મેરેજ કરી લેજો."

મિશા: (રડવા લાગી) પણ વિરાટ તું ઘરે કે ને કે આવું ન કરો ને એક રિસેપ્શન તો કરો, આપણે બંને એ કેટલા સપના જોયા હતા, કેટલું બધું વિચારી રાખ્યું હતું, કેટલા બધા ફોટા પડાવવાના હતા, મે કેટલા સપના જોઈ રાખ્યા હતા વિરાટ એનું શું...????"

વિરાટ:( દુઃખી થતા)" તું રો નહિ ને હું માફી માંગી જોઇશ માની જાય તો તારા સપના પુરા કરીશ હું કાલે રવિવાર છે હું તારા ઘરે આવીને બધું કહીશ અને પછી આપણે મારા ઘરે વાત કરવા આવશું ઓકે."

મિશા ઘરે આવીને રાતે બધી વાત કરે છે, e વાતથી બધા ચિંતામાં આવી જાય છે. પણ મિશા કહે છે કે,પપ્પા કાલે વિરાટ ઘરે આવશે. અમે કાલે એના ઘરે વાત કરી જોશું. કદાચ માની જાય તો, નહિ તો આપણે કંઇક વિચારવું પડશે. આમ ચિંતામાં બધા સુઈ જાય છે. સવારે પણ જાગીને બધા હજુ ચિંતામાં જ હોય છે, મિશા નાહવા જાય છે વિરાટ આવવાનો હોવાથી અને ત્યાં જ વિરાટના પપ્પાનો ફોન આવે છે અને એ નિશાના પપ્પાને બધી વાત કરીને કહે છે કે, હવે અમે આ લગ્નમાં કંઈ ખર્ચ કરવાના નથી. નિશાના પપ્પા ઘણું સમજાવે છે કે, છોકરાઓથી ભૂલ થાય એમાં એ લોકોનો આવો જિંદગીભરની યાદોનો પ્રસંગ ખરાબ ન કરાય. આમ કહીને નિશાના પપ્પા વિરાટના ઘરે બધાને સમજાવે છે પણ કોઈ કંઈ સમજતું જ નથી. અને વિરાટ થોડી વારમાં ઘરે આવે છે. એટલે એ બધી વાત કરે છે અને બંને હજુ એક વાર વાત કરવા વિરાટના ઘરે જાય છે.

મિશા અને વિરાટ બંને માફી માંગે છે અને મિશા કહે છે વિરાટના પપ્પાને પપ્પા સમજો મારે બધી ખરીદી થઈ ગઈ છે અમારા બંનેના અને મારા ઘરનાના બધાના સપના જોડાયેલા છે. અમારા બધાના સપના ન તોડો. તો વિરાટના પપ્પા કહે છે હવે કંઈ નહિ થાય. વિરાટે બહુ મોટી ભૂલ કરી છે એની આ એક જ સજા છે. મિશા વિરાટના મમ્મીને કહે છે, તમે તો સમજો નાના હોય ત્યારથી છોકરી એના લગ્નના સપના જોતી હોય અને જ્યારે એ સમય આવે ત્યારે આમ તમે સપના પર પાણી ફેરવી નાખો છો શું કામ...????? વિરાટ માફી તો માંગી લે છે અને એણે ભૂલ કરી છે તો મારા આખા ઘરને કેમ સજા આપો છો... ????? પણ એને બસ એક જ જવાબ મળે છે કે હવે અને કંઈ નહિ કરી શકીએ, અને વિરાટના મમ્મી એમ કહે છે એના પપ્પા કે એમ જ થાય.

વિરાટ અને મિશા સાથે આ ઘટના બની હોવાથી મિશા અને વિરાટ એના ઘરથી અલગ રહેવાનું નક્કી કરે છે. અને એ બંનેના લગ્ન ડિસેમ્બરમાં થવાના હોય છે પણ આ ઘટના બની ગઈ હોવાથી મિશાને હવે કોઈ પર ભરોસો રહ્યો નથી. એક વિરાટ અને એના ઘરના પર જ એ ભરોસો કરે છે. અને આ વાત વિરાટ એના ઘરે કહી દે છે.અને ખૂબ ઝઘડો કરે છે એ મિશા અને એના ઘરના માટે પણ વિરાટના મમ્મી પપ્પા એટલા નિર્દય છે કે, એક છોકરીના અને પોતાના છોકરાના સપના પર જ પાણી ફેરવી દીધું છે. આ વાતથી બંને ખૂબ દુઃખી હોય છે અને હજુ બધા વિરાટના ઘરના એને મિશા સાથે સગાઈ તોડવાનું જ કહે છે, આથી મિશા કહે છે કે આપણે વહેલા લગ્ન કરી લઈએ. તારા ઘરના તો કોઈ ભરોસા કરવા લાયક છે નહિ તો આ ને આપણો બોન્ડ છે એ પણ એ લોકો તોડાવી શકે. એના કરતાં લગ્ન કરી લઈએ.

