ભાગ 18
નશીબ વિશેની ગેરમાન્યતા
ઘણા લોકો એવુ વિચારતા હોય છે કે નશીબમા જે લખાયેલુ હોય તેટલુજ પ્રાપ્ત થતુ હોય છે તેના વગર આ દુનિયામા કશુજ મળતુ હોતુ નથી તો આ વાત સંપુર્ણ સત્ય નથી કારણકે નશીબમા હોય તે બધુ ત્યારેજ પ્રાપ્ત થતુ હોય છે કે જ્યારે વ્યક્તી તે નશીબના ઇશારાઓને સમજી તે પ્રમાણે ઉત્સાહથી કામ કરી બતાવે અને પોતાની તમામ શક્તીઓનો ઉપયોગ કરી અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરી હીંમતથી આગળ વધી બતાવે. જો વ્યક્તીના નશીબ જોર કરતા હોય પણ તે આગળ વધી પ્રયત્નોજ ના કરે તો પછી નશીબમા લખાયેલી વસ્તુ પણ તેઓ મેળવી શકતા હોતા નથી. આમ આખરેતો નશીબ અને તે દિશામા કરવામા આવતા સતત પ્રયત્નોના સરવાળાથીજ સફળતા કે સમૃધ્ધી પ્રાપ્ત કરી શકાતી હોય છે.
ઘણી વખત કોઇ વ્યક્તી મોટી સફળતા મેળવી બતાવતા હોય છે ત્યારે લોકો એમ કહેતા હોય છે કે તેના નશીબમા તે બધુ લખાયેલુ હતુ અથવાતો તેના નશીબ જોર કરતા હતા એટલા માટેજ તે જીતી ગયો પણ લોકો એવો વિચાર ક્યારેય કરતા હોતા નથી કે તેઓએ આ સફળતા મેળવવા માટે કેટલો પરસેવો પાળ્યો છે. જો લોકો સફળતા મેળવવા માટે કેટલી મહેનત કરવી પડતી હોય છે તે સમજી જાય તો તેની અનેક પ્રકારની ગેરમાન્યતાઓ દુર થઈ જતી હોય છે. આમ સફળતા એ નશીબની સાથે સાથે સાચી દિશામા કરવામા આવતા પ્રયત્નો દ્વારાજ પ્રાપ્ત થતી હોય છે, જો નશીબના જોરે બેસી રહેવા કરતા થોડી વધારે મહેનત કરી લેવામા આવે તો નશીબને પણ બદલી શકાતુ હોય છે.
કાર્યને લગતી ગેરમાન્યતા
હું આ કામ નહી કરી શકુ કે મારાથી તેમ થઈજ ન શકે તેવા વિચારો એ ખોટી ગેરમાન્યતાઓ કે સ્વનીર્મીત માનસીક અંતરાયો છે. બીજી રીતે કહીએતો માણસે પોતેજ પોતાના પગમા બાંધેલી બેડીઓ છે કે જે તેને આગળ વધવા દેતી નથી. આવી બેડીઓ જ્યારે તોડવામા આવતી હોય છે ત્યારેજ પુરપાટ જડપે દોડી અશક્યને શક્ય બનાવી નવા રેકોર્ડ સ્થાપી શકાતા હોય છે. જો તમે એમ માની લ્યો કે ૪ મીનીટની અંદર ૧ માઇલ ક્યારેય દોડીજ ન શકાય તો પછી તમે ક્યારેય તેમ નહીજ કરી શકો પણ જો તમે આ વાતને સાચી માનવાનો અસ્વીકાર કરી દો તો પ્રયત્નો કરવાનુ સાહસ કેળવી સફળતા મેળવી શકતા હોવ છો.
આમ કોઇ પણ કાર્યને શક્ય બનાવવા માટે સૌથી પહેલાતો તે કાર્ય અશક્ય છે તેવી ગેરમાન્યતા દુર કરી મારા માટે આ દુનિયામા બધુજ શક્ય છે તેવો દ્રઢ્ઢ વિશ્વાસ કેળવવો જોઈએ. તેમ કરવાથીજ વ્યક્તી સાહસ અને ઉત્સાહથી પ્રયત્નો કરી શકતા હોય છે. માટે દરેક વ્યક્તીએ પોતાના મનમાથી આવી અદ્રશ્ય વાડ દુર કરવી જોઇએ. એક વખત તમે સમજી જાવ કે તમને કઈ બાબત પાછા પાડે છે અને તેને પાર કરી શકાય તેમ છે તો પછી તમને તેમ કરતા કોઇ રોકી શકશે નહી.
