a pehlu parfomansh in Gujarati Classic Stories by Bhavna Bhatt books and stories PDF | એ પહેલું પરફોર્મન્સ

Featured Books
Categories
Share

એ પહેલું પરફોર્મન્સ

*એ પહેલું પરફોર્મન્સ* વાર્તા... ૧૩-૩-૨૦૨૦

આ જિંદગીમાં દરેક ને પહેલું પરફોર્મન્સ આપવું જ પડે છે... આ જગત એક સ્ટેજ છે અને દરેક માણસ એક કલાકાર છે એને જે પાત્ર મળ્યું છે એ પાત્ર પ્રમાણે ડગલે ને પગલે પરફોર્મન્સ આપવું જ પડે છે પછી એ હસતાં આપો કે રડતાં આપો...
અને આ દુનિયાની મહેફિલમાં આમ જ ભાગ ભજવવો પડે છે...
એક નાનાં ગામડાંમાં જન્મેલી સંજના...
પિતા વિજય ભાઈની લાડલી પરી હતી સંજના...
એનાથી એક મોટો ભાઈ હતો જીગ્નેશ ભાઈ...
સંજના ના જન્મ પછી જ સંજનાની માતા ઉષાબેન પડી જતાં એમને માથામાં ખુબ વાગ્યું એટલે માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા હતા...
એટલે સંજના ને વિજય ભાઈએ મા અને પિતાનો પ્રેમ આપી ને ઉછેર કર્યો... અને ભણવા ગામની પ્રાથમિક શાળામાં મૂકી..
સંજના ખુબ લાગણીશીલ અને નાનપણથી જ ધાર્મિક વૃત્તિની હતી..
પપ્પા જોડે બેસીને કૃષ્ણ ભગવાન ની પૂજા અર્ચના કરતી... અને મીરાંબાઈ અને નરસિંહ મહેતા નાં ભજનો ગાતા શીખી..
વિજયભાઈ હાર્મોનિયમ વગાડે એટલે સંજના ભજનો ગાતી આમ એ નાનપણથી જ ભક્તિ નાં માર્ગે વળી ગઈ હતી...
સંજના સાત વર્ષની થઈ અને સ્કૂલ માં વાર્ષિક મહોત્સવ રાખ્યો હતો એમાં પદમા બેન ટીચરે સંજનાને કહ્યું કે તું પતંગિયું બનીને પતંગિયા નું ગીત ગાજે...
તું એકદમ નમણી અને નાજુક છે તો ખુબ સુંદર લાગીશ..
સંજના એ હા પાડી અને ઘરમાં આવી પિતા ને વાત કરી...
પિતા અને જીગ્નેશ ભાઈ ખુબ ખુશ થઈ ગયા...
ઉષાબેન ને તો નજીક નાં શહેરમાં લઈ જઈને બે વખત સોટ અપાવવા પડ્યા હતા.. એટલે થોડો સુધારો હતો પણ એ સંજના થી દુર જ રહેતાં.. સંજના મમ્મી મમ્મી કરીને નજીક જાય તો એને હડધૂત કરતાં...
સંજના ઈચ્છતી કે મમ્મી મને માથુ ઓળી દે, તૈયાર કરે પણ એવું બનતું નહીં.. સંજના બધું મનમાં ને મનમાં રાખીને ઘૂટાયા કરતી...
સંજના બીજા દિવસે સ્કૂલ માં ગઈ એટલે પદમા ટિચરે એને પતંગિયા નું ગીત અને એક્શન શીખવાડી...
એક બે વખત જોયું પછી સંજનાને આખુ ગીત અને એક્શન આવડી ગયાં... તો પણ સંજનાએ ગીત લખી લીધું...
ઘરે જઈને પપ્પા અને જિગ્નેશ ભાઈ ને એક્શન કરીને ગીત સંભળાવ્યું...
વિજયભાઈ અને જીગ્નેશ ખુબ ખુશ થયાં અને સંજનાને શાબાશી આપી...