આમ,. નક્કી થતાં મિશાના ઘરના કહે છે કે, આપણે બધો લગ્નનો ખર્ચ કરશું. દીકરીના સપના નથી તૂટવા દેવા. અને જમાઈને પણ દુઃખી નથી થવા દેવા. આથી, બીજી બધી રસમ ન કરતા ખાલી લગ્ન કરે છે દશેરાના દિવસે જ પણ વિરાટ ખૂબ દુઃખી હોય છે કારણકે, એના ઘરે લગ્ન જેવું વાતાવરણ જ નથી થતું. મિશાને ઘરે પીઠીની રસમ થાય છે ત્યારે મિશા વિરાટને એના જ ઘરે બોલાવી લે છે અને બંનેની સાથે પીઠીની રસમ થાય છે. મહેંદીમાં પણ વિરાટ મિશાને જમાડવા એના ઘરે આવે છે, પણ વિરાટ અંદરથી ખૂબ દુઃખી હોય છે કે, હું મિષાનું સૌથી મહત્વનું લગ્નની સપનું મારા જ મમ્મી પપ્પાના લીધે પૂરું ન કરી શક્યો. મિશા પણ ખૂબ દુઃખી છે કે, કોઈ લક્ષ્મીનું સ્વાગત આવી રીતે એને દુઃખી કરીને કરે....???? શું કામ મારી સાથે આવું કર્યું...???? ખાલી મારા માટે થઈને વિરાટે થોડો ઝઘડો કર્યો એટલું જ ને એમાં આટલી મોટી સજા થોડી હોય ...???? આમ લગ્નનો દિવસ આવી જાય છે. જાન પણ આવતી નથી બસ થોડા માણસોને લઈને વિરાટના ઘરના આવી જાય છે. અને કોઈના મોઢા પર લગ્નની ખુશી નથી, કોઈના હાથમાં મહેંદી નથી, આ બાજુ નિશાના ઘરે બધા ખુશ હોય છે કે, ઘરના જેવા છે એવા વિરાટ સમજદાર જીવનસાથી છે કે, આવી કપરી પરિસ્થિતિમાં પણ એણે આપણી છોકરીને એકલી નથી પડવા દીધી. અને લગ્ન પણ કર્યા. આ વાતને લઈને બધા ખૂબ ખુશ હોય છે અને બંનેના લગ્ન ખૂબ સરસ રીતે પૂર્ણ થાય છે.

મિત્રો, આમાંથી શિખજો ક્યારેય ગુસ્સામાં કોઈની જિંદગીના સપના ન તોડાય. અને બનવું હોય તો વિરાટ અને મિશા બનજો. વિરાટે એના ઘરનાની પણ વિરુદ્ધ જઈને મિશા સાથે લગ્ન કર્યા. અને મિશાએ પણ વિરાટને જ પસંદ કર્યો હતો. નહિ કે, એનું ઘર કે એના ઘરના માણસો એટલે જ મિશાએ પણ હા પાડી. અને એના ઘરના એ પણ મિશા અને વિરાટનો જ સાથ આપ્યો. આમ પહેલી નજરથી પાનેતર સુધીનો પ્રેમ આટલી બધી મુશ્કેલીની વચ્ચેથી પસાર થઈને મંઝીલને મળી ગયો. આશા રાખું છું આપ સૌને ખૂબ મજા આવી હશે.

( ખૂબ ખૂબ આભાર આપ સૌ વાંચકોનો આપ પહેલેથી લઈને અંત સુધી મારી સાથે આ સફરમાં જોડાયેલા રહ્યા. એ વાતનો મને ખૂબ આનંદ છે. જલ્દી જ નવી વાર્તા સાથે આપણે મળતા રહીશું. જય શ્રી કૃષ્ણ.)