અભ્યાસુ વ્યક્તી પ્રત્યેની ગેરમન્યતા
ઘણા લોકો એવા વ્યક્તીઓની ખુબ મજાક ઉડાળતા હોય છે કે જેઓને અભ્યાસ કરવામા, જ્ઞાન મેળવવામા ખુબજ આનંદ આવતો હોય. જે વ્યક્તીઓ પોતાના હેતુઓની પાછળ પડી ગયા છે, એકે એક પળનો જેઓ સદુપયોગ કરે છે અને જેઓને માટે મોજ શોખ કરતા પોતાના હેતુઓ વધારે વહાલા હોય છે તેવા વ્યક્તીઓની આળસુ, રખડેલ, બેપરવાહ અને બેશીસ્ત લોકો એમ કહીને હાંસી ઉડાવતા મે જોયા છે કે તમે લોકો તમારી જીંદગી બર્બાદ કરી રહ્યા છો, જીવન આપણને એકજ વખત જીવવા મળે છે તો તેને બીંદાસ્ત રીતે, આખો દિવસ જલસા કરતા કરતા વિતાવવુ જોઇએ, તમે ગમે તેટલા રુપીયા કમાઇ લેશો તો પણ તેને તમે ખાઇ શકવાના નથી કે નથી તેને મૃત્યુ પછી સાથે લઇ જવાના તો પછી શા માટે આટલી બધી માથાકુટ કરવી પડે ? આવી દલીલો કરી કરીને તેઓ મહેનતુ વ્યક્તીઓને પોતાનાથી પણ વધારે મુર્ખ સાબીત કરવાનો કે તેઓને ડીસ્ટ્રેક કરવાનો તુચ્છ પ્રયત્ન કરતા હોય છે. ઉપરથી વળી તેઓ બહુ વધારે કમાવાથી જીવન સુધરતુ નથી પણ બગળે છે એમ કહી એવા વ્યક્તીઓના ઉદાહરણો પણ આપતા હોય છે કે જેઓ લાલચ કે અણઆવળતને કારણે બર્બાદ થઇ ગયા હોય. આવી ચર્ચાઓનો લગભગ એવા દરેક વિદ્યાર્થીઓએ સામનો કર્યોજ હશે કે જેઓ હોસ્ટેલમા રહેતા હોય અને ત્યાં મોજશોખીયા લોકોની બહુમતી હોય ! તો આવી દલીલો આપતા વ્યક્તીઓને હું માત્ર એટલુજ કહેવા માગીશ કે ક્યારેય કોઇ વ્યક્તી માત્ર પૈસા કમાવવા માટે આટલી બધી મહેનત કરી શકતા હોતા નથી, જો માત્ર પૈસા કમાવાનોજ હેતુ હોય તો તે વ્યક્તી ક્યારનોય અવળે રસ્તે ચઢી ગયો હોય પણ અહી એવુ નથી થતુ કારણ કે જે વ્યક્તી દિવસ રાત મહેનત કરે છે, તેઓ પોતાના મા બાપને સુખી જીવન આપવા માગતા હોય છે, ડોક્ટર બનીને રોગીઓ, દર્દીઓ કે ગરીબોની સેવા કરવી હોય છે, કોઇએ એન્જીનીયર બનીને સમાજની સુખાકારીમા વધારો કરવો હોય છે તો કોઇએ મોટા વેપારી બનીને સમાજમા રોજગારી અને દાન આપીને ટેકો આપવો હોય છે. આવો ઉચ્ચ કક્ષાનો હેતુ હોય તોજ કોઇ વ્યક્તી દિવસ રાત મહેનત કરવાની હીંમત કેળવી શકતા હોય છે.
હું આવી ખોટી દલીલો આપી મહેનતુ વ્યક્તીઓને ટોકવાનો પ્રયત્ન કરનાર વ્યક્તીઓને પુછવા માગીશ કે જો આવી વ્યક્તીઓ પ્રત્યે તમે સમ્માન નથી ધરાવતા તો પછી તમે માંદા પડો છો ત્યારે ડોક્ટર પાસે શા માટે જાવ છો, શા માટે તમે નીત નવા ઉપકરણોની અપેક્ષા રાખો છો, શા માટે તમે જજ પાસે જઇને ન્યાયની અપેક્ષા રાખો છો જ્યારે તમે ખુબ સારી રીતે જાણો છો કે આ બધા લોકો કેટલી મહેનત અને બલીદાનો આપીને આ મુકામે પહોચ્યા હોય છે. જો તમારા માટે શીક્ષણનુ કોઇજ મહત્વ ન હોય તો પછી શા માટે તમે તમારી બહેન દિકરીઓના લગ્ન એવા વ્યક્તી સાથે કરાવવા તલપાપડ રહો છો કે જેઓ એજ્યુકેટેડ, શીસ્તબદ્ધ અને વેલસેટલ્ડ હોય અથવાતો શા માટે તમારા સગા સંબંધીઓના લગ્ન તમારા જેવાજ મોજશોખીયા, નશાખોર અને ઉડાઉ વ્યક્તી સાથે કરાવવા નથી માગતા? આ વાતજ દર્શાવે છે કે જીવનમા શીક્ષણ, શીસ્ત અને પ્રામાણિકતાનુ કેટલુ મહત્વ છે !