સંજના પણ ખુશ થઈ ગઈ ..
હવે સ્કૂલમાં સ્ટેજ પર પરફોર્મન્સ કરવાને એકજ દિવસ બાકી હતો એટલે સંજના ઘરમાં પણ પ્રેક્ટિસ કરતી હતી...
બીજા દિવસે સંજના ને વિજયભાઈ અને જીગ્નેશે તૈયાર કરી... એક રંગીન ઓઢણી લીધી એની પીનો મારીને પાંખો બનાવી અને આમ એને પંતગિયા જેવી બનાવી દીધી..
અને સંજના ને સ્કૂલમાં મૂકવા માટે જીગ્નેશ સાયકલ પર બેસાડીને લઈ ગયા અને વિજયભાઈ ઉતાવળી ચાલે સ્કૂલ પહોંચ્યા...
આખી સ્કુલનું મેદાન ખીચોખીચ ભરાઈ ગયું હતું... એક સ્ટેજ બાંધ્યો હતો એની પર જેમણે ભાગ લીધો હોય એણે પરફોર્મન્સ આપવાનું ‌..
સ્ટેજ ની નજીક ખુરશીઓ ની હારમાળા ગોઠવાયેલી હતી જેમાં સ્કૂલનાં પ્રિન્સિપાલ, અને ગામના સરપંચ,મુખી અને શિક્ષકો બેઠાં હતાં...
સ્ટેજ પર હવે પ્રોગ્રામ શરૂ થયો પહેલી શરુઆત પ્રાર્થના ગીત થી થઈ...
આમ વારાફરતી બધાં ના વારા આવી રહ્યા...
હવે સંજના નો વારો આવ્યો એટલે એ સ્ટેજ પર આવીને એનાં પપ્પા સામે જોયું... વિજયભાઈ એ ઈશારો કર્યો અને હાથ ઉંચો કરીને અંગૂઠો બતાવ્યો...
સંજનાએ ગીત ગાતાં એક્શન પણ ચાલુ કરી...
" રંગીલા..... રંગીલા....
રંગીલા પંતગિયા...
હા... હા.... હો... હો...
હો રે હો પતંગિયા... "
આમ ઉડે.... તેમ ઉડે...
ઉડીને મોજ મનાવે રે...
રંગીલા પતંગિયા...
સંજનાના દિલનાં ભાવથી ગાયું અને એક્શન કરી.... બધાએ તાળીઓ નાં ગડગડાટથી સંજના ને વધાવી...
સંજના હજુ સ્ટેજ પર જ હતી ને વિજયભાઈ એ દોડીને સંજના ને તેડી લીધી અને વ્હાલ કર્યુ અને કહ્યું કે બેટા તારું આ પહેલું પરફોર્મન્સ હતું પણ ખૂબ જ સુંદર હતું... જીવનમાં યાદ રાખજે કે ડગલે ને પગલે આવાં કંઈ કેટલાય પરફોર્મન્સ આપવા પડશે તને તૈયાર થવાનો કે તૈયારી કરવાનો પણ સમય નહીં મળે..
પણ ક્યારેય હિમ્મત નહી હારવાની... આજે હું છું કાલે હું ના હોવું તો કોઈ એવી મુશ્કેલી આવે તો આકાશમાં નજર કરજે હું તારો બનીને ચમકતો હોઈશ અને તારી ઉપર આશિર્વાદ વરસાવતો હોઈશ.. પણ કયારેય બેસ્ટ પરફોર્મન્સ આપવાનું બંધ નહીં કરવાનું...
આમ સંજનાને એ પહેલાં પરફોર્મન્સથી જ પિતા તરફથી જે શિખામણ મળી હતી એ જીવનભર યાદ રાખીને આગળ વધતી જ રહી અને જિંદગીમાં આવતી નાની મોટી મુસીબતો માં પરફેક્ટ પરફોર્મન્સ આપતી રહી અને જિંદગી ની દરેક લડત લડતી રહી...
આમ એનું પહેલું પરફોર્મન્સ જિંદગીમાં એક ગુરુ મંત્ર બની ગયું.....
ભાવના ભટ્ટ અમદાવાદ..