માટે જો તમે આવી ગેરમાન્યતાઓ ધરાવતા હોવ તો મહેરબાની કરીને તેને અત્યારથીજ કાઢી નાખજો અને જો તમે આવી દલીલોનો સામનો કરી રહ્યા હોવ તો કોઇના પણ બહેકાવામા આવવાને બદલે તમે તમારા વિચારોને મજબુતીથી વળગી રહેજો કારણ કે આ રીતેજ તમે તમારી સમસ્યાઓને દુર કરી વિકાસ સાધી શકતા હોવ છો.
સ્ત્રી શીક્ષણ વિશેની ગેરમાન્યતા.
સમાજમા હજુ પણ એવા ઘણા વ્યક્તીઓ છે કે જેઓ પોતાના ઘરની કે પરીવારની સ્ત્રીઓ કે દિકરીઓને એમ માનીને ભણાવતા નથી કે સ્ત્રીઓએ ભણી ગણીને શું કામ છે જ્યારે તેઓએ આખરેતો ઘરજ સંભાળવાનુ છે. તો આવા વ્યક્તીઓને હું એક વાત જરૂર પુછવા માગીશ કે જો એજ્યુકેશન સ્ત્રીઓ માટે જરુરી ન હોય તો પછી શા માટે તમે તમારા પુત્રોના લગ્ન શીક્ષીત, સુઘડ અને સમજુ સ્ત્રીઓ સાથે કરાવવા માગો છો ? શા માટે તમે તમારા સમાજની એવી સ્ત્રીઓ પર ગર્વ કરો છો કે જેઓ ભણી ગણીને આગળ આવી હોય, શા માટે તમે એવી સ્ત્રીઓના પરીવાર સાથે સંબંધો રાખવા તૈયાર રહો છો જ્યારે એ પરીવારેજ તે સ્ત્રીને ભણાવીને આટલી સામર્થ્યવાન બનાવી હોય ? શું તમને નથી લાગતુ કે એક ભણેલી ગણેલી સ્ત્રી પોતાના બાળકોને સારુ શીક્ષણ આપી શકે છે, પોતાના પરીવારને એક તાંતણે બાંધી શકે છે ? શું તમને નથી લાગતુ કે સ્ત્રીઓ પાસે વધારે જ્ઞાન, આવળત, કુશળતા હશે તો તે પોતાના પરીવારને વધુ સારી રીતે મદદરૂપ થઇ શકે છે ?
હું એવી દરેક સ્ત્રેઓ કે જેઓ માત્ર શીક્ષણ કે નોકરી કરવાને કારણેજ વિરોધનો સામનો કરી રહી હોય તેઓને એક વાત જરૂર કહેવા માગીશ કે અત્યારે ભલે તમે વિરોધનો સામનો કરી રહ્યા હોવ પરંતુ જ્યારે તમે તમારા કાર્યમા સફળ થશો કે સારી પોસ્ટ પર બીરાજશો ત્યારે એજ વ્યક્તી, એજ પરીવાર કે એજ સમાજ કે જે તમારા પર શંકા કરતો હતો તે હવે તમારા પર ગર્વ કરવા લાગશે. જે વ્યક્તીઓ પહેલા તમારો વિરોધ કરતા હતા તેઓ તમને માન આપવા લાગશે અને આમ તમારી સફળતાની સ્ટોરી સમગ્ર સમાજમા ચર્ચાનો વિષય બની જશે. માટે તમારે કોઇના વિરોધથી ડરવાની જરુર નથી કારણકે એક વખત તમે સફળ થઇ ગયા તો પછી લોકો તમારો વિરોધ કરવાને બદલે પ્રોત્સાહનતો આપશેજ પણ પોતે પણ પ્રોત્સાહીત થશે. આમ લોકોએ સ્ત્રી શીક્ષણ વિશેની ગેરમાન્યતાઓ છોળી તેઓના વિકાસને પ્રોત્સાહન આપવુ જોઇએ અને સ્ત્રીઓએ પણ પ્રોત્સાહક અને વિશ્વાસયુક્ત વાતાવરણની રચના કરવી જોઇએ.